< યશાયા 49 >
1 ૧ હે ટાપુઓ, તમે મારું સાંભળો! હે દૂરના લોકો, તમે ધ્યાન આપો. યહોવાહે જન્મથી મને નામ લઈને, જ્યારે હું મારી માના ગર્ભમાં હતો ત્યારથી બોલાવ્યો છે.
Čujte me, otoci, slušajte pomno, narodi daleki! Jahve me pozvao od krila materina, od utrobe majke moje spomenuo se moga imena.
2 ૨ તેમણે મારું મુખ તીક્ષ્ણ તલવાર જેવું બનાવ્યું છે; તેમણે મને પોતાના હાથની છાયામાં સંતાડ્યો છે; તેમણે મને ઘસીને ચમકતા બાણ સમાન કર્યો છે; તેમના ભાથામાં મને સંતાડી રાખ્યો છે.
Od usta mojih britak mač je načinio, sakrio me u sjeni ruke svoje, od mene je oštru načinio strijelu, sakrio me u svome tobolcu.
3 ૩ તેમણે મને કહ્યું, “ઇઝરાયલ, તું મારો સેવક છે; જેના દ્વારા હું મારી મહિમા બતાવીશ.”
Rekao mi: “Ti si Sluga moj, Izraele, u kom ću se proslaviti!”
4 ૪ મેં વિચાર્યું કે મેં નિરર્થક મહેનત કરી છે, મેં મારું સામર્થ્ય વ્યર્થ ખરચી નાખ્યું છે, તો પણ મારો ઇનસાફ યહોવાહની પાસે છે અને મારો બદલો મારા ઈશ્વર પાસે છે.
A ja rekoh: “Zaludu sam se mučio, nizašto naprezao snagu.” Ipak, kod Jahve je moje pravo, kod mog Boga nagrada je moja. A sad govori Jahve, koji me od utrobe Slugom svojim načini, da mu vratim natrag Jakova, da se sabere Izrael.
5 ૫ હવે યહોવાહ જેમણે મને ગર્ભસ્થાનથી પોતાનો સેવક થવા માટે ઘડ્યો છે, તે કહે છે, યાકૂબને મારી પાસે પાછો ફેરવી લાવ અને ઇઝરાયલને મારી પાસે એકત્ર કર. યહોવાહની દૃષ્ટિમાં હું માન પામેલો છું અને ઈશ્વર મારું સામર્થ્ય થયા છે.
Proslavih se u očima Jahvinim, Bog moj bijaše mi snaga.
6 ૬ તે કહે છે, “તું યાકૂબનાં કુળોને પુનઃસ્થાપિત કરવા તથા ઇઝરાયલના શેષ બચેલાઓને પાછા લાવવા માટે મારો સેવક થાય એ થોડું કહેવાય. હું તને વિદેશીઓ માટે પ્રકાશરૂપ બનાવીશ, જેથી પૃથ્વીના છેડા સુધી તું ઉદ્ધાર પહોંચાડનાર થશે.”
I reče mi: “Premalo je da mi budeš Sluga, da podigneš plemena Jakovljeva i vratiš Ostatak Izraelov, nego ću te postaviti za svjetlost narodima, da spas moj do nakraj zemlje doneseš.”
7 ૭ ઇઝરાયલનો ઉદ્ધાર કરનાર, તેઓના પવિત્ર યહોવાહ એવું કહે છે, જેને લોકો ધિક્કારે છે, રાજ્યો દ્વારા તિરસ્કાર પામેલ, શાસકોના ગુલામ: “રાજાઓ તને જોશે અને ઊભા થશે અને સરદારો તને જોઈને પ્રણામ કરશે, કારણ કે યહોવાહ વિશ્વાસુ છે, ઇઝરાયલનાં પવિત્ર, જેમણે તને પસંદ કર્યો છે.
Ovako govori Jahve, otkupitelj Izraelov, Svetac njegov, onome kog preziru i odbacuju narodi, sluzi silničkome: “Kad vide, dići će se kraljevi, bacit će se ničice knezovi, zbog Jahve, koji je vjernost svoju pokazao, Sveca Izraelova, koji te izabrao.”
8 ૮ યહોવાહ એવું કહે છે: એક સમયે હું મારી કૃપા બતાવીશ અને તને ઉત્તર આપીશ તથા ઉદ્ધારને દિવસે હું તને સહાય કરીશ; હું તારું રક્ષણ કરીશ અને તને લોકોને માટે કરારરૂપ કરીશ, જેથી તું દેશને ફરીથી બાંધે અને નિર્જન ભૂમિનો વારસો વહેંચી આપે.
Ovako govori Jahve: “U vrijeme milosti ja ću te uslišiti, u dan spasa ja ću ti pomoći. Sazdao sam te i postavio za Savez narodu, da zemlju podignem, da nanovo razdijelim baštinu opustošenu,
9 ૯ તું બંદીવાનોને કહેશે, ‘બહાર આવો;’ જેઓ અંધકારમાં છે તેઓને કહેશે, ‘પ્રકાશમાં આવો.’ તેઓ રસ્તાઓ પર અને સર્વ ઢોળાવ પર ચરનારાં ઘેટાં જેવા મુક્ત થશે.
da kažeš zasužnjenima: 'Iziđite!' a onima koji su u tami: 'Dođite na svjetlo!' Oni će pasti uzduž svih putova, i paša će im biti po svim goletima.
10 ૧૦ તેઓને ભૂખ કે તરસ લાગશે નહિ; અને તેઓને લૂ તથા તાપ લાગશે નહિ, કેમ કે જે તેઓ ઉપર દયા કરે છે, તે તેઓને દોરી જશે; પાણીના ઝરાઓની પાસે તેઓને લઈ જશે.
Neće više gladovat' i žeđati, neće ih mučiti žega ni sunce, jer vodit će ih onaj koji im se smiluje, dovest će ih k izvorima vode.
11 ૧૧ મારા સર્વ પર્વતો પર હું માર્ગો બનાવીશ અને મારા રાજમાર્ગોને સપાટ કરીશ.”
Sve gore svoje obratit će u putove, i ceste će se moje povisiti.”
12 ૧૨ જુઓ, તેઓ દૂરથી આવશે, થોડા ઉત્તરથી તથા પશ્ચિમથી; તથા અન્ય સીનીમ દેશમાંથી આવશે.
Gle, jedni dolaze izdaleka, drugi sa sjevera i sa zapada, a neki iz zemlje sinimske.
13 ૧૩ હે આકાશો, ગાઓ અને હે પૃથ્વી, આનંદ કર; હે પર્વતો, તમે જયઘોષ કરવા માંડો! કેમ કે યહોવાહે પોતાના લોકોને દિલાસો આપ્યો છે અને તે પોતાના દુ: ખી લોકો પર દયા કરશે.
Kličite, nebesa, veseli se, zemljo, podvikujte, planine, od veselja; jer Jahve tješi narod svoj, on je milosrdan nevoljnima.
14 ૧૪ પણ સિયોને કહ્યું, “યહોવાહે મને તજી દીધી છે અને પ્રભુ મને ભૂલી ગયા છે.”
Sion reče: “Jahve me ostavi, Gospod me zaboravi.”
15 ૧૫ શું સ્ત્રી પોતાના બાળકને, અરે પોતાના સ્તનપાન કરતા બાળકને ભૂલી જાય, પોતાના પેટના દીકરા પર તે દયા ન કરે? હા, કદાચ તે ભૂલી જાય પરંતુ હું તને ભૂલીશ નહિ.
“Može li žena zaboravit' svoje dojenče, ne imat' sućuti za čedo utrobe svoje? Pa kad bi koja i zaboravila, tebe ja zaboraviti neću.
16 ૧૬ જો, મેં તારું નામ મારી હથેળી પર કોતર્યું છે; તારો કોટ નિત્ય મારી સમક્ષ છે.
Gle, u dlanove sam te svoje urezao, zidovi tvoji svagda su mi pred očima.
17 ૧૭ જ્યારે તારો નાશ કરનાર દૂર જાય છે, ત્યારે તારા છોકરાં ઉતાવળથી પાછાં ફરે છે.
Obnovitelji tvoji hitaju, rušioci tvoji i pustošitelji odlaze od tebe.
18 ૧૮ તારી દૃષ્ટિ ઊંચી કરીને ચારે તરફ જો, તેઓ સર્વ એકઠા થઈને તારી પાસે આવે છે. યહોવાહ કહે છે, “મારા જીવના સમ” તું તે સર્વને આભૂષણની જેમ પહેરશે; કન્યાની જેમ તારી જાતને શણગારશે.
Obazri se oko sebe i pogledaj: sabiru se svi i dolaze k tebi. Života mi moga” - riječ je Jahvina - “svima ćeš se njima zaodjenuti k'o nakitom, i njima ćeš se k'o nevjesta ukrasiti!
19 ૧૯ જો કે તારી ઉજ્જડ તથા વસ્તી વિનાની જગાઓ, તારો પાયમાલ થયેલો દેશ, હવે તારા રહેવાસીઓ માટે તું ખૂબ નાનો હશે અને તને ગળી જનારા દૂર રહેશે.
Jest, tvoje ruševine, tvoje razvaline i tvoja zemlja poharana pretijesna će biti žiteljima tvojim kad se udalje oni što te zatirahu.
20 ૨૦ તારા વિરહના સમયમાં જન્મેલા બાળકો તારા સાંભળતાં કહેશે, ‘આ જગા અમારે માટે ખૂબ સાંકડી છે, અમારે માટે જગા કર કે અમે રહી શકીએ.’
Opet će na tvoje uši reći sinovi kojih si bila lišena: 'Pretijesno mi je mjesto ovo, makni se da se mogu smjestiti.'
21 ૨૧ પછી તું તારા મનમાં કહેશે, ‘મારે માટે આ બાળકોને કોણે જન્મ આપ્યો છે? હું તો નિરાધાર તથા નિઃસંતાન, બંદીવાન તથા છૂટાછેડા પામેલી છું. આ બાળકોને કોણે ઉછેર્યાં છે? જુઓ, હું એકલી રહેતી હતી; આ બાળકો ક્યાંથી આવ્યાં?”
I ti ćeš se u srcu svom zapitati: 'Tko mi rodi sve ove? Bijah bez djece, neplodna, prognana i odbačena, pa tko ih podiže? Bijah, eto, sama ostala, a oni gdje su bili?'”
22 ૨૨ પ્રભુ યહોવાહ એવું કહે છે: “જુઓ, હું વિદેશીઓની તરફ મારો હાથ ઊંચો કરીશ; લોકોની તરફ મારી ધ્વજા ઊંચી કરીશ. તેઓ તારા દીકરાઓને તેમના હાથમાં ઊંચકીને અને તારી દીકરીઓને ખભા પર બેસાડીને લાવશે.
Ovako govori Gospod Jahve: “Evo, dajem rukom znak narodima i zastavu svoju dižem plemenima. Vratit će ti u naručju sinove, nosit će ti kćeri na plećima.
23 ૨૩ રાજાઓ તારા વાલી અને તેઓની રાણીઓ તારી સંભાળ રાખનાર થશે; તેઓ તને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરશે અને તારા પગની ધૂળ ચાટશે; અને ત્યારે તું જાણશે કે, હું યહોવાહ છું; જેઓ મારી વાટ જુએ છે તેઓ કદી લજવાશે નહિ.”
Kraljevi će biti tvoji skrbnici, a kneginje im tvoje dojkinje. Klanjat će ti se licem do zemlje i prah će lizat s tvojih nogu. I znat ćeš da sam ja Jahve: koji se u me uzdaju, neće se posramiti.”
24 ૨૪ શું શૂરવીર પાસેથી લૂંટ છીનવી શકાય અથવા શું જુલમીના હાથમાંથી બંદીવાનોને છોડાવી શકાય?
Može li se otet plijen junaku? Može li sužanj pobjeć pobjedniku?
25 ૨૫ પણ યહોવાહ એવું કહે છે કે: “હા, શૂરવીર પાસેથી બંદીવાનોને લઈ લેવાશે અને લૂંટ છીનવી લેવાશે; કેમ કે હું તારા દુષ્ટોનો વિરોધ કરીશ અને તારાં બાળકોને બચાવીશ.
Da, ovako govori Jahve: “Bit će oduzet sužanj junaku, pobjeći će plijen pobjedniku! S onima koji se s tobom spore ja ću se sporiti, tvoju djecu ja ću izbaviti;
26 ૨૬ અને હું તારા પર જુલમ કરનારાઓને તેઓનું પોતાનું જ માંસ ખવડાવીશ; અને જાણે દ્રાક્ષારસ પીધો હોય, તેમ તેઓ પોતાનું જ રક્ત પીને છાકટા થશે; અને ત્યારે સર્વ માનવજાત જાણશે કે હું, યહોવાહ, તારો ઉદ્ધારનાર અને તારો બચાવ કરનાર છું, હું યાકૂબનો સમર્થ ઈશ્વર છું.”
tlačiteljima ću tvojim dati njihovo meso za jelo i svojom krvlju opit će se kao moštom. I znat će svako tijelo da sam ja Jahve, Spasitelj tvoj, i da je tvoj okupitelj Silni Jakovljev.”