< યશાયા 33 >
1 ૧ તને અફસોસ છે! વિનાશ કરનારનો વિનાશ થયો નથી! તું ઠગાઈ કરે છે, પણ તેઓએ તારી સાથે ઠગાઈ કરી નહિ, તને અફસોસ! તું વિનાશ કરવાનું બંધ કરીશ ત્યારે તારો વિનાશ થશે. તું ઠગાઈ કરવી બંધ કરીશ, ત્યારે તેઓ તારી સાથે ઠગાઈ કરશે.
Maye kuwe, wena mchithi, wena ongachithwanga! Maye kuwe, wena mthengisi, wena ongacetshwanga! Lapho uyekela ukuthengisa, lawe uzacetshwa.
2 ૨ હે યહોવાહ, અમારા પર કૃપા કરો, અમે તમારી વાટ જોયા કરીએ છીએ; દર સવારે તમે અમારો ભુજ અને દુઃખના સમયે અમારા ઉદ્ધારનાર થાઓ.
Awu Thixo, woba lomusa kithi; siyakulangazelela. Woba ngamandla ethu ekuseni konke, ube yinsindiso yethu esikhathini sosizi.
3 ૩ ભારે અવાજથી લોકો નાસે છે; જ્યારે તમે ઊઠ્યા ત્યારે વિદેશીઓ વિખેરાયા છે.
Ekukhwazeni kwelizwi lakho, izizwe ziyabaleka; lapho uphakama izizwe ziyahlakazeka.
4 ૪ જેમ માણસો કાતરા એકઠા કરે છે તેમ તમારી લૂંટ એકઠી કરવામાં આવશે; તીડો ધસી આવે છે તે પ્રમાણે તેઓ તે પર ધસી આવશે.
Elakuthumbayo, lina zizwe, kubuthwa sengangathi kuqoqwa yisikhongwane, abantu beqela kukho njengomtshitshi wentethe.
5 ૫ યહોવાહ મોટા મનાયા છે; તે ઉચ્ચસ્થાનમાં રહે છે. તે સિયોનને ઇનસાફ અને ન્યાયથી ભરે છે.
UThixo uphakeme ngoba uhlala phezulu, uzagcwalisa iZiyoni ngokufaneleyo langokulunga.
6 ૬ તે તારા સમયમાં સ્થિર થશે, ઉદ્ધાર, ડહાપણ અને ડહાપણનો ભંડાર; યહોવાહનો ભય તે જ તેનો ખજાનો છે.
Uzakuba yisisekelo esithembekileyo sesikhathi senu, isiphala esigcwele usindiso, ukuhlakanipha lokwazi; ukumesaba uThixo kuyisiqokoqela sokuzuza ingcebo le.
7 ૭ જુઓ, તેઓના શૂરવીરો બહારથી વિલાપ કરે છે; સલાહ કરનારા અને શાંતિની આશા રાખનારા પોક મૂકીને રડે છે.
Khangelani, amaqhawe akibo ahlaba umkhosi emigwaqweni! Izithunywa zokuthula ziyakhala kakhulu.
8 ૮ માર્ગો ઉજ્જડ થયા છે; વટેમાર્ગુ બંધ થયા છે. કરાર તોડવામાં આવ્યો છે, સાક્ષીને ધિક્કાર્યા છે અને નગરો આદર વિનાનાં થઈ ગયાં છે.
Imigwaqo emikhulu ibetha umoya, akulazihambi kuyo. Isivumelwano sephulwe, ofakazi baso beyisiwe, kakho ohlonitshwayo.
9 ૯ દેશ વિલાપ કરે છે અને સુકાઈ જાય છે; લબાનોન લજ્જિત થઈને સંકોચાઈ જાય છે; શારોન ઉજ્જડ જંગલ જેવો થયો છે; અને બાશાન તથા કાર્મેલ પોતાનાં પાંદડાં ખેરવી નાખે છે.
Ilizwe liyalila njalo liyachitheka. ILebhanoni iyangekile njalo iyabuna; iSharoni injengenkangala, iBhashani leKhameli akhithizwa amahlamvu awo.
10 ૧૦ યહોવાહ કહે છે, “હવે હું ઊઠીશ;” હમણાં હું પોતાને ઊંચો કરીશ; હમણાં હું મોટો મનાઈશ.
UThixo uthi, “Khathesi sengizavuka, khathesi sengizadunyiswa, khathesi sengizaphakanyiswa.
11 ૧૧ તમે ફોતરાંનો ગર્ભ ધરશો અને ખૂંપરાને જન્મ આપશો; તમારો શ્વાસ તમને બાળી નાખનાર અગ્નિ જેવો છે.
Liqukethe ngamakhoba, lizale izibi; umoya wenu eliwuphefumulayo ungumlilo oliqedayo.
12 ૧૨ લોકો ભઠ્ઠીમાં ચૂના જેવા, અગ્નિમાં બાળી નાખેલા અને કાપેલા કાંટા જેવા થશે.
Abantu bazatshiswa bafane lekalaga; bazathungelwa ngomlilo njengamahlahla ameva aganyuliweyo.”
13 ૧૩ તમે જેઓ દૂર છો તેઓ, મેં જે કર્યું છે તે સાંભળો; અને તમે પાસે રહેનારાઓ, મારું પરાક્રમ જાણો.
Lina elikhatshana, zwanini engikwenzileyo; lina abaseduze, vumani amandla ami!
14 ૧૪ સિયોનમાં પાપીઓ ભયભીત થયા છે, અધર્મીઓને ધ્રૂજારી ચઢી છે. આપણામાંનો કોણ બાળી નાખનાર અગ્નિ સાથે વાસો કરશે? આપણામાંનો કોણ સદા બળતી આગ સાથે વાસો કરશે?
Izoni zaseZiyoni ziyathuthumela; abangamesabiyo uNkulunkulu bayaqhaqhazela: “Ngubani owakithi ongahlala lomlilo oqothulayo na? Ngubani owakithi ongahlala lokutshisa okungapheliyo na?”
15 ૧૫ જે ન્યાયને માર્ગે ચાલે છે અને સત્ય બોલે છે; જે જુલમની કમાઈને ધિક્કારે છે, જે લાંચ લેવાનો ઇનકાર કરે છે, જે ગુનો કરવાની યોજના કરતો નથી, અને જે ભૂંડું ન જોવા માટે પોતાની આંખ મીંચી દે છે, તે જ વાસો કરશે.
Ngulowo owenza okulungileyo, ekhuluma okuqotho oyalayo inzuzo yokuncindezelwa, ale ukwamukela isivalamlomo, owalayo ukulalela amaqhinga okubulala, avale amehlo akhe ukuze angaboni okubi,
16 ૧૬ તે ઉચ્ચસ્થાનને પોતાનું રહેઠાણ બનાવશે; ખડકોના કિલ્લા તેનો આશ્રય થશે; તેને નિશ્ચે ખોરાક અને પાણી મળતાં રહેશે.
lo nguye umuntu ozahlala ekuphakameni, osiphephelo sakhe sizakuba yinqaba yasentabeni. Uzalethelwa isinkwa sakhe, lamanzi kayikuwaswela.
17 ૧૭ તારી આંખો રાજાને તેના સૌંદર્યમાં જોશે; તેઓ વિશાળ દેશને જોશે.
Amehlo enu azayibona inkosi ebuhleni bayo, abuke lelizwe elibanzi.
18 ૧૮ તારા હૃદયમાં વીતી ગયેલા ભય વિષે વિચાર આવશે; ખંડણી લેનાર ક્યાં છે? તોલનાર ક્યાં છે? બુરજોની ગણના કરનાર ક્યાં છે?
Ezingqondweni zenu lizakhumbula ukwesaba kwakuqala lithi: “Ingaphi induna yezikhulu leyana? Ungaphi owayethatha imali yemithelo? Singaphi isikhulu esigcina imiphotshongo na?”
19 ૧૯ જે લોકોની બોલી કળી શકાય નહિ એવી ગૂઢ છે, જેઓની ભાષા સમજાય નહિ એવી છે, તે ક્રૂર લોકોને તું ફરી જોશે નહિ.
Abantu labayana abaklolodayo kalisayikubabona futhi, abantu labayana abolimi olungazwakaliyo, abolimi olungaziwayo, olungaqondakaliyo.
20 ૨૦ સિયોન જે આપણા પર્વોનું નગર છે તેને જો; તારી આંખો યરુશાલેમને વિશ્રામના નિવાસસ્થાન જેવું, જેનો તંબુ ઉખેડવામાં આવશે નહિ, જેની મેખો સર્વકાળ માટે કઢાશે નહિ અને જેની દોરીઓ તૂટશે નહિ, તેવા તંબુ જેવું થયેલું જોશે.
Khangelani iZiyoni, idolobho lemikhosi yethu; amehlo enu azabona iJerusalema indawo yokuhlala elokuthula, ithente elingeke lisuswe; izikhonkwane zalo kaziyikusitshunwa lezintambo zalo kaziyikuqamuka.
21 ૨૧ ત્યાં તો યહોવાહ જે પરાક્રમી છે તે પહોળી નદીઓ અને નાળાંને સ્થાને આપણી સાથે હશે. શત્રુની હલેસાવાળી નાવ તેમાં જનાર નથી અને મોટાં વહાણો તેમાં પસાર થવાનાં નથી.
Khonapho uThixo uzakuba ngolaMandla wethu. Kuzafana lendawo elemifula ebanzi kanye lezifula. Akukho mkhumbi wempi ozagwedlwa khona, akukho mkhumbi olamandla ozahamba khona.
22 ૨૨ કેમ કે યહોવાહ આપણા ન્યાયાધીશ, યહોવાહ આપણા નિયમ આપનાર, યહોવાહ આપણા રાજા છે; તે આપણને બચાવશે.
Ngoba uThixo ungumahluleli wethu, uThixo usinika imithetho, uThixo yinkosi yethu; nguye ozasikhulula.
23 ૨૩ શત્રુના વહાણનાં દોરડાં ઢીલાં પડી ગયા છે; તેઓ કૂવાથંભ બરાબર સજ્જડ રાખી શક્યા નહિ; તેઓ સઢ પ્રસારી શક્યા નહિ; ત્યારે લૂંટફાટમાં લૂંટ પુષ્કળ વહેંચાય; જે લંગડા હતા તેઓને પણ લૂંટ મળી.
Izintambo zakho zeseyili ziyaxega. Insika kayiqiniswanga; iseyili kayivulekanga. Lapho-ke impango enengi izakwabiwa kuthi labaqhulayo labo bazazuza impango.
24 ૨૪ હું માંદો છું, એવું કોઈ પણ રહેવાસી કહેશે નહિ; તેમાં વસનાર લોકોની દુષ્ટતા માફ કરવામાં આવશે.
Akulamuntu ohlala eZiyoni ozakuthi, “Mina ngiyagula”; labantu abahlala khona bazathethelelwa izono zabo.