< યશાયા 32 >
1 ૧ જુઓ, એક રાજા ન્યાયથી રાજ કરશે અને રાજકુમારો ઇનસાફથી શાસન કરશે.
See, a king will be ruling in righteousness, and chiefs will give right decisions.
2 ૨ તેમાંનો દરેક માણસ વાયુથી આશ્રયસ્થાન અને વાવાઝોડા સામે આશરા જેવો, સૂકી ભૂમિમાં પાણીના નાળાં જેવો, કંટાળાજનક દેશમાં એક વિશાળ ખડકની છાયા જેવો થશે.
And a man will be as a safe place from the wind, and a cover from the storm; as rivers of water in a dry place, as the shade of a great rock in a waste land.
3 ૩ પછી જોનારની આંખો ઝાંખી થશે નહિ અને જેઓ સાંભળી શકે છે તેઓના કાન ધ્યાનપૂર્વક સાંભળશે.
And the eyes of those who see will not be shut, and those who have hearing will give ear to the word.
4 ૪ ઉતાવળિયાઓનાં મન ડહાપણ સમજશે અને મૂંગાઓની જીભ સ્પષ્ટ બોલશે.
The man of sudden impulses will become wise in heart, and he whose tongue is slow will get the power of talking clearly.
5 ૫ ત્યારે મૂર્ખને કોઈ ખાનદાન કહેશે નહિ, કે ઠગ નીતિમાન કહેવાશે નહિ.
The foolish man will no longer be named noble, and they will not say of the false man that he is a man of honour.
6 ૬ કેમ કે મૂર્ખ મૂર્ખાઈની જ વાત બોલશે અને તેનું હૃદય દુષ્ટ યોજનાઓ કરશે અને તે અધર્મનાં કાર્યો અને યહોવાહ વિષે ભૂલભરેલી વાત બોલશે. તે ભૂખ્યાઓને અતૃપ્ત રાખશે અને તરસ્યાઓને પીવાનું પાણી આપશે નહિ.
For the foolish man will say foolish things, having evil thoughts in his heart, working what is unclean, and talking falsely about the Lord, to keep food from him who is in need of it, and water from him whose soul is desiring it.
7 ૭ ઠગની રીતો દુષ્ટ છે. જ્યારે દરિદ્રી કહે છે કે સત્ય શું છે તોપણ તે દરિદ્રીને જૂઠી વાતોથી નાશ કરવાને માટે દુષ્ટ યુકિત યોજે છે.
The designs of the false are evil, purposing the destruction of the poor man by false words, even when he is in the right.
8 ૮ પણ ઉદાર વ્યક્તિ ઉદારતાની યોજના બનાવે છે; અને તેના ઉદારતા કાર્ય માં તે સ્થિર રહેશે.
But the noble-hearted man has noble purposes, and by these he will be guided.
9 ૯ સુખી સ્ત્રીઓ, ઊઠો અને મારી વાણી સાંભળો; હે બેદરકાર દીકરીઓ, મને સાંભળો.
Give ear to my voice, you women who are living in comfort; give attention to my words, you daughters who have no fear of danger.
10 ૧૦ હે બેદરકાર સ્ત્રીઓ, એક વર્ષ ઉપરાંત કેટલાક દિવસો પછી તમારો વિશ્વાસ ઊઠી જશે, કેમ કે દ્રાક્ષાની ઊપજ બંધ થશે અને તેને એકત્ર કરવાનો સમય આવશે નહિ.
In not much more than a year, you, who are not looking for evil, will be troubled: for the produce of the vine-gardens will be cut off, and there will be no getting in of the grapes.
11 ૧૧ હે સુખી સ્ત્રીઓ, કાંપો; વિશ્વાસુ સ્ત્રીઓ તમે મુશ્કેલીમાં મુકાશો; તમારા રોજબરોજનાં વસ્રો કાઢીને નિર્વસ્ત્ર થાઓ; કમર પર ટાટ બાંધો.
Be shaking with fear, you women who are living in comfort; be troubled, you who have no fear of danger: take off your robes and put on clothing of grief.
12 ૧૨ તમે આનંદદાયક ખેતરોને માટે, ફળદાયક દ્રાક્ષવેલાને માટે આક્રંદ કરશો.
Have sorrow for the fields, the pleasing fields, the fertile vine;
13 ૧૩ મારા લોકોની ભૂમિ પર કાંટા તથા ઝાંખરાં ઊગી નીકળશે, ઉલ્લાસી નગરનાં સર્વ આનંદભર્યાં ઘર પર તેઓ ઊગશે.
And for the land of my people, where thorns will come up; even for all the houses of joy in the glad town.
14 ૧૪ કેમ કે, રાજમહેલનો ત્યાગ કરવામાં આવશે, વસ્તીવાળું નગર ઉજ્જડ થશે; ટેકરી તથા બુરજ સર્વકાળ સુધી કોતર જેવાં, રાની ગધેડાના આનંદનું સ્થાન અને ઘેટાંનું ચરવાનું સ્થાન થશે;
For the fair houses will have no man living in them; the town which was full of noise will become a waste; the hill and the watchtower will be unpeopled for ever, a joy for the asses of the woods, a place of food for the flocks;
15 ૧૫ જ્યાં સુધી કે ઉપરથી આત્મા આપણા પર રેડાય અને અરણ્ય ફળદ્રુપ વાડી થાય અને ફળદ્રુપ વાડી વન સમાન બને ત્યાં સુધી એવું થશે.
Till the spirit comes on us from on high, and the waste land becomes a fertile field, and the fertile field is changed into a wood.
16 ૧૬ પછી ઇનસાફ અરણ્યમાં વસશે; અને ન્યાયપણું ફળદ્રુપ વાડીમાં રહેશે.
Then in the waste land there will be an upright rule, and righteousness will have its place in the fertile field.
17 ૧૭ ન્યાયીપણાનું કામ શાંતિ અને ન્યાયીપણાનું પરિણામ સર્વકાળનો વિશ્રામ અને વિશ્વાસ થશે.
And the work of righteousness will be peace; and the effect of an upright rule will be to take away fear for ever.
18 ૧૮ મારા લોકો શાંતિના સ્થાનમાં, સુરક્ષિત આવાસોમાં તથા સ્વસ્થ વિશ્રામસ્થાનોમાં રહેશે.
And my people will be living in peace, in houses where there is no fear, and in quiet resting-places.
19 ૧૯ પરંતુ જંગલના પતન સમયે કરા પડશે અને નગર જમીનદોસ્ત કરવામાં આવશે.
But the tall trees will come down with a great fall, and the town will be low in a low place.
20 ૨૦ તમે જેઓ સર્વ ઝરણાંની પાસે વાવો છો અને તમારા બળદ અને ગધેડાને છૂટથી ચરવા મોકલો છો, તેઓ પરમસુખી છે.
Happy are you who are planting seed by all the waters, and sending out the ox and the ass.