< યશાયા 30 >

1 યહોવાહ કહે છે, “બળવાખોર સંતાનોને અફસોસ!” “તેઓ યોજનાઓ કરે છે, પણ મારી નહિ; તેઓ અન્ય દેશો સાથે સંધિઓ કરે છે, પણ તે મારા આત્માને અનુસરીને નહિ, તેથી તેઓ પાપ ઉપર પાપ ઉમેરે છે.
خداوند می‌گوید که وای بر پسران فتنه انگیز که مشورت می‌کنند لیکن نه ازمن و عهد می‌بندند لیکن نه از روح من، تا گناه را برگناه مزید نمایند.۱
2 તેઓ મને પૂછયા વિના મિસરમાં ચાલ્યા જાય છે. તેઓ ફારુનથી રક્ષણ મેળવવા અને મિસરની છાયામાં શરણ શોધે છે.
که برای فرود شدن به مصرعزیمت می‌کنند اما از دهان من سوال نمی نمایندو به قوت فرعون پناه می‌گیرند و به سایه مصراعتماد دارند.۲
3 તેથી ફારુનનું રક્ષણ તે તારા માટે શરમરૂપ અને મિસરની છાયામાં આશ્રય તને અપમાનરૂપ થશે.
لهذا قوت فرعون خجالت واعتماد به سایه مصر رسوایی شما خواهد بود.۳
4 જો કે તેના સરદારો સોઆનમાં છે અને તેના સંદેશવાહકો હાનેસ પહોંચ્યા છે.
زیرا که سروران او در صوعن هستند و ایلچیان وی به حانیس رسیده‌اند.۴
5 તોપણ જે લોકોથી તેઓને મદદ મળવાની નથી, જેઓ સહાયકારને ઉપયોગી થવાના નથી, પણ લજ્જાસ્પદ તથા અપમાનકારક છે, તેઓનાથી તેઓ સર્વ લજ્જિત થશે.”
همگی ایشان از قومی که برای ایشان فایده ندارند خجل خواهند شد که نه معاونت و نه منفعتی بلکه خجالت و رسوایی نیز برای ایشان خواهند بود.۵
6 નેગેબનાં પશુઓ વિષે ઈશ્વરવાણી: દુઃખ તથા સંકટનો દેશ કે જેમાંથી સિંહ તથા સિંહણ, ઝેરી સાપ તથા ઊડતા નાગ આવે છે, તેમાં થઈને તેઓ, જે લોકોથી તેમને મદદ થઈ શકે નહિ, તેઓની પાસે ગધેડાની પીઠ પર પોતાનું દ્રવ્ય, તથા ઊંટોની પીઠ પર પોતાના ખજાના લાદીને લઈ જાય છે.
وحی درباره بهیموت جنوبی: از میان زمین تنگ و ضیق که از آنجا شیر ماده و اسد وافعی ومار آتشین پرنده می‌آید. توانگری خویش را برپشت الاغان و گنجهای خود را بر کوهان شتران نزد قومی که منفعت ندارند می‌برند.۶
7 પણ મિસરની સહાય વ્યર્થ છે; તે માટે મેં તેનું નામ બેસી રહેનારી રાહાબ પાડ્યું છે.
چونکه اعانت مصریان عبث و بی‌فایده است از این جهت ایشان را رهب الجلوس نامیدم.۷
8 પ્રભુએ મને કહ્યું, હવે ચાલ, તેઓની રુબરુ એક પાટી પર લખ અને તેને ટીપણાંમા કોતરી નાખ, જેથી તે ભવિષ્યમાં સદાને માટે સાક્ષી તરીકે રહે.
الان بیا و این رادر نزد ایشان بر لوحی بنویس و بر طوماری مرقوم ساز تا برای ایام آینده تا ابدالاباد بماند.۸
9 કેમ કે આ લોકો બળવાખોર, જૂઠાં સંતાનો છે, તેઓ યહોવાહનું શિક્ષણ સાંભળવાને ચાહતા નથી એવા છે.
زیرا که این قوم فتنه انگیز و پسران دروغگومی باشند. پسرانی که نمی خواهند شریعت خداوند را استماع نمایند.۹
10 ૧૦ તેઓ દૃષ્ટાઓને કહે છે, “તમે દર્શન જોશો નહિ;” અને પ્રબોધકોને કહે છે, “અમને સત્યની સીધી ભવિષ્યવાણી કહેશો નહિ; પણ અમને મીઠી મીઠી વાતો કહો અને ઠગાઈની ભવિષ્યવાણી કહો;
که به رائیان می‌گویند: رویت مکنید و به انبیا که برای ما به راستی نبوت ننمایید بلکه سخنان شیرین به ماگویید و به مکاید نبوت کنید.۱۰
11 ૧૧ માર્ગમાંથી નીકળી જાઓ; રસ્તા પરથી બાજુએ ખસી જાઓ; અમારી આગળથી ઇઝરાયલના પવિત્રને દૂર કરો.”
از راه منحرف شوید و از طریق تجاوز نمایید و قدوس اسرائیل را از نظر ما دور سازید.۱۱
12 ૧૨ તેથી ઇઝરાયલના પવિત્ર એવું કહે છે, “કેમ કે તમે આ વાતને નકારો છો અને જુલમ પર તથા કુટિલતા પર ભરોસો અને આધાર રાખો છો,
بنابراین قدوس اسرائیل چنین می‌گوید: «چونکه شما این کلام را ترک کردید و بر ظلم وفساد اعتماد کرده، بر آن تکیه نمودید،۱۲
13 ૧૩ માટે તમારાં આ પાપ ઊંચી ભીંતમાં પડેલી પહોળી ફાટ જેવાં છે, તે ભીંત પળવારમાં અકસ્માતે તૂટી પડે છે, તેના જેવા તમારા હાલ થશે.
از این جهت این گناه برای شما مثل شکاف نزدیک به افتادن که در دیوار بلند پیش آمده باشد و خرابی آن در لحظه‌ای بغته پدید آید خواهد بود.۱۳
14 ૧૪ કુંભારનું વાસણ તૂટી જાય છે તે પ્રમાણે તે તેને ભાગી નાખશે; અને દયા રાખ્યા વગર તેના એવી રીતે ચૂરેચૂરા કરશે કે, એના કકડામાંથી ચૂલામાંથી આગ લેવા માટે ઠીકરું સરખુંય મળશે નહિ.
وشکستگی آن مثل شکستگی کوزه کوزه‌گرخواهد بود که بی‌محابا خرد می‌شود بطوری که ازپاره هایش پاره‌ای به جهت گرفتن آتش از آتشدان یا برداشتن آب از حوض یافت نخواهد شد.»۱۴
15 ૧૫ પ્રભુ યહોવાહ ઇઝરાયલના, પવિત્ર કહે છે કે, “પાછા ફરવાથી અને શાંત રહેવાથી તમે બચી જશો; શાંત રહેવામાં તથા ભરોસો રાખવામાં તમારું સામર્થ્ય હશે. પણ તમે એમ કરવા ચાહ્યું નહિ.
زیرا خداوند یهوه قدوس اسرائیل چنین می‌گوید: «به انابت و آرامی نجات می‌یافتید وقوت شما از راحت و اعتماد می‌بود، امانخواستید.۱۵
16 ૧૬ ઊલટું તમે કહ્યું, ‘ના, અમે તો ઘોડેસવાર થઈને નાસી જવાના,’ તે માટે તમે નાસશો જ; અને તમે કહ્યું, ‘અમે વેગવાન ઘોડા પર સવારી કરવાના,’ તે માટે જે કોઈ તમારી પાછળ પડનાર છે તેઓ પણ વેગવાન થશે.
و گفتید: نی بلکه بر اسبان فرارمی کنیم، لهذا فرار خواهید کرد و بر اسبان تیز روسوار می‌شویم لهذا تعاقب کنندگان شما تیز روخواهند شد.۱۶
17 ૧૭ એકની ધમકીથી એક હજાર નાસી જશે; પાંચની ધમકીથી તમે બધા નાસી જશો અને તમે માત્ર પર્વત પરના ધ્વજદંડ જેવા અને ડુંગર પર નિશાનના જેવા થોડા જ રહી જશો.”
هزار نفر از نهیب یک نفر فرارخواهند کرد و شما از نهیب پنج نفر خواهیدگریخت تا مثل بیدق بر قله کوه و علم بر تلی باقی مانید.»۱۷
18 ૧૮ તે માટે યહોવાહ તમારા પર દયા કરવાની રાહ જોશે. તેથી તમારા પર કૃપા કરવા માટે તે ઉચ્ચસ્થાને બેસશે. કેમ કે યહોવાહ ન્યાયના ઈશ્વર છે; જેઓ તેમની વાટ જુએ છે તેઓ સર્વ પરમસુખી છે.
و از این سبب خداوند انتظار می‌کشد تا بر شما رافت نماید و از این سبب برمی خیزد تا برشما ترحم فرماید چونکه یهوه خدای انصاف است. خوشابحال همگانی که منتظر وی باشند.۱۸
19 ૧૯ હે યરુશાલેમમાં સિયોન પર રહેનારી પ્રજા, તું ફરી રડીશ નહિ. તારા પોકારનો અવાજ સાંભળીને તે તારા પર દયા કરશે જ કરશે. તે સાંભળતાં જ તને ઉત્તર આપશે.
زیرا که قوم در صهیون در اورشلیم ساکن خواهند بود و هرگز گریه نخواهی کرد و به آوازفریادت بر تو ترحم خواهد کرد، و چون بشنود تورا اجابت خواهد نمود.۱۹
20 ૨૦ જોકે યહોવાહ તમને સંકટરૂપી રોટલી તથા વિપત્તિરૂપી પાણી આપે છે, તોપણ તમારા શિક્ષક ફરી સંતાશે નહિ, પણ તમારી આંખો તમારા શિક્ષકને જોશે.
و هرچند خداوند شمارا نان ضیق و آب مصیبت بدهد اما معلمانت باردیگر مخفی نخواهند شد بلکه چشمانت معلمان تو را خواهد دید.۲۰
21 ૨૧ જ્યારે તમે જમણી કે ડાબી બાજુ ફરશો ત્યારે તમારા કાન તમારી પાછળથી આવતા આવા અવાજને સાંભળશે કે, “આ માર્ગ છે, તે પર તમે ચાલો.”
و گوشهایت سخنی را ازعقب تو خواهد شنید که می‌گوید: راه این است، در آن سلوک بنما هنگامی که به طرف راست یاچپ می‌گردی.۲۱
22 ૨૨ વળી તમે ચાંદીની મૂર્તિઓ પર મઢેલા પડને તથા તમારી સોનેરી મૂર્તિઓ પર ચઢાવેલા ઢોળને અશુદ્ધ કરશો. તું તેમને અશુદ્ધ વસ્તુની જેમ ફેંકી દેશે. તું તેને કહેશે, “અહીંથી ચાલી જા.”
و پوشش بتهای ریخته نقره خویش را و ستر اصنام تراشیده طلای خود رانجس خواهید ساخت و آنها را مثل چیز نجس دور انداخته، به آن خواهی گفت: دور شو.۲۲
23 ૨૩ જે ભૂમિમાં તું તારું બીજ વાવશે, તે પર તે વરસાદ વરસાવશે તથા તે ભૂમિમાં પુષ્કળ અનાજ અને રોટલી ઉત્પન્ન કરશે, તે દિવસે તારાં જાનવરો મોટાં બીડમાં ચરશે.
و باران تخمت را که زمین خویش را به آن زرع می‌کنی و نان محصول زمینت را خواهد داد وآن پر مغز و فراوان خواهد شد و در آن زمان مواشی تو در مرتع وسیع خواهند چرید.۲۳
24 ૨૪ ભૂમિ ખેડનાર બળદો અને ગધેડાં મોસમ પ્રમાણેનો, સલૂણો તથા સારી પેઠે ઊપણેલો ચારો ખાશે.
وگاوان و الاغانت که زمین را شیار می‌نمایند، آذوقه نمک دار را که با غربال و اوچوم پاک شده است خواهند خورد.۲۴
25 ૨૫ વળી કતલને મોટે દિવસે જ્યારે બુરજો પડશે સર્વ ઊંચા પર્વત પર અને સર્વ ઊંચા ડુંગર પર પાણીનાં નાળાં અને ઝરણાં વહેશે.
و در روز کشتار عظیم که برجها در آن خواهد افتاد نهرها و جویهای آب برهر کوه بلند و به هر تل مرتفع جاری خواهد شد.۲۵
26 ૨૬ ચંદ્રનું અજવાળું સૂર્યના અજવાળા સરખું થશે અને સૂર્યનું અજવાળું સાતગણું, સાત દિવસના અજવાળા સમાન થશે. યહોવાહ પોતાના લોકોના ઘાને પાટા બાંધશે અને તેઓના ઘા મટાડશે તે દિવસે એમ થશે.
و در روزی که خداوند شکستگی قوم خود راببندد و ضرب جراحت ایشان را شفا دهدروشنایی ماه مثل روشنایی آفتاب و روشنایی آفتاب هفت چندان مثل روشنایی هفت روزخواهد بود.۲۶
27 ૨૭ જુઓ, યહોવાહનું નામ બળતા રોષ તથા ઊડતા ધુમાડા સાથે દૂરથી આવે છે. તેઓના હોઠો કોપથી ભરેલા છે અને તેમની જીભ બળતા અગ્નિ સરખી છે.
اینک اسم خداوند از جای دور می‌آید، درغضب خود سوزنده و در ستون غلیظ و لبهایش پر از خشم و زبانش مثل آتش سوزان است.۲۷
28 ૨૮ તેઓનો શ્વાસ ગળા સુધી પહોંચતી ઊભરાતી નદી જેવો છે, જેથી તે વિનાશની ચાળણીએ પ્રજાઓને ચાળે; લોકોના મુખમાં ભ્રાંતિકારક લગામ નાખવામાં આવશે.
ونفخه او مثل نهر سرشار تا به گردن می‌رسد تا آنکه امت‌ها را به غربال مصیبت ببیزد و دهنه ضلالت رابر چانه قوم‌ها بگذارد.۲۸
29 ૨૯ પર્વની રાત્રે જેમ ગીતો ગવાય છે તેમ ગાયન કરશો અને યહોવાહના પર્વત પર ઇઝરાયલના ખડકની પાસે વાંસળી વગાડતા વગાડતા જનાર માણસની જેમ તમે મનમાં આનંદ કરશો.
و شما را سرودی خواهد بود مثل شب تقدیس نمودن عید وشادمانی دل مثل آنانی که روانه می‌شوند تا به آوازنی به کوه خداوند نزد صخره اسرائیل بیایند.۲۹
30 ૩૦ યહોવાહ પોતાની વિજયી ગર્જના સંભળાવશે અને ઉગ્ર કોપથી, બળતા અગ્નિની જવાળાથી, આંધીથી, મુશળધાર વરસાદથી તથા કરાથી તે શત્રુઓને પોતાના ભુજનું સામર્થ્ય દેખાડશે.
وخداوند جلال آواز خود را خواهد شنوانید وفرود آوردن بازوی خود را با شدت غضب وشعله آتش سوزنده و طوفان و سیل و سنگهای تگرگ ظاهر خواهد ساخت.۳۰
31 ૩૧ કેમ કે યહોવાહની વાણીથી આશ્શૂર ભયભીત થશે, તે તેને સોટીથી મારશે.
زیرا که آشور به آواز خداوند شکسته خواهد شد و او را با عصاخواهد زد.۳۱
32 ૩૨ યહોવાહ જે નીમેલી લાકડીનો ફટકો તેને મારશે તેનો દરેક ફટકો ખંજરી તથા વીણાના સૂર સાથે મારવામાં આવશે; અને થથરાવી નાખનારી લડાઈઓમાં તે તેઓની સાથે લડશે.
و هر ضرب عصای قضا که خداوندبه وی خواهد آورد با دف و بربط خواهد بود و باجنگهای پر شورش با آن مقاتله خواهد نمود.۳۲
33 ૩૩ કેમ કે પૂર્વકાળથી સળગનાર સ્થાન તૈયાર કરી રાખેલું છે. હા, તે રાજાને માટે તૈયાર કરેલું છે; અને ઈશ્વરે તેને ઊંડું તથા પહોળું કર્યું છે. એની ચિતામાં અગ્નિ તથા પુષ્કળ લાકડા છે. યહોવાહનો શ્વાસ ગંધકના પ્રવાહની જેમ તેને સળગાવે છે.
زیرا که توفت از قبل مهیا شده و برای پادشاه آماده گردیده است. آن را عمیق و وسیع ساخته است که توده‌اش آتش و هیزم بسیار است و نفخه خداوند مثل نهر کبریت آن را مشتعل خواهدساخت.۳۳

< યશાયા 30 >