< ચર્મિયા 22 >
1 ૧ યહોવાહ આ પ્રમાણે કહે છે કે; તું અહીંથી ઊતરીને યહૂદિયાના રાજાના મહેલમાં જા અને ત્યાં આ વચન બોલ.
Esto es lo que dice el Señor: Vayan al palacio del rey de Judá y den este mensaje.
2 ૨ અને કહે કે, હે યહૂદિયાના રાજા, દાઉદના રાજ્યાસન પર બેસનાર તું અને તારા દાસો તથા તારા લોકો જેઓ આ દરવાજામાં થઈને અંદર આવે છે તે તમે યહોવાહનું વચન સાંભળો.
Díganles: Oye lo que el Señor quiere decirte, rey de Judá, sentado en el trono de David, a ti y a tus funcionarios y al pueblo que está aquí contigo.
3 ૩ યહોવાહ આ પ્રમાણે કહે છે કે; “ન્યાયથી અને સદાચારથી ચાલો, લૂંટાયેલાને જુલમીના હાથમાંથી બચાવો; પરદેશી, અનાથ અને વિધવા પ્રત્યે અન્યાય કે હિંસા કરો નહિ અને આ સ્થાને નિર્દોષનું લોહી ન પાડો.
Esto es lo que dice el Señor: Haz lo que es justo y correcto. Protege a los que son tratados injustamente por gente corrupta. No hagas nada malo a los extranjeros, a los huérfanos o a las viudas. No uses la violencia contra ellos. No mates a los inocentes.
4 ૪ જો તમે ખરેખર આ પ્રમાણે કરશો તો દાઉદના રાજ્યાસન પર બિરાજનાર રાજાઓ રથોમાં અને ઘોડા પર સવારી કરી આ મહેલના દરવાજામાં થઈને અંદર આવશે. અને તે, તેઓના ચાકરો અને તેઓના લોકો પણ અંદર આવશે.
Si haces honestamente lo que te digo, los reyes que se sientan en el trono de David pasarán en carros y caballos con sus funcionarios por las puertas de este palacio. Los acompañará el pueblo de Judá y los que viven en Jerusalén.
5 ૫ પણ જો તમે આ વચનો તરફ ધ્યાન નહિ આપો તો યહોવાહ કહે છે કે, હું મારા પોતાના સમ ખાઈને કહું છું કે, “આ મહેલ ખંડેર બની જશે.
Pero si te niegas a obedecer lo que digo, entonces juro por mí, declara el Señor, que este palacio será convertido en escombros.
6 ૬ યહૂદિયાના રાજાના રાજમહેલ વિષે યહોવાહ કહ્યું છે કે; ‘તું મારે મન ગિલ્યાદ જેવો છે, લબાનોનનું શિર છે. તેમ છતાં હું તને વેરાન અને વસ્તીહીન નગરો જેવું બનાવી દઈશ.
Esto es lo que dice el Señor sobre la familia real del rey de Judá: Ustedes son tan estimados para mí como los bosques de Galaad y los montes del Líbano. Pero te convertiré en un desierto, en ciudades donde nadie vive.
7 ૭ હું તારો નાશ કરવા માટે શસ્ત્ર સજેલા વિનાશકોને તૈયાર કરીશ. તેઓ તારા ઉત્તમ દેવદાર વૃક્ષોને કાપી અને અગ્નિમાં નાખી દેશે.
Escogeré hombres que vengan a destruirte, cada uno con su propia hacha. Cortarán tus hermosos cedros y los arrojarán al fuego.
8 ૮ ઘણી પ્રજાઓ આ નગરની પાસે થઈને જશે અને તે સર્વ લોકો એકબીજાને કહેશે કે, “યહોવાહે શા માટે આ મોટા નગરના આવા હાલ કર્યા છે?”
Extranjeros de muchas naciones pasarán por esta ciudad y se preguntarán unos a otros: “¿Por qué el Señor ha hecho cosas tan terribles a esta gran ciudad?”
9 ૯ ત્યારે તેઓ જવાબ આપશે કે, “તેઓએ પોતાના ઈશ્વર યહોવાહ સાથેના કરારનો ત્યાગ કર્યો છે. અને અન્ય દેવોની સેવાપૂજા કરી.”
La gente responderá: “Porque rompieron el acuerdo del Señor, su Dios. Fueron a adorar a otros dioses”.
10 ૧૦ યહૂદિયાના લોકો જે મૃત્યુ પામ્યા છે તેને માટે રડો નહિ, તેમ જ તેનો શોક પણ ન કરશો; પણ જે સ્વદેશમાંથી જાય છે તેને માટે હૈયાફાટ રુદન કરો, કેમ કે તે કદી પાછો આવવાનો નથી. તે ફરી પોતાની કુટુંબને જોવા પામશે નહિ.”
No lloren por el rey que murió. No lloren por él. En cambio, lloren por el rey que está exiliado, que nunca regresará, que nunca volverá a ver su patria.
11 ૧૧ કેમ કે યહૂદિયાના રાજા યોશિયાનો દીકરો શાલ્લુમ જેણે પોતાના પિતા યોશિયાની જગ્યાએ રાજ કર્યું; અને આ સ્થાનમાંથી ગયો, તેના વિષે યહોવાહ આ પ્રમાણે કહે છે, “તે ત્યાંથી પાછો આવશે નહિ.
Esto es lo que dice el Señor sobre Joacaz de Josías, rey de Judá. Sucedió a su padre Josías, pero se lo llevaron. Nunca regresará.
12 ૧૨ પણ જે ઠેકાણે તેઓ તેને બંદીવાન કરીને લઈ ગયા છે. તે દેશમાં જ મૃત્યુ પામશે અને આ ભૂમિને કદી જોવા પામશે નહિ.”
Morirá en el exilio; no volverá a ver este país.
13 ૧૩ જે માણસ પોતાનું ઘર અન્યાયથી તથા પોતાની મેડીઓ અનીતિથી બાંધે છે; જે પોતાના પડોશી પાસે કામ કરાવે છે. અને તેની મજૂરી તેને આપતો નથી. તે માણસને અફસોસ!
A Joacim le llegan los problemas porque maltrata a otros en la construcción de su palacio, tratando injustamente a los que construyen los pisos superiores. Hace trabajar a los suyos a cambio de nada: no les paga ningún salario.
14 ૧૪ તે કહે છે, હું મારા માટે વિશાળ મકાન તથા મોટી મેડીઓ બાંધીશ, પછી તે તેમાં પોતાને સારુ બારીઓ મૂકે છે. અને તેની છત પર દેવદાર વૃક્ષનાં પાટિયાં જડે છે. અને તેને લાલ રંગ લગાડે છે.”
Se dice a sí mismo: “Voy a construirme un gran palacio, con grandes habitaciones superiores”. Hace colocar ventanas, pone paneles de cedro y lo pinta de rojo brillante con bermellón.
15 ૧૫ તું દેવદાર વૃક્ષના મહેલો બાંધીને સિદ્ધિ મેળવવા ઇચ્છે છે એથી શું તારું રાજ્ય ટકશે? શું તારા પિતાએ ખાધુંપીધું નહોતું અને નીતિ તથા તે ન્યાયથી વ્યવહાર કરતો નહોતો? તેથી જ તે સુખી થયો.
¿Acaso te hace rey el hecho de tener más cedro que nadie? Tu padre tenía comida y bebida, ¿no es así? Gobernó con justicia y honestidad, y por eso tuvo una buena vida.
16 ૧૬ તેણે ગરીબો તથા લાચારને ન્યાય આપ્યો તેથી તે સમયે તે સુખી હતો. મને ઓળખવો તે એ જ છે કે નહિ? એમ યહોવાહ કહે છે.
Defendía a los pobres y a los necesitados, y así las cosas iban bien. ¿No es esto lo que significa realmente conocerme? declara el Señor.
17 ૧૭ પણ લૂંટી લેવું, નિર્દોષનું લોહી પાડવું, અને જુલમ તથા અત્યાચાર કરવા સિવાય બીજા કશા પર તારી આંખો તથા તારું હૃદય લાગેલાં નથી.
Pero lo único que buscas, lo único en lo que piensas, es en conseguir lo que quieres, aunque sea de forma deshonesta. Matas a los inocentes, maltratas con violencia y explotas a tu pueblo.
18 ૧૮ તે માટે યહૂદિયાના રાજા યોશિયાના દીકરા યહોયાકીમ વિષે યહોવાહ કહે છે કે; તેને સારુ “ઓ, મારા ભાઈ!” અથવા “ઓ, મારી બહેન!” એવું બોલીને વિલાપ કરશે નહિ. અથવા “ઓ, મારા માલિક!” અને “ઓ, મારા રાજા!” એમ કહીને કોઈ તેને માટે વિલાપ કરશે નહિ.
Esto es lo que dice el Señor sobre Joaquín, hijo de Josías, rey de Judá: No harán duelo por él, diciendo: “¡Qué triste, hermano mío! Qué tristeza, hermana mía!” No llorarán por él, diciendo: “¡Qué triste, mi señor! Qué triste, su majestad!”
19 ૧૯ એક ગધેડાને દાટવામાં આવે છે તેમ તેને દાટવામાં આવશે, તેને ઘસડીને યરુશાલેમના દરવાજા બહાર નાખી દેવામાં આવશે.
Su entierro será el de un asno. Lo arrastrarán y lo tirarán fuera de las puertas de Jerusalén.
20 ૨૦ તું લબાનોનના પહાડ પર ચઢીને હાંક માર. બાશાનમાં જઈને પોકાર કર; અબારીમ પર્વત પરથી હાંક માર, કેમ કે તારા બધા મિત્રો નાશ પામશે.
¡Vayan al Líbano y griten pidiendo ayuda! ¡Grita en Basán! ¡Grita desde Abarim! Porque todos tus amantes han sido destruidos.
21 ૨૧ જ્યારે તુ સમૃદ્ધ થતો હતો ત્યારે હું તારી સાથે બોલ્યો, પણ તેં કહ્યું, “હું નહિ સાંભળું.” તારી યુવાનીથી તારી રીતભાત એવી હતી કે તેં કદી મારું કહ્યું કર્યું નથી.
Te advertí cuando pensabas que estabas sano y salvo. Pero tú respondiste: “¡No voy a hacer caso!”. Esa ha sido tu actitud desde que eras joven: nunca hiciste lo que te dije.
22 ૨૨ પવન તારા સર્વ પાળકોને ઘસડી લઈ જશે. તારા સર્વ મિત્રોને ગુલામો તરીકે લઈ જવામાં આવશે. નિશ્ચે તારી દુષ્ટતાને કારણે તારી બદનામી થશે અને તું શરમ અનુભવશે.
El viento se llevará a todos tus “pastores”, y tus amantes irán al exilio. Entonces serás avergonzada y deshonrada por todas las cosas malas que has hecho.
23 ૨૩ હે લબાનોનમાં રહેનારી તથા દેવદાર વૃક્ષોમાં પોતાનો માળો બાંધનારી, જ્યારે તને પ્રસૂતાના જેવી પીડા તથા કષ્ટ થશે ત્યારે તારી દશા, કેવી દયાજનક થશે.”
Tú que vives en el “Líbano” en tu nido de cedro, cuánto vas a gemir cuando los dolores agónicos te golpeen como a una mujer de parto.
24 ૨૪ આ યહોવાહ ની જાહેરાત છે “જેમ હું જીવતો છું” “જો યહૂદિયાના રાજા, યહોયાકીમનો દીકરો કોનિયા મારા જમણા હાથ પરની મુદ્રિકા હોત, તોપણ મેં તેને ત્યાંથી દૂર કર્યો હોત.
El Señor dijo a Joaquín, hijo de Joacim, rey de Judá: Vivo yo, declara el Señor, que aunque fueras un anillo de sello en un dedo de mi mano derecha, te arrancaría.
25 ૨૫ તું જેનાથી ડરે છે અને જે તારો જીવ લેવા તાકે છે તે બાબિલના રાજા નબૂખાદનેસ્સાર અને ખાલદીઓના હાથમાં હું તને સોંપી દઈશ.
Te voy a entregar a los que te aterrorizan y quieren matarte, a Nabucodonosor, rey de Babilonia, y a los babilonios.
26 ૨૬ જે દેશમાં તારો જન્મ થયો નહોતો એવા પારકા દેશમાં હું તને તથા તારી માતાને પણ ફેંકી દઈશ. અને ત્યાં તમે મૃત્યુ પામશો.
Te voy a echar -a ti y a la madre que te dio a luz- y te voy a enviar a otro país. Ninguno de ustedes nació allí, pero ambos morirán allí.
27 ૨૭ અને જે દેશમાં પાછા આવવાને તેમના જીવ ઝૂરે છે, તે ભૂમિમાં તેઓ પાછા આવશે નહિ.
Jamás volverán al país que tanto aman.
28 ૨૮ આ માણસ કોનિયા, તે તુચ્છ અને ફૂટેલા ઘડા જેવો છે શું? તે અણગમતા પાત્ર જેવો હશે શું? તેને તથા તેના વંશજોને દૂરના અજાણ્યા પ્રદેશમાં ફેંકી દેવામાં આવ્યા છે જે તેઓ જાણતા નથી?
¿Quién es este hombre Joaquín? ¿Una vasija rota que ha sido desechada, algo que nadie quiere? ¿Por qué lo han echado a él y a sus hijos, exiliados en un país desconocido?
29 ૨૯ હે ભૂમિ, ભૂમિ, ભૂમિ! તું યહોવાહનાં વચન સાંભળ. યહોવાહ આ પ્રમાણે કહે છે કે; લખી રાખો કે આ માણસ કોનિયા; નિ: સંતાન મૃત્યુ પામશે.
¡Mi país, mi país, mi país! ¡Escucha lo que dice el Señor!
30 ૩૦ તે માણસ જીવનમાં આગળ વધશે નહિ કે તેના વંશનો કોઈ સફળ થશે નહિ કે જે દાઉદના રાજ્યાસન પર બેસે અથવા ફરીથી યહૂદા પર રાજ કરે.”
Esto es lo que dice el Señor: Anota a este hombre como si no tuviera hijos. Es un hombre que no tendrá éxito en toda su vida. Ninguno de sus hijos tendrá éxito tampoco. Ninguno de ellos se sentará en el trono de David ni será rey en Judá.