< યશાયા 27 >

1 તે દિવસે યહોવાહ પોતાની સખત, મહાન અને સમર્થ તલવારથી વેગવાન સર્પ લિવિયાથાનને, એટલે ગૂંછળિયા સર્પ લિવિયાથાનને શિક્ષા કરશે. અને જે અજગર સમુદ્રમાં રહે છે તેને તે મારી નાંખશે.
到那日,耶和华必用他刚硬有力的大刀刑罚鳄鱼—就是那快行的蛇,刑罚鳄鱼—就是那曲行的蛇,并杀海中的大鱼。
2 તે દિવસે, દ્રાક્ષવાડીના દ્રાક્ષારસ માટે ગીત ગાઓ.
当那日,有出酒的葡萄园, 你们要指这园唱歌说:
3 “હું યહોવાહ, તેનો રક્ષક છું, પળે પળે હું તેને સિંચું છું; હું રાત તથા દિવસે તેનું રક્ષણ કરું છું રખેને કોઈ તેને ઈજા પહોંચાડે.
我—耶和华是看守葡萄园的; 我必时刻浇灌, 昼夜看守, 免得有人损害。
4 હું હવે ગુસ્સે નથી, અરે, ત્યાં ઝાંખરાં અને કાંટા મારી સામે હોત તો કેવું સારું! યુદ્ધમાં હું તેમની સામે કૂચ કરીને હું તેઓને એકસાથે બાળી નાખત.
我心中不存忿怒。 惟愿荆棘蒺藜与我交战, 我就勇往直前, 把它一同焚烧。
5 તેઓએ મારા રક્ષણમાં આવવું અને મારી સાથે સમાધાન કરવું; હા, તેઓએ મારી સાથે સમાધાન કરવું.
不然,让它持住我的能力, 使它与我和好, 愿它与我和好。
6 આવનાર દિવસોમાં, યાકૂબની જડ ઊગશે, ઇઝરાયલને ફૂલ અને કળીઓ ખીલશે; અને તેઓ ફળથી પૃથ્વીની સપાટી ભરપૂર કરશે.”
将来雅各要扎根, 以色列要发芽开花; 他们的果实必充满世界。
7 યહોવાહે યાકૂબ તથા ઇઝરાયલના શત્રુઓને જેવો માર માર્યો છે શું તેવો માર એને માર્યો છે? શત્રુઓની જેવી કતલ કરી છે તે પ્રમાણે શું યાકૂબ તથા ઇઝરાયલનો સંહાર કર્યો છે?
主击打他们, 岂像击打那些击打他们的人吗? 他们被杀戮, 岂像被他们所杀戮的吗?
8 ચોક્કસ માપમાં તમે દલીલ કરી છે, જેમ યાકૂબ તથા ઇઝરાયલને તજી દઈને, તેને પૂર્વના વાયુને દિવસે તેમણે પોતાના તોફાની વાયુથી તેમને દૂર કર્યા છે.
你打发他们去, 是相机宜与他们相争; 刮东风的日子, 就用暴风将他们逐去。
9 તેથી આ રીતે, યાકૂબના અપરાધનું માફ કરવામાં આવશે, કેમ કે તેનાં પાપ દૂર કરવાનાં તમામ ફળ આ છે: તે વેદીના સર્વ પથ્થરને પીસીને ચુનાના પથ્થર જેવા કરી નાખશે અને અશેરાના સ્તંભો અને કોઈ ધૂપવેદી ઊભી રહેશે નહિ.
所以,雅各的罪孽得赦免, 他的罪过得除掉的果效,全在乎此: 就是他叫祭坛的石头变为打碎的灰石, 以致木偶和日像不再立起。
10 ૧૦ કેમ કે મોરચાબંધ નગર ઉજ્જડ, રહેઠાણ અરણ્ય સમાન થયેલું અને ત્યાગ કરેલું રહેશે. ત્યાં વાછરડું ચરશે, ત્યાં તે બેસશે અને તેની ડાળીઓ ખાશે.
因为坚固城变为凄凉, 成了撇下离弃的居所,像旷野一样; 牛犊必在那里吃草, 在那里躺卧,并吃尽其中的树枝。
11 ૧૧ તેની ડાળીઓ સુકાશે ત્યારે તેઓને ભાંગી નાખવામાં આવશે. સ્ત્રીઓ આવીને તેમનું બળતણ કરશે, કેમ કે, આ લોક સમજણા નથી. તેથી તેઓના સર્જનહાર તેઓના પર દયા કરશે નહિ અને તેઓના પર કૃપા કરશે નહિ.
枝条枯干,必被折断; 妇女要来点火烧着。 因为这百姓蒙昧无知, 所以,创造他们的必不怜恤他们; 造成他们的也不施恩与他们。
12 ૧૨ તે દિવસે યહોવાહ ફ્રાત નદીના પ્રવાહથી તે મિસરની નદી સુધી અનાજને ઝૂડશે અને હે ઇઝરાયલીઓ તમને એકએકને એકત્ર કરવામાં આવશે.
以色列人哪,到那日,耶和华必从大河,直到埃及小河,将你们一一地收集,如同人打树拾果一样。
13 ૧૩ તે દિવસે મોટું રણશિંગડું વગાડવામાં આવશે; અને આશ્શૂર દેશમાં જેઓ નાશ પામનાર હતા, તેઓ તથા મિસરમાં જેઓને તજી દેવામાં આવ્યા હતા, તેઓ આવશે, તેઓ યરુશાલેમમાં પવિત્ર પર્વત પર યહોવાહની ઉપાસના કરશે.
当那日,必大发角声,在亚述地将要灭亡的,并在埃及地被赶散的,都要来,他们就在耶路撒冷圣山上敬拜耶和华。

< યશાયા 27 >