< યાકૂબનો પત્ર 2 >

1 મારા ભાઈઓ, તમે પક્ષપાત વિના આપણા મહિમાવાન પ્રભુ ઈસુ ખ્રિસ્તનો વિશ્વાસ રાખો.
ܐܚܝ ܠܐ ܒܡܤܒ ܒܐܦܐ ܬܗܘܘܢ ܐܚܝܕܝܢ ܠܗܝܡܢܘܬܐ ܕܬܫܒܘܚܬܗ ܕܡܪܢ ܝܫܘܥ ܡܫܝܚܐ
2 કેમ કે જેની આંગળીએ સોનાની વીંટી હોય તથા જેનાં અંગ પર સુંદર કિંમતી વસ્ત્ર હોય, એવો માણસ જો તમારી સભામાં આવે અને જો ગંદા વસ્ત્ર પહેરેલો એક ગરીબ માણસ પણ આવે;
ܐܢ ܓܝܪ ܢܥܘܠ ܠܟܢܘܫܬܟܘܢ ܐܢܫ ܕܥܙܩܬܗ ܕܕܗܒܐ ܐܘ ܕܡܐܢܘܗܝ ܫܦܝܪܐ ܘܢܥܘܠ ܡܤܟܢܐ ܒܡܐܢܐ ܨܐܐ
3 ત્યારે તમે સુંદર કિંમતી વસ્ત્ર ધારણ કરેલા માણસને માન આપીને કહો છો, ‘તમે અહીં ઉત્તમ સ્થાને બેસો,’ પણ પેલા ગરીબને કહો છો, ‘તું ત્યાં ઊભો રહે,’ અથવા ‘અહીં મારા પગનાં આસન પાસે બેસ;’
ܘܬܚܘܪܘܢ ܒܗܘ ܕܠܒܝܫ ܡܐܢܐ ܫܦܝܪܐ ܘܬܐܡܪܘܢ ܠܗ ܐܢܬ ܗܪܟܐ ܬܒ ܫܦܝܪ ܘܠܡܤܟܢܐ ܬܐܡܪܘܢ ܠܗ ܐܢܬ ܩܘܡ ܠܗܠ ܐܘ ܬܒ ܠܟ ܗܪܟܐ ܩܕܡ ܟܘܒܫܐ ܕܪܓܠܝܢ
4 તો શું તમારામાં ભેદભાવ નથી? અને શું તમે પક્ષપાતયુક્ત વિચારો સાથે આચરણ કરતા નથી?
ܠܐ ܗܐ ܐܬܦܠܓܬܘܢ ܠܟܘܢ ܒܢܦܫܟܘܢ ܘܗܘܝܬܘܢ ܡܦܪܫܢܐ ܕܡܚܫܒܬܐ ܒܝܫܬܐ
5 મારા વહાલા ભાઈઓ, તમે સાંભળો; વિશ્વાસમાં ધનવાન થવા સારુ તથા ઈશ્વરે પોતાના લોકો પર પ્રેમ રાખનારાઓને જે રાજ્ય આપવાનું આશાવચન આપ્યું છે તેનું વતન પામવા સારુ, ઈશ્વરે આ માનવજગતના ગરીબોને પસંદ નથી કર્યા?
ܫܡܥܘ ܐܚܝ ܚܒܝܒܐ ܠܐ ܗܘܐ ܠܡܤܟܢܐ ܕܥܠܡܐ ܥܬܝܪܐ ܕܝܢ ܒܗܝܡܢܘܬܐ ܓܒܐ ܐܠܗܐ ܕܢܗܘܘܢ ܝܪܬܐ ܒܡܠܟܘܬܐ ܗܝ ܕܡܠܟ ܐܠܗܐ ܠܐܝܠܝܢ ܕܪܚܡܝܢ ܠܗ
6 પણ તમે ગરીબનું અપમાન કર્યું છે. શું શ્રીમંતો તમારા પર જુલમ નથી કરતા? અને ન્યાયાસન આગળ તેઓ તમને ઘસડી લઈ જતા નથી?
ܐܢܬܘܢ ܕܝܢ ܫܛܬܘܢܝܗܝ ܠܡܤܟܢܐ ܠܐ ܗܐ ܥܬܝܪܐ ܡܫܬܥܠܝܢ ܥܠܝܟܘܢ ܘܗܢܘܢ ܢܓܕܝܢ ܠܟܘܢ ܠܒܝܬ ܕܝܢܐ
7 જે ઉત્તમ નામથી તમે ઓળખાઓ છો, તેની નિંદા કરનારા શું તેઓ નથી?
ܠܐ ܗܐ ܗܢܘܢ ܡܓܕܦܝܢ ܥܠ ܫܡܐ ܛܒܐ ܕܐܬܩܪܝ ܥܠܝܟܘܢ
8 તોપણ શાસ્ત્રવચન પ્રમાણે જે રાજમાન્ય નિયમ છે, એટલે કે, ‘તું પોતાના જેવો પોતાના પડોશી પર પ્રેમ રાખ,’ તે નિયમ જો તમે પૂરેપૂરો પાળો છો, તો તમે ઘણું સારું કરો છો;
ܘܐܢ ܢܡܘܤܐ ܕܐܠܗܐ ܒܗܕܐ ܡܫܠܡܝܬܘܢ ܐܝܟ ܕܟܬܝܒ ܕܬܪܚܡ ܠܩܪܝܒܟ ܐܝܟ ܢܦܫܟ ܫܦܝܪ ܥܒܕܝܢ ܐܢܬܘܢ
9 પણ જો તમે ભેદભાવ રાખો છો, તો પાપ કરો છો, નિયમશાસ્ત્રનો ભંગ કરનારા તરીકે નિયમશાસ્ત્રથી અપરાધી ઠરો છે.
ܐܢ ܕܝܢ ܒܐܦܐ ܢܤܒܝܢ ܐܢܬܘܢ ܚܛܝܬܐ ܥܒܕܝܢ ܐܢܬܘܢ ܘܡܬܟܘܢܝܢ ܐܢܬܘܢ ܡܢ ܢܡܘܤܐ ܐܝܟ ܥܒܪܝ ܥܠ ܢܡܘܤܐ
10 ૧૦ કેમ કે જે કોઈ પૂરેપૂરું નિયમશાસ્ત્ર પાળશે અને ફક્ત એક જ બાબતમાં ભૂલ કરશે, તે સર્વ સંબંધી અપરાધી ઠરે છે.
ܐܝܢܐ ܓܝܪ ܕܟܠܗ ܢܡܘܤܐ ܢܛܪ ܘܒܚܕܐ ܫܪܥ ܠܟܠܗ ܢܡܘܤܐ ܐܬܚܝܒ
11 ૧૧ કેમ કે જેમણે કહ્યું, ‘તું વ્યભિચાર ન કર, ‘તેમણે જ કહ્યું કે, ‘તું હત્યા ન કર;’ માટે જો તું વ્યભિચાર ન કરે, પણ જો તું હત્યા કરે છે, તો તું નિયમશાસ્ત્રનો ભંગ કરનારો થયો છે.
ܗܘ ܓܝܪ ܕܐܡܪ ܕܠܐ ܬܓܘܪ ܗܘ ܐܡܪ ܕܠܐ ܬܩܛܘܠ ܐܢ ܕܝܢ ܠܐ ܓܐܪ ܐܢܬ ܐܠܐ ܩܛܠ ܐܢܬ ܗܘܝܬ ܠܟ ܥܒܪ ܥܠ ܢܡܘܤܐ
12 ૧૨ સ્વતંત્રતાના નિયમ પ્રમાણે તમારો ન્યાય થવાનો છે, એવું સમજીને બોલો તથા વર્તો.
ܗܟܢܐ ܗܘܝܬܘܢ ܡܡܠܠܝܢ ܘܗܟܢܐ ܗܘܝܬܘܢ ܤܥܪܝܢ ܐܝܟ ܐܢܫܐ ܕܒܢܡܘܤܐ ܕܚܐܪܘܬܐ ܥܬܝܕܝܢ ܐܢܬܘܢ ܠܡܬܕܢܘ
13 ૧૩ કેમ કે જેણે દયા નથી રાખી, તેનો ન્યાય દયા વગર કરાશે; ન્યાય પર દયા વિજય મેળવે છે.
ܕܝܢܐ ܓܝܪ ܗܘܐ ܕܠܐ ܪܚܡܐ ܥܠ ܗܘ ܕܠܐ ܥܒܕ ܪܚܡܐ ܡܫܬܥܠܝܢ ܐܢܬܘܢ ܒܪܚܡܐ ܥܠ ܕܝܢܐ
14 ૧૪ મારા ભાઈઓ, જો કોઈ કહે છે કે, ‘મને વિશ્વાસ છે,’ પણ જો તેને કરણીઓ ન હોય, તો તેથી શો લાભ થાય? શું એવો વિશ્વાસ તેનો ઉદ્ધાર કરી શકે છે?
ܡܢܐ ܗܢܝܢܐ ܐܚܝ ܐܢ ܐܢܫ ܐܡܪ ܕܐܝܬ ܠܝ ܗܝܡܢܘܬܐ ܘܥܒܕܐ ܠܝܬ ܠܗ ܕܠܡܐ ܡܫܟܚܐ ܗܝܡܢܘܬܗ ܕܬܚܝܘܗܝ
15 ૧૫ જો કોઈ ભાઈ અથવા બહેન નિર્વસ્ત્ર હોય અને રોજનો પૂરતો ખોરાક ન હોય,
ܘܐܢ ܐܚܐ ܐܘ ܚܬܐ ܢܗܘܘܢ ܥܪܛܠܝܝܢ ܘܚܤܝܪܝܢ ܤܝܒܪܬܐ ܕܝܘܡܐ
16 ૧૬ અને તમારામાંનો કોઈ તેઓને કહે કે ‘શાંતિથી જાઓ, તાપો અને તૃપ્ત થાઓ;’ તોપણ શરીરને જે જોઈએ તે જો તમે તેઓને ન આપો, તો શો લાભ થાય?
ܘܢܐܡܪ ܠܗܘܢ ܐܢܫ ܡܢܟܘܢ ܙܠܘ ܒܫܠܡܐ ܫܚܢܘ ܘܤܒܥܘ ܘܠܐ ܬܬܠܘܢ ܠܗܘܢ ܤܢܝܩܘܬܗ ܕܦܓܪܐ ܡܢܐ ܗܢܝܢܐ
17 ૧૭ તેમ જ વિશ્વાસ પણ, જો તેની સાથે કરણીઓ ન હોય, તો તે એકલો હોવાથી નિર્જીવ છે.
ܗܟܢܐ ܐܦ ܗܝܡܢܘܬܐ ܕܠܐ ܥܒܕܐ ܡܝܬܐ ܗܝ ܒܠܚܘܕܝܗ
18 ૧૮ હા, કોઈ કહેશે, ‘તને વિશ્વાસ છે અને મને કરણીઓ છે; તો તું તારો વિશ્વાસ તારી કરણીઓ વગર મને બતાવ અને હું મારો વિશ્વાસ મારી કરણીઓથી તને બતાવીશ.’
ܐܡܪ ܓܝܪ ܐܢܫ ܠܟ ܐܝܬ ܠܟ ܗܝܡܢܘܬܐ ܘܠܝ ܐܝܬ ܠܝ ܥܒܕܐ ܚܘܢܝ ܗܝܡܢܘܬܟ ܕܠܐ ܥܒܕܐ ܘܐܢܐ ܡܚܘܐ ܐܢܐ ܠܟ ܗܝܡܢܘܬܝ ܡܢ ܥܒܕܝ
19 ૧૯ તું વિશ્વાસ કરે છે કે, ઈશ્વર એક છે; તો તું સારું કરે છે; દુષ્ટાત્માઓ પણ વિશ્વાસ કરે છે અને કાંપે છે.
ܡܗܝܡܢ ܐܢܬ ܕܚܕ ܗܘ ܐܠܗܐ ܫܦܝܪ ܥܒܕ ܐܢܬ ܐܦ ܫܐܕܐ ܡܗܝܡܢܝܢ ܘܪܥܠܝܢ
20 ૨૦ પણ ઓ નિર્બુદ્ધ માણસ, કાર્યો વગર વિશ્વાસ નિર્જીવ છે, તે જાણવાની તું ઇચ્છા રાખે છે?
ܨܒܐ ܐܢܬ ܕܝܢ ܕܬܕܥ ܐܘ ܒܪܢܫܐ ܚܠܫܐ ܕܗܝܡܢܘܬܐ ܕܠܐ ܥܒܕܐ ܡܝܬܐ ܗܝ
21 ૨૧ આપણા પૂર્વજ ઇબ્રાહિમે યજ્ઞવેદી પર પોતાના દીકરા ઇસહાકનું અર્પણ કર્યું; તેમ કરીને કૃત્યોથી તેને ન્યાયી ઠરાવવાંમાં આવ્યો નહિ?
ܐܒܘܢ ܐܒܪܗܡ ܠܐ ܗܘܐ ܡܢ ܥܒܕܐ ܐܙܕܕܩ ܕܐܤܩ ܠܐܝܤܚܩ ܒܪܗ ܥܠ ܡܕܒܚܐ
22 ૨૨ તું જુએ છે કે તેના કૃત્યો સાથે વિશ્વાસ હતો અને કૃત્યોથી વિશ્વાસને સંપૂર્ણ કરવામાં આવ્યો;
ܚܙܐ ܐܢܬ ܕܗܝܡܢܘܬܗ ܤܝܥܬ ܠܥܒܕܘܗܝ ܘܡܢ ܥܒܕܐ ܗܝܡܢܘܬܗ ܐܬܓܡܪܬ
23 ૨૩ એટલે આ શાસ્ત્રવચન સત્ય ઠર્યું કે જેમાં કહેલું છે, ‘ઇબ્રાહિમે ઈશ્વર પર વિશ્વાસ કર્યો અને તે તેને માટે ન્યાયીપણા અર્થે ગણવામાં આવ્યો; અને તેને ઈશ્વરનો મિત્ર કહેવામાં આવ્યો.’
ܘܫܠܡ ܟܬܒܐ ܕܐܡܪ ܕܗܝܡܢ ܐܒܪܗܡ ܒܐܠܗܐ ܘܐܬܚܫܒܬ ܠܗ ܠܙܕܝܩܘ ܘܪܚܡܐ ܕܐܠܗܐ ܐܬܩܪܝ
24 ૨૪ તમે જુઓ છો કે એકલા વિશ્વાસથી નહિ, પણ કૃત્યોથી મનુષ્યને ન્યાયી ઠરાવવાંમાં આવે છે.
ܚܙܐ ܐܢܬ ܕܡܢ ܥܒܕܐ ܡܙܕܕܩ ܒܪܢܫܐ ܘܠܐ ܗܘܐ ܡܢ ܗܝܡܢܘܬܐ ܒܠܚܘܕ
25 ૨૫ તે જ પ્રમાણે જયારે રાહાબ ગણિકાએ જાસૂસોનો સત્કાર કર્યો અને તેઓને બીજે રસ્તે બહાર મોકલ્યા, ત્યારે તેને પણ શું કૃત્યોથી ન્યાયી ઠરાવવાંમાં આવી નહિ?
ܗܟܢܐ ܐܦ ܪܚܒ ܙܢܝܬܐ ܠܐ ܗܘܐ ܡܢ ܥܒܕܐ ܐܙܕܕܩܬ ܕܩܒܠܬ ܠܓܫܘܫܐ ܘܒܐܘܪܚܐ ܐܚܪܬܐ ܐܦܩܬ ܐܢܘܢ
26 ૨૬ કેમ કે જેમ શરીર આત્મા વગર નિર્જીવ છે, તેમ જ વિશ્વાસ પણ કાર્યો વગર નિર્જીવ છે.
ܐܝܟܢܐ ܕܦܓܪܐ ܕܠܐ ܪܘܚܐ ܡܝܬ ܗܘ ܗܟܢܐ ܐܦ ܗܝܡܢܘܬܐ ܕܠܐ ܥܒܕܐ ܡܝܬܐ ܗܝ

< યાકૂબનો પત્ર 2 >