< યશાયા 26 >
1 ૧ તે દિવસે યહૂદિયા દેશમાં આ ગીત ગવાશે: “અમારું એક મજબૂત નગર છે; ઈશ્વરે ઉદ્ધારને અર્થે તેના કોટ તથા મોરચા ઠરાવી આપ્યા છે.
Ын зиуа ачея, се ва кынта урмэтоаря кынтаре ын цара луй Иуда: „Авем о четате таре; Думнезеу не дэ мынтуиря ка зидурь ши ынтэритурэ.
2 ૨ દરવાજા ઉઘાડો, વિશ્વાસ રાખનાર ન્યાયી પ્રજા તેમાં પ્રવેશે.
Дескидець порциле, ка сэ интре нямул чел неприхэнит ши крединчос.
3 ૩ તમારામાં જે દૃઢ મનવાળા છે તેઓને, તમે સંપૂર્ણ શાંતિમાં રાખો, કેમ કે તે તમારા પર ભરોસો કરે છે.
Челуй ку инима таре, Ту-й кезэшуешть пачя; да, пачя, кэч се ынкреде ын Тине.
4 ૪ યહોવાહ પર સદા ભરોસો રાખો; કેમ કે, યહોવાહ આપણો સનાતન ખડક છે.
Ынкредеци-вэ ын Домнул пе вечие, кэч Домнул Думнезеу есте Стынка вякурилор.
5 ૫ કેમ કે તે ગર્વથી રહેનારને નીચા નમાવશે, કિલ્લાવાળા ગર્વિષ્ઠ નગરને તે જમીનદોસ્ત કરી નાખશે; તે તેને ધૂળભેગું કરશે.
Ел а рэстурнат пе чей че локуяу пе ынэлцимь, Ел а плекат четатя ынгымфатэ; а доборыт-о ла пэмынт ши а арункат-о ын цэрынэ.
6 ૬ પગથી તે ખૂંદાશે; હા દીનોના પગથી અને જરૂરતમંદોના પગથી તે ખૂંદાશે.
Еа есте кэлкатэ ын пичоаре, ын пичоареле сэрачилор, суб паший челор обиждуиць.
7 ૭ ન્યાયીનો માર્ગ સીધો છે, તમે ન્યાયીનો રસ્તો સરળ કરી બતાવો છો.
Каля дрептулуй есте неприхэниря; Ту, каре ешть фэрэ приханэ, нетезешть кэраря дрептулуй.
8 ૮ હે યહોવાહ, અમે તમારા ન્યાયના માર્ગોમાં, તમારી રાહ જોતા આવ્યા છીએ; તમારું નામ અને તમારું સ્મરણ એ અમારા પ્રાણની ઝંખના છે.
Де ачея Те аштептэм, Доамне, ши пе каля жудекэцилор Тале; суфлетул ностру суспинэ дупэ Нумеле Тэу ши дупэ помениря Та.
9 ૯ રાત્રે હું તમારે માટે આતુર બની રહું છું; હા, મારા અંતરાત્માથી આગ્રહપૂર્વક હું તમને શોધીશ. કેમ કે પૃથ્વી પર તમારો ન્યાય આવે છે, ત્યારે જગતના રહેવાસીઓ ન્યાયીપણું શીખે છે.
Суфлетул меу Те дореште ноаптя ши духул меу Те каутэ ынэунтрул меу. Кэч, кынд се ымплинеск жудекэциле Тале пе пэмынт, локуиторий лумий ынвацэ дрептатя.
10 ૧૦ દુષ્ટ ઉપર કૃપા કરવામાં આવે, પણ તે ન્યાયીપણું નહિ શીખે. પવિત્ર ભૂમિમાં પણ તે અધર્મ કરે છે અને તે યહોવાહનો મહિમા જોશે નહિ.
Дакэ ерць пе чел рэу, ел тотушь ну ынвацэ неприхэниря, се дедэ ла рэу ын цара ын каре домнеште неприхэниря ши ну каутэ ла мэреция Домнулуй.
11 ૧૧ હે યહોવાહ, તમારો હાથ ઉગામેલો છે, પણ તેઓ ધ્યાન આપતા નથી. પણ તેઓ તમારા લોકોની ઉત્કંઠા જોઈને શરમાશે, કારણ કે તમારા વેરીઓ માટેનો જે અગ્નિ છે તે તેઓને ગળી જશે.
Доамне, мына Та есте путерникэ: ей н-о зэреск, дар вор ведя рывна Та пентру попорул Тэу ши вор фи рушинаць; ва арде фокул пе врэжмаший Тэй.
12 ૧૨ હે યહોવાહ, તમે અમને શાંતિ આપશો; કેમ કે અમારાં સર્વ કામ પણ તમે અમારે માટે કર્યાં છે.
Дар ноуэ, Доамне, Ту не дай паче, кэч тот че фачем ной, Ту ымплинешть пентру ной.
13 ૧૩ હે યહોવાહ અમારા ઈશ્વર, તમારા સિવાય બીજા માલિકોએ અમારા પર રાજ કર્યું છે; પરંતુ અમે ફક્ત તમારા નામની સ્તુતિ કરીએ છીએ.
Доамне, Думнезеул ностру, алць стэпынь афарэ де Тине ау стэпынит песте ной, дар акум нумай пе Тине ши нумай Нумеле Тэу ыл кемэм.
14 ૧૪ તેઓ મરણ પામ્યા છે, તેઓ જીવશે નહિ; તેઓ મરણ પામ્યા છે, તેઓ પાછા ઊઠશે નહિ. તે જ માટે તમે તેઓનો ન્યાય કરીને તેઓનો નાશ કર્યો છે અને તેઓની સર્વ યાદગીરી નષ્ટ કરી છે.
Чей че сунт морць акум ну вор май трэи, сунт ниште умбре ши ну се вор май скула, кэч Ту й-ай педепсит, й-ай нимичит ши ле-ай штерс помениря.
15 ૧૫ તમે દેશની પ્રજા વધારી છે, હે યહોવાહ, તમે પ્રજા વધારી છે; તમારો મહિમા પ્રગટ કર્યો છે; તમે પૃથ્વીનાં છેડા સુધી સર્વ સીમાઓ વિસ્તારી છે.
Ынмулцеште попорул, Доамне! Ынмулцеште попорул, аратэ-Ць слава; дэ ынапой тоате хотареле цэрий!
16 ૧૬ હે યહોવાહ, સંકટ સમયે તેઓ તમારી તરફ ફર્યા છે; તમારી શિક્ષા તેઓને લાગી ત્યારે તેઓએ તમારી પ્રાર્થના કરી છે.
Доамне, ей Те-ау кэутат кынд ерау ын стрымтораре; ау ынчепут сэ се роаӂе кынд й-ай педепсит.
17 ૧૭ જેમ ગર્ભવતી સ્ત્રી જ્યારે પ્રસવનો સમય પાસે આવે, ત્યારે પ્રસૂતિની વેદનામાં ચીસો પાડે છે; તે પ્રમાણે, હે પ્રભુ અમે તમારી સંમુખ હતા.
Кум се звырколеште о фемее ынсэрчинатэ гата сэ наскэ ши кум стригэ еа ын мижлокул дурерилор ей, аша ам фост ной департе де Фаца Та, Доамне!
18 ૧૮ અમે ગર્ભ ધર્યો હતો, અમે પ્રસવ પીડામાં હતા, પણ અમે જાણે વાયુને જન્મ આપ્યો છે. પૃથ્વીનો ઉદ્ધાર અમારાથી થયો નથી અને દુનિયાના રહેવાસીઓ પડ્યા નથી.
Ам зэмислит, ам симцит дурерь ши, кынд сэ наштем, ам нэскут вынт: цара ну есте мынтуитэ ши локуиторий ей ну сунт нэскуць.
19 ૧૯ તમારાં મૃતજનો જીવશે; આપણા મૃત શરીરો ઊઠશે. હે ધૂળમાં રહેનારા, તમે જાગૃત થાઓ અને હર્ષનાદ કરો; કેમ કે તમારું ઝાકળ પ્રકાશનું ઝાકળ છે અને પૃથ્વી મૂએલાંને બહાર કાઢશે.
Сэ ынвие дар морций Тэй! Сэ се скоале трупуриле меле моарте! Трезици-вэ ши сэриць де букурие, чей че локуиць ын цэрынэ! Кэч роуа Та есте о роуэ дэтэтоаре де вяцэ, ши пэмынтул ва скоате ярэшь афарэ пе чей морць.”
20 ૨૦ જાઓ, મારી પ્રજા, તમારી ઓરડીમાં પેસો અને અંદર જઈને બારણાં બંધ કરો; જ્યાં સુધી કોપ બંધ પડે નહિ ત્યાં સુધી સંતાઈ રહો.
Ду-те, попорул меу, интрэ ын одая та ши ынкуе уша дупэ тине; аскунде-те кытева клипе, пынэ ва трече мыния!
21 ૨૧ કેમ કે જુઓ, પૃથ્વી પરના રહેવાસીઓના અપરાધને માટે, તેમને સજા આપવાને માટે યહોવાહ પોતાના સ્થાનમાંથી બહાર આવે છે; પૃથ્વીએ પોતે શોષી લીધેલું રક્ત તે પ્રગટ કરશે અને ત્યાર પછી પોતાના માર્યા ગયેલાઓને ઢાંકી રાખશે નહિ.
Кэч ятэ, Домнул есе дин локуинца Луй сэ педепсяскэ нелеӂюириле локуиторилор пэмынтулуй, ши пэмынтул ва да сынӂеле пе фацэ ши ну ва май акопери учидериле.