< યશાયા 61 >
1 ૧ પ્રભુ યહોવાહનો આત્મા મારા પર છે, કારણ કે, દીનોને વધામણી કહેવા માટે યહોવાહે મને અભિષિક્ત કર્યો છે. તેણે મને તૂટેલા હૃદયવાળાને સાજા કરવા માટે, બંદીવાનોના છુટકારાને તથા જે લોકો બંધનમાં છે તેઓને કેદમાંથી છોડાવવાને માટે મને મોકલ્યો છે.
၁ထာဝရအရှင်ဘုရားသခင်သည် ငါ့ကိုတန်ခိုးနှင့်ပြည့်ဝစေတော်မူပြီ။ ဆင်းရဲသူတို့အတွက်သတင်းကောင်းကို ယူဆောင်ကာ၊စိတ်နှလုံးကြေကွဲသူတို့၏ အနာ ရောဂါကိုပျောက်ကင်းစေ၍၊ ပြည်နှင်ဒဏ်ခံရသူများနှင့်အချုပ်အနှောင်ခံရ သူတို့အားလွတ်ငြိမ်းချမ်းသာခွင့်ကိုကြေညာရန်၊ ကိုယ်တော်သည်ငါ့ကိုရွေးချယ်စေလွှတ်တော် မူလေပြီ။
2 ૨ યહોવાહે માન્ય કરેલું કૃપાનું વર્ષ, આપણા ઈશ્વરના વેરનો દિવસ અને સર્વ શોક કરનારાઓને દિલાસો આપવા માટે,
၂ထာဝရဘုရားသည်မိမိ၏လူမျိုးတော်အား ကယ်တင်တော်မူ၍ ရန်သူတို့အားဖြိုခွင်းတော်မူသည့်အချိန် ကျရောက်ပြီဖြစ်ကြောင်းကြေညာရန်ငါ့ကို စေလွှတ်တော်မူပြီ။ ဝမ်းနည်းပူဆွေးသူအပေါင်းတို့အား နှစ်သိမ့်မှုပေးရန်၊
3 ૩ સિયોનમાંના શોક કરનારાઓને રાખને બદલે મુગટ શોકને બદલે હર્ષનું તેલ, ખિન્ન આત્માને બદલે સ્તુતિરૂપ વસ્ત્ર, આપવા માટે મને મોકલ્યો છે; જેથી તેઓ તેમના મહિમાને અર્થે ધાર્મિકતાનાં વૃક્ષ, યહોવાહની રોપણી કહેવાય.
၃ဇိအုန်မြို့တွင်ပူဆွေးဝမ်းနည်းနေသူတို့အား ပူဆွေးခြင်းအစား ဝမ်းမြောက်ခြင်းကိုလည်းကောင်း၊ ဝမ်းနည်းခြင်းအစားထောမနာသီချင်း ကိုလည်းကောင်း ပေးရန်ကိုယ်တော်သည်ငါ့အားစေလွှတ်တော်မူပြီ။ သူတို့သည်ထာဝရဘုရား၏ဂုဏ်တော်ကို ထင်ရှားစေရန် ကိုယ်တော်တိုင်စိုက်တော်မူသောဖြောင့်မတ်ခြင်း တည်းဟူသော ဝက်သစ်ချပင်များသဖွယ်စိုပြေဖွံ့ဖြိုးကြလိမ့်မည်။
4 ૪ તેઓ પુરાતન કાળનાં ખંડિયેરોને બાંધશે; પૂર્વકાળની પાયમાલ થયેલી ઇમારતોને તેઓ ઊભી કરશે. તેઓ નાશ થયેલ નગરોને પુનઃસ્થાપિત કરશે, ઘણી પેઢીઓથી ઉજ્જડ પડી રહેલાં નગરોને સમારશે.
၄သူတို့သည်ကာလကြာမြင့်စွာ ပျက်စီးယိုယွင်းနေခဲ့သောမြို့များကို ပြန်လည်တည်ဆောက်၍အသစ်ပြုပြင် ကြလိမ့်မည်။
5 ૫ પરદેશીઓ ઊભા રહીને તમારાં ટોળાંને ચરાવશે અને પરદેશીઓના દીકરાઓ તમારાં ખેતરોમાં અને દ્રાક્ષવાડીમાં કામ કરશે.
၅အို ငါ၏လူများတို့၊ လူမျိုးခြားတို့သည်သင်တို့ကို အစေခံကြလိမ့်မည်။ သင်တို့၏လယ်ယာများကိုထွန်ယက်ကာသင်တို့ စပျစ်ဥယျာဉ်များကိုပြုစုကြလိမ့်မည်။
6 ૬ તમે લોકો યહોવાહના યાજકો કહેવાશો; તેઓ તમને આપણા ઈશ્વરના સેવકો તરીકે બોલાવશે. તમે વિદેશીઓની સંપત્તિ ખાશો અને તેમની સમૃદ્ધિમાં તમે અભિમાન કરશો.
၆သင်တို့မူကား၊ထာဝရဘုရား၏ယဇ်ပုရော ဟိတ်များ၊ ဘုရားသခင်၏ဘုန်းတော်ကြီးများဟု နာမည်တွင်လျက်၊ လူမျိုးတကာတို့၏စည်းစိမ်ချမ်းသာများကို ခံစားကာ၊ ယင်းသို့ခံစားရသည့်အတွက်ဂုဏ်ယူ ဝါကြွားကြလိမ့်မည်။
7 ૭ તમારી લાજના બદલામાં તમને બમણું મળશે; અને અપમાનને બદલે તેઓ પોતાને મળેલા હિસ્સાથી હરખાશે. તેથી તેઓ પોતાના દેશમાં બમણો વારસો પામશે; તેઓને અનંતકાળનો આનંદ મળશે.
၇သင်တို့၏အရှက်ကွဲအကျိုးနည်းမှုများသည် ဆုံးခန်းတိုင်ရောက်လေပြီ။ သင်တို့သည်မိမိတို့ကိုယ်ပိုင်ပြည်တွင်နေထိုင်ရလျက်၊ သင်တို့၏ပစ္စည်းဥစ္စာများသည်လည်းနှစ်ဆ တိုး၍လာလိမ့်မည်။ သင်တို့သည်ထာဝစဉ်ဝမ်းမြောက်ပျော်ရွှင် ရကြလိမ့်မည်။
8 ૮ કેમ કે હું, યહોવાહ ઇનસાફ ચાહું છું અને અન્યાયથી કરેલી લૂંટફાટને હું ધિક્કારું છું. હું સત્યતા પ્રમાણે તેમની મહેનતનો બદલો આપીશ અને હું તેઓની સાથે સર્વકાળનો કરાર કરીશ.
၈ထာဝရဘုရားက ``ငါသည်တရားမျှတမှုကိုနှစ်သက်မြတ်နိုး၍ လုယက်မှုနှင့်နှိပ်စက်ညှဉ်းဆဲမှုကိုမုန်း၏။ ငါ၏လူမျိုးတော်အားသစ္စာရှိစွာ ဆုလာဘ်များကိုပေးအပ်မည်။ သူတို့နှင့်လည်းထာဝရပဋိညာဉ်ကိုငါပြုမည်။
9 ૯ તેઓનાં સંતાન વિદેશીઓમાં અને તેઓના વંશજો લોકોમાં ઓળખાશે. જેઓ તેઓને જોશે તેઓ સર્વ કબૂલ કરશે કે, જે સંતાનોને યહોવાહે આશીર્વાદ આપેલો છે તે તેઓ છે.
၉သူတို့သည်လူမျိုးတကာတို့တွင်ထင်ပေါ် ကျော်ကြားကြလိမ့်မည်။ သူတို့ကားငါ၏ကောင်းချီးမင်္ဂလာကို ခံစားရကြသူများဖြစ်ကြောင်း သူတို့ကိုမြင်သူအပေါင်းတို့သိရှိကြလိမ့်မည်'' ဟု မိန့်တော်မူ၏။
10 ૧૦ હું યહોવાહમાં અતિશય આનંદ કરીશ; મારો જીવ મારા ઈશ્વરમાં હરખાશે. કેમ કે જેમ વર પોતાને પાઘડીથી સુશોભિત કરે છે અને કન્યા પોતાને આભૂષણથી શણગારે છે, તેમ તેમણે મને તારણનાં વસ્ત્રો પહેરાવ્યાં છે; ન્યાયીપણાનો ઝભ્ભો મારા પર ઓઢાડ્યો છે.
၁၀ယေရုရှလင်မြို့သည်ထာဝရဘုရားပြု တော်မူသော အမှုတော်အတွက်ရွှင်လန်းဝမ်းမြောက်ရလိမ့်မည်။ သူသည်မင်္ဂလာဆောင်ပွဲအတွက်ဝတ်စား တန်ဆာဆင်ထားသည့်သတို့သမီးနှင့်တူ၏။ ဘုရားသခင်သည်သူ့ကိုကယ်တင်ခြင်းနှင့် အောင်မြင်ခြင်း တို့ဖြင့်တန်ဆာဆင်ပေးတော်မူပါ၏။
11 ૧૧ જેમ પૃથ્વી પોતાનામાંથી ફણગો ઉત્પન્ન કરે છે અને જેમ બગીચો તેમાં રોપેલાની વૃદ્ધિ છે, તેમ પ્રભુ યહોવાહ ધાર્મિકતા તથા સ્તુતિ સર્વ પ્રજાઓની આગળ ઉત્પન્ન કરશે.
၁၁မျိုးစေ့များသည်အညှောက်ထိုး၍အပင် ပေါက်သကဲ့သို့၊ ထာဝရအရှင်ဘုရားသခင်သည် မိမိ၏လူမျိုးတော်အားအမှန်ပင် ကယ်တင်တော်မူလိမ့်မည်။ လူမျိုးတကာတို့သည်လည်းကိုယ်တော်ကို ထောမနာပြုကြလိမ့်မည်။