< યશાયા 35 >

1 અરણ્ય તથા સૂકી ભૂમિ હરખાશે; અને વન આનંદ કરશે અને ગુલાબની જેમ ખીલશે.
曠野和乾旱之地必然歡喜; 沙漠也必快樂; 又像玫瑰開花,
2 તે પુષ્કળ ખીલશે, આનંદ કરશે અને હરખાઈને ગાયન કરશે. તેને લબાનોનનું ગૌરવ, કાર્મેલ તથા શારોનનો વૈભવ આપવામાં આવશે; તેઓ યહોવાહનું ગૌરવ અને આપણા ઈશ્વરનો વૈભવ જોશે.
必開花繁盛, 樂上加樂,而且歡呼。 黎巴嫩的榮耀, 並迦密與沙崙的華美,必賜給它。 人必看見耶和華的榮耀, 我們上帝的華美。
3 ઢીલા હાથોને દૃઢ કરો અને લથડતાં ઘૂંટણોને સ્થિર કરો.
你們要使軟弱的手堅壯, 無力的膝穩固。
4 જેઓ ભયભીત હૃદયના છે તેઓને કહો, “દૃઢ થાઓ, બીશો નહિ; જુઓ, તમારા ઈશ્વર વેર લેવા આવશે, ઈશ્વર તમને યોગ્ય બદલો આપશે અને તે પોતે આવીને તમને તારશે.”
對膽怯的人說: 你們要剛強,不要懼怕。 看哪,你們的上帝必來報仇, 必來施行極大的報應; 他必來拯救你們。
5 ત્યારે અંધજનોની આંખો ઉઘાડવામાં આવશે અને બધિરોના કાન સાંભળશે.
那時,瞎子的眼必睜開; 聾子的耳必開通。
6 ત્યારે અપંગો હરણની જેમ કૂદશે અને મૂંગાની જીભ ગાયન કરશે, કેમ કે અરણ્યમાં પાણી અને વનમાં નાળાં ફૂટી નીકળશે.
那時,瘸子必跳躍像鹿; 啞巴的舌頭必能歌唱。 在曠野必有水發出; 在沙漠必有河湧流。
7 દઝાડતી રેતી તે તળાવ, અને તરસી ભૂમિ તે પાણીના ઝરણાં બની જશે; શિયાળોનાં રહેઠાણમાં, તેમના સૂવાને સ્થાને, ઘાસની સાથે બરુ તથા સરકટ ઊગશે.
發光的沙要變為水池; 乾渴之地要變為泉源。 在野狗躺臥之處, 必有青草、蘆葦,和蒲草。
8 ત્યાં રાજમાર્ગ થશે અને તે પવિત્રતાનો માર્ગ કહેવાશે. તેના પર કોઈ અશુદ્ધ ચાલશે નહિ પણ જે પવિત્રતામાં ચાલે છે તેને માટે તે થશે, એ માર્ગમાં મૂર્ખ પણ ભૂલો પડશે નહિ.
在那裏必有一條大道, 稱為聖路。 污穢人不得經過, 必專為贖民行走; 行路的人雖愚昧, 也不致失迷。
9 ત્યાં સિંહ હશે નહિ, કોઈ હિંસક પશુ ત્યાં આવી ચઢશે નહી; ત્યાં તેઓ જોવામાં આવશે નહિ. પણ ઉદ્ધાર પામેલાઓ ત્યાં ચાલશે.
在那裏必沒有獅子, 猛獸也不登這路; 在那裏都遇不見, 只有贖民在那裏行走。
10 ૧૦ યહોવાહે જે લોકો માટે મુક્તિ મૂલ્ય ચૂકવ્યું છે તેઓ પાછા ફરશે અને હર્ષનાદ કરતા કરતા સિયોન સુધી પહોંચશે અને તેઓને માથે હંમેશા આનંદ રહેશે; તેઓને હર્ષ અને આનંદ પ્રાપ્ત થશે, તેઓના શોક તથા નિશ્વાસ જતા રહેશે.
並且耶和華救贖的民必歸回, 歌唱來到錫安; 永樂必歸到他們的頭上; 他們必得着歡喜快樂, 憂愁歎息盡都逃避。

< યશાયા 35 >