< યશાયા 60 >

1 ઊઠ, પ્રકાશિત થા; કેમ કે તારો પ્રકાશ આવ્યો છે અને યહોવાહનો મહિમા તારા પર ઊગ્યો છે.
“उठ, प्रकाशमान हो, कारण तुझा प्रकाश आला आहे, आणि परमेश्वराचे तेज तुझ्यावर उगवले आहे.”
2 જો કે અંધકાર પૃથ્વીને તથા ઘોર અંધકાર દેશોને ઢાંકશે; છતાં પણ યહોવાહ તારા પર ઊગશે અને તેમનો મહિમા તારા પર દેખાશે.
जरी अंधार पृथ्वीला आणि निबीड काळोख लोकांस झाकेल, तरी परमेश्वर तुझ्यावर उदय पावेल आणि, त्याचे तेज तुझ्यावर येईल.
3 પ્રજાઓ તારા પ્રકાશ તરફ તથા રાજાઓ તારા ઉદયના તેજ તરફ ચાલ્યા આવશે.
राष्ट्रे तुझ्या प्रकाशाकडे येतील, आणि राजे तुझ्या उगवत्या तेजस्वी प्रकाशाकडे येतील.
4 તારી દૃષ્ટિ ચારે તરફ ઊંચી કરીને જો. તેઓ સર્વ ભેગા થઈને તારી પાસે આવે છે. તારા દીકરાઓ દૂરથી આવશે અને તારી દીકરીઓને તેઓના હાથમાં ઊંચકીને લાવવામાં આવશે.
तुझ्या सभोवती पाहा! ते सर्व एकत्र जमतात आणि तुझ्याकडे येतात. तुझी मुले दूरुन येतील आणि तुझ्या मुलींना कडेवर बसून आणतील.
5 ત્યારે તું તે જોઈને પ્રકાશિત થઈશ અને તારું હૃદય આનંદિત થશે અને ઊછળશે, કારણ કે સમુદ્રનું દ્રવ્ય તારા ઉપર રેડવામાં આવશે, પ્રજાઓનું દ્રવ્ય તારી પાસે લાવવામાં આવશે.
तेव्हा तू हे पाहशील आणि आनंदाने उल्हासीत होशील, आणि तुझे हृदय हर्षाने भरून वाहेल. कारण समुद्रातील भरपूर संपत्ती तुझ्यापुढे ओतली जाईल, राष्ट्रांचे सर्व धन तुझ्याकडे येईल.
6 ઊંટોના કાફલા, મિદ્યાન અને એફાહમાંના ઊંટનાં બચ્ચાં તને ઢાંકી દેશે; તેઓ સર્વ શેબાથી આવશે; તેઓ સોનું તથા લોબાન લાવશે અને યહોવાહનાં સ્તોત્ર ગાશે.
मिद्यान आणि एफा येथील उंटाचे कळप तुला झाकतील, शेबातले सर्व येतील, ते सोने आणि धूप आणतील आणि परमेश्वराची स्तुतिस्तोत्रे गातील.
7 કેદારનાં સર્વ ટોળાં તારે માટે ભેગાં કરવામાં આવશે, નબાયોથનાં ઘેટાં તારી સેવાના કામમાં આવશે; તેઓ મારી વેદી પર માન્ય અર્પણ થશે અને હું મારા મહિમાવંત ઘરને મહિમાથી ભરી દઈશ.
केदारमधील सर्व मेंढ्या गोळा करून तुझ्याकडे एकत्र केल्या जातील. नबायोथचे मेंढे तुझी सेवा करतील. ते माझ्या वेदीवर स्विकार्य असे अर्पण होतील, आणि मी माझ्या तेजस्वी घराला आणखी गौरवीत करीन.
8 જેઓ વાદળની જેમ અને પોતાના માળા તરફ ઊડીને આવતાં કબૂતરની જેમ, ઊડી આવે છે તે કોણ છે?
हे कोण आहेत जे मेघाप्रमाणे उडतात, आणि कबुतराप्रमाणे आपल्या आश्रयस्थानाकडे उडत येतात?
9 દ્વીપો મારી રાહ જોશે અને તારા ઈશ્વર યહોવાહના નામની પાસે અને ઇઝરાયલના પવિત્રની પાસે, તારા દીકરાઓને તેમના સોનાચાંદી સહિત દૂરથી લઈને તાર્શીશનાં વહાણો પ્રથમ આવશે, કારણ કે તેમણે તને શોભાયમાન કર્યો છે.
द्वीपे माझी वाट पाहतात, आणि परमेश्वर तुझा देव याच्या नावासाठी, आणि इस्राएलाच्या पवित्रासाठी तुझ्या मुलांना आपले सोने व रुपे यांसहीत दुरुन आणावे, म्हणून पहिल्याने तार्शीशाची जहाजे वाट पाहतील, कारण त्याने तुला शोभविले आहे.
10 ૧૦ પરદેશીઓ તારા કોટને ફરીથી બાંધશે અને તેઓના રાજાઓ તારી સેવા કરશે; જો કે મારા ક્રોધમાં મેં તને શિક્ષા કરી, છતાં મારી કૃપામાં હું તારા પર દયા કરીશ.
१०विदेश्यांची मुले तुझ्या भींती पुन्हा बांधतील, आणि त्यांचे राजे तुझी सेवा करतील. “जरी रागात मी तुला शिक्षा केली, परंतु आता माझ्या प्रसन्नतेने मी तुझ्यावर दया केली आहे.”
11 ૧૧ તારા દરવાજા નિત્ય ખુલ્લા રહેશે; તેઓ રાતદિવસ બંધ થશે નહિ, જેથી વિદેશીઓનું દ્રવ્ય તેમના રાજાઓ સહિત તારી પાસે લાવવામાં આવે.
११तुझे दरवाजे सदोदित उघडे राहतील, दिवस असो किंवा रात्र ते कधीही बंद होणार नाहीत. ह्यासाठी की राष्ट्रे व त्यांची संपत्ती आणि कैद केलेले राजे तुझ्याकडे आणावे.
12 ૧૨ ખરેખર, જે પ્રજાઓ તથા રાજ્ય તારી સેવા નહિ કરે તે નાશ પામશે; તે દેશોનો સંપૂર્ણપણે વિનાશ થશે.
१२खचित, जे राष्ट्र व राज्य तुझी सेवा करतील नाही त्याचा नाश होईल, ती राष्ट्रे पुर्णपणे विनाश पावतील.
13 ૧૩ લબાનોનનું ગૌરવ, એરેજવૃક્ષ, ભદ્રાક્ષવૃક્ષ તથા સરળ એ સર્વનાં કાષ્ટ મારા પવિત્રસ્થાનને સુશોભિત કરવા માટે તારી પાસે લાવવામાં આવશે; અને હું મારાં પગોનું સ્થાન મહિમાવાન કરીશ.
१३माझ्या पवित्र जागेला सुंदर करायला लबानोनाचे वैभव म्हणजे सरू, देवदारू आणि भद्रदारू हे तुझ्याकडे येतील, आणि मी माझे पायाचे स्थान गौरवशाली करील.
14 ૧૪ જેઓએ તારા પર જુલમ કર્યો તેઓના દીકરા તારી પાસે નમતા આવશે; તેઓ સર્વ તારા પગનાં તળિયાં સુધી નમશે; તેઓ તને યહોવાહનું નગર, ઇઝરાયલના પવિત્રનું સિયોન, કહેશે.
१४ज्यांनी तुला दुखावले, तेच आता तुझ्यापुढे नमतील, ते तुझ्या पायावर झुकतील. ते तुला परमेश्वराचे नगर म्हणतील, इस्राएलाच्या पवित्राचे सियोन म्हणून संबोधतील.
15 ૧૫ તું એવું તજેલું તથા તિરસ્કાર પામેલું હતું કે જેમાંથી કોઈ પસાર થતું નહોતું, તેને બદલે હું તને સર્વકાળ વૈભવરૂપ તથા પેઢી દરપેઢી આનંદરૂપ બનાવીશ.
१५“तू टाकलेली आणि तिरस्कारयुक्त होतीस, तुझ्यातून कोणीही जात नसे, मी तुला चिरकालासाठी गौरवाची एक गोष्ट करीन, एका पिढी पासून दुसऱ्या पिढीपर्यंतचा आनंद असे करीन.”
16 ૧૬ તું વિદેશીઓનું દૂધ પીશ અને રાજાઓનાં થાનને ધાવીશ; ત્યારે તું જાણીશ કે હું, યહોવાહ તારો તારણહાર અને તારો ઉદ્ધાર કરનાર, યાકૂબનો સમર્થ ઈશ્વર છું.
१६तू राष्ट्रांचे दुध पिणार आणि राजांचे स्तन चोखणार, मग तुला समजेल की परमेश्वर तुझा देव, तुला सोडवणारा आणि तारणारा, याकोबाचे सामर्थ्य आहे.
17 ૧૭ હું કાંસાને બદલે સોનું તથા લોખંડને બદલે ચાંદી; લાકડાને બદલે કાંસુ તથા પથ્થરને બદલે લોખંડ લાવીશ. હું તારા અધિકારીઓ તરીકે શાંતિની તથા શાસકો તરીકે ન્યાયની નિમણૂક કરીશ.
१७“मी पितळेच्या ऐवजी सोने आणि लोखंडाच्या ठिकाणी चांदी आणीन, आणि लाकडाच्या ऐवजी, पितळे व दगडांच्या ऐवजी लोखंड आणील. तुझे अधिकारी शांती व तुझे कर घेणारे न्याय असे मी करीन.”
18 ૧૮ તારા દેશમાં હિંસાની વાત, કે તારી સરહદોમાં જુલમ તથા વિનાશની વાત ફરી સંભળાશે નહિ; પણ તું તારા કોટોને ઉદ્ધાર અને તારા દરવાજાઓને સ્તુતિ કહેશે.
१८तुझ्या भूमीत पुन्हा कधीही हिंसेची वार्ता आणि नासधूस किंवा उजाडी ऐकू येणार नाही, परंतु तू तुझ्या वेशीला तारण आणि तुझ्या दरवाजांना स्तुती म्हणशील.
19 ૧૯ હવે પછી દિવસે તને અજવાળું આપવા માટે સૂર્યની જરૂર પડશે નહિ, કે તેજને માટે ચંદ્ર તારા પર પ્રકાશશે નહિ; પણ યહોવાહ તારું સર્વકાળનું અજવાળું અને તારા ઈશ્વર તારો મહિમા થશે.
१९“दिवसा सुर्य तुझा प्रकाश असणार नाही, आणि चंद्राचा उजेडही तुझ्यावर चमकणार नाही. पण परमेश्वर तुझा अक्षय प्रकाश होईल, आणि तुझा देवच तुझे वैभव असणार.”
20 ૨૦ તારો સૂર્ય કદી અસ્ત થશે નહિ, કે તારો ચંદ્ર જતો રહેશે નહિ; કેમ કે યહોવાહ તારું સર્વકાળનું અજવાળું અને તારા શોકના દિવસો પૂરા થશે.
२०“तुझा ‘सूर्य’ कधी मावळणार नाही आणि ‘चंद्राचा’ क्षय होणार नाही. कारण परमेश्वर तुझा अक्षय प्रकाश असेल, आणि तुझ्या शोकाचे दिवस संपतील.”
21 ૨૧ તારા સર્વ લોક ધાર્મિક થશે; તેઓ મારા મહિમાને અર્થે, મારા રોપેલા રોપાની ડાળીઓ, મારા હાથની કૃતિ, તેઓ સદાકાળ માટે દેશનો વારસો ભોગવશે.
२१“तुझे सर्व लोक नितीमान असतील, आणि माझा महिमा व्हावा म्हणून मी लावलेले रोप, माझ्या हाताचे कृत्य असे ते सर्वकाळपर्यंत भूमी वतन करून घेतील.”
22 ૨૨ છેક નાનામાંથી હજાર થશે અને જે નાનો છે તે બળવાન પ્રજા થશે; હું, યહોવાહ, નિર્મિત સમયે તે જલદી કરીશ.
२२“जो लहान तो हजार होईल, आणि जो धाकटा तो बलवान राष्ट्र होईल. मी, परमेश्वर, त्या समयी हे लवकर घडवून आणणार.”

< યશાયા 60 >