< યશાયા 29 >
1 ૧ અરે અરીએલ, અરીએલ, દાઉદની છાવણીના નગર, તને અફસોસ! એક પછી એક વર્ષ વીતી જવા દો; વારાફરતી પર્વો આવ્યા કરો.
೧ಅಯ್ಯೋ, ಅರೀಯೇಲೇ, ಅರೀಯೇಲೇ ದಾವೀದನು ಸೈನ್ಯಸಮೇತವಾಗಿ ವಾಸಿಸಿದ ಪಟ್ಟಣವೇ, ನಿನ್ನ ಗತಿಯನ್ನು ಏನು ಹೇಳಲಿ! ಈ ವರ್ಷಕ್ಕೆ ಮುಂದಿನ ವರ್ಷವನ್ನು ಸೇರಿಸಿರಿ; ಹಬ್ಬಗಳು ಹೆಚ್ಚಾಗಿ ಬರಲಿ.
2 ૨ પછી હું અરીએલને સંકટમાં નાખીશ, ત્યાં શોક અને વિલાપ થઈ રહેશે; અને તે મારી આગળ વેદી જેવું જ થશે.
೨ಆ ಮೇಲೆ ನಾನು ಅರೀಯೇಲನ್ನು ಬಾಧಿಸುವೆನು; ಅರಚಾಟ ಕಿರಿಚಾಟಗಳಿಂದ ತುಂಬುವುದು; ಆ ಪಟ್ಟಣವು ನನಗೆ ಅರೀಯೇಲಾಗಿಯೇ ಪರಿಣಮಿಸುವುದು.
3 ૩ હું તારી આસપાસ ફરતી છાવણી રાખીશ અને કિલ્લા બાંધી તને ઘેરો નાખીશ અને તારી સામે મોરચા ઊભા કરીશ.
೩ನಾನು ನಿನ್ನ ಸುತ್ತಲೂ ದಂಡಿಳಿಸಿ, ನಿನಗೆ ವಿರುದ್ಧವಾಗಿ ಕೋಟೆಗಳನ್ನು ಕಟ್ಟಿ, ದಿಬ್ಬಹಾಕಿ ನಿನ್ನನ್ನು ಮುತ್ತುವೆನು.
4 ૪ તને નીચે પાડવામાં આવશે અને તું ભૂમિમાંથી બોલશે; ધૂળમાંથી તારી ધીમી વાણી સંભળાશે. તારો અવાજ ભૂમિમાંથી સાધેલા અશુદ્ધ આત્માનાં જેવો આવશે અને તારો બોલ ધીમે સ્વરે ધૂળમાંથી આવશે.
೪ನೀನು ಕುಗ್ಗಿ ಭೂಮಿಯೊಳಗಿಂದ ಮಾತನಾಡುವಿ, ನಿನ್ನ ನುಡಿಯು ಮಣ್ಣಿನೊಳಗಿಂದ ಸಣ್ಣ ಸ್ವರವಾಗಿ ಹೊರಡುವುದು, ನಿನ್ನ ಧ್ವನಿಯು ಪ್ರೇತದ ಧ್ವನಿಯಂತೆ ನೆಲದೊಳಗಿಂದ ಬರುವುದು, ನಿನ್ನ ನುಡಿಯು ಧೂಳಿನೊಳಗಿಂದ ಪಿಸುಗುಟ್ಟುವುದು.
5 ૫ વળી તારા પર ચઢાઈ કરનારાઓ ઝીણી ધૂળના જેવા અને દુષ્ટોનું સમુદાય પવનમાં ઊડી જતાં ફોતરાંના જેવો થશે. હા, તે અચાનક અને પળવારમાં થશે.
೫ಗುಂಪು ಗುಂಪಾಗಿ ಕೂಡಿರುವ ನಿನ್ನ ಶತ್ರುಗಳು ಸೂಕ್ಷ್ಮವಾದ ಧೂಳಿನಂತೆಯೂ, ಭಯಂಕರವಾದ ಸಮೂಹವು ಹಾರಿಹೋಗುವ ಹೊಟ್ಟಿನಂತೆಯೂ ಇರುವರು; ಅವರು ಕ್ಷಣ ಮಾತ್ರದಲ್ಲಿ ಲಯಹೊಂದುವರು.
6 ૬ સૈન્યોના યહોવાહ મેઘગર્જના, ધરતીકંપ, મોટા અવાજ, વંટોળિયા, આંધી અને ગળી જનાર અગ્નિની જ્વાળાઓ મારફતે તને સજા કરશે.
೬ಸೇನಾಧೀಶ್ವರನಾದ ಯೆಹೋವನು ಗುಡುಗು, ಭೂಕಂಪ, ಮಹಾಶಬ್ದ, ಬಿರುಗಾಳಿ, ಚಂಡಮಾರುತ, ದಹಿಸುವ ಅಗ್ನಿಯ ಜ್ವಾಲೆ ಇವುಗಳ ಮೂಲಕ ನಿನ್ನನ್ನು ಶಿಕ್ಷಿಸುವನು.
7 ૭ જે સર્વ પ્રજાઓ અરીએલની સામે લડે છે; એટલે જે સર્વ તેની તથા તેના કિલ્લાની સામે લડીને તેને સંકટમાં નાખે છે, તેઓનો સમુદાય સ્વપ્ન જેવો અને રાત્રીના આભાસ જેવો થઈ જશે.
೭ಅರೀಯೇಲಿನ ಮೇಲೆ ಹೋರಾಡಿ, ಅದಕ್ಕೂ ಅದರ ಕೋಟೆಗೂ ವಿರುದ್ಧವಾಗಿ ಯುದ್ಧಮಾಡಿ, ಬಾಧಿಸುವ ಸಕಲ ಜನಾಂಗಗಳ ಗುಂಪು, ಕನಸಿನಂತೆ, ರಾತ್ರಿಯ ಸ್ವಪ್ನದ ಹಾಗೆ ಮಾಯವಾಗುವುದು.
8 ૮ જેમ ભૂખ્યા માણસને સ્વપ્ન આવે છે કે તે ખાય છે; પણ જ્યારે તે જાગે છે ત્યારે તો તે ભૂખ્યો ને ભૂખ્યો જ હોય છે. જેમ તરસ્યાને સ્વપ્ન આવે છે, તેમાં તે પાણી પીએ છે; પણ જ્યારે તે જાગે છે ત્યારે હજી તે તરસને કારણે બેભાન જેવી અવસ્થામાં હોય છે. તે પ્રમાણે સિયોન પર્વતની સામે લડનારી સર્વ પ્રજાઓના સમુદાયને થશે.
೮ಹಸಿದವನು ಕನಸು ಕಂಡು ಆಹಾ, ತಿನ್ನುತ್ತಿದ್ದೇನೆ ಎಂದುಕೊಂಡಂತಾಗುವುದು; ಎಚ್ಚೆತ್ತಾಗ ಅವನ ಹೊಟ್ಟೆ ಬರಿದಾಗಿಯೇ ಇರುವುದು. ಬಾಯಾರಿದವನು ಸ್ವಪ್ನದಲ್ಲಿ ಇಗೋ ನೀರು ಕುಡಿಯುತ್ತಿದ್ದೇನೆ ಎಂದುಕೊಂಡಂತಾಗುವುದು; ನಿದ್ರೆಯಿಂದ ಎಚ್ಚೆತ್ತಾಗ ಬಲಹೀನನಾಗಿದ್ದು, ಬಳಲಿ ನೀರನ್ನು ಬಯಸುತ್ತಾ ಬಾಯಾರಿಕೆಯಿಂದ ಇರುವನು. ಚೀಯೋನ್ ಪರ್ವತಕ್ಕೆ ವಿರುದ್ಧವಾಗಿ ಹೋರಾಡುವ ಸಕಲ ಜನಾಂಗಗಳಿಗೂ ಇದೇ ಗತಿಯಾಗುವುದು.
9 ૯ વિસ્મિત થઈને અચંબો પામો; પોતાને અંધ કરીને દૃષ્ટિહીન થઈ જાઓ! ભાન ભૂલેલા થાઓ, પણ દ્રાક્ષારસથી નહિ; લથડિયાં ખાઓ પણ દારૂથી નહિ.
೯ನಿಮ್ಮನ್ನು ನೀವೇ ಬೆರಗು ಮಾಡಿಕೊಂಡು ಬೆರಗಾಗಿರಿ, ಕುರುಡು ಮಾಡಿಕೊಂಡು ಕುರುಡರಾಗಿರಿ! ಇವರು ಅಮಲೇರಿದ್ದಾರೆ, ದ್ರಾಕ್ಷಾರಸದಿಂದಲ್ಲ; ಓಲಾಡುತ್ತಾರೆ ಮದ್ಯದಿಂದಲ್ಲ.
10 ૧૦ કેમ કે યહોવાહે ભર ઊંઘનો આત્મા તમારી પર રેડ્યો છે. તેમણે તમારી આંખો એટલે પ્રબોધકોને બંધ કર્યા છે અને તમારાં શિર એટલે દ્રષ્ટાઓને ઢાંકી દીધા છે.
೧೦ಯೆಹೋವನು ನಿಮ್ಮ ಮೇಲೆ ಗಾಢನಿದ್ರೆಯನ್ನು ಬರಮಾಡಿ, ಪ್ರವಾದಿಗಳ ಕಣ್ಣುಗಳನ್ನು ಮುಚ್ಚಿ, ದಿವ್ಯದರ್ಶಿಗಳ ತಲೆಗಳಿಗೆ ಮುಸುಕು ಹಾಕಿದ್ದಾನೆ.
11 ૧૧ આ સર્વનું દર્શન તમારી આગળ મહોરથી બંધ કરેલા પુસ્તકના જેવું છે; લોકો જે ભણેલા છે તેને તે આપીને કહે છે, “આ વાંચ.” તે કહે છે, “હું તે વાંચી શકતો નથી, કારણ કે તે પર મહોર મારેલી છે.”
೧೧ದೈವದರ್ಶನವೆಲ್ಲಾ ಮುದ್ರೆಹಾಕಿದ ಶಾಸ್ತ್ರದ ಮಾತಿನ ಹಾಗಿದೆ; ಅದನ್ನು ಅಕ್ಷರ ಬಲ್ಲವನಿಗೆ, “ಇದನ್ನು ಓದು” ಎಂದು ಹೇಳಿದರೆ ಅವನು, “ಮುದ್ರೆ ಹಾಕಿದೆಯಲ್ಲಾ, ಆಗುವುದಿಲ್ಲ” ಎಂದು ಹೇಳುವನು.
12 ૧૨ પછી તે પુસ્તક અભણને આપવામાં આવે છે અને તેને કહે છે, “આ વાંચ,” તે કહે છે, “મને વાંચતા આવડતું નથી.”
೧೨ಅಕ್ಷರವಿಲ್ಲದವನಿಗೆ, “ಇದನ್ನು ಓದು” ಎಂದು ಹೇಳಿದರೆ ಅವನು, “ನನಗೆ ಓದಲು ಬರುವುದಿಲ್ಲ” ಎಂದು ಹೇಳುವನು.
13 ૧૩ પ્રભુ કહે છે, “આ લોકો તેમના મુખથી જ મારી પાસે આવે છે અને કેવળ હોઠોથી મને માન આપે છે, પરંતુ તેઓએ પોતાનું હૃદય મારાથી દૂર રાખ્યું છે. તેઓ મારો જે આદર કરે છે તે માત્ર માણસોએ શીખવેલી આજ્ઞા છે.
೧೩ಯೆಹೋವನು ಹೇಳುವುದೇನೆಂದರೆ, “ಈ ಜನರು ಮಾತಿನಿಂದ ನನ್ನನ್ನು ಸಮೀಪಿಸಿ, ತುಟಿಯಿಂದ ನನ್ನನ್ನು ಸನ್ಮಾನಿಸುತ್ತಾರೆ, ಮನಸ್ಸನ್ನೋ ದೂರಮಾಡಿಕೊಂಡು, ಬಾಯಿಪಾಠವಾಗಿ ಕಲಿತಿರುವ ಮನುಷ್ಯರ ಆಜ್ಞೆಗೆ ಸರಿಯಾದ ಭಯಭಕ್ತಿಯನ್ನು ಮಾತ್ರ ನನ್ನಲ್ಲಿಟ್ಟಿದ್ದಾರೆ.
14 ૧૪ તેથી, જુઓ, આ લોકમાં અદ્દભુત કામ, હા, મહાન તથા અજાયબ કામ ફરીથી કરવાનો છું. તેઓના જ્ઞાનીઓનું ડહાપણ નષ્ટ થશે અને તેઓના બુદ્ધિમાનોની બુદ્ધિનો લોપ થઈ જશે.
೧೪ಹೀಗಿರುವುದರಿಂದ ನಾನು ಈ ಜನರ ಮಧ್ಯದಲ್ಲಿ ಅಧಿಕ ಆಶ್ಚರ್ಯವೂ, ಅದ್ಭುತವೂ ಆದ ಕಾರ್ಯವನ್ನು ಇನ್ನು ಮಾಡುವೆನು; ಇವರ ಜ್ಞಾನಿಗಳ ಜ್ಞಾನವು ಅಳಿಯುವುದು, ವಿವೇಕಿಗಳ ವಿವೇಕವು ಅಡಗುವುದು” ಎಂದು ಹೇಳಿದನು.
15 ૧૫ જેઓ યહોવાહથી પોતાની યોજનાઓ સંતાડવાને ઊંડો વિચાર કરે છે અને જેઓ અંધકારમાં કામ કરે છે. તેઓ કહે છે, “અમને કોણ જુએ છે, અમારા વિષે કોણ જાણે છે? તેઓને અફસોસ!
೧೫ತಮ್ಮ ಆಲೋಚನೆಯನ್ನು ಯೆಹೋವನಿಗೆ ಮರೆಮಾಡುವುದಕ್ಕೆ, ಅಗಾಧಕ್ಕೆ ಹೋಗಿ, “ನಮ್ಮನ್ನು ಯಾರು ನೋಡುವರು? ಯಾರು ತಿಳಿದಾರು?” ಅಂದುಕೊಂಡು ಕತ್ತಲಲ್ಲೇ ತಮ್ಮ ಕೆಲಸಗಳನ್ನು ನಡೆಸುವವರ ಗತಿಯನ್ನು ಏನು ಹೇಳಲಿ!
16 ૧૬ તમે વસ્તુઓને ઊંધી સીધી કરો છો! શું કુંભાર માટીની બરાબર ગણાય, એવી રીતે કે, કૃત્યો પોતાના કર્તા વિષે કહે, “તેણે મને બનાવ્યો નથી,” અથવા જે વસ્તુની રચના થયેલી છે તે પોતાના રચનારને કહેશે કે, “તે મને સમજી શકતો નથી?”
೧೬ಅಯ್ಯೋ, ನೀವು ಎಂಥಾ ಮೂರ್ಖರು! ನೀವು ತಲೆಕೆಳಗೆ ಮಾಡುವ ಸಂಗತಿಗಳು ಕುಂಬಾರನ ಜೇಡಿಮಣ್ಣಿನಂತೆ ಪರಿಗಣಿಸಲಾಗುವುದು. ಕೆಲಸ ಮಾಡಿದವನಿಗೆ ಮಾಡಲ್ಪಟ್ಟದ್ದು, “ಆತನು ಕೆಲಸ ಮಾಡಲಿಲ್ಲ” ಎಂದು ಹೇಳುವುದೋ? ಇಲ್ಲವೇ, ತನ್ನನ್ನು ನಿರ್ಮಿಸಿದವನಿಗೆ ನಿರ್ಮಿಸಲ್ಪಟ್ಟದ್ದು, “ಆತನಿಗೆ ವಿವೇಕವಿಲ್ಲ” ಎಂದು ಹೇಳುವುದೋ?
17 ૧૭ થોડી જ વારમાં, લબાનોન વાડી થઈ જશે અને વાડી વન થઈ જશે.
೧೭ಇನ್ನು ಸ್ವಲ್ಪ ಕಾಲದೊಳಗೆ ಲೆಬನೋನ್ ಅರಣ್ಯವು ತೋಟವಾಗುವುದು, ಈಗಿನ ತೋಟವು ಅರಣ್ಯವಾಗಿ ಕಾಣಿಸುವುದು.
18 ૧૮ તે દિવસે બધિરજનો પુસ્તકનાં વચનો સાંભળશે અને અંધની આંખો ગહન અંધકારમાં જોશે.
೧೮ಆ ದಿನದಲ್ಲಿ ಕಿವುಡರು ಶಾಸ್ತ್ರದ ಮಾತುಗಳನ್ನು ಕೇಳುವರು ಮತ್ತು ಕುರುಡರ ಕಣ್ಣುಗಳು ಕತ್ತಲೆಯೊಳಗೂ ಕಾಣುವುದು.
19 ૧૯ દીનજનો યહોવાહમાં આનંદ કરશે અને દરિદ્રી માણસો ઇઝરાયલના પવિત્રમાં હરખાશે.
೧೯ದೀನರು ಯೆಹೋವನಲ್ಲಿ ಹೆಚ್ಚಾಗಿ ಆನಂದಿಸುವರು, ಬಡವರು ಇಸ್ರಾಯೇಲರ ಸದಮಲಸ್ವಾಮಿಯಲ್ಲಿ ಉಲ್ಲಾಸಿಸುವರು.
20 ૨૦ કેમ કે જુલમીનો અંત આવ્યો છે અને નિંદકને ખતમ કરવામાં આવ્યો છે. જે કોઈ દુષ્ટતા કરવાનું ચાહે છે તેઓ સર્વને નાબૂદ કરવામાં આવશે,
೨೦ಏಕೆಂದರೆ ಭಯಂಕರರು ನಿಶ್ಶೇಷವಾಗುವರು, ಧರ್ಮನಿಂದಕರು ನಿರ್ನಾಮವಾಗುವರು.
21 ૨૧ તેઓ તો દાવામાં માણસને ગુનેગાર ઠરાવનાર છે. તેને માટે જાળ બિછાવે છે તેઓ દરવાજા આગળ ન્યાય ઇચ્છે છે પરંતુ ન્યાયને ખાલી જુઠાણાથી નીચે પાડે છે.
೨೧ಸುಳ್ಳುಸಾಕ್ಷಿಯಿಂದ ತಪ್ಪು ಹೊರಿಸುವವರೂ, ಚಾವಡಿಯಲ್ಲಿ ದೋಷವನ್ನು ಖಂಡಿಸುವವನಿಗೆ ಉರುಲೊಡ್ಡುವವರೂ, ನ್ಯಾಯವಂತನ ನ್ಯಾಯವನ್ನು ಸುಮ್ಮನೆ ತಪ್ಪಿಸುವವರೂ ಆಗಿರುವ ಅಧರ್ಮನಿರತರೆಲ್ಲರೂ ನಿರ್ಮೂಲವಾಗುವರು.
22 ૨૨ તેથી જેણે ઇબ્રાહિમનો ઉદ્ધાર કર્યો, તે યહોવાહ યાકૂબના કુટુંબ વિષે કહે છે: “યાકૂબને કદી શરમાવું પડશે નહિ, તેનો ચહેરો ઊતરી જશે નહિ.
೨೨ಹೀಗಿರಲು ಅಬ್ರಹಾಮನನ್ನು ಉದ್ಧರಿಸಿದ ಯೆಹೋವನು ಯಾಕೋಬನ ಮನೆತನದ ವಿಷಯವಾಗಿ, “ಯಾಕೋಬ್ಯರು, ಇನ್ನು ನಾಚಿಕೆಪಡುವುದಿಲ್ಲ, ಅವರ ಮುಖವು ಇನ್ನು ಕಳೆಗುಂದುವುದಿಲ್ಲ.
23 ૨૩ પરંતુ જ્યારે પોતાની મધ્યે પોતાના સંતાનો એટલે મારા હાથની કૃતિઓને જોશે, ત્યારે તેઓ મારા નામને પવિત્ર માનશે. તેઓ યાકૂબના પવિત્રને પવિત્ર માનશે અને ઇઝરાયલના ઈશ્વરના આદરમાં ઊભા રહેશે.
೨೩ಯಾಕೋಬ ವಂಶದವರು ತಮ್ಮ ಮಧ್ಯದಲ್ಲಿ ನಾನು ನಡೆಸುವ ಕೆಲಸವನ್ನು ನೋಡಿ, ನನ್ನ ನಾಮವೇ ಆರಾಧನೆಗೆ ಅರ್ಹವೆಂದು ಪ್ರತಿಷ್ಠಿಸುವರು; ಹೌದು, ಯಾಕೋಬ್ಯರ ಸದಮಲಸ್ವಾಮಿಯನ್ನು ಪ್ರತಿಷ್ಠೆಪಡಿಸಿ ಇಸ್ರಾಯೇಲರ ದೇವರಿಗೆ ನಡುಗುವರು.
24 ૨૪ આત્મામાં જેઓ ભૂલા પડેલા હતા તેઓ સમજ પામશે અને ફરિયાદીઓ ડહાપણ પામશે.”
೨೪ತಪ್ಪಿದ ಹೃದಯವುಳ್ಳವರೆಲ್ಲರೂ ವಿವೇಕಿಗಳಾಗುವರು, ಗುಣಗುಟ್ಟುವವರು ಉಪದೇಶವನ್ನು ಕೇಳಿ ನಡೆಯುವರು” ಎಂದು ಹೇಳುತ್ತಾನೆ.