< યશાયા 31 >
1 ૧ જેઓ સહાયને માટે મિસર ચાલ્યા જાય છે અને ઘોડાઓ પર આધાર રાખે છે, તેઓને અફસોસ છે; અને તેઓ રથો પુષ્કળ હોવાથી તેઓના પર ભરોસો રાખે છે અને સવારો ઘણા સમર્થ હોવાથી તેમના પર આધાર રાખે છે. પણ તેઓ ઇઝરાયલના પવિત્રની તરફ દૃષ્ટિ કરતા નથી, કે યહોવાહને શોધતા નથી.
Wonnue, wɔn a wɔkɔ Misraim kɔhwehwɛ mmoa, wɔn a wɔde wɔn ho to apɔnkɔ so, wɔn a wogye wɔn nteaseɛnam dodow ne wɔn apɔnkɔsotefo ahoɔden mmoroso no di, na wɔnhwɛ Israel Kronkronni no, anaasɛ wɔmpɛ mmoa mfi Awurade hɔ.
2 ૨ તેમ છતાં ઈશ્વર જ્ઞાની છે, તે આફત લાવશે અને પોતાના શબ્દો પાછા લેશે નહિ. અને તે દુષ્ટોનાં કુટુંબની સામે અને પાપ કરનારને મદદ કરનારાની સામે તે ઊઠે છે.
Nanso Awurade yɛ onyansafo a obetumi de ɔhaw aba; ɔnsesa nʼano. Ɔbɛsɔre atia amumɔyɛfo fi, ne wɔn a wɔboa nnebɔneyɛfo.
3 ૩ મિસરીઓ તો માણસ છે ઈશ્વર નહિ, તેઓના ઘોડા માત્ર માંસ છે, આત્મા નહિ. જ્યારે યહોવાહ પોતાનો હાથ લાંબો કરશે, ત્યારે જે સહાય કરનાર છે તે ઠોકર ખાશે અને સહાય લેનાર પડી જશે; બન્ને એકસાથે નાશ પામશે.
Na Misraimfo yi yɛ nnipa kɛkɛ, wɔnyɛ Onyankopɔn. Wɔn apɔnkɔ yɛ ɔhonam na wɔnyɛ honhom. Sɛ Awurade teɛ ne nsa a, ɔboafo bɛwatiri na nea wɔboa no no bɛhwe ase; wɔn baanu bɛbɔ mu asɛe.
4 ૪ યહોવાહે મને એમ કહ્યું કે, “જેમ કોઈ સિંહ કે સિંહનું બચ્ચું પોતાના શિકાર પર ઘૂરકે છે, ત્યારે જો તેની સામે ભરવાડોનો મોટો જથ્થો બોલાવવામાં આવે, તો તેઓની બૂમ સાંભળીને તે બી જતો નથી અને તેઓ બૂમ પાડે છે તેથી તે ભયભીત થતો નથી; તેમ સૈન્યોના યહોવાહ, સિયોન પર્વત પર તથા તેના ડુંગર પર યુદ્ધ કરવાને ઊતરી આવશે.
Sɛɛ na Awurade ka kyerɛ me: “Sɛnea gyata woro so, sɛnea gyata kokroo woro so gu ne hanam so no a mpo sɛ wɔfrɛ nguanhwɛfo dɔm kɔ no so a, wɔn nteɛteɛmu mmɔ no hu na wɔn huuyɛ nso nhaw no no, saa ara na Asafo Awurade besian abɛko wɔ Sion Bepɔw ne ne sorɔnsorɔmmea so.
5 ૫ ઊડનારા પક્ષીની જેમ સૈન્યોના યહોવાહ યરુશાલેમનું રક્ષણ કરશે; તે આચ્છાદન કરીને તેને છોડાવશે, તેને છોડાવીને તે તેનું રક્ષણ કરશે.
Sɛnea nnomaa tu gyina faako wɔ wim no saa ara na Asafo Awurade bɛbɔ Yerusalem ho ban; ɔbɛbɔ ne ho ban na wagye no, obegyaa no na wagye no asi hɔ.”
6 ૬ હે ઇઝરાયલના લોકો જેમની સામેથી તમે મુખ ફેરવી લીધું છે તેમની તરફ પાછા ફરો.
Monsan nkɔ nea moayɛ dɔm atia no no nkyɛn, Israelfo.
7 ૭ કેમ કે, તે દિવસે તેઓ દરેક પોતાના હાથોએ બનાવેલી ચાંદીની અને સોનાની પાપરૂપી મૂર્તિને ફેંકી દેશે.
Da no mo mu biara bɛpo dwetɛ ne sikakɔkɔɔ ahoni a mode mo nsa a ɛho agu fi ayɛ no.
8 ૮ ત્યારે જે તલવાર માણસની નથી તેનાથી આશ્શૂર પડશે અને તેનો સંહાર કરશે; તે તલવારથી નાસી જશે અને તેના જુવાન પુરુષોને સખત પરિશ્રમ કરવા માટે ફરજ પાડવામાં આવશે;
“Asiria bɛhwe ase wɔ afoa a ɛnyɛ onipa de ano; afoa a ɛnyɛ onipa de bɛsɛe wɔn. Wobeguan afi afoa no ano na wɔbɛma wɔn mmerante ayɛ ɔhyɛ adwuma.
9 ૯ તેઓ ત્રાસને કારણે પોતાનો બધો ભરોસો ખોઈ બેસશે અને તેના સરદારો યહોવાહની યુદ્ધની ધ્વજાથી બીશે.” યહોવાહ, જેમનો અગ્નિ સિયોનમાં અને જેમની ભઠ્ઠી યરુશાલેમમાં છે, તેમનું આ વચન છે.
Wɔn abandennen bebubu, ehu nti; wohu akofo frankaa a, wɔn asraafo mpanyimfo bɛbɔ huboa,” sɛɛ na Awurade se, nea ne gya wɔ Sion, na ne fononoo si Yerusalem no.