< યશાયા 55 >
1 ૧ હે સર્વ તૃષિત જનો, તમે પાણીની પાસે આવો! અને જેની પાસે કંઈ પણ નાણું નથી તે, તમે સર્વ આવો, ખરીદો અને ખાઓ! આવો, નાણાં વિના અને વિના મૂલ્યે દ્રાક્ષારસ અને દૂધ લઈ જાઓ.
О, всі спра́гнені, — йдіть до води́, а ви, що не маєте срі́бла, — ідіть, купіть жи́вности — й їжте! І йдіть, без срібла́ купіть жи́вности, і без платні́ вина й молока!
2 ૨ જે રોટલી નથી તેને સારુ ચાંદી શા માટે ખર્ચો છો? અને જેનાથી તૃપ્તિ થતી નથી તેને માટે મહેનત શા માટે કરો છો? કાન દઈને મારું સાંભળો અને સારો ખોરાક ખાઓ તથા ચરબીથી તમારા જીવને ખુશ કરો.
На́що будете ва́жити срі́бло за те, що не хліб, і працю вашу за те, що не си́тить? Послухайте пильно Мене, й спожива́йте добро́, — і нехай розкошу́є у на́ситі ваша душа!
3 ૩ કાન દો અને મારી પાસે આવો! સાંભળો એટલે તમે જીવતા રહેશો! હું તમારી સાથે સદાકાળનો કરાર કરીશ, જે કરારનું વિશ્વાસુપણું મેં દાઉદને આપ્યું હતું.
Нахиліть своє ву́хо, й до Мене прийді́ть, послухайте, й жи́тиме ваша душа! І Я з вами складу́ заповіта навіки на незмінні Давидові милості.
4 ૪ જુઓ, મેં તેને લોકોને માટે સાક્ષી, તેઓને માટે સરદાર તથા અધિકારી ઠરાવી આપ્યો છે.
Отож, Його дав Я за свідка наро́дам, за проводиря́ та влади́ку наро́дам.
5 ૫ જુઓ, જે દેશને તું જાણતો નથી તેને તું બોલાવશે; અને જે દેશ તને જાણતો નથી, તે તારા ઈશ્વર યહોવાહને લીધે તારી પાસે દોડી આવશે. તે ઇઝરાયલના પવિત્રને લીધે જેણે તને પ્રતાપી કર્યો છે.
Тож покличеш наро́д, що не знаєш його, і той люд, що не знає тебе, і вони поспіша́ться до тебе, ради Господа, Бога твого́, і ради Святого Ізраїлевого, що просла́вив тебе.
6 ૬ યહોવાહ મળે છે ત્યાં સુધીમાં તેમને શોધો; તે પાસે છે ત્યાં સુધીમાં તેને હાંક મારો.
Шукайте Господа, доки можна знайти Його, кличте Його, як Він близько!
7 ૭ દુષ્ટ માણસ પોતાનો માર્ગ છોડે અને પાપી માણસ પોતાના વિચારો તજી દે. તેને યહોવાહ, આપણા ઈશ્વરની પાસે પાછા ફરવા દો અને તે તેમના પર દયા કરશે અને સંપૂર્ણ ક્ષમા કરશે.
Хай безбожний покине дорогу свою, а круті́й — свої за́думи, і хай до Господа зве́рнеться, — і його Він помилує, і до нашого Бога, бо Він пробачає багато!
8 ૮ “કેમ કે મારા વિચારો તે તમારા વિચારો નથી, તેમ તમારા માર્ગો તે મારા માર્ગો નથી” એમ યહોવાહ કહે છે.
Бо ваші думки́ — не Мої це думки́, а доро́ги Мої — то не ваші доро́ги, говорить Господь.
9 ૯ “કેમ કે જેમ આકાશો પૃથ્વીથી ઊંચાં છે, તેમ મારા માર્ગો તમારા માર્ગોથી અને મારા વિચારો તમારા વિચારોથી ઊંચા છે.
Бо наскільки небо вище за землю, настільки вищі доро́ги Мої за ваші доро́ги, а думки́ Мої — за ваші думки́.
10 ૧૦ કેમ કે જેમ વરસાદ અને હિમ આકાશથી પડે છે અને ભૂમિને સિંચ્યા વિના, તેને ફળદ્રુપ કર્યા વિના તથા વાવનારને અનાજ તથા ખાનાર ને અન્ન આપ્યા વિના વચનો પાછાં ફરતાં નથી.
Бо як дощ чи то сніг сходить з неба й туди не верта́ється, аж поки землі не напо́їть і родю́чою вчинить її, і насіння дає сіваче́ві, а хліб їдуно́ві, —
11 ૧૧ તે પ્રમાણે મારું જે વચન મારા મુખમાંથી નીકળે છે: તે નિરર્થક પાછું ફરશે નહિ, પણ જે હું ચાહું છું તેને પરિપૂર્ણ કરશે અને જે માટે મેં તેને મોકલ્યું હતું તેમાં તે સફળ થશે.
так буде і Слово Моє, що вихо́дить із уст Моїх: порожнім до Мене воно не верта́ється, але зробить, що Я пожада́в, і буде мати пово́дження в то́му, на що Я його посилав!
12 ૧૨ તમે આનંદસહિત નીકળી જશો અને શાંતિથી તમને દોરી જવામાં આવશે; તમારી આગળ પર્વતો તથા ટેકરીઓ હર્ષનાદ કરવા માંડશે અને ખેતરોનાં સર્વ વૃક્ષો તાળી પાડશે.
Бо з радістю ви́йдете ви, і з ми́ром прова́джені будете. Гори й холми́ будуть тішитися перед вами співа́нням, і всі польові́ дерева́ будуть пле́скати в доло́ні.
13 ૧૩ કાંટાનાં ઝાડને સ્થાને લીલોતરી થશે અને જંગલનાં ગુલાબને સ્થાને મેંદી ઊગશે, અને તે યહોવાહને માટે, તેમના નામને માટે, અનંતકાળના ચિહ્ન તરીકે તેને કાપી નાખવામાં આવશે નહિ.”
На місце терни́ни зросте́ кипари́с, а замість кропи́ви — поя́виться мирт. І стане усе Господе́ві на славу, на вічну ознаку, яка не пони́щиться!