< યશાયા 48 >
1 ૧ હે યાકૂબનાં સંતાનો, આ સાંભળો, જેઓને ઇઝરાયલના નામથી બોલવવામાં આવ્યા છે અને યહૂદિયાના ઝરાથી નીકળી આવેલા છો; તમે જેઓ યહોવાહના નામે સમ ખાઓ છો અને ઇઝરાયલના ઈશ્વરને આહવાન આપો છો, પણ નિષ્ઠાપૂર્વક કે ન્યાયની રીતે નહિ.
౧యూదా సంతానమా! యాకోబు వంశమా! ఈ మాట విను. నిన్ను ఇశ్రాయేలు అనే పేరుతో పిలుస్తున్నారు. నువ్వు యెహోవా నామం తోడని ప్రమాణం చేస్తావు. ఇశ్రాయేలు దేవుని పేరు స్మరిస్తావు. అయితే యథార్థంగా నిజాయితీతో అలా చేయవు.
2 ૨ કેમ કે તેઓ પોતાને પવિત્ર નગરના લોકો કહેવડાવે છે અને ઇઝરાયલના ઈશ્વર પર ભરોસો રાખે છે; જેનું નામ સૈન્યોના ઈશ્વર યહોવાહ છે.
౨మేము పరిశుద్ధ పట్టణవాసులం అనే పేరు పెట్టుకుని, వాళ్ళు ఇశ్రాయేలు దేవుని ఆశ్రయిస్తారు. ఆయన పేరు సేనల ప్రభువైన యెహోవా.
3 ૩ મેં અગાઉની બિનાઓને પ્રગટ કરી હતી; તે મારા મુખેથી નીકળી હતી અને મેં તેઓને જાહેર કરી હતી; પછી મેં અચાનક તે પૂરી કરી અને તેઓ તેમાંથી પસાર થયા.
౩ఈ విషయాలు ఇలా జరుగుతాయని ఎప్పుడో చెప్పాను. అవి నా నోట్లో నుండే వచ్చాయి. నేనే వాటిని తెలియచేశాను. అకస్మాత్తుగా జరిగేలా వాటిని చేశాను.
4 ૪ કારણ કે મને ખબર છે કે તમે હઠીલા હતા, તાર ગળાના સ્નાયુઓ લોખંડ જેવા અને તારું કપાળ પિત્તળ જેવું છે.
౪నువ్వు మూర్ఖుడవనీ నీ మెడ నరాలు ఇనుములాంటివనీ నీ నొసలు కంచులాంటిదనీ నాకు తెలుసు.
5 ૫ તેથી મેં તમને પુરાતન કાળથી જાહેર કર્યું હતું; તે થયા પહેલાં મેં અગાઉથી તમને કહી સંભળાવ્યું હતું, જેથી તમે કહી ના શકો કે, “મારી મૂર્તિએ તેઓને આ કર્યુ છે,” અથવા “મારી કોરેલી મૂર્તિએ તથા ઢાળેલી મૂર્તિએ તે ફરમાવ્યાં છે.”
౫అందుకే ఈ విషయాలు ఎప్పుడో చెప్పాను. అవి జరక్కముందే నేను నీకు చెప్పాను. “నా విగ్రహమే వీటిని చేసింది.” లేకపోతే “నేను చెక్కిన బొమ్మ, లేదా నేను పోతపోసిన బొమ్మ దీన్ని నియమించింది” అని నువ్విక చెప్పలేవు.
6 ૬ તમે તે સાંભળ્યું છે; આ સર્વ પુરાવા જુઓ; અને શું તમે એ સ્વીકારશો નહિ કે મેં જે કહ્યું તે સત્ય છે? હવેથી હું તમને નવી અને ગુપ્ત રાખેલી બિનાઓ કે જે તમે જાણી નથી, તે તમને કહી સંભળાવું છું.
౬నువ్వు ఈ విషయాలు విన్నావు. ఈ వాస్తవమంతా చూడు. నేను చెప్పింది నిజమేనని మీరు ఒప్పుకోరా? ఇక నుంచి కొత్త సంగతులు, నీకు తెలియని గూఢమైన సంగతులు నేను చెబుతాను.
7 ૭ હમણાં, તે ઉત્પન્ન થઈ છે, અગાઉથી તે નહોતી અને આજ સુધી તેં તે સાંભળી પણ નહોતી, તેથી તું એમ કહી શકીશ નહિ, “હા, હું તે જાણતો હતો.”
౭అవి చాలా కాలం క్రితం కలిగినవి కావు. “అవి ఇప్పుడే కలిగాయి. అవి నాకు తెలిసినవే” అని నువ్వు చెప్పకుండేలా ఇంతకుముందు నువ్వు వాటిని వినలేదు.
8 ૮ વળી તેં કદી સાંભળ્યું નહિ; તેં જાણ્યું નહિ; તારા કાન આ બાબતો વિષે અગાઉથી ઊઘડ્યા નહિ. કેમ કે હું જાણતો હતો કે તું તદ્દન કપટી અને જન્મથી તું બંડખોર છે.
౮నువ్వెన్నడూ వాటిని వినలేదు. నీకు తెలియదు. ముందే ఈ విషయాలు నీకు చెప్పలేదు. పుట్టినప్పటినుంచి నువ్వు తిరుగుబోతుగా ఉన్నావనీ పెద్ద మోసగాడిగా ఉన్నావనీ నాకు తెలుసు.
9 ૯ મારા નામની ખાતર હું મારો કોપ મુલતવી રાખીશ અને મારા સન્માનની ખાતર હું તારો નાશ કરવામાં ધીરજ રાખીશ.
౯నా నామం కోసం నేను నిన్ను నిర్మూలం చేయను. నా కోపం చూపించను. నా కీర్తి కోసం మిమ్మల్ని నాశనం చేయకుండా నీ విషయంలో నన్ను నేను తమాయించుకుంటాను.
10 ૧૦ જુઓ, મેં તને ચોખ્ખો કર્યો છે, પણ ચાંદીની માફક નહિ; મેં તને વિપત્તિરૂપી ભઠ્ઠીમાં શુદ્ધ કર્યો છે.
౧౦నేను నిన్ను పుటం వేశాను. అయితే వెండిలా కాదు. బాధల కొలిమిలో నిన్ను పరీక్షించాను.
11 ૧૧ મારા પોતાની ખાતર, મારા પોતાની ખાતર હું તે કાર્ય કરીશ; કેમ કે હું કેવી રીતે મારું નામ અપમાનિત થવાની મંજૂરી આપી શકું? હું મારો મહિમા બીજા કોઈને આપીશ નહિ.
౧౧నా కోసం, నా కోసమే ఆలా చేస్తాను. ఎందుకంటే నా పేరు అవమానానికి ఎందుకు గురి కావాలి? నా ఘనత మరెవరికీ ఇవ్వను.
12 ૧૨ હે યાકૂબ અને મારા બોલાવેલા ઇઝરાયલ, મારું સાંભળો: હું તે જ છું; હું જ પ્રથમ, હું જ છેલ્લો છું.
౧౨యాకోబూ, నేను పిలిచిన ఇశ్రాయేలూ, నా మాట విను. నేనే ఆయన్ని. నేను మొదటివాణ్ణి, చివరివాణ్ణి.
13 ૧૩ હા, મારે હાથે પૃથ્વીનો પાયો નાખ્યો અને મારે જમણે હાથે આકાશોને પ્રસાર્યાં; જ્યારે હું તેઓને બોલાવું છું ત્યારે તેઓ એકસાથે ઊભા થાય છે.
౧౩నా చెయ్యి భూమికి పునాదివేసింది. నా కుడిచెయ్యి ఆకాశాన్ని పరచింది. నేను వాటిని పిలిస్తే అవన్నీ కలిసి నిలుస్తాయి.
14 ૧૪ તમે સર્વ એકત્ર થાઓ અને સાંભળો; તમારામાંથી કોણે આ બાબતો જાહેર કરી છે? યહોવાહના સાથીઓ બાબિલ વિરુદ્ધ તેનો હેતુ પૂરો કરશે. તે ખાલદીઓ વિરુદ્ધ યહોવાહની ઇચ્છા પૂર્ણ કરશે.
౧౪మీరంతా ఒక చోటికి వచ్చి నా మాట వినండి. మీలో ఎవరు ఈ విషయాలు తెలియచేశారు? యెహోవా మిత్రుడు బబులోనుకు విరోధంగా తన ఉద్దేశాన్ని నేరవేరుస్తాడు. అతడు యెహోవా ఇష్టాన్ని కల్దీయులకు విరోధంగా జరిగిస్తాడు.
15 ૧૫ હું, હા, હું જ તે બોલ્યો છું, મેં તેને બોલાવ્યો છે, હું તેને લાવ્યો છું અને તે સફળ થશે.
౧౫ఔను. నేనే ఇలా చెప్పాను. నేనే అతణ్ణి పిలిచాను. నేనే అతణ్ణి రప్పించాను. అతడు చక్కగా చేస్తాడు.
16 ૧૬ મારી પાસે આવો, આ સાંભળો; પ્રારંભથી હું ગુપ્તમાં બોલ્યો નથી; તે થયું ત્યારથી હું ત્યાં છું; અને હવે પ્રભુ યહોવાહે મને અને તેમના આત્માને મોકલ્યા છે.
౧౬నా దగ్గరికి రండి. ఈ విషయం వినండి. మొదటినుంచి నేను రహస్యంగా మాట్లాడలేదు. అది జరిగేటప్పుడు నేనక్కడే ఉన్నాను. ఇప్పుడు యెహోవా ప్రభువు తన ఆత్మతో నన్ను పంపాడు.
17 ૧૭ તારો ઉદ્ધાર કરનાર યહોવાહ, ઇઝરાયલના પવિત્ર આ કહે છે: “હું યહોવાહ તારો ઈશ્વર છું, જે તને સફળ કેવી રીતે થવું તે તને શીખવું છું. તારે જે માર્ગે જવું જોઈએ તે પર હું તને લઈ જાઉં છું.
౧౭నీ విమోచకుడు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు యెహోవా ఇలా చెబుతున్నాడు. “నేను నీ దేవుణ్ణి. యెహోవాను. నువ్వెలా సాధించగలవో నీకు బోధిస్తాను. నువ్వు వెళ్ళాల్సిన దారిలో నిన్ను నడిపిస్తాను.
18 ૧૮ જો તેં મારી આજ્ઞાઓ પાળી હોત તો કેવું સારું! પછી તારી શાંતિ અને સમૃદ્ધિ એક નદીની જેવી વહેતી હોત અને તારો ઉદ્ધાર સમુદ્રનાં મોજાં જેવો થાત.
౧౮నువ్వు నా ఆజ్ఞలను పాటిస్తే ఎంత బాగుంటుంది! అప్పుడు నీ శాంతి, సౌభాగ్యం నదిలా పారేవి. నీ విడుదల సముద్రపు అలల్లా ఉండేది.
19 ૧૯ તારાં વંશજો રેતી જેટલા અસંખ્ય અને તારા પેટના સંતાન રેતીના કણ જેટલાં અસંખ્ય થાત; તેઓનું નામ મારી સંમુખથી નાબૂદ થાત નહિ કે મારી આગળથી કપાઈ જાત નહિ.
౧౯నీ సంతానం ఇసుకంత విస్తారంగా నీ గర్భఫలం దాని రేణువుల్లాగా విస్తరించేవారు. వారి పేరు నా దగ్గర నుంచి కొట్టివేయడం జరిగేది కాదు.
20 ૨૦ બાબિલમાંથી બહાર નીકળો, ખાલદીઓની પાસેથી નાસી જાઓ! હર્ષનાદના અવાજથી આ જાહેર કરો! આ વાત પ્રગટ કરો, પૃથ્વીના છેડા સુધી તેને પ્રગટ કરો અને કહો, “યહોવાહે પોતાના સેવક યાકૂબનો ઉદ્ધાર કર્યો છે.
౨౦బబులోను నుంచి బయటికి రండి! కల్దీయుల దేశంలో నుంచి పారిపొండి! యెహోవా తన సేవకుడైన యాకోబును విమోచించాడు” అనే విషయం ఉత్సాహంగా ప్రకటించండి! అందరికీ తెలిసేలా చేయండి! ప్రపంచమంతా చాటించండి!
21 ૨૧ તે તેઓને રણમાં દોરી લઈ ગયા તો પણ તેઓ તરસ્યા રહ્યા નહિ; તેમણે તેઓને માટે ખડકમાંથી પાણી વહેવડાવ્યું; વળી તેમણે ખડક ફાડ્યો અને પાણી ખળખળ વહ્યું.
౨౧ఎడారుల్లో ఆయన వారిని నడిపించినప్పుడు వారికి దాహం వేయలేదు. వారి కోసం బండలోనుంచి నీళ్లు ఉబికేలా చేశాడు. ఆయన ఆ బండ చీల్చాడు. నీళ్లు పెల్లుబికాయి.
22 ૨૨ યહોવાહ કહે છે, “દુષ્ટોને કંઈ શાંતિ હોતી નથી.”
౨౨“దుష్టులకు నెమ్మది ఉండదు” అని యెహోవా చెబుతున్నాడు.