< યશાયા 25 >
1 ૧ હે યહોવાહ, તમે મારા ઈશ્વર છો; હું તમને મોટા માનીશ, હું તમારા નામની સ્તુતિ કરીશ; કેમ કે તમે અદ્દભુત કાર્યો કર્યાં છે; તમે વિશ્વાસુપણે કરેલી પુરાતનકાળની યોજનાઓ પૂરી કરી છે.
Herre, du äst min Gud; dig prisar jag; jag lofvar ditt Namn; ty du gör under, din gamla anslag äro trofast och sannfärdig.
2 ૨ કેમ કે તમે નગરનો ઢગલો કરી નાખ્યો છે; મોરચાબંધ નગરને ખંડિયેર કર્યું છે, પરદેશીઓના ગઢને તમે નગરની પંક્તિમાંથી કાઢી નાખ્યો છે.
Ty du gör staden till en stenhop, den fasta staden, att han uti en hop ligger; de främmandes palats, så att det icke mer en stad är, och aldrig mer uppbyggd varder.
3 ૩ તેથી સામર્થ્યવાન લોકો તમારો મહિમા ગાશે; દુષ્ટ દેશોનું નગર તમારાથી બીશે.
Derföre ärar dig ett mägtigt folk; de väldiga Hedningars städer frukta dig.
4 ૪ જ્યારે દુષ્ટ લોકોનો વિસ્ફોટ કોટ પરના તોફાન જેવો થશે, ત્યારે તમે ગરીબોના રક્ષક, સંકટ સમયે દીનોના આધાર, તોફાનની સામે આશ્રય અને તડકાની સામે છાયા થશો.
Ty du äst dens fattigas starkhet, dens armas starkhet i bedröfvelsen, en tillflykt för oväder, en skygd för hetta, då de tyranner rasa såsom en storm emot en vägg.
5 ૫ સૂકી જગામાં તડકાની જેમ, તમે અજાણ્યાના અવાજને દબાવી દેશો; જેમ વાદળની છાયાથી તડકો ઓછો લાગે છે તેમ દુષ્ટોનું ગાયન મંદ કરવામાં આવશે.
Du ödmjukar de främmandes storm, såsom en hette i torrt rum, så att hetten skall förderfva de tyranners vinqvistar; och skyarna gifva ändock skugga.
6 ૬ આ પર્વત પર સૈન્યોના યહોવાહ સર્વ લોકો માટે મેદવાળી વાનગીની ઉજવણી કરાવશે, ઉત્તમ દ્રાક્ષારસની, કુમળા માંસની મિજબાની આપશે.
Och Herren Zebaoth skall göra till all folk ett fett gästabåd på desso bergena; ett gästabåd af klart vin, af feto, af märg, af vin, der ingen drägg uti är.
7 ૭ જે ઘૂંઘટ સઘળી પ્રજાઓ પર ઓઢાડેલો છે તેના પૃષ્ઠનો તથા જે આચ્છાદન સર્વ પ્રજાઓ પર પસારેલું છે, તેનો આ પર્વત પર તે નાશ કરશે.
Och han skall på desso bergena bortlägga svepklädet, der all folk med besvept äro, och täckeklädet, der alle Hedningar men betäckte äro.
8 ૮ તે સદાને માટે મરણને ગળી જશે અને પ્રભુ યહોવાહ સર્વના મુખ પરથી આંસૂ લૂછી નાખશે; આખી પૃથ્વી પરથી તે પોતાના લોકોનું મહેણું દૂર કરશે, કેમ કે યહોવાહ એવું બોલ્યા છે.
Ty döden skall platt uppsluken varda; och Herren Herren skall aftvå tårarna af all ansigte, och skall borttaga sins folks försmädelse i all land; ty Herren hafver det sagt.
9 ૯ તે દિવસે એવું કહેવામાં આવશે, “જુઓ, આ આપણા ઈશ્વર છે; આપણે તેમની રાહ જોતા આવ્યા છીએ અને તે આપણો ઉદ્ધાર કરશે; આ યહોવાહ છે; આપણે તેમની રાહ જોતા આવ્યા છીએ, તેમણે કરેલા ઉદ્ધારથી આપણે હરખાઈને આનંદ કરીશું.”
På den tiden skall man säga: Si, det är vår Gud, den vi förbide, och han skall hjelpa, oss; det är Herren; vi förbide honom, att vi skole fröjda oss, och glade vara i hans salighet.
10 ૧૦ કેમ કે યહોવાહનો હાથ આ પર્વત પર થોભશે; અને જેમ ઉકરડાનાં પાણીમાં ઘાસ ખુંદાય છે, તેમ મોઆબ પોતાને સ્થળે ખુંદાશે.
Ty Herrans hand hvilas på desso bergena; och Moab skall derunder förkrossad varda, såsom strå söndertröskadt varder, och såsom träck.
11 ૧૧ જેમ તરનાર તરવા માટે પોતાના હાથ પ્રસારે છે, તે પ્રમાણે તેઓ પોતાના હાથ પ્રસારશે; અને તેના હાથની ચાલાકી છતાં યહોવાહ તેના ગર્વને ઉતારી નાખશે.
Och han skall utsträcka sina händer midt ibland dem, såsom en simmande dem uträcker till att simma, och förnedra deras prål med sina händers arm;
12 ૧૨ તારા કોટની ઊંચી કિલ્લેબંદીને પાડી નાખીને તેને જમીનદોસ્ત કરશે, તેને ધૂળભેગી કરી નાખશે.
Och skall nederböja edra murars höga fäste, förnedra, och kasta dem i stoft på jordena.