< યશાયા 38 >

1 તે દિવસોમાં હિઝકિયા મરણતોલ માંદો પડ્યો. તેથી આમોસના દીકરા યશાયા પ્રબોધકે તેની પાસે આવીને કહ્યું: “યહોવાહ એમ કહે છે, ‘તારા ઘરનો બંદોબસ્ત કર; કેમ કે તું મરવાનો છે, તું જીવવાનો નથી.”
در آن ایام حزقیا بیمار و مشرف به موت شد و اشعیا ابن آموص نبی نزد وی آمده، او را گفت: «خداوند چنین می‌گوید: تدارک خانه خود را ببین زیرا که می‌میری و زنده نخواهی ماند.»۱
2 ત્યારે હિઝકિયાએ પોતાનું મુખ દીવાલ તરફ ફેરવીને યહોવાહને પ્રાર્થના કરી.
آنگاه حزقیا روی خود را بسوی دیواربرگردانیده، نزد خداوند دعا نمود،۲
3 તેણે કહ્યું, “હે યહોવાહ, હું કાલાવાલા કરું છું કે હું કેવી રીતે સત્યતાથી તથા સંપૂર્ણ હૃદયથી તમારી સમક્ષ ચાલ્યો છું અને તમારી દૃષ્ટિમાં જે સારું તે મેં કર્યું છે,” અને પછી હિઝકિયા બહુ રડ્યો.
و گفت: «ای خداوند مستدعی اینکه بیاد آوری که چگونه به حضور تو به امانت و به دل کامل سلوک نموده‌ام وآنچه در نظر تو پسند بوده است بجا آورده‌ام.» پس حزقیا زار‌زار بگریست.۳
4 પછી યશાયાની પાસે યહોવાહનું આ વચન આવ્યું કે,
و کلام خداوند بر اشعیا نازل شده، گفت:۴
5 “જઈને મારા લોકના આગેવાન હિઝકિયાને કહે, “તારા પિતા દાઉદના ઈશ્વર યહોવાહ એમ કહે છે, ‘તારી પ્રાર્થના મેં સાંભળી છે અને તારાં આંસુ મેં જોયાં છે. જુઓ, હું તારા આયુષ્યમાં પંદર વર્ષ વધારીશ.
«برو و به حزقیا بگو یهوه خدای پدرت داود چنین می‌گوید: دعای تو راشنیدم و اشکهایت را دیدم. اینک من بر روزهای تو پانزده سال افزودم.۵
6 હું તને તથા આ નગરને આશ્શૂરના રાજાના હાથમાંથી છોડાવીશ; અને હું આ નગરનું રક્ષણ કરીશ.
و تو را و این شهر را ازدست پادشاه آشور خواهم رهانید و این شهر راحمایت خواهم نمود.۶
7 અને યહોવાહે જે વચન કહ્યું છે, તે તે પૂરું કરશે, એનું આ ચિહ્ન તને યહોવાહથી મળશે:
و علامت از جانب خداوند که خداوند این کلام را که گفته است بجاخواهد آورد این است:۷
8 જુઓ, આહાઝના સમયદર્શક યંત્રમાં જે છાંયડો દશ અંશ પર છે, તેને હું દશ અંશ પાછો હટાવીશ!” તેથી છાંયડો જે સમયદર્શક યંત્ર પર હતો તે દશ અંશ પાછો હટ્યો.
اینک سایه درجاتی که از آفتاب بر ساعت آفتابی آحاز پایین رفته است ده درجه به عقب برمی گردانم.» پس آفتاب ازدرجاتی که بر ساعت آفتابی پایین رفته بود، ده درجه برگشت.۸
9 યહૂદિયાનો રાજા હિઝકિયા માંદગીમાંથી સાજો થયો ત્યારે તેણે જે પ્રાર્થના લખી હતી તે આ છે:
مکتوب حزقیا پادشاه یهودا وقتی که بیمارشد و از بیماریش شفا یافت:۹
10 ૧૦ મેં કહ્યું, મારા આયુષ્યના મધ્યકાળમાં હું શેઓલની ભાગળોમાં જવાનો છું; મારાં બાકીના વર્ષોં મારી પાસેથી લઈ લેવામાં આવ્યાં છે. (Sheol h7585)
من گفتم: «اینک در فیروزی ایام خود به درهای هاویه می‌روم و ازبقیه سالهای خود محروم می‌شوم. (Sheol h7585)۱۰
11 ૧૧ મેં કહ્યું, હું કદી યહોવાહને જોઈશ નહિ, જીવતાઓની ભૂમિમાં હું યહોવાહને જોઈશ નહિ; હું ફરી કદી મનુષ્યને તથા સંસારના રહેવાસીઓને નિહાળીશ નહિ.
گفتم: خداوند را مشاهده نمی نمایم. خداوند را در زمین زندگان نخواهم دید. من با ساکنان عالم فنا انسان را دیگر نخواهم دید.۱۱
12 ૧૨ મારું નિવાસસ્થાન ભરવાડોના તંબુની જેમ ઉખેડી અને દૂર કરવામાં આવ્યું છે. વણકરની જેમ મારું જીવન સમેટી લીધું છે; મને તાકામાંથી કાપી નાખવામાં આવ્યો છે. રાત અને દિવસની વચ્ચે તમે મારું જીવન પૂરું કરી નાખો છો.
خانه من کنده گردید ومثل خیمه شبان از من برده شد. مثل نساج عمرخود را پیچیدم. او مرا از نورد خواهد برید. روز وشب مرا تمام خواهی کرد.۱۲
13 ૧૩ સવાર સુધી મેં વિલાપ કર્યો; સિંહની જેમ તે મારાં હાડકાં ભાંગી નાખે છે; રાત અને દિવસની વચ્ચે તમે મારું જીવન પૂરું કરી નાખો છો.
تا صبح انتظارکشیدم. مثل شیر همچنین تمامی استخوانهایم رامی شکند. روز و شب مرا تمام خواهی کرد.۱۳
14 ૧૪ અબાબીલની જેમ હું કિલકિલાટ કરું છું, હોલાની જેમ હું વિલાપ કરું છું, મારી આંખો ઉચ્ચસ્થાન તરફ જોઈ રહેવાથી નબળી થઈ છે. હે પ્રભુ, હું પીડા પામી રહ્યો છું, મને મદદ કરો.
مثل پرستوک که جیک جیک می‌کند صدامی نمایم. و مانند فاخته ناله می‌کنم و چشمانم ازنگریستن به بالا ضعیف می‌شود. ای خداوند درتنگی هستم کفیل من باش.۱۴
15 ૧૫ હું શું બોલું? તેઓએ મારી સાથે વાત કરી છે અને તેઓએ જ તે કર્યું છે; મારા જીવની વેદનાને લીધે હું મારી આખી જિંદગી સુધી ધીમે ધીમે ચાલીશ.
«چه بگویم چونکه او به من گفته است وخود او کرده است. تمامی سالهای خود را به‌سبب تلخی جانم آهسته خواهم رفت.۱۵
16 ૧૬ હે પ્રભુ, તમે મોકલેલું દુઃખ મારા માટે સારું છે; મારું જીવન મને પાછું મળે તો સારું; તમે મને સાજો કર્યો છે અને જીવતો રાખ્યો છે.
‌ای خداوند به این چیزها مردمان زیست می‌کنند و به اینها و بس حیات روح من می‌باشد. پس مرا شفابده و مرا زنده نگاه دار.۱۶
17 ૧૭ આવા શોકનો અનુભવ કરવો તે મારા લાભને માટે હતું. તમે મને વિનાશના ખાડામાંથી બહાર કાઢ્યો છે; કેમ કે તમે મારાં સર્વ પાપ તમારી પીઠ પાછળ નાખી દીધાં છે.
اینک تلخی سخت من باعث سلامتی من شد. از راه لطف جانم را از چاه هلاکت برآوردی زیرا که تمامی گناهانم را به پشت سر خود انداختی.۱۷
18 ૧૮ કેમ કે શેઓલ તમારી આભારસ્તુતિ કરે નહિ, મરણ તમારાં સ્તોત્ર ગાય નહિ; જેઓ કબરમાં ઊતરે છે તેઓ તમારી વિશ્વસનીયતાની આશા રાખે નહિ. (Sheol h7585)
زیرا که هاویه تو راحمد نمی گوید و موت تو را تسبیح نمی خواند. وآنانی که به حفره فرو می‌روند به امانت تو امیدوارنمی باشند. (Sheol h7585)۱۸
19 ૧૯ જીવિત વ્યક્તિ, હા, જીવિત વ્યક્તિ તો, જેમ આજે હું કરું છું તેમ, તમારી આભારસ્તુતિ કરશે. પિતા પોતાનાં સંતાનોને તમારી વિશ્વસનીયતા જાહેર કરશે.
زندگانند، زندگانند که تو را حمدمی گویند، چنانکه من امروز می‌گویم. پدران به پسران راستی تو را تعلیم خواهند داد.۱۹
20 ૨૦ યહોવાહ મારો ઉદ્ધાર કરવાના છે અને અમે અમારી આખી જિંદગી સુધી યહોવાહના ઘરમાં વાજિંત્રો વગાડીને ઉજવણી કરીશું.”
خداوندبه جهت نجات من حاضر است، پس سرودهایم را در تمامی روزهای عمر خود در خانه خداوندخواهیم سرایید.»۲۰
21 ૨૧ હવે યશાયાએ કહ્યું હતું, “અંજીરમાંથી થોડો ભાગ લઈને ગૂમડા પર બાંધો, એટલે તે સાજો થશે.”
و اشعیا گفته بود که قرصی از انجیر بگیریدو آن را بر دمل بنهید که شفا خواهد یافت.۲۱
22 ૨૨ વળી હિઝકિયાએ કહ્યું હતું, “હું યહોવાહના ઘરમાં જઈશ એનું શું ચિહ્ન થશે?”
وحزقیا گفته بود علامتی که به خانه خداوندبرخواهم آمد چیست؟۲۲

< યશાયા 38 >