< ચર્મિયા 12 >

1 “હે યહોવાહ, જ્યારે હું તમારી સાથે વાદવિવાદ કરું છું ત્યારે તમે ન્યાયી ઠરો છો. તેમ છતાં તમારી આગળ મારી ફરિયાદ રજૂ કરીશ; “દુષ્ટ માણસો કેમ સમૃદ્ધિ પામે છે? વિશ્વાસઘાતીઓ કેમ સુખી હોય છે?
Righteous art thou, O Lord, that I may make my defence to thee, yea, I will speak to thee [of] judgments. Why [is it] that the way of ungodly [men] prospers? [that] all that deal very treacherously are flourishing?
2 તમે તેઓને રોપો છો અને તેઓનાં મૂળ ઊંડાં જાય છે. વળી તેઓ ફળ આપે છે. તમે તેઓના મોમાં છો. પણ તેઓના હૃદયથી તમે દૂર છો.
Thou hast planted them, and they have taken root; they have begotten children, and become fruitful; thou art near to their mouth, and far from their reins.
3 પણ હે યહોવાહ, તમે મને જાણો છો અને મને જુઓ છો અને તમે મારા અંત: કરણને પારખો છો. તેઓને ઘેટાંની પેઠે કાપવા માટે કાઢો. તથા હિંસાના દિવસને સારુ તૈયાર કરો.
But thou, Lord, knowest me; thou hast proved my heart before thee; purify them for the day of their slaughter.
4 ક્યાં સુધી ભૂમિ શોક કરશે અને ખેતરમાંની વનસ્પતિ કરમાઈ જશે? દેશના રહેવાસીઓની દુષ્ટતાને કારણે, પશુ તથા પક્ષી નષ્ટ થયાં છે. તેમ છતાં, લોકો કહે છે, “આપણને શું થાય છે તે ઈશ્વર જાણતા નથી.’
How long shall the land mourn, and the grass of the field wither, for the wickedness of them, that dwell in it? the beasts and birds are utterly destroyed; because [the people] said, God shall not see our ways.
5 માટે જો તું પાયદળો સાથે દોડયો અને તેઓએ તને થકવ્યો, પછી તું ઘોડાઓ સાથે શી રીતે હોડમાં ઊતરશે? જો કે તું સલામત પ્રદેશમાં નિર્ભય છે, તોપણ યર્દનના જંગલમાં તારું શું થશે?
Thy feet run, and they cause thee to faint; how wilt thou prepare [to ride] upon horses? and thou hast been confident in the land of thy peace? how wilt thou do in the roaring of Jordan?
6 કેમ કે તારા પોતાના ભાઈઓ અને તારા પિતાના કુટુંબે પણ તને દગો દીધો છે. તેઓ તારી પીઠ પાછળ મોટી બૂમો પાડે છે. તેઓ ગમે તેટલાં મીઠા શબ્દોથી તારી સાથે વાત કરે, છતાં પણ તેઓનો વિશ્વાસ કરીશ નહિ.
For even thy brethren and the house of thy father, even these have dealt treacherously with thee; and they have cried out, they are gathered together in pursuit of thee; trust not thou in them, though they shall speak fair [words] to thee.
7 મેં મારું ઘર છોડ્યું છે; મારા વારસાનો મેં ત્યાગ કર્યો છે. મારી પ્રાણપ્રિયાને મેં શત્રુઓને સ્વાધીન કરી છે.
I have forsaken mine house, I have left mine heritage; I have given my beloved one into the hands of her enemies.
8 મને તો મારો વારસો જંગલમાંના સિંહની જેમ થઈ પડ્યો છે; તે મારી સામે ભયંકર ગર્જનાઓ કરે છે, તેથી મેં તેનો તિરસ્કાર કર્યો છે.
My inheritance has become to me as a lion in a forest; she has uttered her voice against me; therefore have I hated her.
9 શું મારો વારસો કાબરચીતરાં બાજ જેવો છે કે જેની ચારેબાજુએ શિકારી પક્ષીઓ ફરી વળ્યાં છે? ચાલો, સર્વ વન પશુઓને એકઠા કરો અને ખાવાને લાવો.
Is not my inheritance to me a hyaena's cave, or a cave round about her? Go ye, gather together all the wild beasts of the field, and let them come to devour her.
10 ૧૦ ઘણા ભરવાડોએ મારી દ્રાક્ષવાડીનો નાશ કર્યો છે અને મારો ભાગ પગ તળે ખૂંદી નાખ્યો છે. તેઓએ મારો રળિયામણો ભાગ ખેદાનમેદાન બનાવી દીધો છે.
Many shepherds have destroyed my vineyard, they have defiled my portion, they have made my desirable portion a trackless wilderness;
11 ૧૧ તેઓએ આખી ભૂમિને વેરાન કરી નાખી છે, આખો દેશ ઉજ્જડ થયો છે; માટે હું શોક કરું છું. બધા દેશોએ તેને ઉજ્જડ કરી નાખ્યો છે, તેની દરકાર કોઈ રાખતું નથી.
it is made a complete ruin: for my sake the whole land has been utterly ruined, because there is none that lays [the matter] to heart.
12 ૧૨ જંગલમાની સર્વ ઉજ્જડ ટેકરીઓ પર નાશ કરનારા ચઢી આવ્યા છે. કેમ કે યહોવાહની તલવાર દેશના એક છેડાથી બીજા છેડા સુધી ખાઈ જાય છે. પ્રાણી માત્રને શાંતિ નથી.
The ravagers are come to every passage in the wilderness: for the sword of the Lord will devour from one end of the land to the other: no flesh has any peace.
13 ૧૩ તેઓએ ઘઉં વાવ્યા છે અને કાંટા લણ્યા છે. તેઓએ મહેનત તો ઘણી કરી છે, પણ કશું પ્રાપ્ત થયું નથી. પણ યહોવાહના ઉગ્ર રોષને લીધે તેઓ પોતાના ખેતરની ફસલથી લજ્જિત થશે.
Sow wheat, and reap thorns; their portions shall not profit them: be ashamed of your boasting, because of reproach before the Lord.
14 ૧૪ જે વારસો મેં મારી પ્રજાને, એટલે કે ઇઝરાયલને આપ્યો છે, તેને જે મારા દુષ્ટ પડોશીઓ આંચકી લેવા માંગે છે, તેઓ સર્વ વિષે યહોવાહ કહે છે, જુઓ, હું તેઓની ભૂમિમાંથી તેઓને ઉખેડી નાખીશ. અને હું તેઓના હાથમાંથી યહૂદિયાને ખૂંચવી લઈશ.
For thus saith the Lord, concerning all the evil neighbours that touch mine inheritance, which I have divided to my people Israel; Behold, I [will] draw them away from their land, and I will cast out Juda from the midst of them.
15 ૧૫ વળી તેઓને ઉખેડ્યા બાદ, હું તેઓના પર દયા દર્શાવીશ તથા તેઓમાંના દરેકને તેઓના પોતાના વારસામાં અને પોતાના દેશમાં પાછા લાવીશ.
And it shall come to pass, after I have cast them out, [that] I will return, and have mercy upon them, and will cause them to dwell every one in his inheritance, and every one in his land.
16 ૧૬ જેવી રીતે તેઓએ મારી પ્રજાને બઆલના સમ ખાતા શીખવ્યું, “તેમ યહોવાહ જીવંત છે,” એવા મારા નામના સમ ખાતા તેઓ શીખશે. અને મારા લોકના માર્ગો તેઓ ખરેખર શીખશે, તો તેઓ મારા લોકો વચ્ચે ફરીથી સ્થપાશે.
And it shall be, if they will indeed learn the way of my people, to swear by my name, [saying], The Lord lives; as they taught my people to swear by Baal; then shall [that nation] be built in the midst of my people.
17 ૧૭ પરંતુ જો તેઓ સાંભળશે નહિ, તો હું તે પ્રજાને જડમૂળથી ઉખેડી નાખીશ. અને તેનો નાશ કરીશ. એમ યહોવાહ કહે છે.”
But if they will not return, then will I cut off that nation with utter ruin and destruction.

< ચર્મિયા 12 >