< યશાયા 41 >
1 ૧ ઈશ્વર કહે છે, “હે દ્વીપો, મારી આગળ છાના રહીને સાંભળો; દેશો નવું સામર્થ્ય પામે; તેઓ પાસે આવે અને બોલે, આપણે એકત્ર થઈને ન્યાયના ચુકાદાને માટે નજીક આવીએ.
Be silent [and hearken] unto me, O ye Coastlands, And let the Races of Men renew their strength, —Let them approach, then, let them speak, Together, for controversy, let us draw near: —
2 ૨ કોણે પૂર્વમાંથી એકને ઊભો કર્યો છે? કોને ઈશ્વરે ન્યાયીપણામાં પોતાની સેવાને માટે બોલાવ્યો છે? તે પ્રજાઓને એને સ્વાધીન કરી દે છે અને રાજાઓ પર એને અધિકાર આપે છે; તે તેમને ધૂળની જેમ એની તલવારને, અને ઊડતાં ફોતરાંની જેમ એના ધનુષ્યને સોંપી દે છે.
Who roused up one from the East, In righteousness, called him to his feet, —Set before him nations And over kings, caused him to rule, His sword, made [them] like dust, His bow like driven chaff:
3 ૩ તે તેઓની પાછળ પડે છે; અને જે માર્ગે અગાઉ તેનાં પગલાં પડ્યા નહોતાં, તેમાં તે સહીસલામત ચાલ્યો જાય છે.
He pursued them passed along safely, —Upon the path of his own feet, entered he not?
4 ૪ કોણે આ કાર્ય શરૂ કર્યું અને સંપૂર્ણ કર્યું છે? કોણે આરંભથી મનુષ્યોની પેઢી ને બોલાવી છે? હું, યહોવાહ, આદિ છું, તથા છેલ્લાની સાથે રહેનાર, પણ હું જ છું.
Who hath wrought and performed, Calling the generations, in advance? I, Yahweh, [who am] First, And with them who are last, I, am the Same!
5 ૫ ટાપુઓએ તે જોયું છે અને તેઓ બીધા છે; પૃથ્વીના છેડા ધ્રૂજ્યા છે; તેઓ પાસે આવીને હાજર થયા.
Coastlands have seen, so they fear, The ends of the earth, are in dread, —They have drawn near, and have come:
6 ૬ દરેકે પોતાના પડોશીની મદદ કરી અને દરેક એકબીજાને કહે છે કે, ‘હિંમત રાખ.’
Every man, to his neighbour, giveth help, —And to his brother, saith Take courage!
7 ૭ તેથી સુથાર સોનીને હિંમત આપે છે, અને જે હથોડીથી કાર્ય કરે છે તે એરણ પર કાર્ય કરનારને હિંમત આપે છે, અને તેણે મૂર્તિને ખીલાથી સજ્જડ કરી કે તે ડગે નહિ.
So, the carver, hath encouraged, the goldsmith, he that maketh smooth with the hammer, him that smiteth the anvil, —Saying of the welding, It is, good, Then hath he fastened it with nails—it must not totter!
8 ૮ પણ હે મારા સેવક, ઇઝરાયલ, યાકૂબ જેને મેં પસંદ કર્યો છે, મારા મિત્ર ઇબ્રાહિમના સંતાન,
But, thou, Israel, my Servant, Jacob whom I have chosen, —The seed of Abraham my loving one;
9 ૯ હું તને પૃથ્વીના છેડેથી પાછો લાવ્યો છું અને મેં તને દૂરની જગ્યાએથી બોલાવ્યો છે, અને જેને મેં કહ્યું હતું, ‘તું મારો સેવક છે,’ મેં તને પસંદ કર્યો છે અને તારો ત્યાગ કર્યો નથી.
Thou whom I have taken hold of from the ends of the earth, And from the extremities thereof, have called thee, —And said to thee, My Servant, thou! I have chosen thee and not cast thee off,
10 ૧૦ તું બીશ નહિ, કેમ કે હું તારી સાથે છું. વ્યાકુળ થઈશ નહિ, કેમ કે હું તારો ઈશ્વર છું. હું તને બળ આપીશ અને તને સહાય કરીશ અને હું મારા જમણા હાથથી તને પકડી રાખીશ.
Do not fear, for with thee, I am! Look not around, for, I, am thy God, —I have emboldened thee, Yea I have helped thee, Yea I have upheld thee with my righteous right-hand.
11 ૧૧ જુઓ, જેઓ તારા પર ગુસ્સે થયેલા છે, તેઓ સર્વ લજ્જિત થશે; તારી વિરુદ્ધ થનાર, નહિ સરખા થશે અને વિનાશ પામશે.
Lo! they shall turn pale and be ashamed—All they who have been incensed against thee, —They shall become as nothing and perish—The men who have been thine accusers:
12 ૧૨ જેઓ તારી સાથે ઝઘડો કરે છે તેઓને તું શોધીશ, પણ તેઓ તને જડશે નહિ; તારી સામે લડનાર, નહિ સરખા તથા શૂન્ય જેવા થશે.
Thou shalt seek them, but shalt not find them—The men who have contended with thee, They shall become as nothing, and as a thing of nought—The men who have warred against thee;
13 ૧૩ કેમ કે હું, યહોવાહ તારો ઈશ્વર તારો જમણો હાથ પકડી રાખીને, તને કહું છું કે, તું બીશ નહિ, હું તને સહાય કરીશ.
For I, Yahweh thy God am firmly grasping thy right-hand, —Who am saying unto thee Do not fear! I, have become thy helper!
14 ૧૪ હે કીડા સમાન યાકૂબ, હે ઇઝરાયલના લોકો તમે બીશો નહિ; હું તને મદદ કરીશ.” એ યહોવાહનું, તારા છોડાવનાર, ઇઝરાયલના પવિત્રનું વચન છે.
Do not fear, Thou worm Jacob, Ye men of Israel, —I, have become thy helper, Declareth Yahweh, And thy redeemer The Holy One of Israel.
15 ૧૫ “જો, મેં તને તીક્ષ્ણ નવા અને બેધારી દાંતાવાળા મસળવાના યંત્રરૂપ બનાવ્યો છે; તું પર્વતોને મસળીને ચૂરેચૂરા કરીશ; પહાડોને ભૂસા જેવા કરી નાખીશ.
Lo! I have made of thee a new pointed threshing sledge, owning teeth, —Thou shalt thresh mountains and crush them, And, hills—like chaff, shalt thou make:
16 ૧૬ તું તેઓને ઊપણશે અને વાયુ તેઓને ઉડાવશે અને તેઓને વિખેરી નાખશે. તું યહોવાહમાં આનંદ કરીશ, તું ઇઝરાયલના પવિત્રમાં આનંદ કરશે.
Thou shalt fan them and, a wind, shall carry them away, And, a whirlwind, scatter, them, —But, thou, shalt exult in Yahweh, And, in the Holy One of Israel, shalt thou boast thyself.
17 ૧૭ દુ: ખી તથા દરિદ્રીઓ પાણી શોધે છે, પણ તે મળતું નથી અને તેમની જીભો તરસથી સુકાઈ ગઈ છે; હું, યહોવાહ, તેઓની પ્રાર્થનાઓનો ઉત્તર આપીશ; હું, ઇઝરાયલનો ઈશ્વર, તેઓને તજીશ નહિ.
As for the oppressed and the needy. Seeking water when there is none, Their tongue with thirst being parched I—Yahweh, will answer them, The God of Israel, I will not forsake them:
18 ૧૮ હું ઉજ્જડ ડુંગરો પર નાળાં અને ખીણોમાં ઝરણાં વહેવડાવીશ; હું અરણ્યને પાણીનું તળાવ અને સૂકી ભૂમિને પાણીના ઝરા કરીશ.
I will open, On bare hills rivers, and In the midst of plains, fountains, —I will make The desert, a lake of water, and Parched land, springs of water;
19 ૧૯ હું અરણ્યમાં દેવદારના, બાવળ અને મેંદી તથા જૈતવૃક્ષ ઉગાડીશ; હું રણમાં ભદ્રાક્ષ, સરળ અને એરેજનાં વૃક્ષ ભેગાં ઉગાડીશ.
I will set in the desert! Cedar, acacia, and myrtle, and oil-tree, —I will place, in the waste plain, Cypress, holm-oak, and sherbin-cedar, together
20 ૨૦ હું આ કરીશ જેથી તેઓ આ સર્વ જુએ, તે જાણે અને સાથે સમજે, કે યહોવાહના હાથે આ કર્યું છે, કે ઇઝરાયલના પવિત્ર એને ઉત્પન્ન કર્યુ છે.
That men may see and observe and consider and understand at once, That, the hand of Yahweh, hath done this, That the Holy One of Israel hath created it.
21 ૨૧ યહોવાહ કહે છે, “તમારો દાવો રજૂ કરો,” યાકૂબના રાજા કહે છે, “તમારી મૂર્તિઓ માટે ઉત્તમ દલીલો જાહેર કરો.”
Bring near your contention, Saith Yahweh, —Advance your defences, Saith the King of Jacob:
22 ૨૨ તેઓને પોતાની દલીલો રજૂ કરવા દો; તેઓને આગળ આવીને આપણને એ જણાવવા દો કે શું થવાનું છે, જેથી આ બાબતો વિષે અમે જાણીએ. તેઓને આગાઉની વાણી શી હતી તે અમને જણાવવા દો, જેથી અમે તેના વિષે વિચાર કરીએ અને જાણીએ કે તે કેવી રીતે પૂર્ણ થયું છે.
Let them advance them, and tell us, What shall happen, —Things known in advance—what they were, tell ye, That we may lay them to our heart and mark the after-story of them, Or, things yet to come, let us hear:
23 ૨૩ હવે પછી જે જે બીનાઓ કેવી રીતે પૂર્ણ થશે તે અમને કહો, જેથી તમે દેવો છો તે અમે જાણીએ; વળી કંઈ સારું કે ભૂંડું કરો કે જેથી અમે ભયભીત થઈને આશ્ચર્ય પામીએ.
Tell ye the events which shall be here-after, That we may perceive that gods, ye are, —Surely ye must do something—good or bad, That we may be amazed and behold it, at once.
24 ૨૪ જુઓ, તમારી મૂર્તિઓતો કશું જ નથી અને તમારાં કામ શૂન્ય જ છે; જે તમને પસંદ કરે છે તે ધિક્કારપાત્ર છે.
Lo! ye, are, of nought, And your work is a puff of breath, —An abomination, he that chooseth you!
25 ૨૫ મેં ઉત્તર તરફથી એકને ઊભો કર્યો છે, અને તે આવે છે; સૂર્યોદય તરફથી મારે નામે વિનંતી કરનાર આવે છે, અને જેમ કુંભાર માટીને ગૂંદે છે તેમ તે અધિપતિઓને ગૂંદશે.
I have roused up one from the North, and he hath come, From the rising of the sun, calleth he on my Name, —And he hath come, on deputies, as though they were mortar, And as a potter treadeth clay.
26 ૨૬ કોણે અગાઉથી જાહેર કર્યું છે કે, અમે તે જાણીએ? અને સમય અગાઉ, “તે સત્ય છે” એમ અમે કહીએ? ખરેખર તેમાંના કોઈએ તેને આદેશ આપ્યો નથી, હા, તમારું કહેવું કોઈએ સાંભળ્યું નથી.
Who hath told in advance, that we might know, And beforetime, that we might say Right! Nay, there is none who can tell. Nay, there is none who can let us hear, Nay, there is none who can understand what ye utter.
27 ૨૭ સિયોનને હું પ્રથમવાર કહેનાર છું કે, “જો તેઓ અહીંયાં છે;” હું યરુશાલેમને વધામણી કહેનાર મોકલી આપીશ.
He who is First, [can say], To Zion, Lo! there they are! And to Jerusalem, A herald of good-tidings, do I give.
28 ૨૮ જ્યારે હું જોઉં છું, ત્યારે કોઈ માણસ દેખાતો નથી, તેઓમાં એવો કોઈ નથી જે સારી સલાહ આપી શકે, જયારે હું પૂછું, ત્યારે કોણ ઉત્તર આપશે.
So I look, And there is not, a Man! Even among these And there is none to advise, —That, when I ask them, can answer a word.
29 ૨૯ જુઓ તેઓ સર્વ વ્યર્થ છે; અને તેઓનાં કામ શૂન્ય જ છે! તેઓની ઢાળેલી મૂર્તિઓ વાયુ જેવી તથા વ્યર્થ છે.
Lo! as to all of them, Vanity—nothingness, are their works, Wind and emptiness, their molten images!