< યશાયા 59 >
1 ૧ જુઓ, યહોવાહનો હાથ એટલો ટૂંકો થઈ ગયો નથી કે તે તમને બચાવી ના શકે અથવા તેમનો કાન એવો મંદ થયો નથી કે તે સાંભળી ન શકે.
Truly, the Lord's hand has not become short, so that he is unable to give salvation; and his ear is not shut from hearing:
2 ૨ પણ તમારાં પાપનાં કાર્યોએ તમને તમારા ઈશ્વરથી અલગ કર્યા છે, અને તમારાં પાપોને કારણે તેમણે પોતાનું મુખ તમારાથી સંતાડ્યું છે કે તે સાંભળે નહિ.
But your sins have come between you and your God, and by your evil doings his face has been veiled from you, so that he will give you no answer.
3 ૩ કેમ કે તમારા હાથ રક્તથી અને પાપથી ખરડાયેલા છે. તમારા હોઠ જૂઠું બોલે છે અને તમારી જીભ દુષ્ટ વાત કરે છે.
For your hands are unclean with blood, and your fingers with sin; your lips have said false things, and your tongue gives out deceit.
4 ૪ ન્યાયને અનુસરીને કોઈ પોકાર કરતું નથી અને સત્યથી કોઈ દલીલ કરતું નથી. તેઓ ખાલી શબ્દો પર ભરોસો રાખે છે અને જૂઠું કહે છે; તેઓ વિપત્તિનો ગર્ભ ધરે છે અને પાપને જન્મ આપે છે.
No one puts forward an upright cause, or gives a true decision: their hope is in deceit, and their words are false; they are with child with sin, and give birth to evil.
5 ૫ તેઓ ઝેરી સર્પનાં ઈંડાં સેવે છે અને કરોળિયાની જાળો વણે છે. તેમનાં ઈંડાં જે ખાય તે મરી જાય છે અને જે ઈંડું ફૂટે છે તેમાંથી ઝેરી સાપ નીકળે છે.
They give birth to snake's eggs, and make spider's threads: whoever takes their eggs for food comes to his death, and the egg which is crushed becomes a poison-snake.
6 ૬ તેઓની જાળો વસ્ત્ર તરીકે કામમાં આવશે નહિ કે પોતાની કરણીઓથી તેઓ પોતાનું આચ્છાદન કરી શકશે નહિ. તેઓની કરણીઓ પાપના કામ છે અને તેમના હાથોથી હિંસાના કાર્યો થાય છે.
Their twisted threads will not make clothing, and their works will give them nothing for covering themselves: their works are works of sin, and violent acts are in their hands.
7 ૭ તેમના પગ દુષ્ટતા તરફ દોડી જાય છે અને તેઓ નિરપરાધીનું રક્ત વહેવડાવવાને ઉતાવળ કરે છે. તેઓના વિચારો તે પાપના વિચારો છે; હિંસા અને વિનાશ તેઓના માર્ગો છે.
Their feet go quickly to evil, and they take delight in the death of the upright; their thoughts are thoughts of sin; wasting and destruction are in their ways.
8 ૮ તેઓ શાંતિનો માર્ગ જાણતા નથી અને તેઓના રસ્તામાં કંઈ ઇનસાફ નથી. તેઓએ પોતાનો માર્ગ વાંકોચૂકો કર્યો છે; જે કોઈ તે માર્ગ પર ચાલે છે તેને શાંતિ મળતી નથી.
They have no knowledge of the way of peace, and there is no sense of what is right in their behaviour: they have made for themselves ways which are not straight; whoever goes in them has no knowledge of peace.
9 ૯ તેથી ઇનસાફ અમારાથી દૂર રહે છે જેથી ન્યાયીપણું અમારી પાસે પહોંચી શકતું નથી. અમે અજવાળાની રાહ જોઈએ છીએ, પણ અંધકાર મળે છે; અમે પ્રકાશની આશા રાખીએ છીએ, પણ અંધકારમાં ચાલીએ છીએ.
For this cause our right is far from us, and righteousness does not overtake us: we are looking for light, but there is only the dark; for the shining of the sun, but our way is in the night.
10 ૧૦ કોઈ જોઈ ન શકે તેમ, અમે અંધની જેમ ભીંતને હાથ લગાવીને શોધીએ છીએ. અંધારી રાત્રિની જેમ અમે બપોરે ઠોકર ખાઈએ છીએ; બળવાનની મધ્યે અમે મૃત જેવા છીએ.
We go on our way, like blind men feeling for the wall, even like those who have no eyes: we are running against things in daylight as if it was evening; our place is in the dark like dead men.
11 ૧૧ અમે રીંછની જેમ ઘૂરકીએ છીએ અને કબૂતરની જેમ નિસાસો નાખીએ છીએ; અમે ઇનસાફની રાહ જોઈએ છીએ, પણ કંઈ મળતો નથી; ઉદ્ધારની રાહ જોઈએ છીએ, પણ તે અમારાથી દૂર છે.
We make noises of grief, like bears, and sad sounds like doves: we are looking for our right, but it is not there; for salvation, but it is far from us.
12 ૧૨ કેમ કે અમારા અપરાધો તમારી આગળ ઘણા છે અને અમારાં પાપ અમારી વિરુદ્ધ સાક્ષી પૂરે છે; કેમ કે અમારા અપરાધો અમારી સાથે છે અને અમારાં પાપ અમે જાણીએ છીએ.
For our evil doings are increased before you, and our sins give witness against us: for our evil doings are with us, and we have knowledge of our sins:
13 ૧૩ અમે યહોવાહનો નકાર કરીને તેમની સામે બળવો કર્યો અને અમારા ઈશ્વરને અનુસરવાથી પાછા ફરી ગયા. જુલમની તથા બંડની વાત બોલવી, હૃદયમાં જૂઠી વાતનો વિચાર કરીને તેનો ઉચ્ચાર કરવો એ અમારાં પાપ છે.
We have gone against the Lord, and been false to him, turning away from our God, our words have been uncontrolled, and in our hearts are thoughts of deceit.
14 ૧૪ ઇનસાફ પાછળ ઠેલી મુકાય છે અને ન્યાયીપણું દૂર ઊભું રહે છે; કેમ કે સત્ય જાહેર ચોકમાં ઠોકર ખાય છે અને પ્રામાણિકતા પ્રવેશ કરી શકતી નથી.
And the right is turned back, and righteousness is far away: for good faith is not to be seen in the public places, and upright behaviour may not come into the town.
15 ૧૫ વિશ્વસનીયતા દૂર થઈ છે અને જે કોઈ દુષ્ટતાથી પાછો ફરે છે તે પોતે તેનો ભોગ બને છે. યહોવાહે જોયું કે કંઈ ઇનસાફ નથી એ તેમને માઠું લાગ્યું.
Yes, faith is gone; and he whose heart is turned from evil comes into the power of the cruel: and the Lord saw it, and he was angry that there was no one to take up their cause.
16 ૧૬ તેમણે જોયું કે કોઈ માણસ નથી અને કોઈ મધ્યસ્થ નથી. તેથી તેમણે પોતાને માટે પોતાને જ હાથે ઉદ્ધાર સાધ્યો અને તેમનું ન્યાયીપણું તેમનો આધાર થયું.
And he saw that there was no man, and was surprised that there was no one to take up their cause: so his arm gave salvation, and he made righteousness his support.
17 ૧૭ તેમણે ન્યાયીપણાનું બખતર અને માથા પર તારણનો ટોપ ધારણ કર્યો છે. તેમણે વેરનાં વસ્ત્રો પહેરી લીધાં છે અને ઉમંગનું આવરણ ઓઢ્યું છે.
Yes, he put on righteousness as a breastplate, and salvation as a head-dress; and he put on punishment as clothing, and wrath as a robe.
18 ૧૮ તેઓએ જે કર્યું હતું તે પ્રમાણેનો બદલો તેમણે આપ્યો છે, પોતાના વેરીઓને કોપ, પોતાના શત્રુઓને દંડ અને સમુદ્ર કિનારે આવેલોઓને તે શિક્ષા કરશે.
He will give them the right reward of their doings, wrath to his attackers, punishment to his haters, and even on the sea-lands he will send punishment.
19 ૧૯ તેથી તેઓ પશ્ચિમથી યહોવાહના નામનો અને પૂર્વથી તેમના પ્રતાપનો ભય રાખશે; કેમ કે તે યહોવાહના શ્વાસથી ચાલતા પ્રવાહની જેમ ધસી આવશે.
So they will see the name of the Lord from the west, and his glory from the east: for he will come like a rushing stream, forced on by a wind of the Lord.
20 ૨૦ યહોવાહ એવું કહે છે કે, “સિયોનને માટે, અને યાકૂબમાંના અધર્મથી પાછા ફરનારને માટે ઉદ્ધાર કરનાર આવશે.”
And as a saviour he will come to Zion, turning away sin from Jacob, says the Lord.
21 ૨૧ યહોવાહ કહે છે, “તેમની સાથે આ મારો કરાર છે,” “મારો આત્મા જે તારા પર છે અને મારાં વચનો જે મેં તારા મુખમાં મૂક્યાં છે, તે તારા મુખમાંથી, તારા સંતાનના મુખમાંથી, તથા તારા સંતાનના સંતાનના મુખમાંથી હમણાંથી તે સર્વકાળ સુધી જતાં રહેનાર નથી.”
And as for me, this is my agreement with them, says the Lord: my spirit which is on you, and my words which I have put in your mouth, will not go away from your mouth, or from the mouth of your seed, or from the mouth of your seed's seed, says the Lord, from now and for ever.