< યશાયા 4 >
1 ૧ તે દિવસે સાત સ્ત્રીઓ એક પુરુષને પકડીને કહેશે કે, “અમે અમારો પોતાનો ખોરાક ખાઈશું અને અમારા પોતાનાં વસ્ત્ર પહેરીશું પણ માત્ર તારું નામ અમને આપ અને અમારું અપમાન ટાળ.”
And in that day seven women will put their hands on one man, saying, There will be no need for you to give us food or clothing, only let us go under your name, so that our shame may be taken away.
2 ૨ તે દિવસે ઇઝરાયલના બચેલાને માટે યહોવાહે ઉગાડેલા અંકુર સુંદર તથા તેજસ્વી અને તે ભૂમિનું ફળ સ્વાદિષ્ટ તથા શોભાયમાન થશે.
In that day will the young growth of the Lord be beautiful in glory, and the fruit of the earth will be the pride of those who are still living in Israel.
3 ૩ ત્યારે, સિયોનમાં તથા યરુશાલેમમાં રહી ગયેલા શેષ, એટલે યરુશાલેમમાંના જીવતાઓમાં નોધાયેલા, દરેક પવિત્ર કહેવાશે.
And it will come about that the rest of the living in Zion, and of those who have been kept from destruction in Jerusalem, will be named holy, even everyone who has been recorded for life in Jerusalem:
4 ૪ જ્યારે પ્રભુ સિયોનની દીકરીઓની મલિનતા ધોઈ નાખશે અને યરુશાલેમમાંથી રક્તના ડાઘ ન્યાયના આત્મા તથા બળતી અગ્નિના આત્માથકી શુદ્ધ કરી નાખશે.
When Zion has been washed from her sin by the Lord, and Jerusalem made clean from her blood by a judging and a burning wind.
5 ૫ ત્યારે યહોવાહ સિયોન પર્વતનાં દરેક રહેઠાણ પર અને તેની સભાઓ પર, દિવસે મેઘ તથા ધુમાડો અને રાત્રે બળતા અગ્નિનો પ્રકાશ ઉત્પન્ન કરશે; કેમ કે તે સર્વ ગૌરવ ઉપર આવરણ થશે.
And over every living-place on Mount Zion, all over all her meetings, the Lord will make a cloud and smoke by day, and the shining of a flaming fire by night, for over all, the glory of the Lord will be a cover and a tent;
6 ૬ તે દિવસે તે તાપથી છાયા તરીકે અને તોફાન તથા વરસાદથી રક્ષણ કરનાર તથા આશ્રયસ્થાન થશે.
And a shade in the daytime from the heat, and a safe cover from storm and from rain.