< યશાયા 57 >
1 ૧ ન્યાયી માણસ નાશ પામે છે, પણ કોઈ તે ધ્યાનમાં લેતું નથી અને કરારના વિશ્વાસુપણાના લોકો દૂર એકત્ર થાય છે પણ કોઈ સમજતું નથી કે ન્યાયી દુષ્ટતાથી દૂર એકત્ર થાય છે.
义人死亡, 无人放在心上; 虔诚人被收去, 无人思念。 这义人被收去是免了将来的祸患;
2 ૨ તે શાંતિમાં પ્રવેશ કરે છે; જેઓ સીધા ચાલે છે તેઓ પોતાના બિછાના પર વિશ્રાંતિ પામે છે.
他们得享平安。 素行正直的,各人在坟里安歇。
3 ૩ પણ તમે જાદુગરના દીકરાઓ, વ્યભિચારિણી તથા ગણિકાનાં સંતાન તમે પાસે આવો.
你们这些巫婆的儿子, 奸夫和妓女的种子, 都要前来!
4 ૪ તમે કોની મશ્કરી કરો છો? તમે કોની સામે મુખ પહોળું કરો છો અને કોની સામે જીભ કાઢો છો? શું તમે બળવાખોરનાં, કપટકરનારનાં સંતાનો નથી?
你们向谁戏笑? 向谁张口吐舌呢? 你们岂不是悖逆的儿女, 虚谎的种类呢?
5 ૫ તમે એલોનવૃક્ષ તથા દરેક લીલા વૃક્ષ નીચે વિષયભોગમાં મસ્ત થાઓ છો અને પોતાના શરીરોને આવેશી કરો છો, તમે સૂકી નદીને કાંઠે, ખડકોની ફાટ નીચે બાળકોને મારી નાખો છો.
你们在橡树中间,在各青翠树下欲火攻心; 在山谷间,在石穴下杀了儿女;
6 ૬ નાળાંમાંના સુંવાળા પથ્થરોમાં તમારો ભાગ છે. તેઓ તારી ભક્તિનો હેતુ છે. તેઓને તેં પેયાર્પણ રેડ્યું અને ખાદ્યાર્પણ ચઢાવ્યું છે. શું આ બાબતોમાં મારે આનંદ કરવો જોઈએ?”
在谷中光滑石头里有你的分。 这些就是你所得的分; 你也向他浇了奠祭,献了供物, 因这事我岂能容忍吗?
7 ૭ તમે ઊંચા પર્વત પર બિછાનું પાથર્યું છે; વળી બલિદાનો અર્પણ કરવા સારુ પણ તમે ઊંચે ચઢી જાઓ છો.
你在高而又高的山上安设床榻, 也上那里去献祭。
8 ૮ બારણાં અને ચોકઠાંની પાછળ તમે તમારી નિશાનીઓ મૂકો છો; તેં મારો ત્યાગ કર્યો છે, તું પોતાની જાતને નિર્વસ્ત્ર કરીને ઉપર ચઢી ગઈ; તેં તારું બિછાનું પહોળું કર્યું છે.
你在门后,在门框后, 立起你的纪念; 向外人赤露,又上去扩张床榻, 与他们立约; 你在那里看见他们的床就甚喜爱。
9 ૯ તું તેલ લઈને રાજા પાસે ચાલી ગઈ; તેં પુષ્કળ અત્તર ચોળ્યું. તેં તારા સંદેશવાહકોને દૂર સુધી મોકલ્યા; તું શેઓલ સુધી નીચે ગઈ. (Sheol )
你把油带到王那里, 又多加香料, 打发使者往远方去, 自卑自贱直到阴间, (Sheol )
10 ૧૦ તારી યાત્રા લાંબી હોવાને લીધે તું થાકી ગઈ છે, પણ “કંઈ આશા નથી” એવું તે કહ્યું નથી. તને તારા હાથમાં જીવન મળ્યું તેથી તું નબળી થઈ નહિ.
你因路远疲倦, 却不说这是枉然; 你以为有复兴之力, 所以不觉疲惫。
11 ૧૧ તને કોની ચિંતા છે અને કોનાથી ભય લાગે છે, કે તેં કપટથી આ કાર્ય કર્યું છે? તે મારું સ્મરણ રાખ્યું નથી અને ગંભીરતાથી મારો વિચાર કર્યો નથી. હું લાંબા સમયથી છાનો રહ્યો હતો? પણ તેં મને ગંભીરતાથી લીધો નહિ.
你怕谁?因谁恐惧? 竟说谎,不记念我, 又不将这事放在心上。 我不是许久闭口不言, 你仍不怕我吗?
12 ૧૨ હું તારું “ન્યાયીપણું” જાહેર કરીશ પણ તારાં કામો, તને મદદરૂપ બનશે નહિ.
我要指明你的公义; 至于你所行的都必与你无益。
13 ૧૩ જ્યારે તું પોકાર કરે, ત્યારે તારી સંઘરેલી મૂર્તિઓ તને છોડાવે. પરંતુ તેને બદલે વાયુ તે સર્વને ઉડાવી જશે, એક શ્વાસ પણ તેમને ઉડાવી મૂકશે. છતાં જે મારામાં આશ્રય લે છે તે આ દેશનો વારસો પામશે અને મારા પવિત્ર પર્વતનું વતન પામશે.
你哀求的时候, 让你所聚集的拯救你吧! 风要把他们刮散, 一口气要把他们都吹去。 但那投靠我的必得地土, 必承受我的圣山为业。
14 ૧૪ વળી તે કહેશે, “સડક બાંધો, સડક બાંધો! માર્ગ તૈયાર કરો! મારા લોકના માર્ગોમાંથી સર્વ ઠોકર ખવડાવનાર પથ્થર દૂર કરો!”
耶和华要说: 你们修筑修筑,预备道路, 将绊脚石从我百姓的路中除掉。
15 ૧૫ કેમ કે જે ઉચ્ચ તથા ઉન્નત છે, જે સનાતન કાળથી છે, જેમનું નામ પવિત્ર છે, તે એવું કહે છે: હું ઉચ્ચ તથા પવિત્રસ્થાનમાં રહું છું, વળી જે કચડાયેલ અને આત્મામાં નમ્ર છે તેની સાથે રહું છું, જેથી હું નમ્ર જનોનો આત્મા અને પશ્ચાતાપ કરનારાઓનાં હૃદયને ઉત્તેજિત કરું.
因为那至高至上、永远长存 名为圣者的如此说: 我住在至高至圣的所在, 也与心灵痛悔谦卑的人同居; 要使谦卑人的灵苏醒, 也使痛悔人的心苏醒。
16 ૧૬ કેમ કે હું સદા દોષિત ઠરાવનાર નથી કે સર્વકાળ રોષ રાખનાર નથી, રખેને મેં જે આત્માને તથા જે જીવને બનાવ્યા છે, તેઓ મારી આગળ નિર્બળ થઈ જાય.
我必不永远相争,也不长久发怒, 恐怕我所造的人与灵性都必发昏。
17 ૧૭ તેણે લોભથી પ્રાપ્ત કરવાને કરેલાં પાપને કારણે હું તેના પર રોષે ભરાયો હતો અને મેં તેને શિક્ષા કરી; મેં તેનાથી મારું મુખ ફેરવ્યું અને હું રોષમાં હતો, પણ તેં પાછો વળીને પોતાના હૃદયને માર્ગે ચાલ્યો ગયો.
因他贪婪的罪孽,我就发怒击打他; 我向他掩面发怒, 他却仍然随心背道。
18 ૧૮ મેં તેના માર્ગો જોયા છે, પણ હું તેને સાજો કરીશ. હું તેને દોરીશ અને દિલાસો આપીશ અને તેને માટે શોક કરનારાઓને સાંત્વના આપીશ,
我看见他所行的道,也要医治他; 又要引导他, 使他和那一同伤心的人再得安慰。
19 ૧૯ અને હું હોઠોનાં ફળો ઉત્પન્ન કરીશ, જેઓ દૂર તથા પાસે છે તેઓને શાંતિ, શાંતિ થાઓ,” યહોવાહ કહે છે “તેઓને હું સાજા કરીશ.”
我造就嘴唇的果子; 愿平安康泰归与远处的人, 也归与近处的人; 并且我要医治他。 这是耶和华说的。
20 ૨૦ પણ દુષ્ટો તોફાની સમુદ્રના જેવા છે, જે શાંત રહી શકતા નથી, અને તેનાં પાણી કીચડ તથા કાદવથી ડહોળા થાય છે.
惟独恶人,好像翻腾的海, 不得平静; 其中的水常涌出污秽和淤泥来。
21 ૨૧ “દુષ્ટોને માટે કંઈ શાંતિ હોતી નથી,” એમ ઈશ્વર કહે છે.
我的 神说:恶人必不得平安!