< ચર્મિયા 22 >

1 યહોવાહ આ પ્રમાણે કહે છે કે; તું અહીંથી ઊતરીને યહૂદિયાના રાજાના મહેલમાં જા અને ત્યાં આ વચન બોલ.
خداوند چنین گفت: «به خانه پادشاه یهودا فرود آی و در آنجا به این کلام متکلم شو۱
2 અને કહે કે, હે યહૂદિયાના રાજા, દાઉદના રાજ્યાસન પર બેસનાર તું અને તારા દાસો તથા તારા લોકો જેઓ આ દરવાજામાં થઈને અંદર આવે છે તે તમે યહોવાહનું વચન સાંભળો.
و بگو: ای پادشاه یهودا که بر کرسی داود نشسته‌ای، تو و بندگانت و قومت که به این دروازه‌ها داخل می‌شوید کلام خداوند را بشنوید:۲
3 યહોવાહ આ પ્રમાણે કહે છે કે; “ન્યાયથી અને સદાચારથી ચાલો, લૂંટાયેલાને જુલમીના હાથમાંથી બચાવો; પરદેશી, અનાથ અને વિધવા પ્રત્યે અન્યાય કે હિંસા કરો નહિ અને આ સ્થાને નિર્દોષનું લોહી ન પાડો.
خداوند چنین می‌گوید: انصاف وعدالت را اجرا دارید و مغصوبان را از دست ظالمان برهانید و بر غربا و یتیمان و بیوه‌زنان ستم و جور منمایید و خون بی‌گناهان را در این مکان مریزید.۳
4 જો તમે ખરેખર આ પ્રમાણે કરશો તો દાઉદના રાજ્યાસન પર બિરાજનાર રાજાઓ રથોમાં અને ઘોડા પર સવારી કરી આ મહેલના દરવાજામાં થઈને અંદર આવશે. અને તે, તેઓના ચાકરો અને તેઓના લોકો પણ અંદર આવશે.
زیرا اگر این کار را بجا آورید هماناپادشاهانی که بر کرسی داود بنشینند، ازدروازه های این خانه داخل خواهند شد و هر یک با بندگان و قوم خود بر ارابه‌ها و اسبان سوارخواهند گردید.۴
5 પણ જો તમે આ વચનો તરફ ધ્યાન નહિ આપો તો યહોવાહ કહે છે કે, હું મારા પોતાના સમ ખાઈને કહું છું કે, “આ મહેલ ખંડેર બની જશે.
اما اگر این سخنان را نشنویدخداوند می‌گوید که به ذات خود قسم خوردم که این خانه خراب خواهد شد.۵
6 યહૂદિયાના રાજાના રાજમહેલ વિષે યહોવાહ કહ્યું છે કે; ‘તું મારે મન ગિલ્યાદ જેવો છે, લબાનોનનું શિર છે. તેમ છતાં હું તને વેરાન અને વસ્તીહીન નગરો જેવું બનાવી દઈશ.
زیرا خداونددرباره خاندان پادشاه یهودا چنین می‌گوید: اگرچه تو نزد من جلعاد و قله لبنان می‌باشی لیکن من تو را به بیابان و شهرهای غیرمسکون مبدل خواهم ساخت.۶
7 હું તારો નાશ કરવા માટે શસ્ત્ર સજેલા વિનાશકોને તૈયાર કરીશ. તેઓ તારા ઉત્તમ દેવદાર વૃક્ષોને કાપી અને અગ્નિમાં નાખી દેશે.
و بر تو خراب کنندگان که هریک با آلاتش باشد معین می‌کنم و ایشان بهترین سروهای آزاد تو را قطع نموده، به آتش خواهندافکند.۷
8 ઘણી પ્રજાઓ આ નગરની પાસે થઈને જશે અને તે સર્વ લોકો એકબીજાને કહેશે કે, “યહોવાહે શા માટે આ મોટા નગરના આવા હાલ કર્યા છે?”
و امت های بسیار چون از این شهر عبورنمایند به یکدیگر خواهند گفت که خداوند به این شهر عظیم چرا چنین کرده است.۸
9 ત્યારે તેઓ જવાબ આપશે કે, “તેઓએ પોતાના ઈશ્વર યહોવાહ સાથેના કરારનો ત્યાગ કર્યો છે. અને અન્ય દેવોની સેવાપૂજા કરી.”
و جواب خواهند داد از این سبب که عهد یهوه خدای خودرا ترک کردند و خدایان غیر را سجده و عبادت نمودند.۹
10 ૧૦ યહૂદિયાના લોકો જે મૃત્યુ પામ્યા છે તેને માટે રડો નહિ, તેમ જ તેનો શોક પણ ન કરશો; પણ જે સ્વદેશમાંથી જાય છે તેને માટે હૈયાફાટ રુદન કરો, કેમ કે તે કદી પાછો આવવાનો નથી. તે ફરી પોતાની કુટુંબને જોવા પામશે નહિ.”
«برای مرده گریه منمایید و برای او ماتم مگیرید. زارزار بگریید برای او که می‌رود زیرا که دیگر مراجعت نخواهد کرد و زمین مولد خویش را نخواهد دید.۱۰
11 ૧૧ કેમ કે યહૂદિયાના રાજા યોશિયાનો દીકરો શાલ્લુમ જેણે પોતાના પિતા યોશિયાની જગ્યાએ રાજ કર્યું; અને આ સ્થાનમાંથી ગયો, તેના વિષે યહોવાહ આ પ્રમાણે કહે છે, “તે ત્યાંથી પાછો આવશે નહિ.
زیرا خداوند درباره شلوم بن یوشیا پادشاه یهودا که بجای پدر خود یوشیاپادشاه شده و از این مکان بیرون رفته است چنین می گوید که دیگر به اینجا برنخواهد گشت.۱۱
12 ૧૨ પણ જે ઠેકાણે તેઓ તેને બંદીવાન કરીને લઈ ગયા છે. તે દેશમાં જ મૃત્યુ પામશે અને આ ભૂમિને કદી જોવા પામશે નહિ.”
بلکه در مکانی که او را به اسیری برده اندخواهد مرد و این زمین را باز نخواهد دید.۱۲
13 ૧૩ જે માણસ પોતાનું ઘર અન્યાયથી તથા પોતાની મેડીઓ અનીતિથી બાંધે છે; જે પોતાના પડોશી પાસે કામ કરાવે છે. અને તેની મજૂરી તેને આપતો નથી. તે માણસને અફસોસ!
«وای بر آن کسی‌که خانه خود را به بی‌انصافی و کوشکهای خویش را به ناحق بنامی کند که از همسایه خود مجان خدمت می‌گیردو مزدش را به او نمی دهد.۱۳
14 ૧૪ તે કહે છે, હું મારા માટે વિશાળ મકાન તથા મોટી મેડીઓ બાંધીશ, પછી તે તેમાં પોતાને સારુ બારીઓ મૂકે છે. અને તેની છત પર દેવદાર વૃક્ષનાં પાટિયાં જડે છે. અને તેને લાલ રંગ લગાડે છે.”
که می‌گوید خانه وسیع و اطاقهای مروح برای خود بنا می‌کنم وپنجره‌ها برای خویشتن می‌شکافد و (سقف ) آن را از سرو آزاد می‌پوشاند و با شنجرف رنگ می‌کند.۱۴
15 ૧૫ તું દેવદાર વૃક્ષના મહેલો બાંધીને સિદ્ધિ મેળવવા ઇચ્છે છે એથી શું તારું રાજ્ય ટકશે? શું તારા પિતાએ ખાધુંપીધું નહોતું અને નીતિ તથા તે ન્યાયથી વ્યવહાર કરતો નહોતો? તેથી જ તે સુખી થયો.
آیا از این جهت که با سروهای آزادمکارمت می‌نمایی، سلطنت خواهی کرد؟ آیاپدرت اکل وشرب نمی نمود و انصاف و عدالت رابجا نمی آورد، آنگاه برایش سعادتمندی می‌بود؟۱۵
16 ૧૬ તેણે ગરીબો તથા લાચારને ન્યાય આપ્યો તેથી તે સમયે તે સુખી હતો. મને ઓળખવો તે એ જ છે કે નહિ? એમ યહોવાહ કહે છે.
فقیر و مسکین را دادرسی می‌نمود، آنگاه سعادتمندی می‌شد. مگر شناختن من این نیست؟ خداوند می‌گوید:۱۶
17 ૧૭ પણ લૂંટી લેવું, નિર્દોષનું લોહી પાડવું, અને જુલમ તથા અત્યાચાર કરવા સિવાય બીજા કશા પર તારી આંખો તથા તારું હૃદય લાગેલાં નથી.
اما چشمان و دل تو نیست جز برای حرص خودت و برای ریختن خون بی‌گناهان و برای ظلم و ستم تا آنها را بجا آوری.۱۷
18 ૧૮ તે માટે યહૂદિયાના રાજા યોશિયાના દીકરા યહોયાકીમ વિષે યહોવાહ કહે છે કે; તેને સારુ “ઓ, મારા ભાઈ!” અથવા “ઓ, મારી બહેન!” એવું બોલીને વિલાપ કરશે નહિ. અથવા “ઓ, મારા માલિક!” અને “ઓ, મારા રાજા!” એમ કહીને કોઈ તેને માટે વિલાપ કરશે નહિ.
بنابراین خداوند درباره یهویاقیم بن یوشیاپادشاه یهودا چنین می‌گوید: که برایش ماتم نخواهند گرفت و نخواهند گفت: آه‌ای برادر من یا آه‌ای خواهر و نوحه نخواهند کرد و نخواهندگفت: آه‌ای آقا یا آه‌ای جلال وی.۱۸
19 ૧૯ એક ગધેડાને દાટવામાં આવે છે તેમ તેને દાટવામાં આવશે, તેને ઘસડીને યરુશાલેમના દરવાજા બહાર નાખી દેવામાં આવશે.
کشیده شده و بیرون از دروازه های اورشلیم بجای دورانداخته شده به دفن الاغ مدفون خواهد گردید.۱۹
20 ૨૦ તું લબાનોનના પહાડ પર ચઢીને હાંક માર. બાશાનમાં જઈને પોકાર કર; અબારીમ પર્વત પરથી હાંક માર, કેમ કે તારા બધા મિત્રો નાશ પામશે.
«به فراز لبنان برآمده، فریاد برآور و آوازخود را در باشان بلندکن. و از عباریم فریاد کن زیرا که جمیع دوستانت تلف شده‌اند.۲۰
21 ૨૧ જ્યારે તુ સમૃદ્ધ થતો હતો ત્યારે હું તારી સાથે બોલ્યો, પણ તેં કહ્યું, “હું નહિ સાંભળું.” તારી યુવાનીથી તારી રીતભાત એવી હતી કે તેં કદી મારું કહ્યું કર્યું નથી.
در حین سعادتمندی تو به تو سخن گفتم، اما گفتی گوش نخواهم گرفت. همین از طفولیتت عادت تو بوده است که به آواز من گوش ندهی.۲۱
22 ૨૨ પવન તારા સર્વ પાળકોને ઘસડી લઈ જશે. તારા સર્વ મિત્રોને ગુલામો તરીકે લઈ જવામાં આવશે. નિશ્ચે તારી દુષ્ટતાને કારણે તારી બદનામી થશે અને તું શરમ અનુભવશે.
باد تمامی شبانانت را خواهد چرانید و دوستانت به اسیری خواهند رفت. پس در آن وقت به‌سبب تمامی شرارتت خجل و رسوا خواهی شد.۲۲
23 ૨૩ હે લબાનોનમાં રહેનારી તથા દેવદાર વૃક્ષોમાં પોતાનો માળો બાંધનારી, જ્યારે તને પ્રસૂતાના જેવી પીડા તથા કષ્ટ થશે ત્યારે તારી દશા, કેવી દયાજનક થશે.”
‌ای که درلبنان ساکن هستی و آشیانه خویش را درسروهای آزاد می‌سازی! هنگامی که المها و دردمثل زنی که می‌زاید تو را فرو‌گیرد چه قدر بر توافسوس خواهند کرد؟۲۳
24 ૨૪ આ યહોવાહ ની જાહેરાત છે “જેમ હું જીવતો છું” “જો યહૂદિયાના રાજા, યહોયાકીમનો દીકરો કોનિયા મારા જમણા હાથ પરની મુદ્રિકા હોત, તોપણ મેં તેને ત્યાંથી દૂર કર્યો હોત.
یهوه می‌گوید: به حیات من قسم که اگر‌چه کنیاهو ابن یهویاقیم پادشاه یهودا خاتم بر دست راست من می‌بود هرآینه تو را از آنجا می‌کندم.۲۴
25 ૨૫ તું જેનાથી ડરે છે અને જે તારો જીવ લેવા તાકે છે તે બાબિલના રાજા નબૂખાદનેસ્સાર અને ખાલદીઓના હાથમાં હું તને સોંપી દઈશ.
و تو را به‌دست آنانی که قصد جان تو دارند و به‌دست آنانی که ازایشان ترسانی و به‌دست نبوکدرصر پادشاه بابل وبه‌دست کلدانیان تسلیم خواهم نمود.۲۵
26 ૨૬ જે દેશમાં તારો જન્મ થયો નહોતો એવા પારકા દેશમાં હું તને તથા તારી માતાને પણ ફેંકી દઈશ. અને ત્યાં તમે મૃત્યુ પામશો.
و تو ومادر تو را که تو را زایید، به زمین غریبی که در آن تولد نیافتید خواهم‌انداخت که در آنجا خواهیدمرد.۲۶
27 ૨૭ અને જે દેશમાં પાછા આવવાને તેમના જીવ ઝૂરે છે, તે ભૂમિમાં તેઓ પાછા આવશે નહિ.
اما به زمینی که ایشان بسیار آرزو دارند که به آن برگردند مراجعت نخواهند نمود.»۲۷
28 ૨૮ આ માણસ કોનિયા, તે તુચ્છ અને ફૂટેલા ઘડા જેવો છે શું? તે અણગમતા પાત્ર જેવો હશે શું? તેને તથા તેના વંશજોને દૂરના અજાણ્યા પ્રદેશમાં ફેંકી દેવામાં આવ્યા છે જે તેઓ જાણતા નથી?
آیا این مرد کنیاهو ظرفی خوار شکسته می‌باشد و یا ظرفی ناپسندیده است؟ چرا او بااولادش به زمینی که آن را نمی شناسند انداخته وافکنده شده‌اند؟۲۸
29 ૨૯ હે ભૂમિ, ભૂમિ, ભૂમિ! તું યહોવાહનાં વચન સાંભળ. યહોવાહ આ પ્રમાણે કહે છે કે; લખી રાખો કે આ માણસ કોનિયા; નિ: સંતાન મૃત્યુ પામશે.
‌ای زمین‌ای زمین‌ای زمین، کلام خداوند رابشنو!۲۹
30 ૩૦ તે માણસ જીવનમાં આગળ વધશે નહિ કે તેના વંશનો કોઈ સફળ થશે નહિ કે જે દાઉદના રાજ્યાસન પર બેસે અથવા ફરીથી યહૂદા પર રાજ કરે.”
خداوند چنین می‌فرماید: «این شخص را بی‌اولاد و کسی‌که در روزگار خود کامیاب نخواهد شد بنویس، زیرا که هیچکس از ذریت وی کامیاب نخواهد شد و بر کرسی داود نخواهدنشست، و بار دیگر در یهودا سلطنت نخواهد نمود.»۳۰

< ચર્મિયા 22 >