< યશાયા 37 >

1 જ્યારે હિઝકિયા રાજાએ એ સાંભળ્યું ત્યારે તેણે પોતાનાં વસ્ત્ર ફાડ્યાં, શરીર પર ટાટ ધારણ કરીને તે યહોવાહના ઘરમાં ગયો.
Lorsque le roi Ezéchias les eut entendus, il déchira ses vêtements, et, couvert d’un cilice, il se rendit dans la maison de Dieu.
2 તેણે મહેલના કારભારી એલિયાકીમને, લેખક શેબ્નાને તથા યાજકોના વડીલોને ટાટ ઓઢાડીને તેઓને આમોસના દીકરા યશાયા પ્રબોધક પાસે મોકલ્યા.
Puis il envoya Elyakim, l’intendant du palais, Chebna, le secrétaire, et les plus anciens des prêtres, enveloppés d’un cilice, auprès du prophète Isaïe, fils d’Amoç,
3 તેઓએ તેને કહ્યું, “હિઝકિયા એવું કહે છે કે, આ દિવસ તો સંકટનો, ઠપકાનો તથા ફજેતીનો દિવસ છે; કેમ કે આ તો છોકરાંનો પ્રસવ થવાની તૈયારી છે, પણ જન્મ આપવાની શક્તિ ના હોય તેવી સ્થિતિ છે.
avec ce message: "Ainsi parle Ezéchias: C’Est aujourd’hui un jour d’angoisse, de châtiment et d’humiliation; les enfants sont près de naître, mais point de force pour enfanter!
4 આશ્શૂરના રાજાએ પોતાનાં સેવક રાબશાકેહને જીવતા ઈશ્વરની નિંદા કરવા માટે મોકલ્યો છે અને તેના સર્વ શબ્દો યહોવાહ તમારા ઈશ્વરે સાંભળ્યા છે. તો હવે તે સાંભળીને તેને માટે તેઓને ધમકાવે; માટે બચી ગયેલાઓને માટે તું પ્રાર્થના કર.”
Peut-être l’Eternel, ton Dieu, accordera-t-il son attention aux paroles de Rabchakè, envoyé par le roi d’Assyrie pour outrager le Dieu vivant, et voudra-t-il demander compte de ces paroles qu’il a entendues. Prie donc en faveur des débris qui subsistent encore."
5 તેથી હિઝકિયા રાજાના સેવકો યશાયા પાસે આવ્યા.
Les serviteurs du roi Ezéchias se rendirent auprès d’Isaïe.
6 અને યશાયાએ તેઓને કહ્યું: “તમારા ધણીને કહેજો કે: ‘યહોવાહ કહે છે કે, જે શબ્દો તેં સાંભળ્યા છે, એટલે જે વડે આશ્શૂરના રાજાના સેવકોએ મારી વિરુદ્ધ દુર્ભાષણ કર્યું છે, તેથી તારે બીવું નહિ.
Celui-ci leur dit: "Vous parlerez ainsi à votre maître: Ne sois pas effrayé, a dit l’Eternel, des paroles que tu as entendues, des blasphèmes proférés contre moi par les jeunes gens du roi d’Assyrie.
7 જુઓ, હું તેનામાં એક આત્મા મૂકીશ અને તે અફવા સાંભળીને પોતાના દેશમાં પાછો જશે. ત્યાં હું તેને તલવારથી મારી નંખાવીશ.”
Je lui inspirerai la résolution de retourner dans son pays à la suite d’une nouvelle qui lui parviendra; là, je le ferai périr par le glaive."
8 જ્યારે રાબશાકેહ પાછો ગયો ત્યારે તેને માલૂમ પડ્યું આશ્શૂરનો રાજા લિબ્નાહની વિરુદ્ધ યુદ્ધ કરે છે. વળી તેણે સાંભળ્યું હતું કે તે લાખીશથી ઊપડ્યો છે.
Lorsque Rabchakè revint auprès du roi d’Assyrie, il le trouva aux prises avec Libna; il avait, en effet, appris son départ de Lakhich.
9 જ્યારે તેણે સાંભળ્યું કે કૂશના રાજા તિર્હાકા તથા મિસરીઓ સાથે મળીને મારી સામે યુદ્ધ કરવા ચઢી આવ્યા છે, ત્યારે તેણે ફરીથી યહૂદિયાના રાજા હિઝકિયાની પાસે સંદેશવાહકોને મોકલીને કહાવ્યું,
Or, le roi d’Assyrie reçut l’information suivante: "Tirhaka, roi d’Ethiopie, marche contre toi pour te combattre." À cette nouvelle, il envoya des messagers auprès d’Ezéchias avec cet ordre:
10 ૧૦ “હિઝકિયા, યહૂદિયાના રાજાને કહે કે, ‘જે ઈશ્વર પર તું ભરોસો રાખે છે, તે એવું કહીને તમને ન છેતરે કે, “યરુશાલેમ આશ્શૂરના રાજાના હાથમાં નહિ પડશે.”
Vous parlerez à Ezéchias, roi de Juda, en ces termes: "Ne te laisse pas leurrer par ton Dieu, en qui tu mets ta confiance, en te disant que Jérusalem ne tombera pas au pouvoir du roi d’Assyrie.
11 ૧૧ આશ્શૂરના રાજાઓએ સર્વ દેશોનો નાશ કરીને તેઓના કેવા હાલ કર્યા છે તે તો તેં સાંભળ્યું છે; તો શું તારો બચાવ થશે?
Certes, toi aussi tu as appris les exploits accomplis par les rois d’Assyrie dans tous les pays qu’ils ont dévastés. Et toi, tu serais sauvé!
12 ૧૨ જે પ્રજાઓનો, એટલે ગોઝાન, હારાન, રેસેફ તથા તલાસારમાં રહેનાર એદેનપુત્રોનો મારા પૂર્વજોએ નાશ કર્યો છે, તેઓના દેવોએ તેઓને બચાવ્યા છે શું?
Les dieux ont-ils pu assurer le salut des peuplades que mes ancêtres ont anéanties: Gozân et Haran, Récéf et les Benê-Eden établis à Telassar?
13 ૧૩ હમાથનો, આર્પાદનો અને સફાર્વાઈમ નગરનો, હેનાનો તથા ઇવ્વાનો રાજા ક્યાં છે?
Où est le roi de Hamat, le roi d’Arpad, le roi de Laïr, Sefarvayim, Hèna et Ivva?"
14 ૧૪ હિઝકિયાએ સંદેશવાહકો પાસેથી પત્ર લઈને વાંચ્યો. પછી તેણે યહોવાહના ઘરમાં જઈને તે પત્ર તેમની આગળ ખુલ્લો કર્યો.
Ezéchias prit la lettre de la main des messagers et, après l’avoir lue, il se rendit dans la maison de Dieu et déploya cette lettre devant l’Eternel.
15 ૧૫ હિઝકિયાએ યહોવાહને પ્રાર્થના કરી:
Puis Ezéchias adressa la prière suivante à l’Eternel:
16 ૧૬ હે સૈન્યોના યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર, કરુબો પર બિરાજમાન, પૃથ્વીનાં સર્વ રાજ્યોના તમે જ એકલા ઈશ્વર છો; તમે આકાશ તથા પૃથ્વી ઉત્પન્ન કર્યાં છે.
"Eternel-Cebaot, Dieu d’Israël, toi qui trônes sur les chérubins, tu es le seul Dieu de tous les royaumes de l’univers, c’est toi qui as créé le ciel et la terre.
17 ૧૭ હે યહોવાહ, કાન દઈને સાંભળો. હે યહોવાહ, આંખ ઉઘાડીને જુઓ અને જીવતા ઈશ્વરની નિંદા કરનારા આ સાન્હેરીબના શબ્દો તમે સાંભળો.
Seigneur, prête l’oreille et écoute, ouvre les yeux et regarde! Accorde ton attention au message envoyé par Sennachérib pour blasphémer le Dieu vivant!
18 ૧૮ હે યહોવાહ, ખરેખર આશ્શૂરના રાજાઓએ બીજી પ્રજાઓનો તથા તેઓના દેશોનો નાશ કર્યો છે એ વાત સાચી છે.
II est vrai, Eternel, que les rois d’Assyrie ont ruiné tous les peuples avec leurs territoires,
19 ૧૯ તેઓએ તેઓના દેવોને બાળી નાખ્યા છે; કેમ કે તેઓ દેવો નહોતા, પરંતુ માણસના હાથની કૃતિ-લાકડાં તથા પથ્થર હતા. તેથી આશ્શૂરે તેમનો નાશ કર્યો છે.
et livré leurs divinités aux flammes. Mais ce n’étaient point des dieux, c’étaient des œuvres fabriquées par l’homme, du bois et de la pierre; on les a donc anéanties.
20 ૨૦ તેથી હવે, હે અમારા ઈશ્વર યહોવાહ, તેના હાથમાંથી અમારો બચાવ કરજો, જેથી પૃથ્વીનાં સર્વ રાજ્યો જાણે કે તમે જ એકલા ઈશ્વર યહોવાહ છો.”
Et maintenant, protège-nous contre lui, Eternel, notre Dieu, afin que tous les royaumes de la terre reconnaissent que seul, ô Seigneur, tu es Dieu."
21 ૨૧ પછી આમોસના દીકરા યશાયાએ હિઝકિયાને સંદેશો મોકલીને કહેવડાવ્યું, “યહોવાહ, ઇઝરાયલના ઈશ્વર કહે છે, ‘આશ્શૂરના રાજા સાન્હેરીબ વિષે તેં મને પ્રાર્થના કરી છે.’
Isaïe, fils d’Amoç, manda à Ezéchias: "Ainsi parle l’Eternel, le Dieu d’Israël: En raison de la prière que tu m’as adressée à cause de Sennachérib, roi d’Assyrie,
22 ૨૨ તે માટે યહોવાહ સાનહેરિબ વિષે જે વચન બોલ્યા છે તે આ છે: “સિયોનની કુંવારી દીકરીએ તને તુચ્છ ગણ્યો છે અને હસી કાઢ્યો છે; યરુશાલેમની દીકરીએ તારી તરફ માથું ધુણાવ્યું છે.
voici l’oracle prononcé sur lui par l’Eternel: "Elle te dédaigne, se rit de toi, la vierge, fille de Sion; elle hoche la tête après toi, la fille de Jérusalem.
23 ૨૩ તેં કોની નિંદા તથા કોના વિષે દુર્ભાષણ કર્યા છે? અને તેં કોની વિરુદ્ધ તારો અવાજ ઉઠાવ્યો છે અને તારી આંખો ઊંચી કરી છે? ઇઝરાયલનાં પવિત્ર વિરુદ્ધ જ.
À qui vont tes blasphèmes et insultes? Contre qui élèves-tu la voix? Tu as porté haut tes regards contre le Saint d’Israël.
24 ૨૪ તારા ચાકર દ્વારા તેં પ્રભુની નિંદા કરી છે, તેં કહ્યું છે કે, ‘મારા રથોના જૂથ સાથે હું પર્વતોના શિખર પર, લબાનોનના સૌથી અંદરના ભાગોમાં હું ચઢી આવ્યો છું; હું તેના ઊંચા એરેજવૃક્ષોને તથા ઉત્તમ દેવદારવૃક્ષોને હું કાપી નાખીશ; અને હું તેના સૌથી છેવાડા ભાગમાં, તથા તેના ફળદ્રુપ ખેતરના વનમાં પ્રવેશ કરીશ.
Par tes émissaires, tu as outragé Dieu; tu as dit: "Avec mes nombreux chars j’ai escaladé la cime des montagnes, les pentes escarpées du Liban; j’abats ses cèdres superbes, ses plus beaux cyprès; j’atteins le gîte de son dernier sommet, ses taillis les plus touffus.
25 ૨૫ મેં કૂવા ખોદીને પરદેશનાં પાણી પીધાં છે; મારા પગનાં તળિયાંથી મેં મિસરની બધી નદીઓને સૂકવી નાખી છે.’
J’Ai fait jaillir des sources, et j’ai bu leurs eaux. Sous la plante de mes pieds je mets à sec tous les canaux de l’Egypte."
26 ૨૬ શું તેં નથી સાંભળ્યું કે, મેં પુરાતન કાળથી તે ઠરાવ કર્યો છે અને પ્રાચીન કાળથી તે ઘાટ ઘડ્યો છે? અને હવે હું એવું કરું છું કે, તું કોટવાળાં નગરોને વેરાન કરી નાખીને તેમને ખંડીયેરના ઢગલા કરી નાખનાર થાય.
N’As-tu pas compris que j’ai tout résolu de loin, préparé ces événements dès les temps antiques? Maintenant je les ai suscités, pour que, détruites par toi, des villes fortes se changent en monceaux de ruines.
27 ૨૭ તેઓના રહેવાસીઓ કમજોર થઈ ગયા છે, તેઓ વિખેરાઈને લજ્જિત થયા. તેઓ ખેતરના છોડ, લીલું ઘાસ, અગાસી પરનાં ઘાસ તથા ખેતરમાનાં ઘાસ, પૂર્વના વાયુ જેવા થઈ ગયા.
Leurs habitants, réduits à l’impuissance, ont été frappés de terreur et de confusion, semblables à l’herbe des champs, au vert gazon, à la mousse des toits et au blé flétri avant de monter en épis.
28 ૨૮ પરંતુ તારું ઊઠવું તથા બેસવું, તારું બહાર જવું તથા તારું અંદર આવવું, તથા મારા પર તારું કોપાયમાન થવું, એ સર્વ હું જાણું છું.
Que tu demeures chez toi, que tu entreprennes des expéditions, je le sais, comme je connais tes emportements contre moi.
29 ૨૯ મારા પર તારા ક્રોધાયમાન થયાને લીધે તથા તારી ઉદ્ધતાઈ મારા સાંભળવામાં આવ્યાને લીધે હું તારા નાકમાં મારી કડી તથા તારા મુખમાં મારી લગામ નાખીને જે માર્ગે તું આવ્યો છે તે માર્ગે થઈને હું તને પાછો ફેરવીશ.”
Puisque tu t’emportes contre moi, et que tes discours arrogants sont montés à mes oreilles, je fixerai mon anneau à ton nez et mon mors entre tes lèvres, et te ferai reprendre le chemin par où tu es venu."
30 ૩૦ તારા માટે આ ચિહ્ન થશે: આ વર્ષે તમે પોતાની જાતે નીપજેલું ધાન્ય ખાશો અને બીજા વર્ષે એના પાકમાંથી નીપજેલું ધાન્ય ખાશો. પરંતુ ત્રીજા વર્ષે તમે વાવશો અને લણશો તથા દ્રાક્ષવાડીઓ રોપશો અને તેના ફળ ખાશો.
Et ceci te servira de signe: cette année on mangera le produit spontané des champs, la seconde année ce qui repoussera encore de soi-même, mais la troisième année, vous ferez des semailles et des récoltes, vous planterez des vignes et en consommerez le produit.
31 ૩૧ યહૂદિયાના કુળનો બચેલો ભાગ ફરીથી મૂળમાંથી પોતાની જડ ફૂટશે અને તેને ફળ આવશે.
Les débris qui ont survécu de la maison de Juda étendront de nouvelles racines sous la terre et porteront des fruits au-dessus.
32 ૩૨ કેમ કે, યરુશાલેમ તથા સિયોન પર્વતમાંથી બચેલા લોકો નીકળી આવશે;’ સૈન્યોના યહોવાહની ઉત્કંઠાથી તે થશે.”
Oui, un reste refleurira à Jérusalem et des débris sur la montagne de Sion; voilà ce que réalisera l’amour de l’Eternel-Cebaot.
33 ૩૩ તેથી આશ્શૂરના રાજા વિષે યહોવાહ કહે છે: “તે આ નગરમાં આવશે નહિ, ત્યાં બાણ પણ મારશે નહિ, તે ઢાલ લઈને તેની આગળ આવશે નહિ અને તેની સામે મોરચો બાંધશે નહિ.
Aussi l’Eternel a-t-il fait cette déclaration au sujet du roi d’Assyrie: Il ne pénétrera pas dans cette ville, n’y lancera aucune flèche, ne lui opposera pas un seul bouclier, et n’établira pas de redoute contre elle.
34 ૩૪ જે માર્ગે તે આવ્યો તે જ માર્ગે તે પાછો જશે, આ નગરમાં તે પ્રવેશ કરવા પામશે નહિ. એમ હું યહોવાહ બોલું છું.
Il reprendra le chemin par où il est venu, mais dans cette ville (dit l’Eternel) il n’entrera pas.
35 ૩૫ કેમ કે હું મારી પોતાની ખાતર તથા મારા સેવક દાઉદની ખાતર આ નગરનું રક્ષણ કરીને તેને બચાવીશ.”
Car je la protégerai, cette ville, pour son salut, en faveur de moi et de mon serviteur David."
36 ૩૬ યહોવાહના દૂતે આવીને આશ્શૂરોની છાવણીમાંના એક લાખ પંચાસી હજાર સૈનિકોને મારી નાખ્યા. જયારે પરોઢિયે લોકો ઊઠ્યા, ત્યારે તેઓના મૃતદેહો ઠેર ઠેર પડેલા હતાં.
Un ange du Seigneur se rendit au camp assyrien et y fit périr cent quatre-vingt-cinq mille hommes; en se levant le matin, on aperçut tous ces cadavres.
37 ૩૭ તેથી આશ્શૂરનો રાજા સાન્હેરીબ ઇઝરાયલ છોડીને પાછો નિનવે પોતાના ઘરે જતો રહ્યો.
Sennachérib, roi d’Assyrie, leva alors le camp, prit le chemin du retour et s’arrêta à Ninive.
38 ૩૮ પછી, તે પોતાના દેવ નિસ્રોખના મંદિરમાં પૂજા કરતો હતો, ત્યારે તેના દીકરા આદ્રામ્મેલેખે અને શારએસેરે તેને તલવારથી મારી નાખ્યો. પછી તેઓ અરારાટ દેશમાં નાસી ગયા. તેના દીકરા એસાર-હાદ્દોને તેની જગ્યાએ રાજ કર્યું.
Là, pendant qu’il était prosterné dans le temple de son dieu Nisrokh, Adrammélec et Charécér, ses fils, le frappèrent de leur glaive, puis s’enfuirent dans le pays d’Ararat. Ce fut son fils Essar-Hadon qui lui succéda.

< યશાયા 37 >