< ચર્મિયા 19 >

1 યહોવાહે આ પ્રમાણે કહ્યું કે; “જા અને કુંભારની એક માટલી વેચાતી લે. ત્યાર પછી લોકોના તથા યાજકોમાંના કેટલાક વડીલોને તારી સાથે લઈ લે.
Yavé dijo: Vé y compra una vasija de arcilla al alfarero. Lleva contigo ancianos del pueblo y ancianos de los sacerdotes.
2 હાર્સિથ ભાગળના નાકા પાસે બેન-હિન્નોમની ખીણ છે ત્યાં જા. અને હું તને જે વચનો આપું તે તું ત્યાં તેઓને કહી સંભળાવ.
Saldrás al Valle del Hijo de Hinom, que está en la entrada de la Puerta Oriental y proclama allí las palabras que Yo te diré.
3 યહૂદિયાના રાજાઓ અને યરુશાલેમના રહેવાસીઓ! તમે યહોવાહનું વચન સાંભળો. સૈન્યોના યહોવાહ ઇઝરાયલના ઈશ્વર કહે છે કે: “જુઓ, હું આ જગ્યા પર એવી વિપત્તિ લાવીશ કે જે કોઈ સાંભળશે તેના કાનમાં ઝણઝણાટ થશે.
Y dí: Oh reyes de Judá y habitantes de Jerusalén, oigan la Palabra de Yavé. Yavé de las huestes, el ʼElohim de Israel, dice: Ciertamente Yo traigo una desgracia sobre este lugar de tal clase que a todo el que lo oiga le vibrarán los oídos.
4 તેઓએ મારો ત્યાગ કર્યો છે અને આ સ્થાનને ભ્રષ્ટ કર્યુ છે. તેઓએ તથા તેઓના પૂર્વજોએ તથા યહૂદિયાના રાજાઓ જેઓને જાણ્યા નહોતા તેઓએ અન્ય દેવોની આગળ ધૂપ બાળ્યો છે. અને આ સ્થાનને નિર્દોષોના લોહીથી ભરી દીધું છે.
Porque me abandonaron y enajenaron este lugar. Ofrecieron en él incienso a otros ʼelohim que ellos no conocieron, ni sus antepasados, ni los reyes de Judá. Llenaron este lugar de sangre de inocentes.
5 પોતાના દીકરાઓને અગ્નિમાં બાળીને તેઓ બઆલની આગળ દહનીયાર્પણ ચઢાવે તે માટે તેઓએ બઆલનાં ઉચ્ચસ્થાનો બાંધ્યાં છે. એવું કરવાનું મેં ફરમાવ્યું નહોતું.
Edificaron lugares altos a baal para quemar con fuego a sus hijos como holocaustos a baal, cosa que Yo no ordené ni dije, ni me vino a la mente.
6 તે માટે યહોવાહ કહે છે, એવો દિવસ આવે છે” જ્યારે આ ખીણ તોફેથ અથવા બેન-હિન્નોમના પુત્રની ખીણ ફરી કહેવાશે નહિ પરંતુ તેઓ તેને કતલની ખીણ કહેશે.
Por tanto ciertamente vienen días, dice Yavé, cuando ya no se llamará este lugar Tófet, ni Valle del Hijo de Hinom, sino Valle de la Matanza.
7 આ જગ્યાએ હું યહૂદા અને યરુશાલેમની બધી યોજનાઓ નિષ્ફળ કરીશ. તેઓનો તેઓના શત્રુઓની આગળ તલવારથી તથા જેઓ તેઓનો જીવ લેવા શોધે છે તેઓના હાથથી તેઓને પાડીશ. તેઓના મૃતદેહ હિંસક પશુઓ તથા આકાશના પક્ષીઓ ખાઈ જશે.
Anularé el consejo de Judá y de Jerusalén en este lugar. Caerán a espada ante sus enemigos y en mano de los que buscan su vida. Daré sus cadáveres como comida a las aves del cielo y a las bestias de la tierra.
8 વળી હું નગરને સંપૂર્ણ તારાજ કરી નાખીશ. ત્યાંથી પસાર થનાર દરેક તે જોઈને તેની સર્વ વિપત્તિ વિષે આશ્ચર્ય પામશે. અને તેનો ફિટકાર કરશે.
Convertiré a esta ciudad en espanto y burla. Todo el que pase por ella se asombrará y silbará a causa de todas sus plagas.
9 તેઓના શત્રુઓ, જેઓ તેઓનો જીવ શોધે છે તેઓ ઘેરો ઘાલીને તે બધાને સંકળામણમાં લાવશે, તે વખતે તેઓ પોતાના દીકરાઓનું તથા પોતાની દીકરીઓનું માંસ ખાય એવું હું કરીશ. તેઓ બધા એકબીજાનું માંસ ખાશે.”
Dispondré que se coman la carne de sus hijos y sus hijas. Cada uno comerá la carne de su prójimo en el asedio y la aflicción, con los cuales los angustiarán sus enemigos y los que buscan sus vidas.
10 ૧૦ પણ જે માણસો તારી સાથે જાય છે તેઓની નજર સમક્ષ તે માટલી તું ભાંગી નાખ,
Luego quebrarás la vasija ante los ojos de los hombres que vayan contigo
11 ૧૧ તેઓને કહે કે, સૈન્યોના યહોવાહ કહે છે કે; ફરી સમારી નહી શકાય તેવી રીતે કુંભારનું વાસણ ભાગી નાખવામાં આવે છે “તેમ આ લોકને તથા આ નગરને હું ભાગી નાખીશ.” એમ યહોવાહ કહે છે. દફનાવવાની જગ્યા રહે નહિ એટલા પ્રમાણમાં તેઓ તોફેથમાં મૃતદેહો દફનાવશે.
y les dirás: Yavé de las huestes dice: De este modo quebraré a este pueblo y a esta ciudad, como se quiebra una vasija de arcilla, que no se puede restaurar. En Tófet serán enterrados, porque no habrá otro lugar para sepultar.
12 ૧૨ યહોવાહ કહે છે કે, આ સ્થળની તથા તેમાંના રહેવાસીઓની દશા હું એવી કરીશ કે” “આ નગરને હું તોફેથના જેવું કરીશ.
Así haré a este lugar y a sus habitantes, dice Yavé. Convertiré esta ciudad como a Tófet.
13 ૧૩ વળી જે ઘરની અગાસી પર તેઓએ આકાશના સર્વ સૈન્ય સારુ ધૂપ બાળ્યો છે અને બીજા દેવોને પેયાર્પણો રેડ્યાં છે તે બધાં ઘરો એટલે યરુશાલેમનાં તથા યહૂદિયાનાં રાજાઓ અશુદ્ધ કરેલા ઘરો તોફેથ જેવાં બની જશે.”
Las casas de Jerusalén y las casas de los reyes de Judá que están contaminadas serán como Tófet, todas las casas sobre cuyas azoteas ofrecen incienso a todo el ejército del cielo y vierten libaciones a otros ʼelohim.
14 ૧૪ પછી યર્મિયા તોફેથ કે જ્યાં પ્રબોધ કરવા યહોવાહે તેને મોકલ્યો હતો, ત્યાંથી પાછા ફર્યા બાદ તે યહોવાહના મંદિરના ચોકમાં ઊભો રહ્યો અને બધા લોકોને ઉદ્દેશીને બોલ્યો કે;
Jeremías regresó de Tófet, a donde lo envió Yavé a profetizar. Se puso en pie en el patio de la Casa de Yavé y dijo a todo el pueblo:
15 ૧૫ “સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે; ‘જુઓ, આ નગર તેમ જ તેની આસપાસનાં નગરો પર જે આવનારી સર્વ વિપત્તિઓ વિષે હું બોલ્યો છું તે હું લાવીશ, કેમ કે તેઓએ હઠીલા બની અને મારું કહ્યું સાંભળ્યું નહિ.”
Yavé de las huestes, ʼElohim de Israel, dice: Ciertamente Yo traigo sobre esta ciudad y todas sus aldeas toda calamidad que pronuncié contra ella, porque se volvieron indómitos para no escuchar mis Palabras.

< ચર્મિયા 19 >