< યશાયા 66 >
1 ૧ યહોવાહ એવું કહે છે: “આકાશ મારું સિંહાસન છે અને પૃથ્વી મારું પાયાસન છે. તો મારે માટે તમે ક્યાં ઘર બાંધશો? જ્યાં હું નિવાસ કરી શકું તે સ્થાન ક્યાં છે?
This is what the Lord says: Heaven is my throne, and the earth is where I place my feet. So where will this house be that you're going to build for me? Where will I lie down to rest?
2 ૨ મારા જ હાથે આ સર્વ બનાવેલું છે; એવી રીતે તેઓ અસ્તિત્વમાં આવ્યા” એમ યહોવાહ કહે છે. “જે ભંગિત અને આત્મામાં શોક કરે છે અને મારા વચનને લીધે ધ્રૂજે છે, તેવા માણસ તરફ હું મારી દૃષ્ટિ રાખીશ.
I made everything; that's how it all came into existence, says the Lord. Those I look favorably on are humble and repentant, and they tremble when I speak.
3 ૩ જે બળદને કાપનાર છે તે, માણસને મારી નાખનાર જેવો; જે હલવાનનું અર્પણ કરે છે તે કૂતરાનું ડોકું મરડી નાખનાર જેવો; જે ખાદ્યાર્પણ ચઢાવનાર તે ભૂંડનું રક્ત ચઢાવનાર જેવો; જે ધૂપથી સ્મારક અર્પણ કરનાર છે તે દુષ્ટતાને આશીર્વાદ આપનાર જેવો છે. તેઓએ પોતે જ પોતાનો માર્ગ પસંદ કર્યો છે અને તેઓ ધિક્કારપાત્ર વસ્તુઓમાં આનંદ માણે છે.
When someone sacrifices a bull it's like human sacrifice, and when someone sacrifices a lamb, it's like breaking the neck of a dog. When they present a grain offering it's like presenting pig's blood, and when they burn incense it's like worshiping an idol. Since they have chosen to act like this and to love such disgusting things,
4 ૪ તે જ રીતે હું તેઓની શિક્ષા પસંદ કરીશ; તેઓ જેનાથી ડરે છે તે શિક્ષા હું તેમના પર લાવીશ, કારણ કે મેં હાંક મારી, ત્યારે કોઈએ ઉત્તર આપ્યો નહિ; જયારે હું બોલ્યો, ત્યારે કોઈએ સાંભળ્યું નહિ. તેઓએ મારી દૃષ્ટિમાં જે ખોટું છે તે કર્યું અને જે હું ચાહતો નથી તે તેઓએ પસંદ કર્યું.”
I will also choose to punish them severely and to terrify them, because I called out to them but no one answered; I spoke to them, but no one listened. Instead they did what's evil in my sight, choosing to do what I hate.
5 ૫ જેઓ તેમના વચનથી ધ્રૂજે છે તેઓ યહોવાહનું વચન સાંભળો: “તમારા ભાઈઓ જે તમારો દ્વેષ કરે છે અને મારા નામને લીધે તમને તજી દે છે તેઓએ કહ્યું, ‘યહોવાહ પોતાનો મહિમા પ્રગટ કરે, જેથી અમે તમારો આનંદ જોઈએ,’ પણ તેઓ લજ્જિત થશે.
Listen to what the Lord has to say, those of you who tremble when he speaks. This is what some of your people who hate you and throw you out have said, “Let the Lord be glorified, so we can see how happy you are!” but it's them who are going to be humiliated.
6 ૬ નગરમાંથી યુદ્ધના કોલાહલનો અવાજ આવે છે, સભાસ્થાનમાંથી અવાજ સંભળાય છે, યહોવાહ જે શત્રુઓને બદલો વાળી આપે છે તેનો અવાજ સંભળાય છે.
Hear all the shouting from the city! Hear all the noise from the Temple! It's the sound of the Lord giving his enemies back what they deserve.
7 ૭ પ્રસૂતિની પીડા થાય તે અગાઉ તેને પ્રસવ થયો; પ્રસવવેદના પહેલા જ તેને છોકરો જન્મ્યો.
She gave birth before she went into labor, she delivered a boy before the pains came.
8 ૮ આવું કોણે સાંભળ્યું છે? આવું કોણે જોયું છે? શું એક દિવસમાં દેશ અસ્તિત્વમાં આવે? શું પ્રજા એક જ ક્ષણમાં સ્થાપિત થાય? તેમ છતાં સિયોનને પ્રસવવેદના થઈ અને તેણે પોતાનાં બાળકોને જન્મ આપ્યો.
Who has ever heard of anything like this? Who has seen this kind of thing before? Can a country be delivered in a day, can a nation be born in a moment? Yet as soon as Zion went into labor, she gave birth to her children.
9 ૯ યહોવાહ પૂછે છે, શું હું માના પ્રસૂતિકાળને પાસે લાવીને પ્રસવ ન કરાવું? “હું જ જન્મ આપનાર છું અને હું જ ગર્ભસ્થાન બંધ કરું?” એવું યહોવાહ પૂછે છે.
Would I bring a baby to the point of birth and then not deliver it? the Lord asks. Would I who deliver the baby stop it from being born? the Lord asks again.
10 ૧૦ યરુશાલેમ પર પ્રેમ કરનારાઓ, તમે સર્વ તેની સાથે હરખાઓ અને આનંદ કરો; તેને લીધે શોક કરનારાઓ, તેની સાથે હરખાઓ.
Celebrate with Jerusalem and be happy for her, everyone who loves her; celebrate with her and sing for joy, everyone who mourns over her.
11 ૧૧ તમારું પોષણ થશે અને તમે તૃપ્ત થશો; તમે તેના સ્તનપાનથી દિલાસો પામશો; કેમ કે તમે તેમાંથી ભરપૂર પીશો અને તેના અતિ મહિમામાં આનંદિત થશો.
Like a baby you can nurse at her breasts that bring comfort, drinking deeply and being satisfied by all she has to give.
12 ૧૨ યહોવાહ એવું કહે છે: “હું તેના પર નદીની જેમ સમૃદ્ધિ ફેલાવીશ અને ઊભરાતા નાળાંની જેમ પ્રજાઓની સંપત્તિ રેડીશ. તમે સ્તનપાન કરશો, કેડે ઊંચકી લેવાશો, ખોળામાં તમને લાડ લડાવાશે.
This is what the Lord says: Watch! I'm going to give her peace and prosperity like a flowing river, the wealth of nations like an overflowing stream. You will nurse and be carried on her hip and played with on her knees.
13 ૧૩ જેમ મા પોતાના બાળકને દિલાસો આપે છે, તે પ્રમાણે હું તને દિલાસો આપીશ અને તું યરુશાલેમમાં દિલાસો પામીશ.”
Like a mother comforting her child, I will comfort you. You will be comforted in Jerusalem.
14 ૧૪ તમે આ જોશો અને તમારું હૃદય હરખાશે અને તમારાં હાડકાં કુમળા ઘાસની જેમ ઊગશે. યહોવાહનો હાથ તેમના સેવકોના જાણવામાં આવશે પણ શત્રુઓ પર તે કોપાયમાન થશે.
When you see this happening, you'll be happy deep inside, and you'll prosper like growing grass. The Lord's power will be recognized as blessing his servants and cursing his enemies.
15 ૧૫ કેમ કે જુઓ, યહોવાહ અગ્નિની સાથે આવશે અને તેમના રથો વંટોળિયા જેવા થશે તે પોતાના કોપની ગરમી અને અગ્નિની જવાળાથી ઠપકો લઈને આવશે.
Look! The Lord is coming surrounded by fire, his chariots whirling like the wind, to express his anger with fury, to give his reprimand in flames of fire.
16 ૧૬ કેમ કે યહોવાહ આગ અને તલવારથી સર્વ માનવજાતનો ન્યાય કરશે. ઘણા લોકો યહોવાહને હાથે માર્યા જશે.
The Lord will execute judgment on everyone by fire and by his sword. There will be many killed by the Lord.
17 ૧૭ બગીચાઓમાં જવાને માટે તેઓ પોતાને શુદ્ધ અને પવિત્ર કરે છે, તેઓની પાછળ, જેઓ ભૂંડનું માંસ અને ઉંદર જેવી ધિક્કારપાત્ર વસ્તુઓ ખાય છે તેઓ આવે છે. “તેઓ સૌથી અંતમાં આવશે” એવું યહોવાહ કહે છે.
Those who dedicate themselves and make themselves pure in order to enter the sacred gardens, to worship the idol placed in the center, and to eat pork and vermin and rats and other disgusting things—they will all die together, says the Lord.
18 ૧૮ “કેમ કે હું તેઓનાં કાર્યો અને તેઓના વિચારો જાણું છું. સમય આવે છે જ્યારે હું સર્વ પ્રજાઓને તથા સર્વ ભાષા બોલનાર લોકોને એકત્ર કરીશ. તેઓ આવીને મારો મહિમા જોશે.
I know what they're doing and what they're thinking. I will soon come to gather all nations and peoples of different languages. They will come and see my glory.
19 ૧૯ હું તેઓની મધ્યે એક સમર્થ ચિહ્ન દેખાડીશ. પછી હું તેઓમાંના બચેલાઓને વિદેશીઓની પાસે મોકલીશ: એટલે તાર્શીશ, પૂલ તથા લૂદએ, ધનુર્ધારીઓની પાસે, તુબાલ, યાવાન અને દૂરના દ્વીપોમાં, જ્યાંના લોકોએ મારા વિષે સાંભળ્યું નથી કે મારો મહિમા જોયો નથી. તેઓ મારો મહિમા પ્રજાઓમાં પ્રગટ કરશે.”
I will give them a sign, and I will send some who survive to the nations. They will go to Tarshish, to the Libyans and Lydians (who are famous as archers), to Tubal and Greece, and to the distant lands that haven't heard about me or seen my glory. They will announce my glory among the nations.
20 ૨૦ “યહોવાહના અર્પણ તરીકે, તેઓ સર્વ પ્રજાઓમાંથી તારા સર્વ ભાઈઓને પાછા લાવશે. તેઓ મારા પવિત્ર પર્વત યરુશાલેમ પર, ઘોડાઓ પર, રથોમાં, પાલખીઓમાં, ખચ્ચરો પર તથા ઊંટો પર બેસીને આવશે,” એમ યહોવાહ કહે છે. કેમ કે ઇઝરાયલી લોકો શુદ્ધ પાત્રોમાં યહોવાહના ઘરમાં ખાદ્યાર્પણ લાવશે.
They will bring back all your people from every nations to my holy mountain in Jerusalem as an offering to the Lord. They will come on horses, in chariots and wagons, and on mules and camels, says the Lord. They will bring them in the same way the Israelites bring their grain offerings to the Lord's Temple using vessels that are ceremonially clean.
21 ૨૧ યહોવાહ કહે છે, “હું તેઓમાંથી કેટલાકને યાજકો તથા લેવીઓ થવા સારુ પસંદ કરીશ.”
I will choose some of them as priests and Levites, says the Lord.
22 ૨૨ કેમ કે જે નવાં આકાશ તથા નવી પૃથ્વી બનાવવાનો છું તે મારી સમક્ષ રહેશે” એમ યહોવાહ કહે છે, “તેમ જ તમારા વંશજો અને તમારું નામ રહેશે.”
As the new heavens and the new earth, which I will make, will last forever, so your descendants and your reputation will also last forever, says the Lord.
23 ૨૩ “એક મહિનાથી બીજા સુધી અને એક વિશ્રામવારથી બીજા વિશ્રામવાર સુધી, સર્વ લોકો મારી આગળ પ્રણામ કરવા આવશે,” એવું યહોવાહ કહે છે.
Everyone will come and worship me, from one New Moon to the next, and from one Sabbath to the next, says the Lord.
24 ૨૪ તેઓ બહાર આવીને જે માણસોએ મારી સામે બળવો કર્યો હતો, તેઓના મૃતદેહ જોશે, કેમ કે તેઓને ખાનાર કીડા મરનાર નથી અને તેઓનો બાળનાર અગ્નિ હોલવાશે નહિ; અને તે સર્વ માનવજાતને ધિક્કારપાત્ર થઈ પડશે.”
They will go out and see the dead bodies of those who rebelled against me. The worms that eat them won't die, the fire that burns them won't go out, and everyone who sees them will be horrified.