< યશાયા 54 >
1 ૧ “હે સંતાન વિનાની, જેણે બાળકને જન્મ આપ્યો નથી; જેણે પ્રસૂતિની પીડા સહન કરી નથી તે, તું હર્ષનાદ અને જયઘોષ કર. કેમ કે યહોવાહ કહે છે, તજાયેલીનાં છોકરાં પરણેલીનાં છોકરાં કરતાં વધારે છે.
Rejoice, thou barren that bearest not; break forth and cry, thou that dost not travail: for more are the children of the desolate than of her that has a husband: for the Lord has said,
2 ૨ તારા તંબુની જગા વિશાળ કર અને તારા તંબુના પડદા પ્રસાર, રોક નહિ; તારાં દોરડાં લાંબા કર અને ખીલા મજબૂત કર.
Enlarge the place of thy tent, and of thy curtains: fix [the pins], spare not, lengthen thy cords, and strengthen thy pins;
3 ૩ કેમ કે તું જમણે તથા ડાબે હાથે ફેલાઈ જશે અને તારાં સંતાનો દેશો પર કબજો કરશે અને ઉજ્જડ નગરોને ફરીથી વસાવશે.
spread forth [thy tent] yet to the right and the left: for thy seed shall inherit the Gentiles, and thou shalt make the desolate cities to be inhabited.
4 ૪ તું બીશ નહિ કેમ કે તું લજ્જિત થનાર નથી, ગભરાઈશ નહિ કેમ કે તારી બદનામી થનાર નથી; તારી યુવાવસ્થાની શરમ અને તને તજી દેવાયેલીનું કલંક તું ભૂલી જઈશ.
Fear not, because thou has been put to shame, neither be confounded, because thou was reproached: for thou shalt forget thy former shame, and shalt no more at all remember the reproach of thy widowhood.
5 ૫ કેમ કે તારા કર્તા જ તારા છે; તેમનું નામ સૈન્યોના ઈશ્વર યહોવાહ છે. ઇઝરાયલના પવિત્રએ તારા ઉદ્ધારકર્તા છે; તે આખી પૃથ્વીના ઈશ્વર કહેવાય છે.
For [it is] the Lord that made thee; the Lord of hosts is his name: and he that delivered thee, he is the God of Israel, [and] shall be called [so] by the whole earth.
6 ૬ તારા ઈશ્વર કહે છે, તજેલી તથા આત્મામાં ઉદાસ રહેનાર પત્નીની જેમ, એટલે જુવાનીમાં પરણેલી સ્ત્રી અને પછી નકારાયેલી પત્નીની જેમ, યહોવાહે તને બોલાવી છે.
The Lord has not called thee as a deserted and faint-hearted woman, nor as a woman hated from [her] youth, saith thy God.
7 ૭ “મેં ક્ષણવાર તને તજી હતી, પણ હવે પુષ્કળ દયાથી હું તને સ્વીકારીશ.
For a little while I left thee: but with great mercy will I have compassion upon thee.
8 ૮ ક્રોધના આવેશમાં મેં પળવાર તારાથી મારું મુખ ફેરવ્યું હતું; પણ અનંતકાળિક કરારના વિશ્વાસુપણાથી હું તારા પર દયા કરીશ,” તારા બચાવનાર યહોવાહ એમ કહે છે.
In a little wrath I turned away my face from thee; but with everlasting mercy will I have compassion upon thee, saith the Lord that delivers thee.
9 ૯ “કેમ કે મારે માટે તો એ નૂહના જળપ્રલય જેવું છે: જે પ્રમાણે મેં સમ ખાધા હતા કે, નૂહનો જળપ્રલય ફરી પૃથ્વી પર થનાર નથી, તેથી મેં સમ ખાધા છે કે હું તારા પર ફરીથી કદી ક્રોધાયમાન થઈશ નહીં, કે તને ઠપકો દઈશ નહિ.
From the time of the water of Noe this is my [purpose]: as I sware to him at that time, [saying] of the earth, I will no more be wroth with thee, neither when thou art threatened,
10 ૧૦ છતાં જો પર્વતો ખસી જાય અને ડુંગરો હચમચી જાય, તોપણ મારા કરારનું વિશ્વાસુપણું તારી પાસેથી ફરશે નહિ, કે મારો શાંતિનો કરાર ટળશે નહિ,” તારા પર કૃપા રાખનાર યહોવાહ એવું કહે છે.
shall the mountains depart, nor shall thy hills be removed: so neither shall my mercy fail thee, nor shall the covenant of thy peace be at all removed: for the Lord [who is] gracious to thee has spoken [it].
11 ૧૧ હે દુ: ખી, ઝંઝાવાતની થપાટો ખાતી, દિલાસા વગરની, જુઓ, હું તારા પથ્થરો પીરોજમાં બેસાડીશ અને તારા પાયા નીલમના કરીશ.
Afflicted and outcast thou has not been comforted: behold, I [will] prepare carbuncle [for] thy stones, and sapphire for thy foundations;
12 ૧૨ તારા બુરજોને હું માણેકના અને તારા દરવાજા લાલ પથ્થરના અને તારી બહારની દીવાલો રત્ન જડિત કરીશ.
and I will make thy buttresses jasper, and thy gates crystal, and thy border precious stones.
13 ૧૩ અને તારાં સંતાનોને યહોવાહ દ્વારા શીખવવામાં આવશે; અને તારાં સંતાનોને ઘણી શાંતિ મળશે.
And [I will cause] all thy sons [to be] taught of God, and thy children [to be] in great peace.
14 ૧૪ હું તને ન્યાયીપણામાં પુનઃસ્થાપિત કરીશ. તને હવે સતાવણીનો અનુભવ થશે નહિ, તને કંઈ ભય લાગશે નહિ અને કંઈ ભયજનક વસ્તુ તારી પાસે આવશે નહિ.
And thou shalt be built in righteousness: abstain from injustice, and thou shalt not fear; and trembling shall not come nigh thee.
15 ૧૫ જુઓ, જો કોઈ મુશ્કેલી ઊભી કરે, તો તે મારા તરફથી હશે નહિ; જેઓ તારી સામે મુશ્કેલી ઊભી કરશે તેઓ તારી આગળ હારી જશે.
Behold, strangers shall come to thee by me, and shall sojourn with thee, and shall run to thee for refuge.
16 ૧૬ જો, મેં કારીગરને બનાવ્યો છે, જે બળતા અંગારાને ફૂંકે છે અને પોતાના કામ માટે ઓજારો ઘડે છે અને વિનાશકને વિનાશ કરવા માટે મેં ઉત્પન્ન કર્યો છે.
Behold, I have created thee, not as the coppersmith blowing coals, and bringing out a vessel [fit] for work; but I have created thee, not for ruin, that [I] should destroy [thee].
17 ૧૭ તારી વિરુદ્ધ વાપરવા માટે ઘડેલું કોઈ પણ હથિયાર સાર્થક થશે નહિ; અને જે કોઈ તારી વિરુદ્ધ બોલશે તેને તું દોષિત ઠરાવીશ. એ યહોવાહના સેવકોનો વારસો છે અને તેમનું ન્યાયીપણું મારાથી છે” એમ યહોવાહ કહે છે.
I will not suffer any weapon formed against thee to prosper; and every voice that shall rise up against thee for judgment, thou shalt vanquish them all; and thine adversaries shall be [condemned] thereby. There is an inheritance to them that serve the Lord, and ye shall be righteous before me, saith the Lord.