< યશાયા 28 >
1 ૧ એફ્રાઇમના ભાન ભૂલેલા વ્યસનીઓના માળાને, તેની તેજસ્વી સુંદરતાનાં લુપ્ત થતાં ફૂલોને, રસાળ ખીણના મથાળા પરના તેના મહાન શોભા આપનારાં ચીમળાનાર ફૂલોને અફસોસ છે.
Nnome nka nhwiren abotiri a ɛyɛ Efraim asabowfo ahohoahoade no nhwiren a ɛrepa, nʼahoɔfɛ a ɛho wɔ nyam, a ɛda asasebere bon so. Nnome nka kuropɔn no, nea nnipa a nsa asɛe wɔn no de hoahoa wɔn ho no.
2 ૨ જુઓ, પ્રભુનો એક પરાક્રમી અને સમર્થ વીર છે; તે કરાની આંધી, નાશ કરનાર તોફાન, જબરાં ઊભરાતાં પાણીના પૂરની જેમ પૃથ્વીને પોતાના હાથના જોરથી પછાડશે.
Hwɛ, Awurade wɔ obi a ɔwɔ tumi ne ahoɔden. Ɔte sɛ mparuwbo ne mframa a ɛsɛe ade ɔte sɛ osu a ɛne mframa nam, ne osuhweam a ɛhyɛ suka ma ɔbɛtow no ahwe fam ahoɔden so.
3 ૩ એફ્રાઇમના ભાન ભૂલેલા વ્યસનીઓના માળાને તે પગ નીચે પછાડાશે.
Saa nhwiren abotiri no a ɛyɛ Efraim asabowfo ahohoahoade no, wobetiatia so.
4 ૪ અને મોસમ આવે તે અગાઉનાં પાકેલાં, પ્રથમ અંજીરને જોનાર જુએ છે અને તેના હાથ માં આવતાં જ ગળી જાય છે, તેના જેવી ગતિ રસાળ ખીણને મથાળે આવેલા તેના મહાન શોભા આપનાર ચીમળાનાર ફૂલોની થશે.
Saa nhwiren a ɛrepa, nʼahoɔfɛ a ɛho wɔ nyam, a ɛda asasebere bon so no, bɛyɛ sɛ borɔdɔma a ɛbere ansa na otwabere adu, sɛ obi hu na ɔte a odi no ntɛm so.
5 ૫ તે દિવસે સૈન્યોના યહોવાહ પોતાના લોકના શેષને માટે મહિમાનો મુગટ તથા સૌદર્યનો તાજ થશે.
Saa da no Asafo Awurade bɛyɛ Anuonyam ahenkyɛw, nhwiren abotiri fɛfɛ ama ne nkurɔfo nkae no.
6 ૬ જે ન્યાય કરવા બેસે છે તેને માટે ન્યાયનો આત્મા થશે અને શત્રુઓને દરવાજામાંથી પાછા મોકલનારને માટે સામર્થ્યરૂપ થશે.
Ɔbɛyɛ atɛntrenee honhom ama otemmufo a ɔte agua mu. Ɔbɛyɛ ahoɔden farebae ama wɔn a wɔpam atamfo wɔ nkurow apon ano.
7 ૭ પરંતુ તેઓએ પણ દ્રાક્ષારસને લીધે ઠોકર ખાધી છે અને દારૂને લીધે તેઓ ભૂલા પડ્યા છે. યાજકે તથા પ્રબોધકે દારૂને લીધે અથડાયા કર્યા છે, તેઓ દ્રાક્ષારસમાં મગ્ન થયા છે. તેઓ દારૂના સેવનને લીધે ભૂલા પડ્યા છે, દર્શન વિષે તેઓ ભૂલથાપ ખાય છે અને ઇનસાફ આપવામાં ઠોકર ખાય છે.
Na eyinom nso nsa ma wɔtɔ ntintan na bobesa ma wohinhim; bobesa ma asɔfo ne adiyifo tɔ ntintan na nsa ma wɔn ani so yɛ wɔn totɔtotɔ; na wohinhim wɔtɔ ntintan bere a wɔrenya anisoadehu, na wɔn ano fomfom wɔ adwenkyerɛ mu.
8 ૮ ખરેખર, ઊલટીથી સર્વ મેજો ભરપૂર છે, તેથી કોઈ પણ જગા સ્વચ્છ રહી નથી.
Ɔfe agugu apon nyinaa so, na baabiara ayɛ fi.
9 ૯ તે કોને ડહાપણ શીખવશે અને કોને સંદેશો સમજાવશે? શું તે ધાવણ મુકાવેલાઓને તથા સ્તનપાન છોડાવેલાઓને સમજાવશે?
“Hena na ɔpɛ sɛ ɔkyerɛkyerɛ no? Na hena nso na ɔrekyerɛ nʼasɛm ase akyerɛ no? Mmofra a wɔatwa wɔn nufu, wɔn a wotwaa wɔn nufu nkyɛe no ana?
10 ૧૦ કેમ કે આજ્ઞા પર આજ્ઞા, આજ્ઞા પર આજ્ઞા; નિયમ પર નિયમ, નિયમ પર નિયમ; થોડું આમ, થોડું તેમ એ પ્રમાણે તેઓ બોલે છે.
Na ɛyɛ: Yɛ eyi, anaa eyi mmara foforo akyi mmara; ɛha kakra, ɛhɔ kakra.”
11 ૧૧ કેમ કે ઉપહાસ કરનાર હોઠોથી અને અન્ય ભાષામાં તે આ લોકો સાથે વાત કરશે.
Eye, na afei ananafo ano ne kasa foforo na Onyankopɔn de bɛkasa akyerɛ saa nkurɔfo yi,
12 ૧૨ પાછલા દિવસોમાં તેમણે તેઓને કહ્યું હતું, “આ વિશ્રામ છે, થાકેલાઓને વિશ્રામ આપો; અને આ તાજગી છે,” પણ તેઓએ સંભાળવા ચાહ્યું નહિ.
Ɔka kyerɛɛ wɔn se, “Ha ne ahomegyebea no, momma abrɛfo no nhome; ahodwobea nso ni,” nanso wɔantie no.
13 ૧૩ તેથી યહોવાહના શબ્દો તેઓને માટે આજ્ઞા પર આજ્ઞા, આજ્ઞા પર આજ્ઞા; નિયમ પર નિયમ, નિયમ પર નિયમ; થોડું આમ, થોડું તેમ એવા થશે; તેથી તેઓ રસ્તે ચાલતાં ઠોકર ખાઈને પાછા પડે, તૂટી જાય, ફસાઈ અને પકડાય.
Enti afei wɔbɛfa Awurade asɛm a ɔde ma wɔn no sɛ: Yɛ eyi anaa eyi, mmara foforo akyi mmara; ha kakra, hɔ kakra, sɛnea wɔrekɔ no ɛbɛma wɔapini wɔn akyi; wobepirapira, na wɔatɔ afiri mu, na wɔakyere wɔn.
14 ૧૪ એ માટે યરુશાલેમમાંના લોકો પર અધિકાર ચલાવનાર, તિરસ્કાર કરનાર તમે યહોવાહનાં વચન સાંભળો:
Ɛno nti, muntie Awurade asɛm, mo fɛwdifo a mudi saa nkurɔfo yi so wɔ Yerusalem.
15 ૧૫ કેમ કે તમે કહ્યું છે, “અમે મૃત્યુ સાથે કરાર કર્યો છે; અમે શેઓલની સાથે સમજૂતી કરી છે. જ્યારે ન્યાય ઊભરાઈને દેશમાં થઈને પાર જશે, ત્યારે તે અમારા સુધી પહોંચશે નહિ, કેમ કે અમે જૂઠાણાને અમારો આશ્રય બનાવ્યો છે અને અસત્યતામાં અમે છુપાઈ ગયા છીએ.” (Sheol )
Mohoahoa mo ho se, “Yɛne owu ayɛ apam, yɛne ɔda ayɛ nhyehyɛe sɛ asotwe a ano yɛ den ba a, ɛrentumi nka yɛn, efisɛ yɛde atoro ayɛ yɛn guankɔbea ne nnaadaa ayɛ yɛn hintabea.” (Sheol )
16 ૧૬ તેથી પ્રભુ યહોવાહ કહે છે કે, “જુઓ: સિયોનમાં હું પાયાનો પથ્થર મૂકુ છું, તે કસી જોયેલો પથ્થર, મૂલ્યવાન ખૂણાનો પથ્થર, મૂળ પાયો છે. જે વિશ્વાસ રાખે છે તે લજ્જિત થશે નહિ.
Enti nea Otumfo Awurade se ni, “Hwɛ! Mede ɔbo bi retim Sion, ɔbo a wɔasɔ ahwɛ, tweatibo a ɛsom bo ama fapem a ɛyɛ den; nea ɔde ne ho to so no remmɔ hu.
17 ૧૭ હું ઇનસાફને દોરી અને ન્યાયીપણાને ઓળંબો કરીશ. જૂઠાણાનો આશ્રય કરાનાં તોફાનથી તણાઈ જશે અને સંતાવાની જગા પર પાણીનું પૂર ફરી વળશે.
Mede atɛntrenee bɛyɛ susuhama na treneeyɛ ayɛ ɔfasu kirebennyɛ susuhama mparuwbo bɛsɛe wo guankɔbea a ɛyɛ atoro no, na nsu abɛkata wo hintabea hɔ.
18 ૧૮ મૃત્યુ સાથેનો તમારો કરાર રદ કરવામાં આવશે અને શેઓલ સાથેની તમારી સમજૂતી ટકશે નહિ. વળી સંકટની રેલ જ્યારે ચઢી આવશે ત્યારે તમે તેમાં તણાઈ જશો. (Sheol )
Wobetwa apam a wo ne owu ayɛ no mu; nhyehyɛe a wo ne ɔda ayɛ no nso rennyina sɛ asotwe a ano yɛ den no ba a, ebetwiw afa mo so. (Sheol )
19 ૧૯ તે જેટલી વાર પાર જાય તેટલી વાર તે તમને ડુબાડશે અને સવાર દર સવાર તથા રાતદિવસ તે પસાર થશે. જ્યારે સંદેશો સમજાઈ જશે ત્યારે તે ત્રાસનું કારણ બનશે.
Mpɛn dodow biara a ɛbɛba no ɛbɛsoa mo akɔ; anɔpa, awia ne anadwo biara, ɛbɛfa mu akɔ.” Saa nkra yi ntease de ehu bɛba.
20 ૨૦ કેમ કે પથારી એટલી ટૂંકી છે કે તેના પર પગ લાંબો થઈ શકશે નહિ અને ચાદર એટલી સાંકડી છે કે તેનાથી શરીર ઢાંકી શકાશે નહિ.”
Mpa no yɛ tia dodo ma sɛ wɔteɛ wɔn mu wɔ so, kuntu no yɛ hiahiaa sɛ ɛbɛso wɔn ho kata.
21 ૨૧ કેમ કે જેમ પરાસીમ પર્વત પર થયું; તેમ ગિબ્યોનની ખીણમાં યહોવાહ ઊઠશે અને તે પોતાનાં કામ, અસાધારણ તથા અદ્દભુત કૃત્ય કરશે.
Awurade bɛsɔre sɛnea ɔsɔree wɔ Perasim bepɔw so no, ɔbɛkanyan ne ho sɛnea ɔyɛɛ wɔ Gibeon Bon mu, yɛɛ nʼadwuma, nʼadwuma nwonwaso no dii ne dwuma, dwumadi a bi mmaa da.
22 ૨૨ તો હવે તમે ઉપહાસ ના કરશો, રખેને તમારાં બંધન મજબૂત કરવામાં આવે. કેમ કે આખી પૃથ્વી પર આવનાર વિનાશની ખબર મેં પ્રભુ, સૈન્યોના યહોવાહ પાસેથી સાંભળી છે.
Afei gyae wo fɛwdi no, anyɛ saa a wo nkɔnsɔnkɔnsɔn mu bɛyɛ duru; Awurade, Asafo Awurade aka akyerɛ me ɔsɛe ho mmaraden a wɔahyɛ atia asase no nyinaa.
23 ૨૩ કાન ધરીને મારી વાણી સાંભળો; ધ્યાનથી મારું વચન સાંભળો.
Muntie na monte me nne; monwɛn mo aso na muntie nea meka.
24 ૨૪ શું ખેડૂત વાવણી માટે ખેતર ખેડ્યા જ કરે છે? તે શું પોતાનું ખેતર ખોદીને ઢેફાં ભાંગ્યા જ કરે છે?
Sɛ okuafo funtum asase sɛ ɔrebedua so a, ɔyɛ no daa ana? Ɔkɔ so tutu, fɛntɛm asase no ana?
25 ૨૫ જ્યારે તે ખેતર તૈયાર કરી દે છે, ત્યારે શું તે તેમાં સૂવા કે જીરું વાવતો નથી, અને ચાસમાં ઘઉં, ઠરાવેલ જગાએ જવ અને મોસમમાં બાજરી તે વાવતો નથી શું?
Sɛ osiesie asase no ani a, onnua ɛme, na ɔmpete ntɛtɛ wɔ so ana? Onnua awi ne atoko mu biara wɔ nʼafa ana?
26 ૨૬ કેમ કે તેનો ઈશ્વર તેને યોગ્ય રીત શીખવીને તેને ડહાપણ આપે છે.
Ne Nyankopɔn ma no akwankyerɛ na ɔkyerɛ no ɔkwan pa.
27 ૨૭ વળી, સૂવા અણીદાર સાધનથી મસળાતા નથી કે જીરા પર ગાડાનું પૈડું ફેરવાતું નથી; પણ સૂવા લાકડીથી અને જીરું સોટીથી સાફ કરાય છે.
Wɔmfa asae mpo ɛme ho, wɔmfa teaseɛnam hankare mfa ntɛtɛ so; wɔde pema na ɛboro ɛme, na wɔde abaa aboro ntɛtɛ.
28 ૨૮ રોટલીનું ધાન્ય પિલાય છે શું? અને પોતાના ગાડાનું પૈડું તથા પોતાના ઘોડાઓને તેના પર સતત ફેરવ્યા કરીને તે તેનો ભૂકો કરશે નહિ.
Wɔyam aburow de to brodo nti obi nkɔ so nyam a onnwie da. Ɛwɔ mu, ɔde nʼawiporowee teaseɛnam hankare fa so de, nanso ɛnyɛ nʼapɔnkɔ na wɔyam.
29 ૨૯ આ જ્ઞાન પણ સૈન્યોના યહોવાહ પાસેથી મળે છે, જે સલાહ આપવામાં અદ્દભુત છે અને બુધ્ધિમાં ઉત્તમ છે.
Eyinom nyinaa fi Asafo Awurade, afotu mu nwonwani, na ne nyansa boro so.