< યશાયા 47 >

1 હે બાબિલની કુંવારી દીકરી, તું નીચે આવીને ધૂળમાં બેસ; હે ખાલદીઓની દીકરી, રાજ્યાસન વિના જમીન પર બેસ. તું હવે પછી ઉમદા અને કોમળ કહેવાશે નહિ.
Sstup a seď v prachu, panno dcero Babylonská, seď na zemi, a ne na trůnu, dcero Kaldejská; nebo nebudou tě více nazývati milostnou a rozkošnou.
2 ઘંટી લઈને લોટ દળ; તારો બુરખો ઉતાર, તારી સુરવાલ ઊંચી કર, પગ ઉઘાડા કર, નદીઓ ઓળંગીને જા.
Chyť se žernovu, a mel mouku; odkrej kadeře své, obnaž nohy, odkrej hnáty, břeď přes řeky.
3 તારી કાયા ઉઘાડી થશે, હા, તારી લાજ પણ જશે: હું વેર લઈશ અને કોઈને છોડીશ નહિ.
Odkryta bude hanba tvá, a ukáže se mrzkost tvá. Mstíti budu, a nedám sobě žádnému překaziti,
4 આપણો ઉદ્ધાર કરનાર, જેમનું નામ સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના પવિત્ર છે.
Praví vykupitel náš, jehož jméno jest Hospodin zástupů, Svatý Izraelský.
5 હે ખાલદીઓની દીકરી, મૌન રહીને બેસ અને અંધારામાં જા; કેમ કે હવે પછી તું રાજ્યોની રાણી કહેવાઈશ નહિ.
Sediž mlče, a vejdi do tmy, dcero Kaldejská; nebo nebudou tě více nazývati paní království.
6 હું મારા લોકો ઉપર કોપાયમાન થયો; મેં પોતાના વારસાને ભ્રષ્ટ કર્યો અને તેઓને તારા હાથમાં સોંપ્યા, પરંતુ તેઁ તેઓના પ્રત્યે દયા રાખી નહિ; તેઁ વૃદ્ધો ઉપર તારી અતિ ભારે ઝૂંસરી મૂકી.
Rozhněval jsem se na lid svůj, v lehkost jsem uvedl dědictví své, a vydal jsem je v ruku tvou, a neprokázalas k nim milosrdenství. Starce jsi obtížila velmi jhem svým,
7 તેં કહ્યું, “હું સર્વકાળ સુધી રાણી તરીકે શાસન કરીશ.” તેં કદી એ વાત ધ્યાનમાં લીધી નહિ અને તેનું પરિણામ શું આવશે એ લક્ષમાં લીધું નહિ.
A říkalas: Na věky budu paní, a nikdy jsi nesložila těch věcí v srdci svém, aniž jsi pamatovala na cíl jeho.
8 તેથી હવે આ સાંભળ, હે એશઆરામમાં નિશ્ચિંત થઈને બેસી રહેનારી, તું તારા હૃદયમાં કહે છે, “હું અસ્તિત્વમાં છું અને મારા જેવું બીજું કોઈ નથી; હું વિધવા તરીકે ક્યારેય બેસીશ નહિ, કે કદી બાળકો ગુમાવવાનો અનુભવ કરીશ નહિ.”
Protož nyní slyšiž toto, ó rozkošná, (kteráž sedíš bezpečně, a říkáš v srdci svém: Já jsem, a není kromě mne žádné; nebuduť vdovou, aniž zvím o sirobě),
9 પરંતુ આ બન્ને વિપત્તિઓ તારી ઉપર એક જ દિવસે એક જ ક્ષણે આવશે એટલે કે બાળકો ગુમાવવાં અને વિધવાવસ્થા; આ સંપૂર્ણ વિપત્તિઓ એક જ દિવસે તારા પર આવશે. પુષ્કળ જાદુ અને જંતરમંતર તથા તાવીજ હોવા છતાં તે તારા પર આવશે.
Že obé to přijde na tě pojednou dne jednoho, i siroba i vdovství. Všecko zúplna přijde na tě, i na množství kouzlů tvých, a na velikou moc čárů tvých.
10 ૧૦ તેં તારી દુષ્ટતા પર ભરોસો રાખ્યો છે; તેં કહ્યું કે, “મને કોઈ જોનાર નથી;” તારી બુદ્ધિ અને તારું ડહાપણ તમને ગેરમાર્ગે દોરી જાય છે, પરંતુ તું તારા હૃદયમાં કહે છે, “હજી હું અસ્તિત્વ ધરાવું છું અને મારા જેવું બીજું કોઈ નથી.”
Nebo doufáš v zlost svou, a říkáš: Žádný mne nevidí. Moudrost tvá a umění tvé, to tě převrátilo, abys říkala v srdci svém: Já jsem, a není kromě mne žádné.
11 ૧૧ તારા પર આફત આવશે; તેને તું જંતરમંતરથી ટાળી શકીશ નહિ. વિનાશ તારા પર આવી પડશે; તે સંકટને તમે દૂર કરી શકશો નહિ. તમને ખબર પડે તે અગાઉ જ આપત્તિ તારા પર ત્રાટકશે.
A protož přijde na tě zlé, jehož východu neznáš, a připadne na tě bída, kteréž nebudeš moci se odžehnati, a přijde na tě pojednou hrozné zpuštění, než zvíš.
12 ૧૨ તેં બાળપણથી વિશ્વાસુપણે જે પઠન કર્યું છે તે તારા મંત્રો અને પુષ્કળ જાદુને ચાલુ રાખજે; કદાચ તું સફળ થશે, કદાચ તું વિનાશને ભય પમાડી શકે.
Postav se nyní s čáry svými, a s množstvím kouzlů svých, jimiž jsi se zaměstknávala od mladosti své, budeš-li moci co prospěti, aneb snad zmocniti se.
13 ૧૩ અધિક સલાહોથી તું કાયર થયેલી છે; તે માણસોને ઊભા થવા દો અને તને બચાવવા દો - જેઓ નક્ષત્રો અને તારાઓ પર નજર રાખે છે, જેઓ નવો ચંદ્ર સૂચવે છે - તારા પર જે આવનાર છે તેમાંથી તારો બચાવ થાય એવું તું માનતી હશે.
Ustáváš s množstvím rad svých. Nechať se nyní postaví hvězdáři, kteříž spatřují hvězdy, a oznamují na každý měsíc, a vysvobodí tě z toho, což přijíti má na tě.
14 ૧૪ જુઓ, તેઓ ખૂપરા જેવા થશે, અગ્નિ તેઓને બાળી નાખશે; તેઓ અગ્નિની જ્વાળાઓથી પોતાને બચાવી શકશે નહિ; ત્યાં તેઓને તાપવા લાયક અંગારા કે પાસે બેસવા લાયક અગ્નિ થશે નહિ.
Aj, jako pleva jsou, oheň popálí je, nevychvátí ani sami sebe z prudkosti plamene; žádného uhlí nezůstane k zhřívání se, ani ohně, aby se mohlo poseděti u něho.
15 ૧૫ જે લોકોની સાથે તેં તારી યુવાનીના સમયથી વેપાર કર્યો છે, તેઓ તારા માટે પરિશ્રમ સિવાય બીજું કશું જ નહિ હોય; તેઓ દરેક પોતપોતાના માર્ગે ભટકતા રહેશે; તને બચાવનાર કોઈ હશે નહિ.
Takť se stane i kupcům tvým, jimiž jsi se zaměstknávala od mladosti své. Jeden každý svou stranou půjde, aniž bude, kdo by tě vysvobodil.

< યશાયા 47 >