< યાકૂબનો પત્ર 5 >
1 ૧ હવે શ્રીમંતો તમે સાંભળો, તમારા પર આવી પડનારા સંકટોને લીધે તમે વિલાપ અને રુદન કરો.
do come now you who [are] rich, do weep wailing over the miseries upon you that [are] coming.
2 ૨ તમારી દોલત સડી ગઈ છે અને તમારાં વસ્ત્રોને ઊધઈ ખાઈ ગઈ છે.
The riches of You have rotted and the garments of you moth-eaten have become;
3 ૩ તમારું સોનું તથા ચાંદી કટાઈ ગયું છે અને તેના કાટ તમારી વિરુદ્ધ સાક્ષી આપશે, અગ્નિની જેમ તમારા શરીરોને ખાઈ જશે. તમે છેલ્લાં દિવસને માટે મિલકત સંઘરી રાખી છે.
The gold of you and the silver have corroded and the rust of them for a testimony against you will be and it will eat the flesh of you like fire; You have treasured up in [the] last days.
4 ૪ જુઓ, જે મજૂરોએ તમારાં ખેતરમાં મહેનત કરી છે, તેઓની મજૂરી તમે દગાથી અટકાવી રાખી છે, તે બૂમ પાડે છે અને મહેનત કરનારાઓની બૂમ સૈન્યોના પ્રભુએ સાંભળી છે.
Behold the wage of the workmen who having harvested the fields of you which (kept back *NK(o)*) by you cries out and the cries of those having harvested into the ears of [the] Lord of Hosts have entered.
5 ૫ તમે પૃથ્વી પર મોજશોખ કરો છો અને વિલાસી થયા છો; કાપાકાપીના દિવસોમાં તમે તમારાં હૃદયોને પુષ્ટ કર્યાં છે.
You lived in luxury upon the earth and lived in self-indulgence, You have fattened the hearts of you (as *K*) in [the] day of slaughter.
6 ૬ ન્યાયીને તમે અન્યાયી ઠરાવીને મારી નાખ્યો, પણ તે તમને અટકાવતો નથી.
You have condemned [and] have put to death the righteous; not does he resist you.
7 ૭ ભાઈઓ, પ્રભુના આવતાં સુધી તમે ધીરજ રાખો; જુઓ, ખેડૂત ભૂમિના મૂલ્યવાન ફળની રાહ જુએ છે અને પહેલો તથા છેલ્લો વરસાદ થાય ત્યાં સુધી તે ધીરજ રાખે છે.
do be patient therefore, brothers, until the coming of the Lord. Behold the farmer awaits the precious fruit of the earth being patient for (it *NK(o)*) until (when *k*) it may receive (rain *k*) [the] early and latter [rains];
8 ૮ તમે પણ, ધીરજ રાખો અને મન દ્રઢ રાખો, કેમ કે પ્રભુનું આગમન હાથવેંતમાં છે.
do be patient also you yourselves, do strengthen the hearts of you, because the coming of the Lord has drawn near.
9 ૯ ભાઈઓ, એકબીજા સાથે બડબડાટ ન કરો જેથી તમારો ન્યાય કરવામાં ન આવે; જુઓ, ન્યાયાધીશ બારણા આગળ ઊભા છે.
Not do grumble brothers against one another so that not (you may be judged; *N(K)O*) Behold the Judge before the doors has been stood.
10 ૧૦ ભાઈઓ અને બહેનો, દુઃખ સહેવા વિષે તથા ધીરજ માટેના નમૂના, જે પ્રબોધકો પ્રભુના નામથી બોલ્યા તેઓ પાસેથી ગ્રહણ કરો.
[As] an example do take brothers (of mine *K*) of suffering evils and of patience the prophets who spoke (in *no*) the name of [the] Lord.
11 ૧૧ જુઓ, જેઓએ સહન કર્યું છે તેઓ આશીર્વાદિત છે, એમ આપણે માનીએ છીએ. તમે અયૂબની સહનશીલતા વિષે સાંભળ્યું છે, પ્રભુથી જે પરિણામ આવ્યું તે ઉપરથી તમે જોયું છે એ પ્રમાણે કે, પ્રભુ ઘણાં કરુણાળુ તથા દયાળુ છે.
Behold we count blessed those (having persevered; *N(k)O*) The perseverance of Job you have heard of and the outcome from [the] Lord (you have seen, *NK(o)*) that full of compassion is the Lord and [is] merciful.
12 ૧૨ પણ મારા ભાઈઓ, વિશેષે કરીને તમે સમ ન ખાઓ; સ્વર્ગના નહિ કે પૃથ્વીના નહિ કે બીજા કોઈનાં સમ ન ખાઓ; પણ તમને સજા થાય નહિ માટે તમારી ‘હા’ તે ‘હા’ અને ‘ના’ તે ‘ના’ હોય.
Before all things however, brothers of mine, not do swear, neither [swear by] heaven nor [swear by] the earth nor [swear by] other any oath; should be however of you the Yes [be] yes and the No [be] no, so that not (under *N(k)O*) (judgment *NK(O)*) you may fall.
13 ૧૩ તમારામાં શું કોઈ દુઃખી છે? તો તેણે પ્રાર્થના કરવી. શું કોઈ આનંદિત છે? તો તેણે ગીત ગાવાં.
Is suffering hardships anyone among you? he should pray; Is cheerful anyone? he should sing praises.
14 ૧૪ તમારામાં શું કોઈ બીમાર છે? તો તેણે વિશ્વાસી સમુદાયના વડીલોને બોલાવવા અને તેઓએ પ્રભુના નામથી તેને તેલ લગાવીને તેને માટે પ્રાર્થના કરવી.
Is sick anyone among you? he should call near the elders of the church and they should pray over him having anointed him with oil in the name of the Lord.
15 ૧૫ વિશ્વાસ સહિત કરેલી પ્રાર્થના બીમારને બચાવશે, પ્રભુ તેને ઉઠાડશે; અને જો તેણે પાપ કર્યાં હશે, તો માફ કરવામાં આવશે.
And the prayer of faith will save the [one] ailing and will raise up him the Lord; and if and if sins he shall be [one] having committed, it will be forgiven to him.
16 ૧૬ તમે નીરોગી થાઓ માટે પોતાના પાપ એકબીજાની પાસે કબૂલ કરો, એકબીજાને માટે પ્રાર્થના કરો; ન્યાયી માણસની પ્રાર્થના પરિણામે બહુ સાર્થક થાય છે.
do confess (therefore *NO*) to one another (the sins *N(k)O*) and (do pray *NK(o)*) for one another, so that you may be healed; Much prevails [the] prayer of a righteous [man] being made effective.
17 ૧૭ એલિયા સ્વભાવે આપણા જેવો માણસ હતો. પણ તેણે પ્રાર્થનામાં વિનંતી કરી કે ‘વરસાદ વરસે નહિ;’ તેથી સાડાત્રણ વરસ સુધી ભૂમિ પર વરસાદ વરસ્યો નહિ.
Elijah a man was of like nature to us and with fervent prayer he prayed [for it] not to rain; and not it did rain upon the earth years three and months six;
18 ૧૮ તેણે ફરી પ્રાર્થના કરી અને સ્વર્ગમાંથી વરસાદ વરસ્યો; અને ધરતીએ પાક ઉપજાવ્યો.
And again he prayed and the heaven rain gave and the earth produced the fruit of it.
19 ૧૯ મારા ભાઈઓ, જો તમારામાંનો કોઈ સત્ય માર્ગ તજીને અવળે માર્ગે ભટકી જાય અને કોઈ તેને પાછો ફેરવે,
Brothers (of Mine, *NO*) if anyone among you shall wander from the truth and shall bring back someone him,
20 ૨૦ તો તેણે જાણવું કે પાપીને તેના અવળે માર્ગમાંથી જે પાછો વાળે છે, તે એક જીવને મૃત્યુથી બચાવશે અને તેના સંખ્યાબંધ પાપને ઢાંકી દેશે.
(he should know *NK(O)*) that the [one] having brought back a sinner from [the] error of the way of him will save [the] soul (of him *no*) from death and will cover over a multitude of sins.