< ચર્મિયા 11 >
1 ૧ યહોવાહ તરફથી યર્મિયાની પાસે આ વચન આવ્યું. તે આ છે;
Detta är det ord som till Jeremia skedde af Herranom, som sade:
2 ૨ “આ કરારનાં વચન ધ્યાનથી સાંભળ અને તે યહૂદિયાના લોકોને અને યરુશાલેમના રહેવાસીઓને કહી સંભળાવ.
Hörer detta förbunds ord, att I mågen säga dem till Juda och Jerusalems inbyggare;
3 ૩ તેઓને કહે કે, યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર આ પ્રમાણે કહે છે કે; જે માણસ આ કરારનું પાલન કરતો નથી તે શાપિત થાઓ.
Och säg till dem: Så säger Herren Israels Gud: Förbannad vare den som icke lyder detta förbunds ord,
4 ૪ જે દિવસે હું તમારા પિતૃઓને મિસરમાંથી લોખંડની ભઠ્ઠીમાંથી બહાર લઈ આવ્યો, ત્યારે મેં તેઓને આજ્ઞા આપીને કહ્યું હતું કે, “મારું વચન સાંભળો અને જે વાત વિષે હું આજ્ઞા આપું છું તે સર્વનું પાલન કરશો તો તમે મારા લોક થશો અને હું તમારો ઈશ્વર થઈશ.”
Som jag edra fäder böd på den dag jag dem utur Egypti land förde, utur jernugnen, och sade: Hörer mina röst, och görer som jag eder budit hafver; så skolen I vara mitt folk, och jag vill vara edar Gud;
5 ૫ મારી આજ્ઞાનું પાલન કરો જેથી દૂધ તથા મધથી રેલછેલવાળો દેશ જે તમારા પૂર્વજોને આપવાના મેં તેઓની આગળ સમ ખાધા હતા તે હું આપીશ. ત્યારે મેં ઉત્તર આપી અને કહ્યું, ‘હે યહોવાહ આમીન!’”
På det jag må hålla den ed, som jag edra fäder svorit hafver till att gifva dem ett land, der mjölk och hannog uti flyter, såsom det i denna dag för ögon är. Jag svarade, och sade: Ja, Herre, det ske alltså.
6 ૬ યહોવાહે મને કહ્યું, ‘યહૂદિયાના નગરોમાં અને યરુશાલેમની શેરીઓમાં આ સર્વ વચન પોકારો. કહો કે, “આ કરારનાં વચન સાંભળો તથા તેઓને પાળો.” તમારા પિતૃઓએ જે જે કરવાનું વચન ઈશ્વરને આપ્યું હતું તે બધું તમે કરો.
Och Herren sade till mig: Predika alla dessa orden uti Juda städer, och uppå gatorna i Jerusalem, och säg: Hörer detta förbunds ord, och görer derefter.
7 ૭ કેમ કે જ્યારે હું તમારા પિતૃઓને મિસરમાંથી બહાર લઈ આવ્યો, ત્યારથી તે આજ સુધી હું પ્રાત: કાળે ઊઠીને તેઓને ખંતથી ચેતવણી આપતો આવ્યો છું કે, “મારું કહ્યું સાંભળો.”
Ty jag hafver betygat edra fäder, ifrå den dagen jag dem utur Egypti land förde, intill denna dag, och betygade städse, och sade: Hörer mina röst.
8 ૮ પણ તેમણે માન્યું નહિ કે ધ્યાન આપ્યું નહિ. પણ તેઓ પોતાના દુષ્ટ દુરાગ્રહ મુજબ ચાલ્યા. તેથી મેં આ કરાર પાળવાની તેમને આજ્ઞા આપી હતી. પણ તેનું તેઓએ પાલન કર્યું નહિ. તેથી તેઓનાં સર્વ વચન મુજબ હું તેઓના પર વિપત્તિ લાવ્યો.’”
Men de hörde intet, och böjde ej heller sin öron härtill, utan hvar och en gick efter sins onda hjertas tycko; derföre vill jag ock öfver dem gå låta, all detta förbunds ord, det jag dem böd att de göra skulle, och de dock derefter icke gjort hafva.
9 ૯ પછી યહોવાહે મને કહ્યું, “યહૂદિયાના અને યરુશાલેમના લોકોમાં મને કાવતરું માલૂમ પડ્યું છે.
Herren sade till mig: Jag vet väl, huru de i Juda och Jerusalem gadda sig tillhopa.
10 ૧૦ તેઓ પોતાના પિતૃઓના પાપ ભણી પાછા ફર્યા છે, તેઓએ મારું કહ્યું સાંભળવાની ના પાડી હતી. અને અન્ય દેવોની પૂજા કરવા માટે તેઓની પાછળ ગયા છે. ઇઝરાયલ અને યહૂદિયાના વંશજોએ તેઓના પિતૃઓ સાથે કરેલા કરારનો ભંગ કર્યો છે.”
De vända sig till sina förfäders synder, hvilke min ord ej heller höra ville, utan följde också andra gudar efter, och tjente dem; alltså hafver Israel hus och Juda hus nu ( allstädes ) brutit mitt förbund, det jag med deras fäder gjort hafver.
11 ૧૧ તેથી યહોવાહ આ પ્રમાણે કહે છે; “જુઓ, હું તેઓ પર વિપત્તિ લાવનાર છું અને તેમાંથી તેઓ બચી શકશે નહિ. તેઓ દયાની યાચના કરશે ત્યારે હું તેઓનું સાંભળીશ નહિ.
Derföre, si, säger Herren: Jag vill låta en olycko gå öfver dem, den de icke undkomma skola; och när de ropa till mig, så vill jag intet höra dem.
12 ૧૨ યહૂદિયાનાં નગરોના અને યરુશાલેમના વતનીઓ જઈને જે દેવોની આગળ તેઓ ધૂપ બાળે છે તેઓને મદદ માટે હાંક મારશે. પણ તેઓ તેમની વિપત્તિ વેળાએ તેઓને જરા પણ બચાવશે નહિ.
Så låt då Juda städer och Jerusalems inbyggare gå bort, och ropa till de gudar, hvilkom de rökt hafva; men de skola intet hjelpa dem i deras nöd.
13 ૧૩ હે યહૂદિયા તારાં જેટલાં નગરો છે તેટલાં તમારા દેવો છે. અને તમે ઘૃણાસ્પદ વસ્તુઓને નામે યરુશાલેમના મહોલ્લા જેટલી વેદીઓ બાંધી છે. એટલે બઆલની આગળ ધૂપ બાળવા સારુ વેદીઓ બાંધી છે.
Ty så många städer, så många gudar hafver du, Juda, och så många gator som i Jerusalem äro, så mång blygdealtare hafven I uppsatt, till att röka för Baal.
14 ૧૪ તેથી તું, હે યર્મિયા, આ લોકો માટે વિનંતી કરીશ નહિ. તેઓના માટે કાલાવાલા કે પ્રાર્થના કરીશ નહિ. કેમ કે જ્યારે તેઓ પોતાના સંકટના સમયે મને હાંક મારશે ત્યારે હું તેઓનું સાંભળવાનો નથી.
Så bed nu du intet för detta folk, och haf ingen åkallan eller bön för dem; ty jag vill intet höra dem, när de ropa till mig i sine nöd.
15 ૧૫ હે મારી પ્રિય પ્રજા, જેણે ઘણાં દુષ્ટ મનસૂબા મારા ઘરમાં કર્યા છે તેનું શું કામ છે? તારી પાસેથી બલિદાન માટે માંસ ગયું છે, કેમ કે તમે ભૂંડું કર્યું છતાં આનંદ કરો છો.
Hvad hafva mine vänner till att skaffa i mitt hus? De bedrifva alla falskhet, och mena det heliga köttet skall taga det bort af dem; och när de illa göra, så äro de glade deröfver.
16 ૧૬ પાછલા સમયમાં, યહોવાહે ‘તમને લીલું મનોહર, તથા ફળ આપનાર જૈતૂનવૃક્ષ કહીને બોલાવ્યા.’ પણ મોટા અવાજ સાથે તેમણે તેની પર અગ્નિ સળગાવ્યો છે. અને તેની ડાળીઓ ભાંગી નાખી છે.
Herren kallade dig ett grönt, skönt, fruktsamt oljoträ; men nu hafver han med ett stort mordskri, upptändt en eld deromkring, så att dess qvistar måste förderfvade varda.
17 ૧૭ ઇઝરાયલના લોકોએ અને યહૂદાના લોકોએ મને રોષ ચઢાવવા માટે બઆલની આગળ ધૂપ બાળીને પોતાના હિતની વિરુદ્ધ દુષ્ટતા કરી છે અને તેથી સૈન્યોના ઈશ્વર યહોવાહ તારા પર વિનાશ લાવ્યા છે.
Ty Herren Zebaoth, som dig planterat hafver, hafver lofvat dig ondt, för Israels hus, och Juda hus ondskos skull, den de bedrifva, så att de förtörna mig, i det de röka för Baal.
18 ૧૮ યહોવાહે તે વિષે મને જણાવ્યું છે, જેથી હું સમજી શકું ત્યારે તેમણે મને તેઓનાં કામ બતાવ્યાં.
Herren hafver mig det uppenbarat, så att jag det vet; och viste mig hvad de hafva för händer;
19 ૧૯ ગરીબ ઘેટાંને કતલખાને દોરી જવામાં આવે તેના જેવો હું હતો. તેઓ મારી વિરુદ્ધ કાવતરું રચી અને માંહોમાંહે કહેતા હતા કે, વૃક્ષો અને તેના ફળ સુદ્ધાં કાપી નાખીએ. અને તેના નામનું સ્મરણ ન રહે માટે તેને સજીવોની ભૂમિમાંથી કાપી નાખીએ. એ મેં જાણ્યું નહિ.
Nämliga att de vilja slagta mig, likasom ett armt får; ty jag visste icke, att de emot mig rådslagit hade, och sagt: Låt oss förderfva trät med sine frukt, och utrota honom utu de lefvandes land, att på hans namn skall aldrig mer tänkt varda.
20 ૨૦ પણ હે સૈન્યોના ઈશ્વર યહોવાહ અદલ ન્યાયાધીશ અંત: કરણ તથા હૃદયને પારખનાર, તેમની પર તમે વાળેલો બદલો મને જોવા દો કેમ કે તમારી આગળ મેં મારી ફરિયાદ રજૂ કરી છે.
Men du, Herre Zebaoth, du rättvise domare, du som bepröfvar njurar och hjerta, låt mig se dina hämnd öfver dem; ty jag hafver befallt dig mina sak.
21 ૨૧ તેથી યહોવાહ આ પ્રમાણે કહે છે કે તને મારી નાખવાનું ષડયંત્ર કરનાર અનાથોથના જે માણસો કહે છે ‘જો તું યહોવાહના નામે પ્રબોધ ન કરે, તો તું અમારે હાથે માર્યો નહિ જાય.’
Derföre säger Herren alltså emot dem i Anathoth, hvilke efter ditt lif stå, och säga: Spå oss intet i Herrans Namn, om du annars icke dö vill af våra händer.
22 ૨૨ તેથી યહોવાહ આ પ્રમાણે કહે છે; જુઓ, હું તેઓને સજા કરીશ. તેઓના યુવાનો તલવારથી મરશે અને તેઓનાં દીકરાદીકરીઓ દુકાળમાં મરશે.
Derföre säger Herren Zebaoth alltså: Si, jag vill hemsöka dem; deras unge män skola med svärd dräpne varda, och deras söner och döttrar af hunger dö;
23 ૨૩ પરંતુ તેઓમાં કોઈ પણ બાકી રહેશે નહિ. કેમ કે હું અનાથોથના માણસો પર આફત લાવીશ. એટલે તેઓ પર શિક્ષાનું વર્ષ લાવીશ.”
Så att intet af dem skall qvart blifva; ty jag skall låta en olycko gå öfver dem i Anathoth, på det året då de skola hemsökte varda.