< યશાયા 30 >
1 ૧ યહોવાહ કહે છે, “બળવાખોર સંતાનોને અફસોસ!” “તેઓ યોજનાઓ કરે છે, પણ મારી નહિ; તેઓ અન્ય દેશો સાથે સંધિઓ કરે છે, પણ તે મારા આત્માને અનુસરીને નહિ, તેથી તેઓ પાપ ઉપર પાપ ઉમેરે છે.
Горе синам неслухня́ним, говорить Господь, що чинять наради, які не від Мене, і складають умови, — та без Духа Мого, щоб додати гріх на гріх,
2 ૨ તેઓ મને પૂછયા વિના મિસરમાં ચાલ્યા જાય છે. તેઓ ફારુનથી રક્ષણ મેળવવા અને મિસરની છાયામાં શરણ શોધે છે.
що йдуть, щоб зійти до Єгипту, але Моїх уст не питали, щоб за́хисту у фараона шукати, і щоб сховатися в тіні Єгипту!
3 ૩ તેથી ફારુનનું રક્ષણ તે તારા માટે શરમરૂપ અને મિસરની છાયામાં આશ્રય તને અપમાનરૂપ થશે.
І стане вам соромом за́хист отой фараонів, а хова́ння у тіні Єгипту — за га́ньбу,
4 ૪ જો કે તેના સરદારો સોઆનમાં છે અને તેના સંદેશવાહકો હાનેસ પહોંચ્યા છે.
бо в Цоані були його провідники́, і його посланці́ до Ханесу прийшли.
5 ૫ તોપણ જે લોકોથી તેઓને મદદ મળવાની નથી, જેઓ સહાયકારને ઉપયોગી થવાના નથી, પણ લજ્જાસ્પદ તથા અપમાનકારક છે, તેઓનાથી તેઓ સર્વ લજ્જિત થશે.”
Вони посоро́млені будуть усі за наро́д, що не буде кори́сний для них, що не буде на поміч і не на пожи́ток, а на сором та га́ньбу.
6 ૬ નેગેબનાં પશુઓ વિષે ઈશ્વરવાણી: દુઃખ તથા સંકટનો દેશ કે જેમાંથી સિંહ તથા સિંહણ, ઝેરી સાપ તથા ઊડતા નાગ આવે છે, તેમાં થઈને તેઓ, જે લોકોથી તેમને મદદ થઈ શકે નહિ, તેઓની પાસે ગધેડાની પીઠ પર પોતાનું દ્રવ્ય, તથા ઊંટોની પીઠ પર પોતાના ખજાના લાદીને લઈ જાય છે.
Пророцтво про Бегемота пі́вдня. В краю у́тиску та переслі́дування, звідки леви́ця та лев, гадюка й огни́стий летю́чий драко́н, носять багатство своє на хребті́ молодих ослюкі́в, і скарби свої на верблю́жім горбі́ до наро́ду, який не поможе.
7 ૭ પણ મિસરની સહાય વ્યર્થ છે; તે માટે મેં તેનું નામ બેસી રહેનારી રાહાબ પાડ્યું છે.
А Єгипет, — його поміч марна́ та пуста́, тому́ то я кликнув на теє: Рагав, сидіти спокійно!
8 ૮ પ્રભુએ મને કહ્યું, હવે ચાલ, તેઓની રુબરુ એક પાટી પર લખ અને તેને ટીપણાંમા કોતરી નાખ, જેથી તે ભવિષ્યમાં સદાને માટે સાક્ષી તરીકે રહે.
Тепер увійди, напиши на табли́ці для них, і в книжці спиши це, і нехай на пізніші часи́ воно буде і сві́дком навіки.
9 ૯ કેમ કે આ લોકો બળવાખોર, જૂઠાં સંતાનો છે, તેઓ યહોવાહનું શિક્ષણ સાંભળવાને ચાહતા નથી એવા છે.
Бо це неслухняний наро́д, це брехливі сини́, сини́, що не хочуть послухати науки Господньої,
10 ૧૦ તેઓ દૃષ્ટાઓને કહે છે, “તમે દર્શન જોશો નહિ;” અને પ્રબોધકોને કહે છે, “અમને સત્યની સીધી ભવિષ્યવાણી કહેશો નહિ; પણ અમને મીઠી મીઠી વાતો કહો અને ઠગાઈની ભવિષ્યવાણી કહો;
що говорять прови́дцям: „Не бачте!“а пророкам: „Не пророкуйте правдивого нам, говоріть нам гладе́ньке, передба́чте ома́нливе,
11 ૧૧ માર્ગમાંથી નીકળી જાઓ; રસ્તા પરથી બાજુએ ખસી જાઓ; અમારી આગળથી ઇઝરાયલના પવિત્રને દૂર કરો.”
уступіться з дороги, збо́чте з путі, заберіть з-перед нас Святого Ізраїлевого!“
12 ૧૨ તેથી ઇઝરાયલના પવિત્ર એવું કહે છે, “કેમ કે તમે આ વાતને નકારો છો અને જુલમ પર તથા કુટિલતા પર ભરોસો અને આધાર રાખો છો,
Тому́ промовляє Святий Ізраїлів так: За те, що ви не́хтуєте оцим словом, і надію кладе́те на тиск та круті́йство, і на це опира́єтеся,
13 ૧૩ માટે તમારાં આ પાપ ઊંચી ભીંતમાં પડેલી પહોળી ફાટ જેવાં છે, તે ભીંત પળવારમાં અકસ્માતે તૂટી પડે છે, તેના જેવા તમારા હાલ થશે.
тому буде для вас ця прови́на, як ви́лім, що має впасти, що зя́є на мурі високім, що нагло, рапто́вно приходить руїна його!
14 ૧૪ કુંભારનું વાસણ તૂટી જાય છે તે પ્રમાણે તે તેને ભાગી નાખશે; અને દયા રાખ્યા વગર તેના એવી રીતે ચૂરેચૂરા કરશે કે, એના કકડામાંથી ચૂલામાંથી આગ લેવા માટે ઠીકરું સરખુંય મળશે નહિ.
I Він поруйнує його, як руйнується по́суд ганча́рський, розбиваючи без милосердя його, і в ула́мках його не знайдеться ані черепка́, щоб із о́гнища взяти огню́ чи води зачерпну́ти з кринички.
15 ૧૫ પ્રભુ યહોવાહ ઇઝરાયલના, પવિત્ર કહે છે કે, “પાછા ફરવાથી અને શાંત રહેવાથી તમે બચી જશો; શાંત રહેવામાં તથા ભરોસો રાખવામાં તમારું સામર્થ્ય હશે. પણ તમે એમ કરવા ચાહ્યું નહિ.
Бо так промовляє Господь, Бог, Святий Ізраїлів: Коли ви наве́рнетесь та спочи́нете, то врято́вані будете, сила вам буде в ути́шенні та в сподіва́нні. Та ви не хотіли,
16 ૧૬ ઊલટું તમે કહ્યું, ‘ના, અમે તો ઘોડેસવાર થઈને નાસી જવાના,’ તે માટે તમે નાસશો જ; અને તમે કહ્યું, ‘અમે વેગવાન ઘોડા પર સવારી કરવાના,’ તે માટે જે કોઈ તમારી પાછળ પડનાર છે તેઓ પણ વેગવાન થશે.
і казали: „О ні, бо на ко́нях втечемо“, тому́ то втікати ви будете, „На баски́х ми поїдемо“, тому стануть баски́ми пого́ничі ваші!
17 ૧૭ એકની ધમકીથી એક હજાર નાસી જશે; પાંચની ધમકીથી તમે બધા નાસી જશો અને તમે માત્ર પર્વત પરના ધ્વજદંડ જેવા અને ડુંગર પર નિશાનના જેવા થોડા જ રહી જશો.”
Від крику одно́го — поли́не одна тисяча, від крику п'ятьох — дремене́те ви всі, аж зоста́нетеся, немов що́гла ота на верше́чку гори, і немов пра́пор на взгі́р'ї!
18 ૧૮ તે માટે યહોવાહ તમારા પર દયા કરવાની રાહ જોશે. તેથી તમારા પર કૃપા કરવા માટે તે ઉચ્ચસ્થાને બેસશે. કેમ કે યહોવાહ ન્યાયના ઈશ્વર છે; જેઓ તેમની વાટ જુએ છે તેઓ સર્વ પરમસુખી છે.
І проте Господь буде чекати, щоб помилувати вас, і тому́ Він піді́йметься, щоб милосердя вчинити над вами. Бо Господи — то Бог правосу́ддя: блаженні всі ті, хто наді́ю на Нього кладе́!
19 ૧૯ હે યરુશાલેમમાં સિયોન પર રહેનારી પ્રજા, તું ફરી રડીશ નહિ. તારા પોકારનો અવાજ સાંભળીને તે તારા પર દયા કરશે જ કરશે. તે સાંભળતાં જ તને ઉત્તર આપશે.
Бо ти, о наро́де в Сіоні, що в Єрусалимі сидиш, плакати — не будеш ти плакати: милости́вим поправді Він буде до тебе на голос блага́ння твого, і як почує його, відповість Він тобі.
20 ૨૦ જોકે યહોવાહ તમને સંકટરૂપી રોટલી તથા વિપત્તિરૂપી પાણી આપે છે, તોપણ તમારા શિક્ષક ફરી સંતાશે નહિ, પણ તમારી આંખો તમારા શિક્ષકને જોશે.
І дасть вам Господь хліба в у́тиску і воду в гноби́тельстві, та твої вчителі́ вже не бу́дуть хова́тись, і очі твої вчителі́в твоїх бачити бу́дуть.
21 ૨૧ જ્યારે તમે જમણી કે ડાબી બાજુ ફરશો ત્યારે તમારા કાન તમારી પાછળથી આવતા આવા અવાજને સાંભળશે કે, “આ માર્ગ છે, તે પર તમે ચાલો.”
А коли ви відхи́литесь право́руч, чи пі́дете ліво́руч, то вуха твої будуть чути те слово, яке позад тебе казатиме: „Це та дорога, — просту́йте ви нею!“
22 ૨૨ વળી તમે ચાંદીની મૂર્તિઓ પર મઢેલા પડને તથા તમારી સોનેરી મૂર્તિઓ પર ચઢાવેલા ઢોળને અશુદ્ધ કરશો. તું તેમને અશુદ્ધ વસ્તુની જેમ ફેંકી દેશે. તું તેને કહેશે, “અહીંથી ચાલી જા.”
І нечистим учините ви поволо́ку бовва́нів своїх із срібла́ й покриття́ на божка́ золотого свого, розпоро́шиш ти їх, як нечисте, і „геть" скажеш йому́.
23 ૨૩ જે ભૂમિમાં તું તારું બીજ વાવશે, તે પર તે વરસાદ વરસાવશે તથા તે ભૂમિમાં પુષ્કળ અનાજ અને રોટલી ઉત્પન્ન કરશે, તે દિવસે તારાં જાનવરો મોટાં બીડમાં ચરશે.
І Він пошле дощ на насіння твоє, яким бу́деш обсі́ювати землю, та хліб урожаю землі, — і пожи́вний та ситий він буде. Того дня на широкім пасо́виську па́стися буде твоя череда́,
24 ૨૪ ભૂમિ ખેડનાર બળદો અને ગધેડાં મોસમ પ્રમાણેનો, સલૂણો તથા સારી પેઠે ઊપણેલો ચારો ખાશે.
а воли й віслюки́, що обро́блюють землю, будуть мі́шанку їсти солону, лопа́тою й ві́ялкою перечи́щену.
25 ૨૫ વળી કતલને મોટે દિવસે જ્યારે બુરજો પડશે સર્વ ઊંચા પર્વત પર અને સર્વ ઊંચા ડુંગર પર પાણીનાં નાળાં અને ઝરણાં વહેશે.
І на кожній високій горі та на кожному взгі́р'ї високому бу́дуть струмки́ та пото́ки води в день великого бо́ю, коли ба́шти попа́дають.
26 ૨૬ ચંદ્રનું અજવાળું સૂર્યના અજવાળા સરખું થશે અને સૂર્યનું અજવાળું સાતગણું, સાત દિવસના અજવાળા સમાન થશે. યહોવાહ પોતાના લોકોના ઘાને પાટા બાંધશે અને તેઓના ઘા મટાડશે તે દિવસે એમ થશે.
І світло місяця стане, немов світло сонця, світло ж сонця усе́меро буде ясніше, як сімох днів, у той день, як Господь перев'я́же злама́ння народу Свого та заго́їть пора́нення вдару Свого!
27 ૨૭ જુઓ, યહોવાહનું નામ બળતા રોષ તથા ઊડતા ધુમાડા સાથે દૂરથી આવે છે. તેઓના હોઠો કોપથી ભરેલા છે અને તેમની જીભ બળતા અગ્નિ સરખી છે.
Ось Іме́ння Господнє прихо́дить здале́ка, палахкоти́ть Його гнів, і здійма́ється тя́жко: Його уста обу́рення повні, язик же Його, як жеру́щий огонь,
28 ૨૮ તેઓનો શ્વાસ ગળા સુધી પહોંચતી ઊભરાતી નદી જેવો છે, જેથી તે વિનાશની ચાળણીએ પ્રજાઓને ચાળે; લોકોના મુખમાં ભ્રાંતિકારક લગામ નાખવામાં આવશે.
Його ж подих, як пото́п заливни́й, що до шиї сяга́є, щоб просі́яти люди на ситі погибелі. І буде на ще́лепах людів вузде́чка, що тя́гне до блу́ду.
29 ૨૯ પર્વની રાત્રે જેમ ગીતો ગવાય છે તેમ ગાયન કરશો અને યહોવાહના પર્વત પર ઇઝરાયલના ખડકની પાસે વાંસળી વગાડતા વગાડતા જનાર માણસની જેમ તમે મનમાં આનંદ કરશો.
Буде пісня для вас, як за но́чі освя́чення свята, і радість сердечна, мов у то́го, хто ходить з сопі́лкою, щоб вийти на го́ру Господню до Скелі Ізраїля.
30 ૩૦ યહોવાહ પોતાની વિજયી ગર્જના સંભળાવશે અને ઉગ્ર કોપથી, બળતા અગ્નિની જવાળાથી, આંધીથી, મુશળધાર વરસાદથી તથા કરાથી તે શત્રુઓને પોતાના ભુજનું સામર્થ્ય દેખાડશે.
І Господь дасть почути велич голосу Свого, опуска́ння ж раме́на Свого покаже у гніві бурхли́вому та в огняно́му жеру́щому по́лум'ї, у бурі й дощі, та в камі́нному граді!
31 ૩૧ કેમ કે યહોવાહની વાણીથી આશ્શૂર ભયભીત થશે, તે તેને સોટીથી મારશે.
Бо від голосу Господа буде лякатись Ашшу́р, що жезлом буде битий.
32 ૩૨ યહોવાહ જે નીમેલી લાકડીનો ફટકો તેને મારશે તેનો દરેક ફટકો ખંજરી તથા વીણાના સૂર સાથે મારવામાં આવશે; અને થથરાવી નાખનારી લડાઈઓમાં તે તેઓની સાથે લડશે.
І станеться, кожне уда́рення кия кара́ння Його, що на нього Господь покладе, буде з бу́бнами й а́рфою, і Він рухом Своєї руки воюватиме з ним у боя́х.
33 ૩૩ કેમ કે પૂર્વકાળથી સળગનાર સ્થાન તૈયાર કરી રાખેલું છે. હા, તે રાજાને માટે તૈયાર કરેલું છે; અને ઈશ્વરે તેને ઊંડું તથા પહોળું કર્યું છે. એની ચિતામાં અગ્નિ તથા પુષ્કળ લાકડા છે. યહોવાહનો શ્વાસ ગંધકના પ્રવાહની જેમ તેને સળગાવે છે.
Бо давно пригото́влений То́фет, — пригото́влений він і для царя, глибоким, широким учи́нений; на бага́тті огню його й дров багате́нно, — запалить його подих Господній, немов би пото́ка сірча́ного!