< યશાયા 41 >

1 ઈશ્વર કહે છે, “હે દ્વીપો, મારી આગળ છાના રહીને સાંભળો; દેશો નવું સામર્થ્ય પામે; તેઓ પાસે આવે અને બોલે, આપણે એકત્ર થઈને ન્યાયના ચુકાદાને માટે નજીક આવીએ.
Escuchadme, islas, y esfuércense los pueblos; alléguense, y entonces hablen; estemos juntamente a juicio.
2 કોણે પૂર્વમાંથી એકને ઊભો કર્યો છે? કોને ઈશ્વરે ન્યાયીપણામાં પોતાની સેવાને માટે બોલાવ્યો છે? તે પ્રજાઓને એને સ્વાધીન કરી દે છે અને રાજાઓ પર એને અધિકાર આપે છે; તે તેમને ધૂળની જેમ એની તલવારને, અને ઊડતાં ફોતરાંની જેમ એના ધનુષ્યને સોંપી દે છે.
¿Quién despertó del oriente la justicia, y lo llamó para que le siguiese? Entregó delante de él gentiles, y le hizo enseñorear de reyes; como polvo los entregó a su espada, y como hojarasca arrebatada a su arco.
3 તે તેઓની પાછળ પડે છે; અને જે માર્ગે અગાઉ તેનાં પગલાં પડ્યા નહોતાં, તેમાં તે સહીસલામત ચાલ્યો જાય છે.
Los siguió, pasó en paz por camino por donde sus pies nunca habían entrado.
4 કોણે આ કાર્ય શરૂ કર્યું અને સંપૂર્ણ કર્યું છે? કોણે આરંભથી મનુષ્યોની પેઢી ને બોલાવી છે? હું, યહોવાહ, આદિ છું, તથા છેલ્લાની સાથે રહેનાર, પણ હું જ છું.
¿Quién obró e hizo? ¿Quién llama las generaciones desde el principio? Yo, el SEÑOR, primero, y yo mismo con los postreros.
5 ટાપુઓએ તે જોયું છે અને તેઓ બીધા છે; પૃથ્વીના છેડા ધ્રૂજ્યા છે; તેઓ પાસે આવીને હાજર થયા.
Las islas vieron, y tuvieron temor; los términos de la tierra se espantaron; se congregaron, y vinieron.
6 દરેકે પોતાના પડોશીની મદદ કરી અને દરેક એકબીજાને કહે છે કે, ‘હિંમત રાખ.’
Cada cual ayudó a su cercano, y a su hermano dijo: Esfuérzate.
7 તેથી સુથાર સોનીને હિંમત આપે છે, અને જે હથોડીથી કાર્ય કરે છે તે એરણ પર કાર્ય કરનારને હિંમત આપે છે, અને તેણે મૂર્તિને ખીલાથી સજ્જડ કરી કે તે ડગે નહિ.
El carpintero animó al platero; y el que alisa con martillo al que batía en el yunque, diciendo: Buena es la soldadura. Y lo afirmó con clavos, para que no se moviese.
8 પણ હે મારા સેવક, ઇઝરાયલ, યાકૂબ જેને મેં પસંદ કર્યો છે, મારા મિત્ર ઇબ્રાહિમના સંતાન,
Mas tú, Israel, siervo mío, Jacob, a quien yo escogí; simiente de Abraham mi amigo.
9 હું તને પૃથ્વીના છેડેથી પાછો લાવ્યો છું અને મેં તને દૂરની જગ્યાએથી બોલાવ્યો છે, અને જેને મેં કહ્યું હતું, ‘તું મારો સેવક છે,’ મેં તને પસંદ કર્યો છે અને તારો ત્યાગ કર્યો નથી.
Porque te eché mano de los extremos de la tierra, y de sus mojones te llamé, y te dije: Mi siervo serás tú, te escogí, y no te deseché.
10 ૧૦ તું બીશ નહિ, કેમ કે હું તારી સાથે છું. વ્યાકુળ થઈશ નહિ, કેમ કે હું તારો ઈશ્વર છું. હું તને બળ આપીશ અને તને સહાય કરીશ અને હું મારા જમણા હાથથી તને પકડી રાખીશ.
No temas, que yo soy contigo; no desmayes, que yo soy tu Dios, que te esfuerzo; siempre te ayudaré, siempre te sustentaré con la diestra de mi justicia.
11 ૧૧ જુઓ, જેઓ તારા પર ગુસ્સે થયેલા છે, તેઓ સર્વ લજ્જિત થશે; તારી વિરુદ્ધ થનાર, નહિ સરખા થશે અને વિનાશ પામશે.
He aquí que todos los que se enojan contra ti, se avergonzarán y serán confusos; serán como nada; perecerán, los que contienden contigo.
12 ૧૨ જેઓ તારી સાથે ઝઘડો કરે છે તેઓને તું શોધીશ, પણ તેઓ તને જડશે નહિ; તારી સામે લડનાર, નહિ સરખા તથા શૂન્ય જેવા થશે.
Mirarás por ellos, y no los hallarás. Los que tienen contienda contigo, serán como nada; y los que contigo tienen pendencia, como cosa que no es.
13 ૧૩ કેમ કે હું, યહોવાહ તારો ઈશ્વર તારો જમણો હાથ પકડી રાખીને, તને કહું છું કે, તું બીશ નહિ, હું તને સહાય કરીશ.
Porque yo, el SEÑOR, soy tu Dios, que te sostiene de tu mano derecha, y te dice: No temas, yo te ayudaré.
14 ૧૪ હે કીડા સમાન યાકૂબ, હે ઇઝરાયલના લોકો તમે બીશો નહિ; હું તને મદદ કરીશ.” એ યહોવાહનું, તારા છોડાવનાર, ઇઝરાયલના પવિત્રનું વચન છે.
No temas, gusano de Jacob, muertos de Israel; yo te socorreré, dice el SEÑOR, y tu Redentor el Santo de Israel.
15 ૧૫ “જો, મેં તને તીક્ષ્ણ નવા અને બેધારી દાંતાવાળા મસળવાના યંત્રરૂપ બનાવ્યો છે; તું પર્વતોને મસળીને ચૂરેચૂરા કરીશ; પહાડોને ભૂસા જેવા કરી નાખીશ.
He aquí, que yo te he puesto por trillo, trillo nuevo, lleno de dientes; trillarás montes y los molerás: y collados tornarás en tamo.
16 ૧૬ તું તેઓને ઊપણશે અને વાયુ તેઓને ઉડાવશે અને તેઓને વિખેરી નાખશે. તું યહોવાહમાં આનંદ કરીશ, તું ઇઝરાયલના પવિત્રમાં આનંદ કરશે.
Los aventarás, y los llevará el viento, y los esparcirá el torbellino. Pero tú te regocijarás en el SEÑOR, te gloriarás en el Santo de Israel.
17 ૧૭ દુ: ખી તથા દરિદ્રીઓ પાણી શોધે છે, પણ તે મળતું નથી અને તેમની જીભો તરસથી સુકાઈ ગઈ છે; હું, યહોવાહ, તેઓની પ્રાર્થનાઓનો ઉત્તર આપીશ; હું, ઇઝરાયલનો ઈશ્વર, તેઓને તજીશ નહિ.
Los pobres y menesterosos buscan las aguas, que no hay; su lengua se secó de sed; yo, el SEÑOR, los oiré; yo, el Dios de Israel, no los desampararé.
18 ૧૮ હું ઉજ્જડ ડુંગરો પર નાળાં અને ખીણોમાં ઝરણાં વહેવડાવીશ; હું અરણ્યને પાણીનું તળાવ અને સૂકી ભૂમિને પાણીના ઝરા કરીશ.
En los cabezcos altos abriré ríos, y fuentes en la mitad de los llanos; tornaré el desierto en estanques de aguas; y en manaderos de aguas la tierra seca.
19 ૧૯ હું અરણ્યમાં દેવદારના, બાવળ અને મેંદી તથા જૈતવૃક્ષ ઉગાડીશ; હું રણમાં ભદ્રાક્ષ, સરળ અને એરેજનાં વૃક્ષ ભેગાં ઉગાડીશ.
Daré en el desierto cedros, espinos, arrayanes, y olivas; pondré en la soledad hayas, olmos, y álamos juntamente;
20 ૨૦ હું આ કરીશ જેથી તેઓ આ સર્વ જુએ, તે જાણે અને સાથે સમજે, કે યહોવાહના હાથે આ કર્યું છે, કે ઇઝરાયલના પવિત્ર એને ઉત્પન્ન કર્યુ છે.
para que vean y conozcan, y adviertan y entiendan todos, que la mano del SEÑOR hace esto, y que el Santo de Israel lo crió.
21 ૨૧ યહોવાહ કહે છે, “તમારો દાવો રજૂ કરો,” યાકૂબના રાજા કહે છે, “તમારી મૂર્તિઓ માટે ઉત્તમ દલીલો જાહેર કરો.”
Alegad por vuestra causa, dice el SEÑOR; traed vuestros fundamentos, dice el Rey de Jacob.
22 ૨૨ તેઓને પોતાની દલીલો રજૂ કરવા દો; તેઓને આગળ આવીને આપણને એ જણાવવા દો કે શું થવાનું છે, જેથી આ બાબતો વિષે અમે જાણીએ. તેઓને આગાઉની વાણી શી હતી તે અમને જણાવવા દો, જેથી અમે તેના વિષે વિચાર કરીએ અને જાણીએ કે તે કેવી રીતે પૂર્ણ થયું છે.
Traigan, y anúnciennos lo que ha de venir; dígannos lo que ha pasado desde el principio, y pondremos nuestro corazón; y sepamos su postrimería, y hacednos entender lo que ha de venir.
23 ૨૩ હવે પછી જે જે બીનાઓ કેવી રીતે પૂર્ણ થશે તે અમને કહો, જેથી તમે દેવો છો તે અમે જાણીએ; વળી કંઈ સારું કે ભૂંડું કરો કે જેથી અમે ભયભીત થઈને આશ્ચર્ય પામીએ.
Dadnos nuevas de lo que ha de ser después, para que sepamos que vosotros sois dioses; o a lo menos haced bien, o mal, para que tengamos qué contar, y juntamente nos maravillemos.
24 ૨૪ જુઓ, તમારી મૂર્તિઓતો કશું જ નથી અને તમારાં કામ શૂન્ય જ છે; જે તમને પસંદ કરે છે તે ધિક્કારપાત્ર છે.
He aquí que vosotros sois nada, y vuestras obras de vanidad; abominación el que os escogió.
25 ૨૫ મેં ઉત્તર તરફથી એકને ઊભો કર્યો છે, અને તે આવે છે; સૂર્યોદય તરફથી મારે નામે વિનંતી કરનાર આવે છે, અને જેમ કુંભાર માટીને ગૂંદે છે તેમ તે અધિપતિઓને ગૂંદશે.
Del norte desperté, y vino; del nacimiento del Sol llamó en mi nombre; y vino a príncipes Comm sobre lodo, y como pisa el barro el alfarero.
26 ૨૬ કોણે અગાઉથી જાહેર કર્યું છે કે, અમે તે જાણીએ? અને સમય અગાઉ, “તે સત્ય છે” એમ અમે કહીએ? ખરેખર તેમાંના કોઈએ તેને આદેશ આપ્યો નથી, હા, તમારું કહેવું કોઈએ સાંભળ્યું નથી.
Quién lo anunció desde el principio, para que sepamos; y de antes, y diremos: justo. Ciertamente, no hay quién lo anuncie, ciertamente, no hay quién enseñe, ciertamente no hay quién oiga vuestras palabras.
27 ૨૭ સિયોનને હું પ્રથમવાર કહેનાર છું કે, “જો તેઓ અહીંયાં છે;” હું યરુશાલેમને વધામણી કહેનાર મોકલી આપીશ.
Yo soy el primero que he enseñado estas cosas a Sion, y a Jerusalén di la nueva.
28 ૨૮ જ્યારે હું જોઉં છું, ત્યારે કોઈ માણસ દેખાતો નથી, તેઓમાં એવો કોઈ નથી જે સારી સલાહ આપી શકે, જયારે હું પૂછું, ત્યારે કોણ ઉત્તર આપશે.
Miré, y no había ninguno; y pregunté de estas cosas, y ningún consejero hubo; les pregunté, y no respondieron palabra.
29 ૨૯ જુઓ તેઓ સર્વ વ્યર્થ છે; અને તેઓનાં કામ શૂન્ય જ છે! તેઓની ઢાળેલી મૂર્તિઓ વાયુ જેવી તથા વ્યર્થ છે.
He aquí, todos son vanidad; y las obras de ellos nada. Viento y confusión son sus vaciadizos.

< યશાયા 41 >