< યશાયા 52 >
1 ૧ હે સિયોન, જાગૃત થા, જાગૃત થા, તારા સામર્થ્યથી વેષ્ટિત થા; હે યરુશાલેમ, પવિત્ર નગર, તારાં સુંદર વસ્ત્રો પહેરી લે; કેમ કે હવે પછી બેસુન્નતી તથા અશુદ્ધ કદી તારામાં પ્રવેશ કરશે નહિ.
ए सियोन, जाग्, जाग्, आफ्नो शक्ति धारण गर् । ए यरूशलेम, पवित्र सहर, आफ्नो सुन्दर पोशाक लगा । किनकि खतना नगरिएका वा अशुद्धचाहिं फेरि कहिल्यै तँभित्र पस्नेछैन ।
2 ૨ હે યરુશાલેમ, તારા પરની ધૂળ ખંખેરી નાખ, ઊઠ અને બેસ: હે સિયોનની બંદીવાન દીકરી, તારી ગરદન પરની સાંકળ કાઢી નાખ.
आफैबाट धूलो टक्टक्या । ए यरूशलेम उठ् र बस् । ए सियोनकी कैदी छोरी, आफ्नो घाँटीबाट साङ्ला निकाल् ।
3 ૩ કેમ કે યહોવાહ કહે છે, “તમે મફત વેચાયા હતા અને નાણાં વિના તમે છોડાવી લેવામાં આવશો.”
किनकि परमप्रभु यसो भन्नुहुन्छ, “तिमीहरू सित्तैंमा बेचिएका थियौ, अनि पैसाविना नै तिमीहरूको छुटकारा हुनेछ ।”
4 ૪ કેમ કે પ્રભુ યહોવાહ એવું કહે છે, “શરૂઆતમાં મારા લોકો મિસરમાં અસ્થાયી વસવાટ કરવા માટે ગયા હતા; આશ્શૂરે હમણાં જ તેમના ઉપર જુલમ કર્યો.”
किनकि परमप्रभु परमेश्वर यसो भन्नुहुन्छ, “सुरुमा मेरा मानिसहरू अस्थायी रूपमा बसोवास गर्न मिश्रदेशमा गए । अनि अश्शूरले तिनीहरूलाई कुनै ठिक कारणविना नै अत्याचार गर्यो ।
5 ૫ આ યહોવાહની ઘોષણા છે: “હવે અહીં મારે શું કરવું, કેમ કે મારા લોકને વિના કારણે લઈ જવામાં આવ્યા છે? તેઓના અધિકારીઓ બૂમ પાડે છે અને મારા નામની સતત આખો દિવસ નિંદા કરે છે.” આ યહોવાહની ઘોષણા છે.
यो परमप्रभुको घोषणा हो, मेरा मानिसहरू सित्तैंमा लगिएको देख्दा, अब मसँग यहाँ के छ र? यो परमप्रभुको घोषणा हो, तिनीहरूमाथि शासन गर्नेहरूले तिनीहरूलाई खिसी गर्छन् र दिनभरि मेरो नाउँको निरन्तर निन्दा हुन्छ ।
6 ૬ તેથી મારા લોકો મારું નામ જાણશે; તેઓ તે દિવસે જાણશે કે મેં જ આ કહ્યું હતું. હું જ તે છું!”
यसकारण मेरा मानिसहरूले मेरो नाउँ जान्नेछन् । “हो, त्यो म नै हुँ” भन्ने म नै हुँ भनी तिनीहरूले त्यस दिन जान्नेछन् ।
7 ૭ સુવાર્તાનો સંદેશ લાવનારનાં પગલાં પર્વતો પર કેવાં શોભાયમાન છે, જે શાંતિની જાહેરાત કરે છે, જે વધામણીના સમાચાર લાવે છે, જે ઉદ્ધારની વાત જાહેર કરે છે, જે સિયોનને કહે છે, “તારા ઈશ્વર રાજ કરે છે!”
असल समाचार ल्याउने दूतहरूका गोडाहरू पहडाहरूमाथि कति सुन्दर, जसले शन्तिको घोषणा गर्छन्, जसले असल समाचार ल्याउँछन्, जसले उद्धारको घोषणा गर्छन्, जसले सियोनलाई भन्छन्, “तेरो परमेश्वरले राज्य गर्नुहुन्छ!” ।
8 ૮ સાંભળ, તારા ચોકીદારો પોકારે છે, તેઓ સાથે હર્ષનાદ કરે છે, કેમ કે યહોવાહ કેવી રીતે સિયોનમાં પાછા આવે છે, તે તેઓ નજરોનજર જોશે.
सुन्, तिमीहरूका रक्षकहरूले आफ्ना सोर उच्च पार्छन्, तिनीहरू आनन्दले कराउँछन्, किनकि आफ्ना हरेक आँखाले तिनीहरूले परमप्रभु सयोनमा फर्कनुभएको देख्नेछन् ।
9 ૯ હે યરુશાલેમનાં ખંડિયેર, તમે સર્વ હર્ષનાદ કરી ગાયન કરો; કેમ કે યહોવાહે પોતાના લોકોને દિલાસો આપ્યો છે; તેમણે યરુશાલેમનો ઉદ્ધાર કર્યો છે.
ए यरूशलेमको भग्नावशेषहरू, आनन्दको गीत सँगसँगै गाओ । किनकि परमप्रभुले आफ्ना मानिसहरूलाई सान्त्वना दिनुभएको छ । उहाँले यरूशलेमको उद्धार गर्नुभएको छ ।
10 ૧૦ યહોવાહે સર્વ દેશોને જોતાં પોતાનો પવિત્ર ભુજ ઉઘાડો કર્યો છે; આખી પૃથ્વી આપણા ઈશ્વરે કરેલો ઉદ્ધાર નિહાળશે.
परमप्रभुले आफ्नो पवित्र बाहुली सबै जातिहरूको दृष्टिमा प्रकट गर्नुभएको छ । सारा पृथ्वीले हाम्रा परमेश्वरको उद्धार देख्नेछ ।
11 ૧૧ જાઓ, જાઓ ત્યાંથી બહાર જાઓ; કોઈ અશુદ્ધ વસ્તુને અડકશો નહિ; તેઓની મધ્યેથી બહાર જાઓ; તમે જેઓ યહોવાહનાં પાત્રો ઊંચકનારા છો તે, તમે શુદ્ધ થાઓ.
छोड, छोड, त्यहाँबाट बाहिर जाओ । अशुद्ध कुनै कुरा नछोओ । त्यसको माझबाट जाओ । आफैलाई शुद्ध बनाओ, तिमीहरू जसले परमप्रभुको पात्रलाई बोक्छौ ।
12 ૧૨ કેમ કે તમારે ઉતાવળથી નીકળવાનું નથી કે ગભરાટમાં છોડવાનું નથી; કેમ કે યહોવાહ તમારી આગળ જાય છે; અને ઇઝરાયલના ઈશ્વર તમારા પીઠરક્ષક થશે.
किनकि तिमीहरू हतारमा बाहिर जानेछैनौ, न तिमीहरूले त्रासमा छोड्नेछौ । किनकि परमप्रभु तिमीहरूको अगि-अगि जानुहुनेछ । अनि इस्राएलको परमेश्वर नै तिमीहरू पछाडिको रक्षक हुनुहुनेछ ।
13 ૧૩ જુઓ, મારો સેવક ડહાપણથી વર્તશે અને સફળ થશે; તે ઊંચો અને ઉન્નત થશે, તે અતિ ગૌરવશાળી થશે.
हेर, मेरो सेवकले बुद्धिमान् भएर काम गर्नेछ । ऊ उच्च हुनेछ र माथि उचालिनेछ र उसलाई उचालिनेछ ।
14 ૧૪ જે પ્રમાણે લોકો તને જોઈને ભયભીત થયા - તેનું રૂપ માણસનાં રૂપ કરતા અલગ હતું, તેથી તેનો દેખાવ એવો હતો કે માણસ જ ન લાગે.
जसरी तँसँग धेरै जना त्रसित भएका थिए— उसको अनुहार कुनै मानिसको भन्दा धेरै कुरूप बनाइएको थियो, र उसको स्वरूप कुनै मानिसको जस्तो देखिएन ।
15 ૧૫ તેથી ઘણા દેશો તેને જોઈને આશ્ચર્યચકિત થશે; રાજાઓ તેને કારણે પોતાના મુખ બંધ રાખશે. કારણ કે તેઓને જે કહેવામાં આવ્યું નહોતું તે તેઓ જોશે અને જે તેઓએ સાંભળ્યું નહોતું તે તેઓ સમજશે.
तापनि मेरो सेवकले धेरै जातिहरूलाई छर्कनेछ र उसको कारणले राजाहरूले आफ्ना मुख बन्द गर्नेछन् । किनकि तिनीहरूलाई नभनिएको कुरा तिनीहरूले देख्नेछन् र तिनीहरू नसुनेका कुरा तिनीहरूले बुझ्नेछन् ।