< યશાયા 42 >

1 જુઓ, આ મારો સેવક છે, એને હું નિભાવી રાખું છું; એ મારો પસંદ કરેલો છે, એના પર મારો જીવ પ્રસન્ન છે: તેનામાં મેં મારો આત્મા મૂક્યો છે; તે વિદેશીઓમાં ન્યાય પ્રગટ કરશે.
Ятэ Робул Меу, пе каре-Л сприжин, Алесул Меу, ын каре Ышь гэсеште плэчере суфлетул Меу. Ам пус Духул Меу песте Ел; Ел ва вести нямурилор жудеката.
2 તે બૂમ પાડશે નહિ કે પોતાનો અવાજ ઊંચો કરશે નહિ, તથા રસ્તામાં પોતાની વાણી સંભળાવશે નહિ.
Ел ну ва стрига, ну-Шь ва ридика гласул ши ну-л ва фаче сэ се аудэ пе улице.
3 છુંદાયેલા બરુને તે ભાંગી નાખશે નહિ અને મંદ મંદ સળગતી દિવેટને તે હોલવશે નહિ: તે વિશ્વાસુપણાથી ન્યાય કરશે.
Трестия фрынтэ н-о ва здроби ши мукул каре май арде ынкэ ну-л ва стинӂе. Ва вести жудеката дупэ адевэр.
4 તે નિર્બળ થશે નહિ કે નિરાશ થશે નહિ ત્યાં સુધી તે પૃથ્વી પર ન્યાય સ્થાપે નહિ; અને ટાપુઓ તેના નિયમની વાત જોશે.
Ел ну ва слэби, нич ну Се ва лэса, пынэ ва ашеза дрептатя пе пэмынт; ши остроавеле вор нэдэждуи ын Леӂя Луй.”
5 આ ઈશ્વર યહોવાહ, આકાશોને ઉત્પન્ન કરનાર અને તેઓને પ્રસારનાર, પૃથ્વી તથા તેમાંથી જે નીપજે છે તેને ફેલાવનાર; તે પરના લોકોને શ્વાસ આપનાર તથા જે જીવે છે તેઓને જીવન આપનારની આ વાણી છે.
Аша ворбеште Домнул Думнезеу, каре а фэкут черуриле ши ле-а ынтинс, каре а ынтинс пэмынтул ши челе де пе ел, каре а дат суфларе челор че-л локуеск ши суфлет челор че мерг пе ел:
6 “મેં યહોવાહે, તેને ન્યાયીપણામાં બોલાવ્યો છે અને તેનો હાથ હું પકડી રાખીશ, હું તારું રક્ષણ કરીશ, વળી તને લોકોનાં હકમાં કરારરૂપ અને વિદેશીઓને પ્રકાશ આપનાર કરીશ,
„Еу, Домнул, Те-ам кемат ка сэ дай мынтуире ши Те вой луа де мынэ, Те вой пэзи ши Те вой пуне ка легэмынт ал попорулуй, ка сэ фий Лумина нямурилор,
7 જેથી તું અંધજનોની આંખોને ઉઘાડે, બંદીખાનામાંથી બંદીવાનોને અને કારાગૃહના અંધકારમાં બેઠેલાઓને બહાર કાઢે.
сэ дескизь окий орбилор, сэ скоць дин темницэ пе чей легаць ши дин принсоаре пе чей че локуеск ын ынтунерик.
8 હું યહોવાહ છું, એ જ મારું નામ છે; હું મારું ગૌરવ બીજાને તથા મારી સ્તુતિ કોરેલી મૂર્તિઓને આપવા દઈશ નહિ.
Еу сунт Домнул, ачеста есте Нумеле Меу, ши слава Мя н-о вой да алтуя, нич чинстя Мя, идолилор.
9 જુઓ, અગાઉની બિનાઓ થઈ ચૂકી છે, હવે હું નવી ઘટનાઓની ખબર આપું છું. તે ઘટનાઓ બન્યા પહેલાં હું તમને તે કહી સંભાળવું છું.”
Ятэ кэ челе динтый лукрурь с-ау ымплинит ши вэ вестеск алтеле ной; ви ле спун май ынаинте ка сэ се ынтымпле.”
10 ૧૦ યહોવાહની સમક્ષ નવું ગીત ગાઓ અને પૃથ્વીના છેડા સુધી તેમના સ્તોત્ર ગાઓ; સમુદ્રમાં પર્યટન કરનાર તથા તેમાં સર્વ રહેનારા ટાપુઓ તથા તેઓના રહેવાસીઓ.
Кынтаць Домнулуй о кынтаре ноуэ, кынтаць лауделе Луй пынэ ла марӂиниле пэмынтулуй, вой, каре мерӂець пе маре ши чей че локуиць ын еа, остроаве ши локуиторий лор!
11 ૧૧ અરણ્ય તથા નગરો પોકાર કરશે, કેદારે વસાવેલાં ગામડાં હર્ષનાદ કરશે! સેલાના રહેવાસીઓ ગાઓ, પર્વતોનાં શિખર પરથી તેઓ બૂમ પાડો.
Пустиул ши четэциле луй сэ ыналце гласул! Сателе локуите де Кедар сэ-шь ыналце гласул! Локуиторий стынчилор сэ сарэ де веселие: сэ стриӂе де букурие дин вырфул мунцилор!
12 ૧૨ તેઓ યહોવાહને મહિમા આપે અને ટાપુઓમાં તેમની સ્તુતિ પ્રગટ કરે.
Сэ дя славэ Домнулуй ши сэ вестяскэ лауделе Луй ын остроаве!
13 ૧૩ યહોવાહ વીરની જેમ બહાર આવશે; તે યોદ્ધાની જેમ આવેશને પ્રગટ કરશે; તે મોટેથી પોકારશે, હા, તે રણનાદ કરશે; તે પોતાના વૈરીઓને પોતાનું પરાક્રમ બતાવશે.
Домнул ынаинтязэ ка ун витяз, Ышь стырнеште рывна ка ун ом де рэзбой; ыналцэ гласул, стригэ, Ышь аратэ путеря ымпотрива врэжмашилор Сэй.
14 ૧૪ હું ઘણીવાર સુધી છાનો રહ્યો છું; શાંત રહીને મેં પોતાને કબજે રાખ્યો છે; લાંબા વખત સુધી હું શાંત રહ્યો છું, હવે હું જન્મ આપનાર સ્રીની જેમ પોકારીશ; હું હાંફીશ તથા ઝંખના કરીશ.
„Ам тэкут мултэ време”, зиче Домнул, „ам тэкут ши М-ам цинут. Дар акум вой стрига ка о фемее ын дурериле наштерий, вой гыфыи ши вой рэсуфла.
15 ૧૫ હું પર્વતોને તથા ડુંગરોને ઉજ્જડ કરીશ અને તેમની સર્વ લીલોતરીને સૂકવી નાખીશ; અને હું નદીઓને બેટ કરી નાખીશ અને તળાવોને સૂકવી નાખીશ.
Вой пустии мунць ши дялурь, ле вой уска тоатэ вердяца; вой префаче рыуриле ын остроаве ши язуриле ле вой уска.
16 ૧૬ જે માર્ગ અંધજનો જાણતા નથી તે પર હું તેઓને ચલાવીશ; જે માર્ગોની તેઓને માહિતી નથી, તેઓ પર હું તેઓને ચાલતા કરીશ. તેઓની સંમુખ હું અંધકારને અજવાળારૂપ અને ખરબચડી જગાઓને સપાટ કરીશ. આ બધાં કામ હું કરવાનો છું અને તેઓને પડતા મૂકીશ નહિ.
Вой дуче пе орбь пе ун друм некуноскут де ей, ый вой повэцуи пе кэрэрь нештиуте де ей; вой префаче ынтунерикул ын луминэ ынаинтя лор ши локуриле стрымбе ын локурь нетеде: ятэ че вой фаче ши ну-й вой пэрэси.
17 ૧૭ જેઓ કોરેલી મૂર્તિઓ પર ભરોસો રાખે છે અને ઢાળેલી મૂર્તિઓને કહે છે, “તમે અમારા દેવ છો,” તેઓ પાછા ફરશે, તેઓ લજ્જિત થશે.
Вор да ынапой, вор фи акопериць де рушине чей че се ынкред ын идоль чоплиць ши зик идолилор турнаць: ‘Вой сунтець думнезеий ноштри!’
18 ૧૮ હે બધિરજનો, સાંભળો; અને હે અંધજનો, નજર કરીને જુઓ.
Аскултаць, сурзилор, привиць ши ведець, орбилор!
19 ૧૯ મારા સેવક જેવો આંધળો કોણ? મારા મોકલેલા સંદેશવાહક જેવો બધિર કોણ છે? મારા કરારના સહભાગી જેવો અંધ અને યહોવાહના સેવક જેવો અંધ કોણ છે?
Чине есте орб, дакэ ну робул Меу, ши сурд ка солул Меу пе каре ыл тримит? Чине есте орб ка приетенул луй Думнезеу ши орб ка робул Домнулуй?
20 ૨૦ તેં ઘણી બાબતો જોઈ છે પણ તેમને નિહાળી નથી, તારા કાન ઉઘાડા છે, પણ તું સાંભળતો નથી.
Ай вэзут мулте, дар н-ай луат сяма ла еле; ай дескис урекиле, дар н-ай аузит.”
21 ૨૧ યહોવાહ પોતાના દૃઢ હેતુને લીધે, નિયમશાસ્ત્રનું માહાત્મ્ય વધારવા તથા તેના ન્યાયની સ્તુતિ કરવા રાજી થયા.
Домнул а воит, пентру дрептатя Луй, сэ вестяскэ о Леӂе маре ши минунатэ.
22 ૨૨ પણ આ લોક ખુવાર થયેલા તથા લૂંટાયેલા છે; તેઓ સર્વ ખાડાઓમાં ફસાયેલા, કારાગૃહોમાં પુરાયેલા છે; તેઓ લૂંટ સમાન થઈ ગયા છે, તેમને છોડાવનાર કોઈ નથી અને “તેઓને પાછા લાવો” એવું કહેનાર કોઈ નથી.
Ши тотушь попорул ачеста есте ун попор прэдат ши жефуит! Тоць зак ынлэнцуиць ын пештерь ши ынфундаць ын темнице. Сунт лэсаць де прадэ, ши нимень ну-й скапэ! Жефуиць, ши нимень ну зиче: „Дэ ынапой!”
23 ૨૩ તમારામાંનો કોણ આને કાન દેશે? ભવિષ્યમાં કોણ ધ્યાન દઈને સાંભળશે?
Чине динтре вой ынсэ плякэ урекя ла ачесте лукрурь? Чине вря сэ я аминте ла еле ши сэ аскулте пе виитор?
24 ૨૪ કોણે યાકૂબને લૂંટારાઓને સોંપ્યો છે તથા ઇઝરાયલને લૂંટનારાઓને સ્વાધીન કર્યો છે? જે યહોવાહની વિરુદ્ધ આપણે પાપ કર્યું છે તેમણે શું એમ કર્યું નથી? તેઓ તેમના માર્ગોમાં ચાલવાને રાજી નહોતા અને તેમના નિયમશાસ્ત્રનું કહેવું તેઓએ સાંભળ્યું નહિ.
Чине а дат пе Иаков прадэ жафулуй, ши пе Исраел ын мыниле жефуиторилор? Оаре ну Домнул, ымпотрива кэруя ам пэкэтуит? Ей н-ау воит сэ умбле пе кэиле Луй ши н-ау аскултат Леӂя Луй.
25 ૨૫ માટે તેમણે પોતાનો ઉગ્ર કોપ તથા યુદ્ધનો ખેદ તેમના પર રેડી દીધો. તેમણે તેને ચારેતરફ સળગાવી દીધો, તોપણ તે સમજ્યો નહિ; વળી તેને બાળ્યો, તોપણ તેણે પરવા કરી નહિ.
Де ачея а вэрсат Ел песте Исраел вэпая мынией Луй ши грозэвииле рэзбоюлуй: рэзбоюл л-а апринс дин тоате пэрциле ши н-а ынцелес; л-а арс ши н-а луат сяма.

< યશાયા 42 >