< યાકૂબનો પત્ર 3 >
1 ૧ મારા ભાઈઓ, તમારામાંના ઘણાં ઉપદેશક ન થાઓ, કેમ કે તમે જાણો છો કે ઉપદેશકોને તો વિશેષ સજા થશે.
Moi przyjaciele, niech niewielu z was dąży do tego, aby nauczać innych. Pamiętajcie, że my, nauczający, będziemy sądzeni surowiej niż inni.
2 ૨ કેમ કે આપણે ઘણી રીતે ઠોકરો ખાઈએ છીએ; જો કોઈ બોલવામાં ઠોકર નથી ખાતો, તો તે સંપૂર્ણ માણસ છે અને પોતાના આખા શરીરને પણ અંકુશમાં રાખવાને શક્તિમાન છે.
Wszyscy dopuszczamy się wielu grzechów. Jeśli jednak ktoś nie grzeszy w mowie, znaczy to, że stał się człowiekiem w pełni dojrzałym—potrafiącym panować także nad całym sobą.
3 ૩ જુઓ, ઘોડા કાબુમાં રહે માટે આપણે તેઓના મુખમાં લગામ નાખીને તેના આખા શરીરને નિયંત્રણમાં રાખીએ છીએ.
Wkładając koniowi do pyska małe wędzidło, sprawiamy, że jest nam posłuszny i możemy kierować całym jego ciałem.
4 ૪ વહાણો પણ કેટલા બધાં મોટાં હોય છે, તેઓ ભયંકર પવનથી ધકેલાય છે, તોપણ બહુ નાના સુકાનથી સુકાનીની મરજી હોય તે તરફ તેઓને ચલાવવામાં આવે છે.
Również ogromne statki, żeglujące dzięki silnym wiatrom, zmieniają kurs zgodnie z wolą sternika, który posługuje się małym sterem.
5 ૫ તેમ જીભ પણ એક નાનું અંગ છે છતાં તે મોટી મોટી બડાઈ કરે છે. જુઓ, અગ્નિનો તણખો કેટલા વિશાળ જંગલને સળગાવે છે!
Podobnie język, choć jest małą częścią ciała, potrafi wiele zdziałać. Wielki pożar lasu rozpoczyna się od małego płomienia,
6 ૬ જીભ તો અગ્નિ છે; જગતના અન્યાયથી ભરેલી છે; આપણા અંગોમાં જીભ એવી છે કે, તે આખા શરીરને અશુદ્ધ કરે છે, તે સંપૂર્ણ જીવનને સળગાવે છે અને પોતે નર્કથી સળગાવવામાં આવેલી છે. (Geenna )
a język jest właśnie jak płomień ognia—jest pełen zła i niszczy całe ciało. On rozpala w nas szalejący żywioł, prowadzący do zniszczenia i klęski, a źródłem tego ognia jest samo piekło. (Geenna )
7 ૭ કેમ કે દરેક જાતનાં જાનવરો, પક્ષીઓ, પેટે ચાલનારાંઓ તથા સમુદ્રમાં રહેનારાં પ્રાણીઓ પાળી શકાય છે અને માણસોએ તેમને વશ કર્યાં છે;
Ludzie są w stanie ujarzmić wszelkie gatunki dzikich zwierząt, ptaków, gadów i morskich stworzeń,
8 ૮ પણ જીભને કોઈ માણસ કાબુમાં રાખી શકતો નથી. તે બધે ફેલાતી મરકી છે અને પ્રાણઘાતક ઝેરથી ભરપૂર છે.
ale nikt nie potrafi ujarzmić języka—pełnego niepohamowanego zła i śmiercionośnej trucizny.
9 ૯ તેનાથી આપણે પ્રભુ પિતાની સ્તુતિ કરીએ છીએ અને ઈશ્વરના સ્વરૂપ પ્રમાણે ઉત્પન્ન થયેલાં મનુષ્યોને શાપ પણ આપીએ છીએ.
Naszym językiem wielbimy Pana i Ojca, a jednocześnie przeklinamy ludzi, stworzonych na obraz Boga.
10 ૧૦ એક જ મોંમાંથી સ્તુતિ તથા શાપ નીકળે છે. મારા ભાઈઓ, આમ તો ન જ થવું જોઈએ.
Te same usta życzą innym szczęścia i przeklinają ich. Tak, moi przyjaciele, być nie może!
11 ૧૧ શું ઝરો એક જ મુખમાંથી મીઠું તથા કડવું પાણી આપે છે?
Czy z jakiegokolwiek źródła wypływa jednocześnie woda słodka i gorzka?
12 ૧૨ મારા ભાઈઓ, શું અંજીરી જૈતૂન વૃક્ષનું ફળ અથવા દ્રાક્ષાવેલો અંજીર આપી શકે? તેમ જ ખારું ઝરણું મીઠું પાણી આપી શકતું નથી.
Czy drzewo figowe może zaowocować oliwkami, a winorośl figami? Czy ze słonego źródła może wypływać słodka woda?
13 ૧૩ તમારામાં જ્ઞાની તથા સમજુ કોણ છે? તો તે જ્ઞાનથી આવેલી નમ્રતા વડે સદાચરણથી પોતાની કરણીઓ કરી બતાવે,
Czy jest wśród was ktoś, kto uważa się za mądrego i rozsądnego? Jeśli tak, niech udowodni to dobrymi czynami, pełnymi łagodności i mądrości.
14 ૧૪ પણ જો તમારા મનમાં કડવાશ, અદેખાઈ તથા સ્વાર્થ છે, તો તમે સત્યની વિરુદ્ધ થઈને ગર્વ ન કરો અને જૂઠું ન બોલો.
A skoro macie w sercach gorzką zazdrość i wrogość, to przynajmniej nie zasłaniajcie się kłamstwem lub przechwałkami.
15 ૧૫ એ જ્ઞાન ઉપરથી ઊતરે એવું નથી, પણ દુન્યવી, બિન-આત્મિક તથા શેતાની છે.
Taka „mądrość” nie pochodzi z nieba, ale z ziemi, od ludzi i od demonów.
16 ૧૬ કેમ કે જ્યાં અદેખાઈ તથા સ્વાર્થ છે, ત્યાં તકરાર તથા દરેક પ્રકારના ખરાબ કામ છે.
Tam zaś, gdzie jest zazdrość i wzajemna wrogość, tam panuje chaos i wszelkie zło.
17 ૧૭ પણ જે જ્ઞાન ઉપરથી છે તે પ્રથમ તો શુદ્ધ, પછી સલાહ કરાવનારું, નમ્ર, સેહેજ સમજે તેવું, દયાથી તથા સારાં ફળથી ભરપૂર, પક્ષપાત વગરનું તથા ઢોંગ વગરનું છે.
Mądrość, która pochodzi z nieba, jest przede wszystkim czysta i dąży do pokoju. Jest łagodna i otwarta, pełna miłości i dobrych czynów, bezstronna i szczera.
18 ૧૮ વળી જે સલાહ કરાવનારાંઓ શાંતિમાં વાવે છે, તેઓ ન્યાયીપણું લણે છે.
Ci zaś, którzy sieją pokój, jako plon będą zbierać prawość.