< યશાયા 40 >
1 ૧ તમારા ઈશ્વર કહે છે, “દિલાસો આપો, મારા લોકોને દિલાસો આપો.”
Monkyekyere, monkyekyere me nkurɔfoɔ werɛ. Saa na mo Onyankopɔn seɛ.
2 ૨ યરુશાલેમ સાથે હેતથી વાત કરો; અને તેને જણાવો કે તેની લડાઈ પૂરી થઈ છે, તેના અપરાધને માફ કરવામાં આવ્યો છે, તેને યહોવાહને હાથે તેના સર્વ પાપોને લીધે બમણી શિક્ષા થઈ છે.
Monka asomdwoesɛm nkyerɛ Yerusalem, na mompae mu nka nkyerɛ no sɛ ne som denden no aba awieeɛ, wɔatua ne bɔne no so ka, na wɔanya ne bɔne nyinaa so akatua mmɔho afiri Awurade nsam.
3 ૩ સાંભળો કોઈ એવું પોકારે છે, “અરણ્યમાં યહોવાહનો માર્ગ તૈયાર કરો; જંગલમાં આપણા ઈશ્વરને માટે સડક સુગમ કરો.”
Ɛnne bi reteam sɛ, “Monsiesie ɛkwan mma Awurade wɔ anweatam no so. Montene kwantempɔn wɔ ɛserɛ no so mma yɛn Onyankopɔn.
4 ૪ સર્વ ખીણને ઊંચી કરવામાં આવશે અને સર્વ પર્વતો અને ડુંગરોને સપાટ કરવામાં આવશે; ખરબચડી જગાઓ સરખી અને ખાડા ટેકરાને સપાટ મેદાન કરવામાં આવશે.
Bɔnhwa biara bɛyɛ ma, bepɔ ne nkokoɔ nyinaa bɛkɔ fam, asase a ɛyɛ monkyi mmɔnka no bɛyɛ tamaa, na mmeaɛ a ɛyɛ kɔntɔnkye no ayɛ tata.
5 ૫ યહોવાહનું ગૌરવ પ્રગટ થશે અને સર્વ માણસો તે જોશે; કેમ કે એ યહોવાહના મુખનું વચન છે.
Na Awurade animuonyam bɛda adi, na nnipa nyinaa bɛhunu. Ɛfiri sɛ Awurade na aka!”
6 ૬ “પોકાર” એવું એક વાણી કહે છે, મેં પૂછ્યું, “શાને માટે પોકારું?” સર્વ મનુષ્ય ઘાસ જ છે અને તેઓના કરારનું વિશ્વાસુપણું એ ખેતરના ફૂલ જેવું છે.
Nne bi kaa sɛ, “Team.” Na mekaa sɛ, “Menteɛm nka sɛn?” “Bɔ dawuro sɛ nnipa nyinaa te sɛ ɛserɛ, na wɔn animuonyam nyinaa te sɛ afuo so nhwiren.
7 ૭ ઘાસ સુકાઈ જાય છે અને ફૂલ ચીમળાઈ જાય છે જ્યારે યહોવાહના શ્વાસનો વાયુ તે પર વાય છે; મનુષ્ય નિશ્ચે ઘાસ જ છે.
Ɛserɛ hye, na nhwiren twintwam ɛfiri sɛ Awurade ahomeguo fa wɔn so. Nokorɛm nnipa no yɛ ɛserɛ.
8 ૮ ઘાસ સુકાઈ જાય છે, ફૂલ ચીમળાઈ જાય છે, પણ આપણા ઈશ્વરનું વચન સર્વકાળ કાયમ રહેશે.”
Ɛserɛ hye, na nhwiren twintwam, nanso yɛn Onyankopɔn asɛm no tim hɔ daa.”
9 ૯ હે સિયોન, વધામણીના સમાચાર કહેનારી, તું ઊંચા પર્વત પર ચઢી જા; મોટા અવાજે સામર્થ્યથી પોકાર; યરુશાલેમને વધામણીના સમાચાર આપ. ઊંચા અવાજે પોકાર, બીશ નહિ. યહૂદિયાના નગરોને કહે, “તમારો ઈશ્વર આ છે!”
Wo a wode asɛm pa reba Sion, foro kɔ bepɔ tenten bi so. Wo a wode asɛm pa reba Yerusalem, ma wo nne so na team, ma so, nsuro; ka kyerɛ Yuda nkuro sɛ, “Mo Onyankopɔn nie!”
10 ૧૦ જુઓ, પ્રભુ યહોવાહ જય પામનાર વીરની જેમ આવશે અને તેમનો ભુજ તેઓને માટે અધિકાર ચલાવશે. જુઓ, તેઓનું ઈનામ તેઓની સાથે અને તેઓનું પ્રતિફળ તેઓની આગળ જાય છે.
Hwɛ, Asafo Awurade de tumi reba, na nʼabasa bɛdi ɔhene ama no. Hwɛ, nʼakatua ka ne ho, na ɔde nʼabasobɔdeɛ nam.
11 ૧૧ ભરવાડની જેમ તે પોતાના ટોળાંનું પાલન કરશે, તે પોતાના હાથમાં હલવાનોને એકઠા કરશે અને પોતાની ગોદમાં ઊંચકી લેશે અને સ્તનપાન કરાવનારી સ્ત્રીઓને તે સંભાળીને ચલાવશે.
Ɔhwɛ ne nnwankuo sɛ odwanhwɛfoɔ. Ɔboa nnwammaa no wɔ nʼabasa so. Ɔturu wɔn ne koko so; na nnwan a wɔwɔ mma no, ɔka wɔn brɛoo.
12 ૧૨ કોણે પોતાના ખોબાથી સમુદ્રનાં પાણી માપ્યાં છે, વેંતથી આકાશ કોણે માપ્યું છે, કોણે ટોપલીમાં પૃથ્વીની ધૂળને સમાવી છે, કાંટાથી પર્વતોને તથા ત્રાજવાથી પહાડોને કોણે જોખ્યા છે?
Hwan na wasusu nsuo wɔ ne nsam anaa ɔde ne nsateaa asusu ɔsoro? Hwan na ɔde asase so mfuturo agu kɛntɛn mu, anaa wakari mmepɔ wɔ nsania so ne nkokoɔ wɔ nsania apampaa so?
13 ૧૩ કોણે યહોવાહનો આત્મા માપી આપ્યો છે, અથવા તેઓના મંત્રી થઈને તેમને કોણે સલાહ આપી છે?
Hwan na wate Awurade ase, anaa wakyerɛkyerɛ no sɛ ne fotufoɔ?
14 ૧૪ તેઓને કોની પાસેથી સલાહ મળી શકે? કોણે તેઓને ન્યાયના માર્ગનું શિક્ષણ આપીને તેમને ડહાપણ શીખવ્યું? અને કોણ તેઓને બુદ્ધિ અને સમજણનો માર્ગ જણાવી શકે?
Hwan na Awurade abisa no sɛ ɔnkyerɛ no biribi ase, na hwan na ɔkyerɛɛ no ɛkwan pa no? Hwan na ɔmaa no nimdeɛ anaa ɔkyerɛɛ no nhunumu kwan?
15 ૧૫ જુઓ, પ્રજાઓ ડોલમાંથી ટપકતાં ટીપાં જેવી અને ત્રાજવાંને ચોંટેલી રજ સમાન ગણાયેલી છે; જુઓ, દ્વીપો ઊડી જતી ધૂળ જેવા છે.
Ampa ara aman no te sɛ nsuo sope wɔ bokiti mu; wɔde wɔn toto mfuturo a ɛgu nsania so; ɔkari nsupɔ te sɛ deɛ ɛyɛ mfuturo muhumuhu.
16 ૧૬ લબાનોન બળતણ પૂરું પાડી શકતું નથી, કે તે પરનાં પશુઓ દહનીયાર્પણને માટે પૂરતાં નથી.
Lebanon nnɔɔso mma afɔrebukyia so ogya, na ne mmoa renso mma ɔhyeɛ afɔrebɔdeɛ.
17 ૧૭ સર્વ પ્રજાઓ તેમની આગળ કંઈ વિસાતમાં નથી; તેમણે તેઓને નહિ જેવી ગણી છે.
Aman nyinaa nsɛ hwee wɔ nʼanim; ɔbu wɔn adehunu bi a wɔnka hwee.
18 ૧૮ તો તમે ઈશ્વરને કોની સાથે સરખાવશો? કેવી પ્રતિમા સાથે તેમનો મુકાબલો કરશો?
Afei hwan ho na wode Onyankopɔn bɛtoto? Nsɛsodeɛ bɛn ho na wode no bɛtoɔ?
19 ૧૯ મૂર્તિને તો કારીગર ઢાળે છે: સોની તેને સોનાથી મઢે છે અને તેને માટે રૂપાની સાંકળીઓ ઘડે છે.
Ohoni deɛ, odwumfoɔ na ɔyɛ, na sikadwumfoɔ de sikakɔkɔɔ agu ho na wasiesie dwetɛ nkɔnsɔnkɔnsɔn ama no.
20 ૨૦ જે માણસ દરિદ્રી થઈ જવાથી અર્પણ કરવાને અસમર્થ થઈ ગયો હોય, તે સડી નહિ જાય એવું લાકડું પસંદ કરે છે, તે કુશળ કારીગરને શોધે છે કે જે હાલે નહિ કે પડી ન જાય એવી મૂર્તિ સ્થાપન કરે.
Ohiani a ɔrentumi mfa saa ayɛyɛdeɛ yi mma no kɔpɛ dua a ɛremporɔ. Ɔhwehwɛ odwumfoɔ nyansafoɔ na wayɛ ohoni a ɛremmuni nhwe fam asi hɔ.
21 ૨૧ શું તમે નથી જાણતા? તમે નથી સાંભળ્યું? આરંભથી તમને ખબર મળી નથી? પૃથ્વીનો પાયો નંખાયો ત્યારથી તમે સમજતા નથી?
Wonnim anaa? Wonteeɛ anaa? Wɔnnka nkyerɛɛ wo firi ahyɛaseɛ no anaa? Ɛfiri ɛberɛ a wɔbɔɔ asase no, wontee aseɛ anaa?
22 ૨૨ પ્રભુ તો પૃથ્વી ઉપરના આકાશમંડળ પર બિરાજનાર છે અને એમની નજરમાં તેના રહેવાસીઓ તીડ સમાન છે! તે પડદાની જેમ આકાશોને પ્રસારે છે અને રહેવા માટેના તંબુની જેમ તેઓને તાણે છે.
Ɔte ahennwa so wɔ asase kanko no atifi. Ɛso nnipa te sɛ ntutummɛ ɔtwe ɔsoro mu te sɛ ntwamutam, na ɔde yɛ ntomadan tena mu.
23 ૨૩ અધિપતિઓને નહિ સરખા કરનાર તે છે અને તે પૃથ્વીના રાજકર્તાઓને શૂન્ય જેવા કરે છે.
Ɔma ahenemma yɛ nnipa hunu na ewiase yi sodifoɔ nso, ɔbrɛ wɔn ase.
24 ૨૪ જુઓ, તેઓ રોપાયા ન રોપાયા કે, તેઓ વવાયા ન વવાયા, તેઓના મૂળ જમીનમાં જડાયાં કે, તરત જ તેઓ પર તે ફૂંક મારે છે અને તેઓ સુકાઈ જાય છે અને વાયુ તેમને ફોતરાંની જેમ ઉડાવી દે છે.
Wɔtɛɛ wɔn ara pɛ, wɔduaa wɔn ara pɛ, wɔgyee nhini wɔ asase mu pɛ ɔhome gu wɔn so ma wɔkusa, na ntwahoframa bɔ wɔn kɔ te sɛ ntɛtɛ.
25 ૨૫ વળી, પવિત્ર ઈશ્વર પૂછે છે, “તમે મને કોની સાથે સરખાવશો કે હું તેના જેવો ગણાઉં?”
“Hwan ho na wode me bɛto? Anaasɛ hwan na ɔne me sɛ?” Ɔkronkronni no na ɔseɛ.
26 ૨૬ તમારી દૃષ્ટિ આકાશ તરફ ઊંચી કરો! આકાશના આ સર્વ તારા કોણે ઉત્પન્ન કર્યા છે? તે મહા સમર્થ અને બળવાન હોવાથી પોતાના પરાક્રમના માહાત્મ્યથી તેઓને સંખ્યાબંધ બહાર કાઢી લાવે છે અને તે સર્વને નામ લઈને બોલાવે છે, એકે રહી જતો નથી.
Momma mo ani so nhwɛ ɔsoro: Hwan na ɔbɔɔ yeinom nyinaa? Deɛ ɔyiyi ɔsoro nsoromma mmaako mmaako, na ɔbɔ obiara din de frɛ no. Nʼahoɔden ne ne tumi enti wɔn mu baako mpo nnyeraeɛ.
27 ૨૭ યાકૂબ, શા માટે કહે છે, અને ઇઝરાયલ, તું શા માટે બોલે છે કે, “મારો માર્ગ યહોવાહથી સંતાડેલો છે અને મારો ન્યાય મારા ઈશ્વરના લક્ષમાં નથી?”
Adɛn na woka sɛ, Ao Yakob, na wonwiinwii, Ao Israel sɛ, “Mʼakwan ahinta Awurade; na me Onyankopɔn abɔ mʼasɛm agu”?
28 ૨૮ તે શું નથી જાણ્યું? તે શું નથી સાંભળ્યું? યહોવાહ તે સનાતન ઈશ્વર છે, પૃથ્વીના છેડા સુધી ઉત્પન્ન કરનાર તે છે, તે કદી નિર્બળ થતા નથી કે થાકતા નથી; તેમની સમજણની કોઈ સીમા નથી.
Wonnim anaa? Wonteeɛ anaa? Awurade yɛ daapem Onyankopɔn, na ɔyɛ asase nyinaa yɛfoɔ. Ɔremmrɛ na ɔrentɔ bera, na ne nhunumu nni nhwehwɛmu.
29 ૨૯ થાકેલાને તે બળ આપે છે તથા નિર્બળ થયેલાંને પુષ્કળ જોર આપે છે.
Ɔma deɛ watɔ bera ahoɔden deɛ wayɛ mmerɛ nso, ɔto nʼahoɔden so.
30 ૩૦ છોકરા તો નિર્બળ થશે અને થાકી જશે અને જુવાનો ઠોકર ખાશે અને પડશે:
Mpo, mmabunu brɛ, na wɔtɔ bera, na mmeranteɛ suntisunti hwehwe ase;
31 ૩૧ પણ યહોવાહની રાહ જોનાર નવું સામર્થ્ય પામશે; તેઓ ગરુડની જેમ પાંખો પ્રસારશે; તેઓ દોડશે અને થાકશે નહિ, તેઓ આગળ ચાલશે અને નિર્બળ થશે નહિ.
Nanso, wɔn a wɔn ani da Awurade so bɛnya ahoɔden foforɔ. Wɔde ntaban te sɛ akɔdeɛ deɛ bɛtu akɔ ewiem; wɔbɛtu mmirika, na wɔremmrɛ. Wɔbɛnante, na wɔrentɔ baha.