< ચર્મિયા 15 >
1 ૧ પછી યહોવાહે મને કહ્યું કે, “જો મૂસા તથા શમુએલ મારી સમક્ષ ઊભા રહે, તોપણ હું આ લોકો પર દયા કરવાનો નથી. તેઓને મારી નજર સમક્ષથી દૂર લઈ જા, તેઓ દૂર જતા રહે.
Then the Lord said to me, Even if Moses and Samuel came before me, I would have no desire for this people: send them away from before me, and let them go.
2 ૨ અને જયારે તેઓ તને એમ કહે કે, અમે ક્યાં જઈએ? ત્યારે તું તેઓને કહેજે કે, યહોવાહ આ પ્રમાણે કહે છે; જેઓ મરણને માટે નિર્માણ થયેલા છે તેઓ મરણ તરફ; જેઓ તલવારને માટે નિર્માણ થયેલા છે તેઓ તલવાર તરફ; જેઓ દુકાળને માટે તેઓ દુકાળ તરફ; અને જેઓ બંદીવાસમાં જવા નિર્માણ થયેલા છે તેઓએ બંદીવાસમાં જવું.’”
And it will be, when they say to you, Where are we to go? then you are to say to them, The Lord has said, Such as are for death, to death; and such as are for the sword, to the sword; and such as are to be in need of food, to need of food; and such as are to be taken away prisoners, to be taken away.
3 ૩ યહોવાહ કહે છે, હું આ લોકોને માટે ચાર પ્રકારની વિપત્તિ લાવીશ. એટલે મારી નાખવા માટે તલવાર, ઘસડી લઈ જવા સારુ કૂતરાઓ, ખાઈ જવા અને નાશ કરવા સારુ આકાશના પક્ષીઓ તથા પૃથ્વી પરનાં જંગલી પશુઓ.
And I will put over them four divisions, says the Lord: the sword causing death, dogs pulling the dead bodies about, and the birds of heaven, and the beasts of the earth to take their bodies for food and put an end to them.
4 ૪ વળી યહૂદિયાના રાજા હિઝકિયાના દીકરા, મનાશ્શાને લીધે એટલે યરુશાલેમમાં તેણે કરેલાં દુષ્ટ કાર્યોને લીધે, હું તેઓને પૃથ્વીના સર્વ રાજ્યોમાં આમતેમ રખડાવીશ.
And I will make them a cause of fear to all the kingdoms of the earth, because of Manasseh, the son of Hezekiah, king of Judah, and what he did in Jerusalem.
5 ૫ હે યરુશાલેમ, તારા પર કોણ દયા કરશે? કોણ તારે માટે શોક કરશે? તારી ખબર અંતર પૂછવા કોણ આવશે?
For who will have pity on you, O Jerusalem? and who will have sorrow for you? or who will go out of his way to see how you are?
6 ૬ યહોવાહ કહે છે, તમે મારો ત્યાગ કર્યો છે અને મારા તરફથી પાછા હઠી ગયા છો. તેથી તમારી વિરુદ્ધ મારો હાથ ઉઠાવીને હું તમારો વિનાશ કરીશ. હું પશ્ચાતાપ કરતાં થાકી ગયો છું.
You have given me up, says the Lord, you have gone back: so my hand is stretched out against you for your destruction; I am tired of changing my purpose.
7 ૭ દેશની ભાગોળોમાં મેં તેઓને સૂપડાથી ઝાટક્યાં છે; મેં મારા લોકોને નિ: સંતાન તથા નષ્ટ કર્યા છે; જો તેઓ પોતાના દુષ્ટ માર્ગોમાંથી પાછા ફરશે નહિ તો હું તેમનો નાશ કરીશ.
And I have sent a cleaning wind on them in the public places of the land; I have taken their children from them; I have given my people to destruction; they have not been turned from their ways.
8 ૮ હું તેઓની વિધવાઓની સંખ્યા સમુદ્રની રેતી જેટલી કરીશ. લૂંટારાઓને હું જુવાનોની માતાઓ પર લાવ્યો છું. મેં તેઓના પર એકાએક દુ: ખ અને ભય આણ્યાં છે.
I have let their widows be increased in number more than the sand of the seas: I have sent against them, against the mother and the young men, one who makes waste in the heat of the day, causing pain and fears to come on her suddenly.
9 ૯ જેણે સાત દીકરાઓને જન્મ આપ્યો હતો તે ઝૂરે છે, તેણે પ્રાણ છોડ્યો છે. દિવસ છતાં તેનો સૂર્ય અસ્ત પામ્યો છે. તે લજ્જિત તથા વ્યાકુળ થઈ છે. તેઓના શત્રુઓ આગળ જેઓ હજુ જીવતા હશે તેઓને તલવારને સ્વાધીન કરીશ. એમ યહોવાહ કહે છે.
The mother of seven is without strength; her spirit is gone from her, her sun has gone down while it is still day: she has been shamed and overcome: and the rest of them I will give up to the sword before their haters, says the Lord.
10 ૧૦ હે મારી મા, મને અફસોસ! તેં મને આખા જગત સાથે ઝગડો તથા તકરાર કરનાર પુરુષ થવાને જન્મ આપ્યો છે. મેં વ્યાજે ધીર્યું નથી કે તેઓએ મને વ્યાજે આપ્યું નથી, તેમ છતાં તેઓ બધાં મને શાપ આપે છે.
Sorrow is mine, my mother, because you have given birth to me, a cause of fighting and argument in all the earth! I have not made men my creditors and I am not in debt to any, but every one of them is cursing me.
11 ૧૧ યહોવાહે કહ્યું; શું હું તારા હિતને અર્થે તને સામર્થ્ય નહિ આપું? નિશ્ચે વિપત્તિના સમયે તથા સંકટ સમયે હું વૈરીઓ પાસે તારી આગળ વિનંતી કરાવીશ.
12 ૧૨ શું કોઈ માણસ લોખંડ એટલે ઉત્તર દેશમાંથી લાવેલું લોખંડ તથા કાંસુ ભાંગી શકે?
Is it possible for iron to be broken; even iron from the north, and brass?
13 ૧૩ હું તારું સર્વ દ્રવ્ય અને ખજાનાઓને લૂંટાવી દઈશ. તારી સર્વ સીમામાં કરેલા તારા પાપને લીધે આ તારી શિક્ષા હશે.
I will give your wealth and your stores to your attackers, without a price, because of all your sins, even in every part of your land.
14 ૧૪ હું તમને અજાણ્યા દેશમાં તમારા શત્રુઓની સેવા કરાવીશ. કેમ કે મારો ક્રોધરૂપી અગ્નિ ભભૂકી ઊઠયો છે. અને તે તમારા પર બળશે.
They will go away with your haters into a land which is strange to you: for my wrath is on fire with a flame which will be burning on you.
15 ૧૫ હે યહોવાહ, તમે મારું બધું જાણો છો! મને યાદ કરો અને મને મદદ કરો. મને સતાવનારા પર મારા બદલે વેર લો. તમારી ધીરજ ખાતર મને દૂર કરશો નહિ. યાદ રાખો કે, તમારે લીધે મેં નિંદા સહન કરી છે.
O Lord, you have knowledge: keep me in mind and come to my help, and give their right reward to those who are attacking me; take me not away, for you are slow to be angry: see how I have undergone shame because of you from all those who make little of your word;
16 ૧૬ તમારાં વચનો મને પ્રાપ્ત થયા, મેં તે ખાધાં. અને તેથી મારા હૃદયમાં હર્ષ તથા આનંદ ઉત્પન્ન થયો. કેમ કે હે સૈન્યોના ઈશ્વર, યહોવાહ, તમારા નામથી હું ઓળખાઉ છું.
But to me your word is a joy, making my heart glad; for I am named by your name, O Lord God of armies.
17 ૧૭ મોજમજા કરનારાઓની સંગતમાં હું બેઠો નહિ કે હરખાયો નહિ. મારા પરના તારા હાથને લીધે હું એકલો બેઠો. તમે મને ક્રોધથી ભરપૂર કર્યો છે.
I did not take my seat among the band of those who are glad, and I had no joy; I kept by myself because of your hand; for you have made me full of wrath.
18 ૧૮ મને નિરંતર કેમ દુઃખ થાય છે. અને મારો ઘા સારો થતો નથી કે રુઝાતો કેમ નથી? તમે મારા પ્રત્યે કપટી વહેળાના પાણી જેવા થશો શું?
Why is my pain unending and my wound without hope of being made well? Sorrow is mine, for you are to me as a stream offering false hope and as waters which are not certain.
19 ૧૯ તેથી યહોવાહે આ પ્રમાણે કહ્યું કે, યર્મિયા, જો તું પસ્તાવો કરીશ તો હું તને પાછો લાવીશ. અને મારી આગળ તું ઊભો રહીશ. અને જો તું હલકામાંથી મૂલ્યવાન અલગ કરીશ તો તું મારા મુખ જેવો થઈશ. તેઓ તારા તરફ ફરશે. પણ તું તેઓની તરફ ફરીશ નહિ.
For this cause the Lord has said, If you will come back, then I will again let you take your place before me; and if you give out what is of value and not that which has no value, you will be as my mouth: let them come back to you, but do not go back to them.
20 ૨૦ હું તને એ લોકો સામે પિત્તળની ભીંતરૂપ બનાવીશ, તેઓ તારી સામે લડશે. પણ તને હરાવી નહિ શકે. કેમ કે તને બચાવવા તથા તને છોડાવવા હું તારી સાથે છું. એમ યહોવાહ કહે છે.
And I will make you a strong wall of brass to this people; they will be fighting against you, but they will not overcome you: for I am with you to keep you safe, says the Lord.
21 ૨૧ વળી હું તને દુષ્ટ માણસોના હાથમાંથી બચાવીશ. અને ભયંકરોના હાથમાંથી હું તને ઉગારીશ.”
I will keep you safe from the hands of the evil-doers, and I will give you salvation from the hands of the cruel ones.