< યશાયા 43 >
1 ૧ પણ હવે હે યાકૂબ, તારા ઉત્પન્નકર્તા અને હે ઇઝરાયલ, તારા બનાવનાર યહોવાહ એવું કહે છે, “તું બીશ નહિ, કેમ કે મેં તારો ઉદ્ધાર કર્યો છે; મેં તારું નામ લઈને તને બોલાવ્યો છે, તું મારો છે.
Και τώρα ούτω λέγει Κύριος, ο δημιουργός σου, Ιακώβ, και ο πλάστης σου, Ισραήλ· Μη φοβού· διότι εγώ σε ελύτρωσα, σε εκάλεσα με το όνομά σου· εμού είσαι.
2 ૨ જ્યારે તું પાણીમાં થઈને જઈશ, ત્યારે હું તારી સાથે હોઈશ; અને તું નદીઓમાં થઈને જઈશ, ત્યારે તેઓ તને ડુબાડશે નહિ. જ્યારે તું અગ્નિમાં ચાલીશ, ત્યારે તને આંચ લાગશે નહિ અને જ્વાળા તને બાળશે નહિ.
Όταν διαβαίνης διά των υδάτων, μετά σου θέλω είσθαι· και όταν διά των ποταμών, δεν θέλουσι πλημμυρήσει επί σέ· όταν περιπατής διά του πυρός, δεν θέλεις καή ουδέ θέλει εξαφθή η φλόξ επί σε.
3 ૩ કેમ કે હું યહોવાહ તારો ઈશ્વર છું, હું ઇઝરાયલનો પવિત્ર તારો ઉદ્ધારનાર છું. મેં તારા ઉદ્ધારના બદલામાં મિસર આપ્યો છે, તારે બદલે કૂશ તથા સબા આપ્યાં છે.
Διότι εγώ είμαι Κύριος ο Θεός σου, ο Άγιος του Ισραήλ, ο Σωτήρ σου· διά αντίλυτρόν σου έδωκα την Αίγυπτον· υπέρ σου την Αιθιοπίαν και Σεβά.
4 ૪ કેમ કે તું મારી દૃષ્ટિમાં મૂલ્યવાન તથા સન્માન પામેલો છે, મેં તારા પર પ્રેમ કર્યો છે. તેથી હું તારે બદલે માણસો અને તારા જીવને બદલે લોકો આપીશ.
Αφότου εστάθης πολύτιμος εις τους οφθαλμούς μου, εδοξάσθης και εγώ σε ηγάπησα· και θέλω δώσει ανθρώπους πολλούς υπέρ σου και λαούς υπέρ της κεφαλής σου.
5 ૫ તું બીશ નહિ, કેમ કે હું તારી સાથે છું; હું તારાં સંતાન પૂર્વથી લાવીશ અને પશ્ચિમથી તેઓને એકત્ર કરીશ.
Μη φοβού· διότι εγώ είμαι μετά σού· από ανατολών θέλω φέρει το σπέρμα σου και από δυσμών θέλω σε συνάξει·
6 ૬ હું ઉત્તરને કહીશ, ‘તેઓને છોડી દે;’ અને દક્ષિણને કહીશ, ‘તેઓને અટકાવીશ નહિ;’ મારા દીકરાઓને વેગળેથી અને મારી દીકરીઓને પૃથ્વીને છેડેથી લાવ,
Θέλω ειπεί προς τον βορράν, Δός· και προς τον νότον, Μη εμποδίσης· φέρε τους υιούς μου από μακράν και τας θυγατέρας μου από των άκρων της γης,
7 ૭ જે સર્વને મારા નામમાં બોલાવવામાં આવ્યા છે, જેઓને મેં મારા મહિમાને અર્થે ઉત્પન્ન કર્યા છે તેઓને લાવ; મેં તેઓને બનાવ્યા છે; હા મેં તેઓને પેદા કર્યા છે.
πάντας όσοι καλούνται με το όνομά μου· διότι εδημιούργησα αυτούς διά την δόξαν μου, έπλασα αυτούς και έκαμα αυτούς.
8 ૮ જે લોકો આંખો હોવા છતાં અંધ છે અને કાન છતાં બધિર છે, તેઓને આગળ લાવ.
Εξάγαγε τον λαόν τον τυφλόν και έχοντα οφθαλμούς και τον κωφόν και έχοντα ώτα.
9 ૯ સર્વ પ્રજાઓ એકઠી થાઓ અને લોકો ભેગા થાઓ. તેઓમાંથી કોણ આવી વાત જાહેર કરે અને અગાઉ બનેલી બિના અમને કહી સંભળાવે? તેઓ પોતાને સાચા ઠરાવવા પોતાના સાક્ષીઓ હાજર કરે અને તેઓ સાંભળીને કહે, ‘એ ખરું છે.’
Ας συναθροισθώσι πάντα τα έθνη και ας συναχθώσιν οι λαοί· τις μεταξύ αυτών ανήγγειλε τούτο και έδειξεν εις ημάς τα πρότερα; ας φέρωσι τους μάρτυρας αυτών και ας δικαιωθώσιν· και ας ακούσωσι και ας είπωσι, Τούτο είναι αληθινόν.
10 ૧૦ યહોવાહ કહે છે, “તમે મારા સાક્ષી છો,” અને મારા સેવકને મેં પસંદ કર્યો છે, જેથી તમે મને જાણો અને મારો ભરોસો કરો તથા સમજો કે હું તે છું. મારા અગાઉ કોઈ ઈશ્વર થયો નથી અને મારી પાછળ કોઈ થવાનો નથી.
Σεις είσθε μάρτυρές μου, λέγει Κύριος, και ο δούλός μου, τον οποίον εξέλεξα, διά να μάθητε και να πιστεύσητε εις εμέ και να εννοήσητε ότι εγώ αυτός είμαι· προ εμού άλλος Θεός δεν υπήρξεν ουδέ θέλει υπάρχει μετ' εμέ.
11 ૧૧ હું, હું જ યહોવાહ છું; અને મારા વિના બીજો કોઈ ઉદ્ધારક નથી.
Εγώ, εγώ είμαι ο Κύριος· και εκτός εμού σωτήρ δεν υπάρχει.
12 ૧૨ મેં તો જાહેર કર્યું છે, બચાવ કર્યો છે અને સંભળાવ્યું છે, કે તમારામાં કોઈ અન્ય દેવ નથી. તમે મારા સાક્ષી છો” અને “હું જ ઈશ્વર છું” એમ યહોવાહ કહે છે.
Εγώ ανήγγειλα και έσωσα και έδειξα· και δεν εστάθη εις εσάς ξένος θεός· σεις δε είσθε μάρτυρές μου, λέγει Κύριος, και εγώ ο Θεός.
13 ૧૩ વળી આજથી હું તે છું અને કોઈને મારા હાથમાંથી છોડાવનાર કોઈ નથી. હું જે કામ કરું છું તેને કોણ ઊંધું વાળશે?”
Και πριν γείνη η ημέρα, εγώ αυτός ήμην· και δεν υπάρχει ο λυτρόνων εκ της χειρός μου· θέλω κάμει και τις δύναται να εμποδίση αυτό;
14 ૧૪ તમારો ઉદ્ધાર કરનાર, ઇઝરાયલના પવિત્ર યહોવાહ કહે છે: “તમારે માટે હું બાબિલને મોકલીશ અને તેઓને બંદીવાસના રૂપમાં નીચે લઈ જઈશ અને બાબિલનો આનંદ, વિલાપના ગીતમાં ફેરવાઈ જશે.
Ούτω λέγει Κύριος, ο Λυτρωτής σας, ο Άγιος του Ισραήλ· διά σας εξαπέστειλα εις την Βαβυλώνα και κατέβαλον πάντας τους φυγάδας αυτής και τους Χαλδαίους τους εγκαυχωμένους εις τα πλοία.
15 ૧૫ હું યહોવાહ, તમારો પવિત્ર, ઇઝરાયલને ઉત્પન્ન કરનાર, તમારો રાજા છું.”
Εγώ είμαι ο Κύριος, ο Άγιός σας, ο Ποιητής του Ισραήλ, ο Βασιλεύς σας.
16 ૧૬ જે યહોવાહ સમુદ્રમાં માર્ગ અને જબરાં પાણીમાં રસ્તો કરી આપે છે,
Ούτω λέγει Κύριος, όστις έκαμεν οδόν εις την θάλασσαν και τρίβον εις τα ισχυρά ύδατα·
17 ૧૭ જે રથ અને ઘોડાને, લશ્કરને તથા શૂરવીરને બહાર લાવે છે તે હું છું. તેઓ બધા સાથે પડી જશે; તેઓ ફરી ઊઠશે નહિ; તેઓ બુઝાઈ ગયા છે, તેઓ દિવેટની જેમ હોલવાયા છે.
όστις εξήγαγεν αμάξας και ίππους, στράτευμα και ρωμαλέους· πάντα ομού εξηπλώθησαν κάτω, δεν εσηκώθησαν· ηφανίσθησαν, εσβέσθησαν ως στυπίον.
18 ૧૮ તમે અગાઉની વાતોનું સ્મરણ કરશો નહિ, પુરાતન બિનાઓ ધ્યાનમાં લેશો નહિ.
Μη ενθυμήσθε τα πρότερα και μη συλλογίζεσθε τα παλαιά.
19 ૧૯ જુઓ, હું એક નવું કામ કરનાર છું; તે હમણાં શરૂ થશે; શું તમે તે સમજી શકતા નથી? હું તો અરણ્યમાં માર્ગ તથા ઉજ્જડ પ્રદેશમાં નદીઓ કરી આપીશ.
Ιδού, εγώ θέλω κάμει νέον πράγμα· τώρα θέλει ανατείλει· δεν θέλετε γνωρίσει αυτό; θέλω βεβαίως κάμει οδόν εν τη ερήμω, ποταμούς εν τη ανύδρω.
20 ૨૦ જંગલનાં હિંસક પશુઓ, શિયાળો તથા શાહમૃગો મને માન આપશે, કારણ કે, મારા પસંદ કરેલા લોકોને પીવા માટે હું અરણ્યમાં પાણી તથા ઉજ્જડ પ્રદેશમાં નદીઓ કરી આપું છું.
Τα θηρία του αγρού θέλουσι με δοξάσει, οι θώες και οι στρουθοκάμηλοι· διότι δίδω ύδατα εις την έρημον, ποταμούς εις την άνυδρον, διά να ποτίσω τον λαόν μου, τον εκλεκτόν μου.
21 ૨૧ મેં આ લોકને મારા પોતાને માટે બનાવ્યા છે, જેથી તેઓ મારી સ્તુતિ કરશે.
Ο λαός, τον οποίον έπλασα εις εμαυτόν, θέλει διηγείσθαι την αίνεσίν μου.
22 ૨૨ પણ હે યાકૂબ, તેં મને વિનંતી કરી નથી; હે ઇઝરાયલ, તું મારાથી કાયર થઈ ગયો છે.
Αλλά συ, Ιακώβ, δεν με επεκαλέσθης· αλλά συ, Ισραήλ, εβαρύνθης απ' εμού.
23 ૨૩ તારાં દહનીયાર્પણોનાં એક પણ ઘેટાંને તું મારી પાસે લાવ્યો નથી; તેમ તારા યજ્ઞોથી તેં મને માન આપ્યું નથી. મેં ખાદ્યાર્પણ માગીને તારા પર બોજો ચઢાવ્યો નથી, કે ધૂપ માગીને તને કાયર કર્યો નથી.
Δεν προσέφερες εις εμέ τα αρνία των ολοκαυτωμάτων σου ουδέ με ετίμησας με τας θυσίας σου. Εγώ δεν σε εδούλωσα με προσφοράς ουδέ σε εβάρυνα με θυμίαμα·
24 ૨૪ તેં મારા માટે નાણાં ખર્ચ્યા નથી, અગર વેચાતું લીધું નથી, કે તારા યજ્ઞોની ચરબીથી મને તૃપ્ત કર્યો નથી; પરંતુ તેં મારા પર તારા પાપનો બોજો મૂક્યો છે અને તારા અન્યાયે મને કાયર કર્યો છે.
δεν ηγόρασας με αργύριον κάλαμον αρωματικόν δι' εμέ, ουδέ με ενέπλησας από του πάχους των θυσιών σου· αλλά με εδούλωσας με τας αμαρτίας σου, με επεβάρυνας με τας ανομίας σου.
25 ૨૫ હું, હા, હું એ જ છું, જે પોતાની ખાતર તારા અપરાધોને માફ કરું છું; અને તારાં પાપોને હું સંભારીશ નહિ.
Εγώ, εγώ είμαι, όστις εξαλείφω τας παραβάσεις σου ένεκεν εμού, και δεν θέλω ενθυμηθή τας αμαρτίας σου.
26 ૨૬ જે થયું તે મને યાદ કરાવ. આપણે પરસ્પર વિવાદ કરીએ; તું તારી હકીકત રજૂ કર જેથી તું ન્યાયી ઠરે.
Ενθύμισόν με· ας κριθώμεν ομού· λέγε συ, διά να δικαιωθής.
27 ૨૭ તારા આદિપિતાએ પાપ કર્યું અને તારા આગેવાનોએ મારી વિરુદ્ધ અપરાધ કર્યો છે.
Ο προπάτωρ σου ημάρτησε και οι διδάσκαλοί σου ηνόμησαν εις εμέ.
28 ૨૮ તેથી મેં અભિષિક્ત સરદારોને ભ્રષ્ટ કર્યા છે; હું યાકૂબને વિનાશના બંધનમાં તથા ઇઝરાયલીઓને નિંદાપાત્ર કરી નાખીશ.
Διά τούτο θέλω καταστήσει βεβήλους τους άρχοντας του αγιαστηρίου, και θέλω παραδώσει τον Ιακώβ εις κατάραν και τον Ισραήλ εις ονειδισμούς.