< યાકૂબનો પત્ર 3 >

1 મારા ભાઈઓ, તમારામાંના ઘણાં ઉપદેશક ન થાઓ, કેમ કે તમે જાણો છો કે ઉપદેશકોને તો વિશેષ સજા થશે.
হে মম ভ্রাতরঃ, শিক্ষকৈরস্মাভি র্গুরুতরদণ্ডো লপ্স্যত ইতি জ্ঞাৎৱা যূযম্ অনেকে শিক্ষকা মা ভৱত|
2 કેમ કે આપણે ઘણી રીતે ઠોકરો ખાઈએ છીએ; જો કોઈ બોલવામાં ઠોકર નથી ખાતો, તો તે સંપૂર્ણ માણસ છે અને પોતાના આખા શરીરને પણ અંકુશમાં રાખવાને શક્તિમાન છે.
যতঃ সর্ৱ্ৱে ৱযং বহুৱিষযেষু স্খলামঃ, যঃ কশ্চিদ্ ৱাক্যে ন স্খলতি স সিদ্ধপুরুষঃ কৃৎস্নং ৱশীকর্ত্তুং সমর্থশ্চাস্তি|
3 જુઓ, ઘોડા કાબુમાં રહે માટે આપણે તેઓના મુખમાં લગામ નાખીને તેના આખા શરીરને નિયંત્રણમાં રાખીએ છીએ.
পশ্যত ৱযম্ অশ্ৱান্ ৱশীকর্ত্তুং তেষাং ৱক্ত্রেষু খলীনান্ নিধায তেষাং কৃৎস্নং শরীরম্ অনুৱর্ত্তযামঃ|
4 વહાણો પણ કેટલા બધાં મોટાં હોય છે, તેઓ ભયંકર પવનથી ધકેલાય છે, તોપણ બહુ નાના સુકાનથી સુકાનીની મરજી હોય તે તરફ તેઓને ચલાવવામાં આવે છે.
পশ্যত যে পোতা অতীৱ বৃহদাকারাঃ প্রচণ্ডৱাতৈশ্চ চালিতাস্তেঽপি কর্ণধারস্য মনোঽভিমতাদ্ অতিক্ষুদ্রেণ কর্ণেন ৱাঞ্ছিতং স্থানং প্রত্যনুৱর্ত্তন্তে|
5 તેમ જીભ પણ એક નાનું અંગ છે છતાં તે મોટી મોટી બડાઈ કરે છે. જુઓ, અગ્નિનો તણખો કેટલા વિશાળ જંગલને સળગાવે છે!
তদ্ৱদ্ রসনাপি ক্ষুদ্রতরাঙ্গং সন্তী দর্পৱাক্যানি ভাষতে| পশ্য কীদৃঙ্মহারণ্যং দহ্যতে ঽল্পেন ৱহ্নিনা|
6 જીભ તો અગ્નિ છે; જગતના અન્યાયથી ભરેલી છે; આપણા અંગોમાં જીભ એવી છે કે, તે આખા શરીરને અશુદ્ધ કરે છે, તે સંપૂર્ણ જીવનને સળગાવે છે અને પોતે નર્કથી સળગાવવામાં આવેલી છે. (Geenna g1067)
রসনাপি ভৱেদ্ ৱহ্নিরধর্ম্মরূপপিষ্টপে| অস্মদঙ্গেষু রসনা তাদৃশং সন্তিষ্ঠতি সা কৃৎস্নং দেহং কলঙ্কযতি সৃষ্টিরথস্য চক্রং প্রজ্ৱলযতি নরকানলেন জ্ৱলতি চ| (Geenna g1067)
7 કેમ કે દરેક જાતનાં જાનવરો, પક્ષીઓ, પેટે ચાલનારાંઓ તથા સમુદ્રમાં રહેનારાં પ્રાણીઓ પાળી શકાય છે અને માણસોએ તેમને વશ કર્યાં છે;
পশুপক্ষ্যুরোগজলচরাণাং সর্ৱ্ৱেষাং স্ৱভাৱো দমযিতুং শক্যতে মানুষিকস্ৱভাৱেন দমযাঞ্চক্রে চ|
8 પણ જીભને કોઈ માણસ કાબુમાં રાખી શકતો નથી. તે બધે ફેલાતી મરકી છે અને પ્રાણઘાતક ઝેરથી ભરપૂર છે.
কিন্তু মানৱানাং কেনাপি জিহ্ৱা দমযিতুং ন শক্যতে সা ন নিৱার্য্যম্ অনিষ্টং হলাহলৱিষেণ পূর্ণা চ|
9 તેનાથી આપણે પ્રભુ પિતાની સ્તુતિ કરીએ છીએ અને ઈશ્વરના સ્વરૂપ પ્રમાણે ઉત્પન્ન થયેલાં મનુષ્યોને શાપ પણ આપીએ છીએ.
তযা ৱযং পিতরম্ ঈশ্ৱরং ধন্যং ৱদামঃ, তযা চেশ্ৱরস্য সাদৃশ্যে সৃষ্টান্ মানৱান্ শপামঃ|
10 ૧૦ એક જ મોંમાંથી સ્તુતિ તથા શાપ નીકળે છે. મારા ભાઈઓ, આમ તો ન જ થવું જોઈએ.
১০একস্মাদ্ ৱদনাদ্ ধন্যৱাদশাপৌ নির্গচ্ছতঃ| হে মম ভ্রাতরঃ, এতাদৃশং ন কর্ত্তৱ্যং|
11 ૧૧ શું ઝરો એક જ મુખમાંથી મીઠું તથા કડવું પાણી આપે છે?
১১প্রস্রৱণঃ কিম্ একস্মাৎ ছিদ্রাৎ মিষ্টং তিক্তঞ্চ তোযং নির্গমযতি?
12 ૧૨ મારા ભાઈઓ, શું અંજીરી જૈતૂન વૃક્ષનું ફળ અથવા દ્રાક્ષાવેલો અંજીર આપી શકે? તેમ જ ખારું ઝરણું મીઠું પાણી આપી શકતું નથી.
১২হে মম ভ্রাতরঃ, উডুম্বরতরুঃ কিং জিতফলানি দ্রাক্ষালতা ৱা কিম্ উডুম্বরফলানি ফলিতুং শক্নোতি? তদ্ৱদ্ একঃ প্রস্রৱণো লৱণমিষ্টে তোযে নির্গমযিতুং ন শক্নোতি|
13 ૧૩ તમારામાં જ્ઞાની તથા સમજુ કોણ છે? તો તે જ્ઞાનથી આવેલી નમ્રતા વડે સદાચરણથી પોતાની કરણીઓ કરી બતાવે,
১৩যুষ্মাকং মধ্যে জ্ঞানী সুবোধশ্চ ক আস্তে? তস্য কর্ম্মাণি জ্ঞানমূলকমৃদুতাযুক্তানীতি সদাচারাৎ স প্রমাণযতু|
14 ૧૪ પણ જો તમારા મનમાં કડવાશ, અદેખાઈ તથા સ્વાર્થ છે, તો તમે સત્યની વિરુદ્ધ થઈને ગર્વ ન કરો અને જૂઠું ન બોલો.
১৪কিন্তু যুষ্মদন্তঃকরণমধ্যে যদি তিক্তের্ষ্যা ৱিৱাদেচ্ছা চ ৱিদ্যতে তর্হি সত্যমতস্য ৱিরুদ্ধং ন শ্লাঘধ্ৱং নচানৃতং কথযত|
15 ૧૫ એ જ્ઞાન ઉપરથી ઊતરે એવું નથી, પણ દુન્યવી, બિન-આત્મિક તથા શેતાની છે.
১৫তাদৃশং জ্ঞানম্ ঊর্দ্ধ্ৱাদ্ আগতং নহি কিন্তু পার্থিৱং শরীরি ভৌতিকঞ্চ|
16 ૧૬ કેમ કે જ્યાં અદેખાઈ તથા સ્વાર્થ છે, ત્યાં તકરાર તથા દરેક પ્રકારના ખરાબ કામ છે.
১৬যতো হেতোরীর্ষ্যা ৱিৱাদেচ্ছা চ যত্র ৱেদ্যেতে তত্রৈৱ কলহঃ সর্ৱ্ৱং দুষ্কৃতঞ্চ ৱিদ্যতে|
17 ૧૭ પણ જે જ્ઞાન ઉપરથી છે તે પ્રથમ તો શુદ્ધ, પછી સલાહ કરાવનારું, નમ્ર, સેહેજ સમજે તેવું, દયાથી તથા સારાં ફળથી ભરપૂર, પક્ષપાત વગરનું તથા ઢોંગ વગરનું છે.
১৭কিন্তূর্দ্ধ্ৱাদ্ আগতং যৎ জ্ঞানং তৎ প্রথমং শুচি ততঃ পরং শান্তং ক্ষান্তম্ আশুসন্ধেযং দযাদিসৎফলৈঃ পরিপূর্ণম্ অসন্দিগ্ধং নিষ্কপটঞ্চ ভৱতি|
18 ૧૮ વળી જે સલાહ કરાવનારાંઓ શાંતિમાં વાવે છે, તેઓ ન્યાયીપણું લણે છે.
১৮শান্ত্যাচারিভিঃ শান্ত্যা ধর্ম্মফলং রোপ্যতে|

< યાકૂબનો પત્ર 3 >