< યશાયા 62 >
1 ૧ જ્યાં સુધી સિયોનનું ન્યાયીપણું પ્રભાતનાં તેજની માફક અને યરુશાલેમનો ઉદ્ધાર સળગતી મશાલની જેમ પ્રકાશશે નહિ ત્યાં સુધી હું છાનો રહીશ નહિ અને હું વિશ્રામ લઈશ નહિ.
Sion enti, merenyɛ komm, Yerusalem enti, merenyɛ dinn, kɔsi sɛ ne tenenee bɛhyerɛn sɛ adekyeɛ, na ne nkwagyeɛ adɛre sɛ ogyatɛn.
2 ૨ વિદેશીઓ તમારું ન્યાયીપણું અને સર્વ રાજાઓ તમારો મહિમા જોશે. અને યહોવાહ તને પસંદ કરેલા નવા નામથી બોલાવશે.
Amanaman no bɛhunu wo tenenee, na ahemfo nyinaa ahunu wo animuonyam; wɔbɛfrɛ wo din foforɔ a Awurade de bɛto wo.
3 ૩ તું યહોવાહના હાથમાં શોભાયમાન તાજ અને તારા ઈશ્વરના હાથનો રાજ મુગટ થઈશ.
Wobɛyɛ animuonyam ahenkyɛ wɔ Awurade nsam, ne adehyeɛ abɔtiten wɔ wo Onyankopɔn nsam.
4 ૪ હવેથી તું “તજેલું” કે તારો દેશ ફરીથી “ઉજ્જડ” કહેવાશે નહિ. ખરેખર, તું હવે “મારો આનંદ તેનામાં છે,” અને તારો દેશ “પરિણીત” કહેવાશે, કેમ કે યહોવાહ તારા પર પ્રસન્ન છે અને તારા દેશનાં લગ્ન થશે.
Wɔremfrɛ wo atugya bio, anaa wʼasase sɛ amanfo. Na mmom wɔbɛfrɛ wo Hefsiba anaa anisɔ Kuropɔn ne wʼasase sɛ Beula anaa ɔwarefoɔ ɛfiri sɛ Awurade ani bɛgye wo ho, na ɔbɛware wʼasase.
5 ૫ જેમ જુવાન કુંવારીને પરણે છે, તેમ તારા દીકરા તને પરણશે. જેમ વર કન્યાથી હર્ષ પામે છે, તેમ તારા ઈશ્વર તારાથી હર્ષ પામશે.
Sɛdeɛ aberanteɛ ware ababaawa no, saa ara na wo mmammarima bɛware wo; sɛdeɛ ayeforɔkunu ani gye nʼayeforɔ ho no, saa ara na wo Onyankopɔn ani bɛgye wo ho.
6 ૬ હે યરુશાલેમ, મેં તારા કોટ ઉપર ચોકીદારો મૂક્યા છે; તેઓ દિવસે કે રાત્રે કદી શાંત રહેશે નહિ. યહોવાહને યાદ દેવડાવનારાઓ, તમારે વિશ્રામ લેવો નહિ.
Mede awɛmfoɔ agyinagyina wʼafasuo so Ao, Yerusalem; wɔremmua wɔn ano awia anaa anadwo. Mo a musu frɛ Awurade no, monnhome koraa,
7 ૭ જ્યાં સુધી તે યરુશાલેમને ફરીથી સ્થાપે અને પૃથ્વી પર તેને સ્તુત્ય કરે, ત્યાં સુધી તેને વિશ્રામ આપવો નહિ.
na mommma ɔnnye nʼahome kɔsi sɛ ɔbɛma Yerusalem atim na wayɛ no deɛ asase nyinaa bɛkamfo.
8 ૮ યહોવાહે પોતાના જમણા હાથના તથા પોતાના સમર્થ ભુજના શપથ લીધા છે, “નિશ્ચિત પણે હું ફરીથી તારું ધાન્ય તારા શત્રુઓને ખાવા દઈશ નહિ. જે દ્રાક્ષારસને માટે તેં મહેનત કરી છે તે પરદેશીઓ પીશે નહિ.
Awurade de ne basa nifa aka ntam, ne basa a ɛyɛ den no sɛ, “Meremfa mo ayuo mma mo atamfoɔ sɛ wɔn aduane bio, na ananafoɔ rennom nsã foforɔ a moabrɛ ho no bio;
9 ૯ કેમ કે ધાન્ય લણનારા જ તે ખાશે અને યહોવાહની સ્તુતિ કરશે અને દ્રાક્ષાને ભેગી કરનારા મારા પવિત્રસ્થાનનાં આંગણામાં દ્રાક્ષારસ પીશે.”
wɔn a wɔtwa no na wɔbɛdi na wɔakamfo Awurade, na wɔn a wɔboaboa bobe ano no bɛnom wɔ me kronkronbea adihɔ.”
10 ૧૦ દરવાજામાં થઈને, દરવાજામાં થઈને આવો! લોકોને માટે માર્ગ તૈયાર કરો! બાંધો, સડક બાંધો, પથ્થરો વીણી કાઢો! પ્રજાઓને માટે ધ્વજા ઊંચી કરો.
Momfa mu, momfa kuropɔn apono no mu! Monsiesie kwan no mma nkurɔfoɔ no. Mompae, mompae kwantempɔn no! Monyiyi so aboɔ no. Monsi frankaa mma amanaman no.
11 ૧૧ જુઓ, યહોવાહે પૃથ્વીના છેડા સુધી આ પ્રગટ કર્યું છે: “સિયોનની દીકરીને કહો, ‘જો તારો તારનાર આવે છે! જો, તેનું ઈનામ તેની સાથે છે અને તેનું પ્રતિફળ તેની આગળ છે.’”
Awurade abɔ no dawuro akɔsi nsase ano sɛ, “Monka nkyerɛ Ɔbabaa Sion sɛ, ‘Hwɛ, wo Agyenkwa reba! Hwɛ nʼakatua ka ne ho, na nʼanamuhyɛdeɛ nso ka ne ho.’”
12 ૧૨ તે તેઓને “પવિત્ર પ્રજા,” “યહોવાહના ઉદ્ધાર પામેલા લોકો” કહેશે; અને તું “શોધી કાઢેલું,” “ન તજાયેલ નગર” કહેવાશે.
Wɔbɛfrɛ wɔn Nnipa Kronkron, wɔn a Awurade Agye Wɔn; na wɔbɛfrɛ wo Deɛ Wɔrehwehwɛ Nʼakyiri Ɛkwan, Kuropɔn a Ɛrenyɛ Afo Bio.