< ચર્મિયા 14 >
1 ૧ સુકવણા વિષે યહોવાહનું જે વચન, યર્મિયા પાસે આવ્યું તે આ છે;
౧కరువు గురించి యెహోవా యిర్మీయాకు ఇలా చెప్పాడు,
2 ૨ “યહૂદિયા શોક કરે છે, તેનાં નગરોમાં શોક ફેલાયેલો છે. તેઓ ભૂમિ પર ઢળી પડ્યા છે; યરુશાલેમમાંથી મદદ માટે પોકાર ઊઠે છે.
౨“యూదా రోదించాలి. దాని ద్వారాలు పడిపోవాలి. వాళ్ళు భూమి కోసం ఏడుస్తున్నారు. యెరూషలేము కోసం వాళ్ళు చేస్తున్న రోదన పైకి వెళ్తూ ఉంది.
3 ૩ ધનવાનો પોતાના ચાકરોને પાણી લાવવા મોકલે છે. જ્યારે તેઓ ટાંકા પાસે જાય છે તો તેમાં પાણી હોતું નથી. તેઓ ખાલી ઘડા લઈને પાછા ફરે છે; તેઓ લજવાઈ અને શરમિંદા થઈ પોતાના માથાં ઢાંકે છે.
౩వాళ్ళ నాయకులు తమ పనివాళ్ళను నీళ్ల కోసం పంపుతారు. వాళ్ళు బావుల దగ్గరికి పోతే నీళ్లుండవు. ఖాళీ కుండలతో వాళ్ళు తిరిగి వస్తారు. సిగ్గుతో అవమానంతో తమ తలలు కప్పుకుంటారు.
4 ૪ ભૂમિમાં તિરાડો પડી છે, વરસાદ વિના ધરતી સુકાઈ ગઈ છે. ખેડૂતો હેબતાઈ ગયા છે. તેઓ પોતાનાં માથાં છુપાવે છે.
౪దేశంలో వాన రాకపోవడంతో నేల బీటలు వారింది. రైతులు సిగ్గుతో తమ తలలు కప్పుకుంటున్నారు.
5 ૫ ઘાસની અછતને કારણે હરણી પણ પોતાના નવજાત બચ્ચાંનો ત્યાગ કરે છે.
౫గడ్డి లేకపోవడంతో లేడి కూడా తన పిల్లలను పొలాల్లో వదిలేస్తున్నది.
6 ૬ જંગલી ગધેડાઓ ઉજ્જડ ટેકરા પર ઊભાં રહીને શિયાળવાની જેમ હવાને માટે હાંફે છે. તેમની આંખે અંધારાં આવે છે. કારણ કે, તેઓને ખાવા માટે ઘાસ નથી.”
౬అడవి గాడిదలు చెట్లులేని మెట్టల మీద నిలబడి నక్కల్లాగా రొప్పుతున్నాయి. మేత లేక వాటి కళ్ళు పీక్కుపోతున్నాయి.”
7 ૭ જોકે, અમારાં પાપો અમારી વિમુખ સાક્ષી પૂરે છે, તેમ છતાં, હે યહોવાહ, તમારા નામ ખાતર કામ કરો. અમે અનેકવાર તમારો ત્યાગ કર્યો છે, અમે તમારી વિરુદ્ધ પાપ કર્યું છે.
౭యెహోవా, మా అపరాధాలు మా మీద నేరారోపణ చేస్తున్నప్పటికీ, నీ నామం కోసం కార్యం జరిగించు. చాలాసార్లు దారి తప్పాం. నీకు విరోధంగా మేము పాపం చేశాం.
8 ૮ હે ઇઝરાયલની આશા, સંકટના સમયે તારણહાર, દેશમાં પ્રવાસી જેવા, અથવા રાત્રે મુકામ કરતા મુસાફર જેવા તારે શા માટે થવું જોઈએ?
౮ఇశ్రాయేలు ఆశ్రయమా! కష్టకాలంలో వారిని రక్షించేవాడివి. దేశంలో నువ్వెందుకు పరాయివాడిగా ఉన్నావు? ఒక్క రాత్రే బస చేసే బాటసారిలా ఎందుకు ఉన్నావు?
9 ૯ મૂંઝવણમાં પડેલા માણસ જેવા, જે પરાક્રમી છતાં બચાવ કરવા નિ: સહાય હોય તેવા તમે કેમ છો? હે યહોવાહ! તમે અહીં અમારી મધ્યે છો અને અમે તમારા નામથી ઓળખાયા છીએ. અમારો ત્યાગ કરશો નહિ.
౯కలవరపడిన వాడిలా, ఎవరినీ కాపాడలేని శూరునిలా నువ్వెందుకున్నావు? యెహోవా, నువ్వు మా మధ్య ఉన్నావు! నీ పేరు మా మీద నిలిచి ఉంది. మమ్మల్ని విడిచి పెట్టవద్దు.
10 ૧૦ હે યહોવાહ આ લોકોને કહો કે; આમ જ તેઓએ ભટકવા ચાહ્યું છે. તેઓ આવું કરવામાં પોતાના પગને કાબૂમાં રાખી શક્યા નહિ.” આથી હું તેઓના પર પ્રસન્ન નથી. હું હમણાં તેઓના અપરાધો અને તેઓનાં પાપોની સજા કરનાર છું.
౧౦యెహోవా ఈ ప్రజలను గురించి ఇలా చెబుతున్నాడు. “తిరుగులాడడం అంటే వాళ్ళకెంతో ఇష్టం. వాళ్ళు తమ కాళ్లను అదుపులో ఉంచుకోవడం లేదు.” యెహోవా వారిపట్ల ఇష్టంగా లేడు. ఇప్పుడు ఆయన వారి అక్రమాన్ని గుర్తుకు తెచ్చుకుని వారి పాపాలను బట్టి వారిని శిక్షించాడు.
11 ૧૧ ત્યારબાદ યહોવાહે મને કહ્યું, આ લોકના હિતને અર્થે પ્રાર્થના ન કર.
౧౧అప్పుడు యెహోవా నాతో ఇలా చెప్పాడు. “ఈ ప్రజల మేలు కోసం ప్రార్థన చేయవద్దు.
12 ૧૨ જ્યારે એ લોકો ઉપવાસ કરશે, ત્યારે હું એમની વિનંતી સાંભળનાર નથી. જ્યારે તેઓ મને દહનીયાર્પણ અને ખાદ્યાર્પણ ચઢાવે, ત્યારે હું તેઓનો અંગીકાર કરીશ નહિ. પણ હું તલવાર, દુકાળ અને મરકીથી તેઓનો અંત લાવીશ.”
౧౨వాళ్ళు ఉపవాసమున్నప్పటికీ నేను వారి మొర వినను. వాళ్ళు దహనబలులూ నైవేద్యాలూ అర్పించినా నేను వాటిని అంగీకరించను. కత్తితో, కరువుతో, అంటువ్యాధులతో వారిని నాశనం చేస్తాను.”
13 ૧૩ પણ મેં કહ્યું, “અરે મારા પ્રભુ યહોવાહ! જુઓ! પ્રબોધકો તો તેઓને કહે છે કે, તમે તલવાર જોશો નહિ કે દુકાળ વેઠવો નહિ પડે. કેમ કે આ દેશમાં હું તમને ખરા શાંતિ આપીશ,”
౧౩అందుకు నేనిలా అన్నాను “అయ్యో, యెహోవా ప్రభూ! ‘మీరు కత్తి చూడరు. మీకు కరువు రాదు. ఈ స్థలంలో నేను స్థిరమైన భద్రత మీకిస్తాను’ అని ప్రవక్తలు వాళ్ళతో ఇలా చెబుతున్నారు.”
14 ૧૪ ત્યારે યહોવાહે મને કહ્યું, “પ્રબોધકો મારે નામે કપટી વાતો બોલે છે. મેં તેમને મોકલ્યા નથી, મેં તેઓને આજ્ઞા આપી નથી. હું તેઓની સાથે બોલ્યો નથી. તેઓએ ખોટાં સંદર્શનો, નકામી શકુનો અને પોતાના ભ્રામક દીવાસ્વપ્નો તમને પ્રબોધ તરીકે સંભળાવે છે.
౧౪అప్పుడు యెహోవా నాతో ఇలా అన్నాడు. “ప్రవక్తలు నా పేరున అబద్ధాలు ప్రకటిస్తున్నారు. నేను వాళ్ళను పంపలేదు. వాళ్ళకు ఎలాంటి ఆజ్ఞా ఇవ్వలేదు. వాళ్ళతో మాట్లాడలేదు. అయితే వాళ్ళ హృదయాల్లోనుంచి మోసపూరితమైన దర్శనాలూ పనికిమాలిన, మోసపు శకునాలూ వస్తున్నాయి. వీటినే వాళ్ళు మీకు ప్రవచిస్తున్నారు.
15 ૧૫ તેથી યહોવાહ કહે છે; “મેં મોકલ્યા નહોતાં છતાં જે જૂઠાં પ્રબોધકો મારા નામે પ્રબોધ કરે છે અને કહે છે કે, તલવાર તથા દુકાળ આ દેશમાં આવશે નહિ; એ પ્રબોધકો તલવારથી અને દુકાળથી નાશ પામશે.
౧౫అందుచేత యెహోవా అనే నేను చెబుతున్నది ఏమంటే, నేను వాళ్ళను పంపకపోయినా, నా పేరును బట్టి కత్తిగానీ కరువుగానీ ఈ దేశంలోకి రాదు అని చెబుతున్నారు. ఆ ప్రవక్తలు కత్తితో కరువుతో నాశనమవుతారు.”
16 ૧૬ જે લોકોને તેઓ પ્રબોધ કરે છે, તેઓને તલવાર તથા દુકાળથી યરુશાલેમના મહોલ્લામાં નાખી દેવામાં આવશે. તેઓને તેમની પત્નીઓ, દીકરીઓ અને દીકરાઓને દફનાવવા કોઈ પણ નહિ હોય. કેમ કે હું તેઓ પર તેઓની દુષ્ટતા રેડી દઈશ.
౧౬“వాళ్ళెవరితో అలాంటి ప్రవచనాలు చెబుతారో ఆ ప్రజలు కరువుకూ కత్తికీ గురై, యెరూషలేము వీధుల్లో కూలుతారు. నేను వాళ్ళ దుర్మార్గాన్ని వాళ్ళ మీదికి రప్పిస్తాను. వాళ్ళనూ వాళ్ళ భార్యలనూ వాళ్ళ కొడుకులనూ కూతుళ్ళనూ పాతిపెట్టడానికి ఎవడూ ఉండడు.”
17 ૧૭ તેઓને આ પ્રમાણે કહે કે; મારી આંખોમાંથી દિનરાત આંસુઓ વહી જાઓ. અને બંધ ન થાઓ, કેમ કે મારા લોકની દીકરી મોટા ઘાથી અતિ ભારે ઝખમથી ઘાયલ થઈ છે.
౧౭“నువ్వు వాళ్ళతో ఈ మాటలు చెప్పు, కన్య అయిన నా ప్రజల కూతురు ఘోరంగా పతనమవుతుంది. అది మానని పెద్ద గాయం పాలవుతుంది. రాత్రి, పగలు నా కళ్ళ నుంచి కన్నీళ్లు కారనివ్వండి.
18 ૧૮ જો હું ખેતરોમાં બહાર જાઉં છું, તો ત્યાં તલવારથી માર્યા ગયેલાઓના મૃતદેહો જોઉં છું. જો હું નગરમાં જાઉં છું, તો જુઓ, ત્યાં દુકાળથી પીડાતા લોકને જોઉં છું. પ્રબોધકો અને યાજકો સુદ્ધાં આમ તેમ ભટક્યા કરે છે. શું કરવું તે તેમને સૂઝતું નથી.’”
౧౮పొలంలోకి వెళ్లి చూసినప్పుడు కత్తితో చచ్చిన వాళ్ళు కనిపిస్తున్నారు. పట్టణంలోకి వెళ్లి చూస్తే కరువుతో అలమటించే వాళ్ళు కనిపిస్తున్నారు. ప్రవక్తలూ యాజకులూ తెలివిలేక తిరుగుతున్నారు.”
19 ૧૯ શું તમે યહૂદિયાને સંપૂર્ણપણે તજી દીધું છે? શું તમે સિયોનને ધિક્કારો છો? અમને રૂઝ વળે નહિ એવી રીતે તમે અમને શા માટે માર્યા છે? અમે શાંતિની આશા રાખતા હતા. પરંતુ શાંતિ સ્થપાઈ નહિ અને સાજા થવાના સમયની આશા રાખતા હતા પણ તેના બદલામાં ત્રાસ જ જોવા મળ્યો છે.
౧౯నువ్వు యూదాను పూర్తిగా వదిలేశావా? సీయోను అంటే నీకు అసహ్యమా? మేము కోలుకోలేనంతగా నువ్వు మమ్మల్ని ఎందుకు కొట్టావు? మేము శాంతి కోసం ఆశించాం గానీ మేలు కలిగించేది ఏదీ రాలేదు. కోలుకునేలా ఎదురు చూశాం గానీ చుట్టూ భయానక దృశ్యాలే.
20 ૨૦ હે યહોવાહ, અમે અમારી દુષ્ટતા અને અમારા પૂર્વજોના અપરાધ કબૂલ કરીએ છીએ; અમે પોતે પણ તમારી વિરુદ્ધ પાપો આચર્યા છે.
౨౦యెహోవా, మేము నీకు విరోధంగా పాపం చేశాం. మా దుర్మార్గాన్నీ మా పూర్వీకుల దోషాన్నీ మేము ఒప్పుకుంటున్నాం.
21 ૨૧ તમારા નામની ખાતર, અમારો ત્યાગ ના કરશો! તમારા મહિમામય સિંહાસનનું અપમાન ન કરશો. અમારી સાથેના તમારા કરારનું સ્મરણ કરો, તેનો ભંગ કરશો નહિ.
౨౧నీ పేరును బట్టి మిమ్మల్ని గౌరవించేలా మమ్మల్ని తోసివేయవద్దు. మాతో నువ్వు చేసిన నిబంధనను గుర్తు చేసుకో. దాన్ని భంగం చేయవద్దు.
22 ૨૨ પ્રજાઓની વ્યર્થ વસ્તુઓમાંથી કોઈ પણ વરસાદ લાવી શકે શું? હે યહોવાહ શું તમે અમારા ઈશ્વર નથી? તેને લીધે અમે તમારી આશા રાખીશું. કેમ કે તમે જ આ સર્વ ઉત્પન્ન કર્યું છે.”
౨౨ఇతర రాజ్యాలు పెట్టుకున్న విగ్రహాలు ఆకాశం నుంచి వాన కురిపిస్తాయా? మా యెహోవా దేవా, ఇలా చేసేది నువ్వే గదా! ఇవన్నీ నువ్వే చేస్తున్నావు, నీ కోసమే మేము ఆశాభావంతో ఉన్నాము.