< યશાયા 39 >

1 તે સમયે બાબિલના રાજા બાલઅદાનના દીકરા મેરોદાખ-બાલઅદાને હિઝકિયા પર પત્રો લખીને ભેટ મોકલી; કેમ કે તેણે સાંભળ્યું હતું કે હિઝકિયા માંદો પડ્યો હતો, પણ હવે સાજો થયો છે.
در آن زمان مرودک بلدان بن بلدان پادشاه بابل مکتوبی و هدیه‌ای نزدحزقیا فرستاد زیرا شنیده بود که بیمار شده وصحت یافته است.۱
2 હિઝકિયા તેને લીધે ખુશ થયો, તેણે સંદેશવાહકોને પોતાનો ભંડાર, એટલે સોનુંચાંદી, સુગંધીદ્રવ્ય અને મૂલ્યવાન તેલ, તમામ શસ્ત્રાગાર તથા તેના ભંડારોમાં જે જે હતું તે સર્વ તેઓને બતાવ્યું. તેના મહેલમાં કે આખા રાજ્યમાં એવું કંઈ નહોતું કે જે હિઝકિયાએ તેઓને બતાવ્યું ના હોય.
و حزقیا از ایشان مسرورشده، خانه خزاین خود را از نقره و طلا و عطریات و روغن معطر و تمام خانه اسلحه خویش و هرچه را که در خزاین او یافت می‌شد به ایشان نشان دادو در خانه‌اش و در تمامی مملکتش چیزی نبودکه حزقیا آن را به ایشان نشان نداد.۲
3 ત્યારે યશાયા પ્રબોધકે હિઝકિયા રાજાની પાસે આવીને તેને પૂછ્યું, “એ માણસોએ તમને શું કહ્યું? તેઓ ક્યાંથી આવ્યા છે?” હિઝકિયાએ કહ્યું, “તેઓ દૂર દેશથી એટલે બાબિલથી મારી પાસે આવ્યા છે.”
پس اشعیانبی نزد حزقیا پادشاه آمده، وی را گفت: «این مردمان چه گفتند و نزد تو از کجا آمدند؟» حزقیاگفت: «از جای دور یعنی از بابل نزد من آمدند.»۳
4 યશાયાએ પૂછ્યું, “તેઓએ તારા મહેલમાં શું શું જોયું છે?” હિઝકિયાએ કહ્યું, “મારા મહેલમાંનું સર્વ તેઓએ જોયું છે. મારા ભંડારોમાં એવી એક પણ વસ્તુ નથી કે જે મેં તેમને બતાવી ના હોય.”
او گفت: «در خانه تو چه دیدند؟» حزقیا گفت: «هرچه در خانه من است دیدند و چیزی درخزاین من نیست که به ایشان نشان ندادم.»۴
5 ત્યારે યશાયાએ હિઝકિયાને કહ્યું, “સૈન્યોના ઈશ્વર યહોવાહનું વચન સાંભળ:
پس اشعیا به حزقیا گفت: «کلام یهوه صبایوت را بشنو:۵
6 ‘જુઓ, એવા દિવસો આવે છે કે જ્યારે તારા મહેલમાં જે સર્વ છે તે, તારા પૂર્વજોએ જેનો આજ સુધી સંગ્રહ કરી રાખ્યો છે, તે સર્વ, બાબિલમાં લઈ જવામાં આવશે; કંઈ પણ પડતું મુકાશે નહિ, એવું યહોવાહ કહે છે.
اینک روزها می‌آید که هرچه در خانه تو است و آنچه پدرانت تا امروز ذخیره کرده‌اند به بابل برده خواهد شد. و خداوندمی گوید که چیزی از آنها باقی نخواهد ماند.۶
7 તારા દીકરાઓ કે જે તારાથી ઉત્પન્ન થશે, જેઓને જન્મ અપાશે, તેઓને તેઓ લઈ જશે; અને તેઓ બાબિલના રાજાના મહેલમાં રાણીવાસના સેવકો થશે.”
وبعضی از پسرانت را که از تو پدید آیند و ایشان راتولید نمایی خواهند گرفت و در قصر پادشاه بابل خواجه‌سرا خواهند شد.»۷
8 ત્યારે હિઝકિયાએ યશાયાને કહ્યું, “યહોવાહનાં જે વચનો તમે બોલ્યા છો, તે સારાં છે.” કેમ કે તેણે વિચાર્યું કે, “મારા દિવસોમાં તો શાંતિ તથા સત્યતા રહેશે.”
حزقیا به اشعیا گفت: «کلام خداوند که گفتی نیکو است و دیگر گفت: هرآینه در ایام من سلامتی و امان خواهد بود.»۸

< યશાયા 39 >