< યશાયા 51 >
1 ૧ તમે જેઓ ન્યાયીપણાને અનુસરો છો, તમે જેઓ યહોવાહને શોધો છો, તમે મારું સાંભળો: જે ખડકમાંથી તમને કોતરી કાઢવામાં આવ્યા છે અને જે ખાણમાંથી તમને ખોદી કાઢવામાં આવ્યા છે તેની તરફ જુઓ.
౧నీతిని అనుసరిస్తూ యెహోవాను వెతుకుతూ ఉండే మీరు, నా మాట వినండి. ఏ బండ నుంచి మిమ్మల్ని చెక్కారో ఏ గని నుంచి మిమ్మల్ని తవ్వారో దాన్ని గమనించండి.
2 ૨ તમારા પિતા ઇબ્રાહિમને અને તમારી જનેતા સારાને નિહાળો; તે એકલો જ હતો ત્યારે મેં તેને બોલાવ્યો, મેં તેને આશીર્વાદ આપીને તેની વૃદ્ધિ કરી.
౨మీ తండ్రి అబ్రాహామును, మిమ్మల్ని కనిన శారాను గమనించండి. అతడు ఒంటరిగా ఉన్నప్పుడు నేను అతన్ని పిలిచాను. అతన్ని దీవించి అనేకమందిగా చేశాను.
3 ૩ હા, યહોવાહ સિયોનને દિલાસો આપશે; તેની સર્વ ઉજ્જડ જગાઓને દિલાસો આપશે; તેના અરણ્યને એદન સરખું અને રણને યર્દન નદીની ખીણની બાજુમાં યહોવાહના ઉપવન સરખું કર્યું છે; આનંદ અને ઉત્સવ તેનામાં મળી આવશે, ત્યાં આભારસ્તુતિ તથા ગીતોનો અવાજ સંભળાશે.
౩యెహోవా సీయోనును ఆదరిస్తాడు. పాడైన దాని స్థలాలన్నిటినీ ఆయన ఆదరిస్తాడు. దాని అరణ్య ప్రదేశాన్ని ఏదెనులాగా చేశాడు. దాని ఎడారి భూములు యెహోవా తోటలాగా చేస్తున్నాడు. దానిలో ఆనందం, సంతోషం, కృతజ్ఞత, సంగీతనాదం, ఉంటాయి.
4 ૪ “હે મારા લોકો, મારી વાત પર ધ્યાન આપો; હે મારી પ્રજા, મારી વાત સાંભળો! કેમ કે નિયમ મારી પાસેથી નીકળશે અને હું મારો ન્યાયચુકાદો દેશોના અજવાળાંને માટે સ્થાપિત કરીશ.
౪నా ప్రజలారా, నా మీద దృష్టి పెట్టండి. నా మాట వినండి! నేనొక ఆజ్ఞ జారీ చేస్తాను. రాజ్యాలకు వెలుగుగా నా న్యాయాన్ని ఉంచుతాను.
5 ૫ મારું ન્યાયીપણું પાસે છે; હું જે ઉદ્ધાર કરવાનો છું તે બહાર પ્રગટ થશે અને મારા ભુજ દેશોનો ન્યાય કરશે; દ્વીપો મારી પ્રતિક્ષા કરશે, મારા ભુજની તેઓ આતુરતાથી રાહ જોશે.
౫నా నీతి దగ్గరగా ఉంది. నా విడుదల బయలుదేరుతుంది. నా చెయ్యి రాజ్యాలను శిక్షిస్తుంది. ద్వీపాల్లో ఉండేవాళ్ళు నా కోసం ఎదురు చూస్తారు. వాళ్ళు నా చేతి వైపు ఆశతో చూస్తారు.
6 ૬ તમારી દૃષ્ટિ આકાશ તરફ ઊંચી કરો અને નીચે પૃથ્વી તરફ નજર કરો, કેમ કે આકાશ ધુમાડાની જેમ જતું રહેશે, પૃથ્વી વસ્ત્રની જેમ જીર્ણ થશે અને તેના રહેવાસીઓ માખીઓની જેમ મરણ પામશે. પણ મેં કરેલો ઉદ્ધાર સદાકાળ રહેશે અને મારું ન્યાયીપણું ક્યારેય કામ કરવાનું બંધ કરશે નહિ.
౬ఆకాశం వైపు మీ కళ్ళు ఎత్తండి. కిందున్న భూమిని చూడండి. అంతరిక్షం, పొగలాగా కనిపించకుండా పోతుంది. భూమి బట్టలాగా మాసిపోతుంది. దాని నివాసులు ఈగల్లాగా చస్తారు. అయితే నా రక్షణ ఎప్పటికీ ఉంటుంది. నా నీతికి అంతం ఉండదు.
7 ૭ જેઓ જાણે છે કે સાચું શું છે અને જેઓના હૃદયમાં મારો નિયમ છે, તેઓ મારું સાંભળો: માણસોની નિંદાથી બીશો નહિ કે તેઓના મહેણાંથી ડરશો નહિ.
౭సరైనది అంటే ఏంటో తెలిసిన మీరు నా మాట వినండి. నా చట్టాన్ని మీ హృదయంలో ఉంచుకున్న మీరు, వినండి. మనుషుల నిందకు భయపడవద్దు. వారి దూషణకు దిగులుపడవద్దు.
8 ૮ કેમ કે ઉધાઈ તેઓને વસ્ત્રની જેમ ખાઈ જશે અને કીડા તેઓને ઊનને જેમ કોતરી ખાશે; પણ મારું ન્યાયીપણું સદાકાળ ટકશે અને મેં કરેલો ઉદ્ધાર પેઢી દરપેઢી રહેશે.”
౮చిమ్మెట బట్టలను కొరికేసినట్టు వారిని కొరికేస్తుంది. పురుగు, బొచ్చును కొరికేసినట్టు వారిని కొరికేస్తుంది. అయితే నా నీతి ఎప్పటికీ నిలిచి ఉంటుంది. నా రక్షణ తరతరాలుంటుంది.
9 ૯ હે યહોવાહના ભુજ, જાગૃત થા, જાગૃત થા, સામર્થ્યના વસ્ત્રો પહેરી લો. પૂર્વકાળની જેમ, પુરાતન કાળની પેઢીઓમાં થયું તેમ જાગૃત થા. જેણે રાહાબના ટુકડેટુકડા કરી નાખ્યા, જેણે અજગરને વીંધ્યો, તે જ તમે નથી?
౯యెహోవా హస్తమా లే! బలం ధరించుకో. పూర్వకాలంలో పురాతన తరాల్లో లేచినట్టు లే. భయంకరమైన సముద్ర జంతువును నరికివేసింది నువ్వే గదా? డ్రాగన్ను పొడిచేసింది నువ్వే గదా?
10 ૧૦ જેણે સમુદ્રને, તેનાં અતિ ઊંડાં પાણીને સૂકવી નાખ્યાં અને ઉદ્ધાર પામેલાઓને પાર ઉતારવાને અર્થે સમુદ્રનાં ઊંડાણોમાં થઈને માર્ગ કરી આપ્યો, તે જ તમે નથી?
౧౦చాలా లోతైన నీళ్లున్న సముద్రాన్ని ఇంకిపోయేలా చేసింది నువ్వే గదా? విడుదల పొందినవాళ్ళు దాటిపోయేలా సముద్ర లోతుల్లో దారి చేసింది నువ్వే గదా?
11 ૧૧ યહોવાહથી ઉદ્ધાર પામેલાઓ પાછા આવીને હર્ષનાદસહિત સિયોન પહોંચશે અને તેઓના માથે સદાકાળ આનંદ રહેશે; તેઓને હર્ષ તથા આનંદ પ્રાપ્ત થશે અને દુ: ખ તથા શોક જતાં રહેશે.
౧౧యెహోవా విమోచించినవారు సంగీతనాదంతో సీయోనుకు తిరిగి వస్తారు. వారి తలలమీద ఎప్పటికీ నిలిచే సంతోషం ఉంటుంది. సంతోషానందాలు వారికి నిండుగా ఉంటాయి. దుఃఖం నిట్టూర్పు ఎగిరిపోతాయి.
12 ૧૨ હું, હું જ છું, હું તને દિલાસો આપું છું. જે માણસ મરનાર છે તે, મનુષ્યના સંતાનોને, ઘાસની જેમ બનાવવામાં આવ્યાં છે, તું શા માટે માણસની બીક રાખે છે?
౧౨నేను, నేనే మిమ్మల్ని ఓదారుస్తాను. చనిపోయే మనుషులకు, గడ్డిలాంటి మనుషులకు మీరెందుకు భయపడతారు?
13 ૧૩ તું કેમ તારા કર્તા યહોવાહને ભૂલી ગયો, તેમણે આકાશો પ્રસાર્યાં છે અને પૃથ્વીનો પાયો નાખ્યો છે? જુલમગાર વિનાશ કરવાને તૈયારી કરે છે ત્યારે તું આખો દિવસ તેના ક્રોધને લીધે બીએ છે. જુલમીનો ક્રોધ ક્યાં છે?
౧౩ఆకాశాలను పరచి భూమి పునాదులు వేసిన మీ సృష్టికర్త అయిన యెహోవాను ఎందుకు మరచిపోతున్నారు? బాధించేవాడు ఎంతో కోపంతో మిమ్మల్ని నాశనం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మీరు ప్రతిరోజూ నిరంతర భయంతో ఉన్నారు. బాధించేవాడి కోపం ఏమయింది?
14 ૧૪ જે દબાયેલા છે તે જલદીથી મુકત થશે, યહોવાહ ઉતાવળે તેને છોડાવશે; તે મરશે નહિ અને કબરમાં ઊતરશે નહિ, વળી તેનું અન્ન ખૂટશે નહિ.
౧౪కుంగిపోయిన వారిని యెహోవా త్వరగా విడుదల చేస్తాడు. అతడు గోతిలోకి పోడు. చావడు. అతనికి తిండి లేకుండా పోదు.
15 ૧૫ કેમ કે હું યહોવાહ તમારો ઈશ્વર છું, જે સમુદ્રને ખળભળાવે છે, તેથી તેનાં મોજાંઓ ગર્જના કરે છે; સૈન્યોના ઈશ્વર યહોવાહ તેમનું નામ છે.
౧౫నేను యెహోవాను. నీ దేవుణ్ణి. సముద్రపు అలలు ఘోషించేలా దాన్ని రేపుతాను. నేను సేనల ప్రభువు యెహోవాను.
16 ૧૬ મેં મારાં વચનો તારા મુખમાં મૂક્યાં છે અને મારા હાથની છાયામાં તને ઢાંક્યો છે, જેથી હું આકાશોને સ્થાપું, પૃથ્વીનો પાયો નાખું અને સિયોનને કહું કે, ‘તું મારી પ્રજા છે.’”
౧౬నేను ఆకాశాలను పరచడానికీ భూమికి పునాదులు వేయడానికీ “నువ్వే నా ప్రజ” అని సీయోనుతో చెప్పడానికీ నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పాను.
17 ૧૭ હે યરુશાલેમ જાગૃત થા, જાગૃત થા, ઊભું થા, તેં યહોવાહના હાથથી તેમના કોપનો કટોરો પીધો છે; તેં એ કટોરો પીધો છે, તેં લથડિયાં ખવડાવનારો કટોરો પીને ખાલી કર્યો છે.
౧౭యెరూషలేమా! లే. లేచి నిలబడు. యెహోవా చేతినుంచి కోపంతో నిండిన పాత్రను తీసుకుని తాగినదానా! నువ్వు పాత్రలోనిదంతా తాగావు. తూలేలా తాగావు.
18 ૧૮ જે સર્વ દીકરાઓને તેણે જન્મ આપ્યો છે તેઓમાંનો કોઈ તેને દોરી લઈ જનાર નથી; જે સર્વ દીકરાઓને તેણે મોટા કર્યા છે તેઓમાંનો કોઈ તેનો હાથ પકડીને લઈ જાય એવો નથી.
౧౮ఆమె కనిన కొడుకులందరిలో ఆమెకు దారి చూపేవాడు ఎవడూ లేడు. ఆమె పెంచిన కొడుకులందరిలో ఆమె చెయ్యి పట్టుకునే వాడెవడూ లేడు.
19 ૧૯ તારા પર આ બે દુઃખ આવી પડશે - કોણ તારે લીધે શોક કરશે? - પાયમાલી તથા વિનાશ, દુકાળ તથા તલવાર. કોણ તને સાંત્વના આપશે?
౧౯రెండు విపత్తులు నీ మీదికి వచ్చాయి. నీతో కలిసి ఎవరు ఏడుస్తారు? ధ్వంసం, నాశనం, కరువు, కత్తి నీ మీదికి వచ్చాయి. నిన్నెవరు ఓదారుస్తారు?
20 ૨૦ તારા દીકરાઓ બેહોશ થઈ ગયા છે; તેઓ જાળમાં ફસાયેલા હરણની જેમ, ગલીના દરેક ખૂણામાં પડી રહે છે. તેઓ યહોવાહના કોપથી અને તારા ઈશ્વરના ઠપકાથી ભરપૂર.
౨౦నీ కొడుకులు మూర్ఛపోయారు. దుప్పి వలలో చిక్కుపడినట్టు, ప్రతి వీధిలో పడియున్నారు. యెహోవా కోపంతో నీ దేవుని గద్దింపుతో వారు నిండిపోయారు.
21 ૨૧ માટે હે દુઃખી તથા પીધેલી, પરંતુ દ્રાક્ષારસથી નહિ, તું આ સાંભળ:
౨౧అయితే ద్రాక్షమద్యం లేకుండానే మత్తుగా ఉండి బాధపడినదానా, ఈ మాట విను.
22 ૨૨ તમારા પ્રભુ યહોવાહ, તમારા ઈશ્વર, જે પોતાના લોકો માટે વાદ કરનાર છે, તે એવું કહે છે: “જો, લથડિયાં ખવડાવનારો પ્યાલો મેં તારા હાથમાંથી લઈ લીધો છે, મારા કોપનો કટોરો હવે પછી તું કદી પીનાર નથી.
౨౨నీ యెహోవా ప్రభువు తన ప్రజల పక్షాన వాదించే నీ దేవుడు ఇలా చెబుతున్నాడు, “ఇదిగో, నువ్వు తూలేలా చేసే పాత్రను నా కోపంతో నిండిన ఆ పాత్రను నీ చేతిలోనుంచి తీసివేశాను. నీవది మళ్ళీ తాగవు.
23 ૨૩ હું તેને તારા પર જુલમ કરનારાઓનાં હાથમાં મૂકીશ, જેઓ તને કહેતાં હતાં કે, ‘ઊંધો પડ કે, અમે તારા ઉપર થઈને ચાલીએ;’ તેં તારી પીઠ જમીન જેવી અને તેઓને ચાલવાના રસ્તા જેવી બનાવી દીધી હતી.”
౨౩నిన్ను బాధించేవాళ్ళ చేతిలో దాన్ని పెడతాను. ‘మేము నీ మీద నడిచిపోతాం. సాష్టాంగ పడు’ అని వాళ్ళు నీతో చెబితే నువ్వు నీ వీపును దాటే వారికి దారిగా చేసి నేలకు దాన్ని వంచావు గదా.”