< યશાયા 60 >
1 ૧ ઊઠ, પ્રકાશિત થા; કેમ કે તારો પ્રકાશ આવ્યો છે અને યહોવાહનો મહિમા તારા પર ઊગ્યો છે.
起よひかりを發て なんぢの光きたりヱホバの榮光なんぢのうへに照出たればなり
2 ૨ જો કે અંધકાર પૃથ્વીને તથા ઘોર અંધકાર દેશોને ઢાંકશે; છતાં પણ યહોવાહ તારા પર ઊગશે અને તેમનો મહિમા તારા પર દેખાશે.
視よくらきは地をおほひ闇はもろもろの民をおほはん されど汝の上にはヱホバ照出たまひてその榮光なんぢのうへに顯はるべし
3 ૩ પ્રજાઓ તારા પ્રકાશ તરફ તથા રાજાઓ તારા ઉદયના તેજ તરફ ચાલ્યા આવશે.
もろもろの國はなんぢの光にゆき もろもろの王はてり出るなんぢが光輝にゆかん
4 ૪ તારી દૃષ્ટિ ચારે તરફ ઊંચી કરીને જો. તેઓ સર્વ ભેગા થઈને તારી પાસે આવે છે. તારા દીકરાઓ દૂરથી આવશે અને તારી દીકરીઓને તેઓના હાથમાં ઊંચકીને લાવવામાં આવશે.
なんぢの目をあげて環視せ かれらは皆つどひて汝にきたり 汝の子輩はとほきより來り なんぢの女輩はいだかれて來らん
5 ૫ ત્યારે તું તે જોઈને પ્રકાશિત થઈશ અને તારું હૃદય આનંદિત થશે અને ઊછળશે, કારણ કે સમુદ્રનું દ્રવ્ય તારા ઉપર રેડવામાં આવશે, પ્રજાઓનું દ્રવ્ય તારી પાસે લાવવામાં આવશે.
そのときなんぢ視てよろこびの光をあらはし なんぢの心おどろきあやしみ且ひろらかになるべし そは海の富はうつりて汝につき もろもろの國の貨財はなんぢに來るべければなり
6 ૬ ઊંટોના કાફલા, મિદ્યાન અને એફાહમાંના ઊંટનાં બચ્ચાં તને ઢાંકી દેશે; તેઓ સર્વ શેબાથી આવશે; તેઓ સોનું તથા લોબાન લાવશે અને યહોવાહનાં સ્તોત્ર ગાશે.
おほくの駱駝ミデアンおよびエバのわかき駱駝なんぢの中にあまねくみち シバのもろもろの人こがね乳香をたづさへきたりてヱホバの譽をのべつたへん
7 ૭ કેદારનાં સર્વ ટોળાં તારે માટે ભેગાં કરવામાં આવશે, નબાયોથનાં ઘેટાં તારી સેવાના કામમાં આવશે; તેઓ મારી વેદી પર માન્ય અર્પણ થશે અને હું મારા મહિમાવંત ઘરને મહિમાથી ભરી દઈશ.
ケダルのひつじの群はみな汝にあつまりきたり ネバヨテの牡羊はなんぢに事へ わが祭壇のうへにのぼりて受納られん 斯てわれわが榮光の家をかがやかすべし
8 ૮ જેઓ વાદળની જેમ અને પોતાના માળા તરફ ઊડીને આવતાં કબૂતરની જેમ, ઊડી આવે છે તે કોણ છે?
雲のごとくにとび鳩のその窠にとびかへるが如くしてきたる者はたれぞ
9 ૯ દ્વીપો મારી રાહ જોશે અને તારા ઈશ્વર યહોવાહના નામની પાસે અને ઇઝરાયલના પવિત્રની પાસે, તારા દીકરાઓને તેમના સોનાચાંદી સહિત દૂરથી લઈને તાર્શીશનાં વહાણો પ્રથમ આવશે, કારણ કે તેમણે તને શોભાયમાન કર્યો છે.
もろもろの島はわれを俟望み タルシシのふねは首先になんぢの子輩をとほきより載きたり 並かれらの金銀をともにのせきたりてなんぢの神ヱホバの名にささげ イスラエルの聖者にささげん ヱホバなんぢを輝かせたまひたればなり
10 ૧૦ પરદેશીઓ તારા કોટને ફરીથી બાંધશે અને તેઓના રાજાઓ તારી સેવા કરશે; જો કે મારા ક્રોધમાં મેં તને શિક્ષા કરી, છતાં મારી કૃપામાં હું તારા પર દયા કરીશ.
異邦人はなんぢの石垣をきづき かれらの王等はなんぢに事へん そは我いかりて汝をうちしかどまた惠をもて汝を憐みたればなり
11 ૧૧ તારા દરવાજા નિત્ય ખુલ્લા રહેશે; તેઓ રાતદિવસ બંધ થશે નહિ, જેથી વિદેશીઓનું દ્રવ્ય તેમના રાજાઓ સહિત તારી પાસે લાવવામાં આવે.
なんぢの門はつねに開きて夜も日もとざすことなし こは人もろもろの國の貨財をなんぢに携へきたり その王等をひきゐ來らんがためなり
12 ૧૨ ખરેખર, જે પ્રજાઓ તથા રાજ્ય તારી સેવા નહિ કરે તે નાશ પામશે; તે દેશોનો સંપૂર્ણપણે વિનાશ થશે.
なんぢに事へざる國と民とはほろび そのくにぐには全くあれすたるべし
13 ૧૩ લબાનોનનું ગૌરવ, એરેજવૃક્ષ, ભદ્રાક્ષવૃક્ષ તથા સરળ એ સર્વનાં કાષ્ટ મારા પવિત્રસ્થાનને સુશોભિત કરવા માટે તારી પાસે લાવવામાં આવશે; અને હું મારાં પગોનું સ્થાન મહિમાવાન કરીશ.
レバノンの榮はなんぢにきたり 松 杉 黄楊はみな共にきたりて我が聖所をかがやかさん われ亦わが足をおく所をたふとくすべし
14 ૧૪ જેઓએ તારા પર જુલમ કર્યો તેઓના દીકરા તારી પાસે નમતા આવશે; તેઓ સર્વ તારા પગનાં તળિયાં સુધી નમશે; તેઓ તને યહોવાહનું નગર, ઇઝરાયલના પવિત્રનું સિયોન, કહેશે.
汝を苦しめたるものの子輩はかがみて汝にきたり 汝をさげしめたる者はことごとくなんぢの足下にふし 斯て汝をヱホバの都イスラエルの聖者のシオンととなへん
15 ૧૫ તું એવું તજેલું તથા તિરસ્કાર પામેલું હતું કે જેમાંથી કોઈ પસાર થતું નહોતું, તેને બદલે હું તને સર્વકાળ વૈભવરૂપ તથા પેઢી દરપેઢી આનંદરૂપ બનાવીશ.
なんぢ前にはすてられ憎まれてその中をすぐる者もなかりしが 今はわれ汝をとこしへの華美よよの歡喜となさん
16 ૧૬ તું વિદેશીઓનું દૂધ પીશ અને રાજાઓનાં થાનને ધાવીશ; ત્યારે તું જાણીશ કે હું, યહોવાહ તારો તારણહાર અને તારો ઉદ્ધાર કરનાર, યાકૂબનો સમર્થ ઈશ્વર છું.
なんぢ亦もろもろの國の乳をすひ王たちの乳房をすひ 而して我ヱホバなんぢの救主なんぢの贖主ヤコブの全能者なるを知るべし
17 ૧૭ હું કાંસાને બદલે સોનું તથા લોખંડને બદલે ચાંદી; લાકડાને બદલે કાંસુ તથા પથ્થરને બદલે લોખંડ લાવીશ. હું તારા અધિકારીઓ તરીકે શાંતિની તથા શાસકો તરીકે ન્યાયની નિમણૂક કરીશ.
われ黄金をたづさへきたりて赤銅にかへ 白銀をたづさへきたりて鐵にかへ 赤銅を木にかへ鐵を石にかへ なんぢの施政者をおだやかにし なんぢを役するものを義うせん
18 ૧૮ તારા દેશમાં હિંસાની વાત, કે તારી સરહદોમાં જુલમ તથા વિનાશની વાત ફરી સંભળાશે નહિ; પણ તું તારા કોટોને ઉદ્ધાર અને તારા દરવાજાઓને સ્તુતિ કહેશે.
強暴のこと再びなんぢの地にきこえず 殘害と敗壞とはふたたびなんぢの境にきこえず 汝その石垣をすくひととなへ その門を譽ととなへん
19 ૧૯ હવે પછી દિવસે તને અજવાળું આપવા માટે સૂર્યની જરૂર પડશે નહિ, કે તેજને માટે ચંદ્ર તારા પર પ્રકાશશે નહિ; પણ યહોવાહ તારું સર્વકાળનું અજવાળું અને તારા ઈશ્વર તારો મહિમા થશે.
晝は日ふたたびなんぢの光とならず 月もまた輝きてなんぢを照さず ヱホバ永遠になんぢの光となり なんぢの神はなんぢの榮となり給はん
20 ૨૦ તારો સૂર્ય કદી અસ્ત થશે નહિ, કે તારો ચંદ્ર જતો રહેશે નહિ; કેમ કે યહોવાહ તારું સર્વકાળનું અજવાળું અને તારા શોકના દિવસો પૂરા થશે.
なんぢの日はふたたび落ず なんぢの月はかくることなかるべし そはヱホバ永遠になんぢの光となり 汝のかなしみの日畢るべければなり
21 ૨૧ તારા સર્વ લોક ધાર્મિક થશે; તેઓ મારા મહિમાને અર્થે, મારા રોપેલા રોપાની ડાળીઓ, મારા હાથની કૃતિ, તેઓ સદાકાળ માટે દેશનો વારસો ભોગવશે.
汝の民はことごとく義者となりてとこしへに地を嗣ん かれはわが植たる樹株わが手の工わが榮光をあらはす者となるべし
22 ૨૨ છેક નાનામાંથી હજાર થશે અને જે નાનો છે તે બળવાન પ્રજા થશે; હું, યહોવાહ, નિર્મિત સમયે તે જલદી કરીશ.
その小きものは千となり その弱きものは強國となるべし われヱホバその時いたらば速かにこの事をなさん