< યશાયા 48 >

1 હે યાકૂબનાં સંતાનો, આ સાંભળો, જેઓને ઇઝરાયલના નામથી બોલવવામાં આવ્યા છે અને યહૂદિયાના ઝરાથી નીકળી આવેલા છો; તમે જેઓ યહોવાહના નામે સમ ખાઓ છો અને ઇઝરાયલના ઈશ્વરને આહવાન આપો છો, પણ નિષ્ઠાપૂર્વક કે ન્યાયની રીતે નહિ.
Услышите сия, доме Иаковль, прозваннии именем Израилевым и изшедшии из Иуды, кленущиися именем Господа Бога Израилева, поминающии не со истиною, ниже со правдою,
2 કેમ કે તેઓ પોતાને પવિત્ર નગરના લોકો કહેવડાવે છે અને ઇઝરાયલના ઈશ્વર પર ભરોસો રાખે છે; જેનું નામ સૈન્યોના ઈશ્વર યહોવાહ છે.
и придержащиися имени града святаго, и о Бозе Израилеве подтверждающиися: Господь Саваоф имя Ему.
3 મેં અગાઉની બિનાઓને પ્રગટ કરી હતી; તે મારા મુખેથી નીકળી હતી અને મેં તેઓને જાહેર કરી હતી; પછી મેં અચાનક તે પૂરી કરી અને તેઓ તેમાંથી પસાર થયા.
Преждняя еще возвестих, и из уст Моих изыдоша, и слышано бысть: внезапу сотворих, и найде.
4 કારણ કે મને ખબર છે કે તમે હઠીલા હતા, તાર ગળાના સ્નાયુઓ લોખંડ જેવા અને તારું કપાળ પિત્તળ જેવું છે.
Вем, яко жесток еси, и жила железна выя твоя, и чело твое медяно.
5 તેથી મેં તમને પુરાતન કાળથી જાહેર કર્યું હતું; તે થયા પહેલાં મેં અગાઉથી તમને કહી સંભળાવ્યું હતું, જેથી તમે કહી ના શકો કે, “મારી મૂર્તિએ તેઓને આ કર્યુ છે,” અથવા “મારી કોરેલી મૂર્તિએ તથા ઢાળેલી મૂર્તિએ તે ફરમાવ્યાં છે.”
И возвестих ти, яже древле, прежде неже приити на тя: слышана тебе сотворих, да не когда речеши, яко идоли мне сия сотвориша, и не рцы, яко изваянная и слиянная заповедаша мне.
6 તમે તે સાંભળ્યું છે; આ સર્વ પુરાવા જુઓ; અને શું તમે એ સ્વીકારશો નહિ કે મેં જે કહ્યું તે સત્ય છે? હવેથી હું તમને નવી અને ગુપ્ત રાખેલી બિનાઓ કે જે તમે જાણી નથી, તે તમને કહી સંભળાવું છું.
Слышасте вся, и вы не разуместе: но и слышана тебе сотворих новая отныне, яже имут быти:
7 હમણાં, તે ઉત્પન્ન થઈ છે, અગાઉથી તે નહોતી અને આજ સુધી તેં તે સાંભળી પણ નહોતી, તેથી તું એમ કહી શકીશ નહિ, “હા, હું તે જાણતો હતો.”
и не рекл еси: ныне бывают, а не прежде, и не в преждния дни слышал еси сия: не рцы: ей, вем сия.
8 વળી તેં કદી સાંભળ્યું નહિ; તેં જાણ્યું નહિ; તારા કાન આ બાબતો વિષે અગાઉથી ઊઘડ્યા નહિ. કેમ કે હું જાણતો હતો કે તું તદ્દન કપટી અને જન્મથી તું બંડખોર છે.
Не ведел еси, ниже разумел еси, ниже исперва отверзох ушеса твоя: ведех бо, яко отвергая отринеши и беззаконник еще от чрева прозовешися.
9 મારા નામની ખાતર હું મારો કોપ મુલતવી રાખીશ અને મારા સન્માનની ખાતર હું તારો નાશ કરવામાં ધીરજ રાખીશ.
Имене Моего ради покажу ти ярость Мою, и славная Моя наведу на тя, да не потреблю тебе.
10 ૧૦ જુઓ, મેં તને ચોખ્ખો કર્યો છે, પણ ચાંદીની માફક નહિ; મેં તને વિપત્તિરૂપી ભઠ્ઠીમાં શુદ્ધ કર્યો છે.
Се, продах тя не сребра ради: изях же тя из пещи убожества.
11 ૧૧ મારા પોતાની ખાતર, મારા પોતાની ખાતર હું તે કાર્ય કરીશ; કેમ કે હું કેવી રીતે મારું નામ અપમાનિત થવાની મંજૂરી આપી શકું? હું મારો મહિમા બીજા કોઈને આપીશ નહિ.
Мене ради сотворю ти, яко Мое имя оскверняется, и славы Моея иному не дам.
12 ૧૨ હે યાકૂબ અને મારા બોલાવેલા ઇઝરાયલ, મારું સાંભળો: હું તે જ છું; હું જ પ્રથમ, હું જ છેલ્લો છું.
Послушай Мене, Иакове и Израилю, егоже Аз призываю: Аз есмь первый и Аз есмь во век.
13 ૧૩ હા, મારે હાથે પૃથ્વીનો પાયો નાખ્યો અને મારે જમણે હાથે આકાશોને પ્રસાર્યાં; જ્યારે હું તેઓને બોલાવું છું ત્યારે તેઓ એકસાથે ઊભા થાય છે.
И рука Моя основа землю, и десница Моя утверди небо: призову я, и станут вкупе,
14 ૧૪ તમે સર્વ એકત્ર થાઓ અને સાંભળો; તમારામાંથી કોણે આ બાબતો જાહેર કરી છે? યહોવાહના સાથીઓ બાબિલ વિરુદ્ધ તેનો હેતુ પૂરો કરશે. તે ખાલદીઓ વિરુદ્ધ યહોવાહની ઇચ્છા પૂર્ણ કરશે.
и соберутся вси и услышат: кто им возвести сия? Любя тя сотворих волю твою над Вавилоном, еже отяти племя Халдейско.
15 ૧૫ હું, હા, હું જ તે બોલ્યો છું, મેં તેને બોલાવ્યો છે, હું તેને લાવ્યો છું અને તે સફળ થશે.
Аз глаголах, Аз призвах, приведох и, и благопоспешит путь его.
16 ૧૬ મારી પાસે આવો, આ સાંભળો; પ્રારંભથી હું ગુપ્તમાં બોલ્યો નથી; તે થયું ત્યારથી હું ત્યાં છું; અને હવે પ્રભુ યહોવાહે મને અને તેમના આત્માને મોકલ્યા છે.
Приступите ко Мне и слышите сия, исперва не отай глаголах: егда бываху, тамо бех, и ныне Господь Господь посла Мя и Дух Его.
17 ૧૭ તારો ઉદ્ધાર કરનાર યહોવાહ, ઇઝરાયલના પવિત્ર આ કહે છે: “હું યહોવાહ તારો ઈશ્વર છું, જે તને સફળ કેવી રીતે થવું તે તને શીખવું છું. તારે જે માર્ગે જવું જોઈએ તે પર હું તને લઈ જાઉં છું.
Тако глаголет Господь, Избавивый тя, Святый Израилев: Аз есмь Господь Бог твой, научих тя, еже обрести тебе путь, по немуже пойдеши.
18 ૧૮ જો તેં મારી આજ્ઞાઓ પાળી હોત તો કેવું સારું! પછી તારી શાંતિ અને સમૃદ્ધિ એક નદીની જેવી વહેતી હોત અને તારો ઉદ્ધાર સમુદ્રનાં મોજાં જેવો થાત.
И аще бы еси послушал заповедий Моих, то был бы убо аки река мир твой, и правда твоя яко волна морская,
19 ૧૯ તારાં વંશજો રેતી જેટલા અસંખ્ય અને તારા પેટના સંતાન રેતીના કણ જેટલાં અસંખ્ય થાત; તેઓનું નામ મારી સંમુખથી નાબૂદ થાત નહિ કે મારી આગળથી કપાઈ જાત નહિ.
и было бы яко песок семя твое, и изчадия чрева твоего яко персть земли: ниже ныне потребишися, ниже погибнет имя твое предо Мною.
20 ૨૦ બાબિલમાંથી બહાર નીકળો, ખાલદીઓની પાસેથી નાસી જાઓ! હર્ષનાદના અવાજથી આ જાહેર કરો! આ વાત પ્રગટ કરો, પૃથ્વીના છેડા સુધી તેને પ્રગટ કરો અને કહો, “યહોવાહે પોતાના સેવક યાકૂબનો ઉદ્ધાર કર્યો છે.
Изыди от Вавилона, бежай от Халдеев: глас радости возвестите, и да слышано будет сие, возвестите даже до последних земли, глаголите: избави Господь раба Своего Иакова.
21 ૨૧ તે તેઓને રણમાં દોરી લઈ ગયા તો પણ તેઓ તરસ્યા રહ્યા નહિ; તેમણે તેઓને માટે ખડકમાંથી પાણી વહેવડાવ્યું; વળી તેમણે ખડક ફાડ્યો અને પાણી ખળખળ વહ્યું.
И аще вжаждут, пустынею проведет их и воду из камене изведет им: разсядется камень, и потечет вода, и испиют людие Мои.
22 ૨૨ યહોવાહ કહે છે, “દુષ્ટોને કંઈ શાંતિ હોતી નથી.”
Несть радоватися нечестивым, глаголет Господь.

< યશાયા 48 >