< ચર્મિયા 21 >
1 ૧ યહોવાહનું વચન યર્મિયા પાસે આવ્યું, જ્યારે સિદકિયા રાજાએ માલ્કિયાના દીકરા પાશહૂરને તથા માસેયા યાજકના દીકરા સફાન્યાને યર્મિયાની પાસે મોકલીને કહેવડાવ્યું કે,
Ilizwi elafika kuJeremiya livela eNkosini lapho inkosi uZedekhiya ethuma kuye uPashuri indodana kaMalikiya, loZefaniya indodana kaMahaseya, umpristi, isithi:
2 ૨ “કૃપા કરીને તું યહોવાહને અમારી તરફથી પૂછ, કેમ કે બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર અમારી સામે યુદ્ધ કરે છે કદાચ યહોવાહ પોતાનાં સર્વ અદ્દ્ભુત કૃત્યો પ્રમાણે અમારી સાથે એવી રીતે વર્તશે કે જેથી તે રાજાને પાછા જવું પડે.”
Ake usibuzele eNkosini, ngoba uNebhukadirezari inkosi yeBhabhiloni ulwa emelene lathi; mhlawumbe iNkosi ingasenzela njengokwezimangaliso zayo zonke, ukuze enyuke asuke kithi.
3 ૩ ત્યારે યર્મિયાએ તેઓને કહ્યું કે, સિદકિયાને જઈને આ પ્રમાણે કહેજો કે,
UJeremiya wasesithi kubo: Lizakutsho njalo kuZedekhiya:
4 ૪ ‘યહોવાહ ઇઝરાયલના ઈશ્વર આ પ્રમાણે કહે છે; “જુઓ, લડાઈનાં જે શસ્ત્રો તમારા હાથમાં છે, જે શસ્ત્રો વડે તમે કોટની બહાર તથા બાબિલના રાજાની સાથે ઘેરો ઘાલનાર ખાલદીઓ સામે લડો છો તે હું પાછાં ફેરવીશ. તેઓને આ નગરની મધ્યમાં એકઠા કરીશ.
Itsho njalo iNkosi uNkulunkulu kaIsrayeli: Khangelani, ngizaphendulela emuva izikhali zempi ezisezandleni zenu, elilwa ngazo lenkosi yeBhabhiloni lamaKhaladiya, abalivimbezeleyo ngaphandle komduli, ngibaqoqe ngaphakathi kwalumuzi.
5 ૫ લાંબા કરેલા હાથથી તથા બળવાન ભુજથી ક્રોધ તથા જુસ્સાથી તથા ભારે રોષથી હું જાતે તમારી સામે લડીશ.
Njalo mina ngizakulwa lani ngesandla eseluliweyo, langengalo elamandla, langentukuthelo, langokufutheka, langolaka olukhulu.
6 ૬ આ નગરમાં રહેનારા માણસો તથા પશુઓને હું મારી નાખીશ. તેઓ મોટી મરકીથી મૃત્યુ પામશે.
Njalo ngizatshaya abakhileyo balumuzi, umuntu kanye lesifuyo; bazakufa ngomatshayabhuqe wesifo omkhulu.
7 ૭ ત્યારબાદ યહોવાહ કહે છે કે હું યહૂદિયાના રાજા સિદકિયાને, તેના સેવકોને તથા જે લોક આ નગરમાં મરકીથી, તલવારથી તથા દુકાળથી બચ્યા છે તેઓને બાબિલના રાજા નબૂખાદનેસ્સારના હાથમાં તથા જેઓ તેનો જીવ શોધે છે તેઓના હાથમાં સોંપીશ અને તે તેઓને તલવારથી મારી નાખશે. તેમના પર તે ક્ષમા, દયા કે કરુણા દર્શાવશે નહિ.
Kuthi emva kwalokhu, itsho iNkosi, uZedekhiya inkosi yakoJuda, lenceku zakhe, labantu, labaseleyo phakathi kwalumuzi kumatshayabhuqe wesifo, enkembeni, lendlaleni, ngizabanikela esandleni sikaNebhukadirezari inkosi yeBhabhiloni, lesandleni sezitha zabo, lesandleni salabo abadinga impilo yabo. Njalo uzabatshaya ngobukhali benkemba; kayikubayekela, kayikuhawukela, kayikuba lomusa.
8 ૮ આ લોકને તારે કહેવું કે, યહોવાહ આ પ્રમાણે કહે છે કે; “જુઓ, હું તમારી આગળ જીવનનો માર્ગ અને મરણનો માર્ગ બન્ને મૂકું છું.
Njalo kulababantu uzakuthi: Itsho njalo INkosi: Khangelani, ngibeka phambi kwenu indlela yokuphila lendlela yokufa.
9 ૯ જે કોઈ આ શહેરમાં રહેશે તે તલવારથી, દુકાળથી તથા મરકીથી મૃત્યુ પામશે, પણ જે કોઈ તેમને ઘેરો ઘાલનાર ખાલદીઓને શરણે જશે તે જીવતો રહેશે. અને તેનો જીવ તે લૂંટ તરીકે ગણશે.
Osala kulumuzi uzakufa ngenkemba langendlala langomatshayabhuqe wesifo; kodwa ophumayo, awele kumaKhaladiya alivimbezelayo, uzaphila, lempilo yakhe izakuba yimpango kuye.
10 ૧૦ કેમ કે આ નગરનું ભલું નહિ, પણ વિનાશ કરવાને મેં મારું મુખ ફેરવ્યું છે’ એમ યહોવાહ કહે છે. ‘તેને બાબિલના રાજાના હાથમાં સોંપી દેવામાં આવશે અને તે બાળી દેવામાં આવશે.
Ngoba ngimisile ubuso bami bumelene lalumuzi ngokubi, hatshi ngokuhle, itsho iNkosi; uzanikelwa esandleni senkosi yeBhabhiloni, iwutshise ngomlilo.
11 ૧૧ વળી યહૂદિયાના રાજાના વંશજો વિષે યહોવાહનું વચન સાંભળો.
Lamayelana lendlu yenkosi yakoJuda, zwanini ilizwi leNkosi:
12 ૧૨ હે દાઉદના ઘરના, યહોવાહ કહે છે કે; સવારે ન્યાય કરો, જે માણસ જુલમીઓના હાથે લૂંટાઈ ગયો છે તેને તેના હાથમાંથી છોડાવો, રખેને તમારાં દુષ્ટ કૃત્યોને કારણે મારો રોષ અગ્નિની પેઠે સળગી ઊઠશે તેને હોલવનાર કોઈ મળશે નહિ.
Wena ndlu kaDavida, itsho njalo INkosi: Yehlulelani isahlulelo ekuseni, lophule ophangiweyo esandleni somcindezeli, hlezi ulaka lwami luphume njengomlilo, lutshise, ukuthi kungabi khona ocitshayo, ngenxa yobubi bezenzo zenu.
13 ૧૩ જુઓ, હે ખીણમાં રહેનારી, હે મેદાનમાંના ખડકમાં રહેનારી હું તારી વિરુદ્ધ છું” એમ યહોવાહ કહે છે જે કોઈ કહે છે કે, કોણ મારા પર હુમલો કરી શકે એમ છે?” “અથવા કોણ અમારાં ઘરોમાં પ્રવેશી શકે એમ છે?’ તેઓની વિરુદ્ધ હું છું
Khangela, ngimelene lawe, wena mhlali wesigodi, dwala legceke, itsho iNkosi; lina elithi: Ngubani ozakwehla amelane lathi? Kumbe ngubani ozangena endaweni zethu zokuhlala?
14 ૧૪ હું તમારાં કૃત્યોનાં ફળ પ્રમાણે શિક્ષા કરીશ” એમ યહોવાહ કહે છે. “હું તેના જંગલમાં અગ્નિ સળગાવીશ અને તે પોતાની આસપાસની સર્વ વસ્તુઓને બાળી નાખશે.”
Kodwa ngizalijezisa njengokwesithelo sezenzo zenu, itsho iNkosi, ngiphembe umlilo ehlathini lakho, ozaqeda konke inhlangothi zonke zakho.