< યશાયા 23 >
1 ૧ તૂર વિષે ઈશ્વરવાણી: હે તાર્શીશનાં વહાણો, તમે વિલાપ કરો; કેમ કે ત્યાં ઘર કે બંદર નથી; કિત્તીમ દેશમાંથી તે તેઓને જાહેર કરવામાં આવ્યું છે.
Ty nibangoeñe i Tsore: mangolalaiha ry lakam-bein-Tarsiseo; narotsake re: pok’anjomba, tsy amam-pitolia; natalili’ o boake Kitio.
2 ૨ હે સમુદ્ર કિનારાના રહેવાસીઓ, આશ્ચર્ય પામો, હે સમુદ્રમાં પ્રવાસ કરનારા સિદોનના વેપારીઓએ, તમને પુરવઠો પૂરો પાડે છે.
Mianjina ry mpimoneñ’ añ’olotse añe; ry natsafe’ o mpanao takina’ i Tsidone, mpitsake i riakeio.
3 ૩ અને જળનિધિ પર શીહોર પ્રદેશનું અનાજ, નીલની પેદાશને તૂરમાં લાવવામાં આવતાં હતાં; તે વિદેશીઓનું બજાર હતું.
Ty tabiri’ i Sihore an-drano mieneneo, ty voka’ i Sakay ty tambe’e; ie ty ni-tsena’ o kilakila’ ndatio.
4 ૪ હે સિદોન, તું લજ્જિત થા; કેમ કે સમુદ્ર એટલે સમુદ્રના સામર્થ્યવાન બોલ્યા છે. તે કહે છે, “મેં પ્રસવવેદના વેઠી નથી, મેં જન્મ આપ્યો નથી, જુવાનોને ઉછેર્યા નથી કે કન્યાઓને મોટી કરી નથી.”
Mimeñara ry Tsidone; fa mivolañe i riakey, manao ty hoe ty haozara’ i riakey: Mboe lia’e tsy nitsongo iraho, tsy niterak’ajaja; tsy nañabey ajalahy, tsy nañotroñe somondrara.
5 ૫ મિસરમાં ખબર પહોંચશે ત્યારે તેઓ તૂરની ખબર સાંભળીને દુઃખ પામશે.
Ie pok’ e Mitsraime añe i taliliy, le hioremeñe iereo ty amy enta’ i Tsore.
6 ૬ હે સમુદ્ર કિનારાના લોકો, આક્રંદ કરતાં તાર્શીશ પાર જાઓ.
Mitsaha mb’e Tarsise mb’eo; mangoihoia ry mpimoneñ’añ’olotseo.
7 ૭ જેની પ્રાચીનતા પુરાતન છે, જેના પગ તેને દૂર વિદેશ સુધી સ્થાયી થવા લઈ ગયા, શું તે આ તમારું આનંદી નગર છે?
Itoy hao i rova nirebeha’ areoy, i nioreñe haehaey? i naneseañe o fandia’eo hitaveañe an-tsietoitaney?
8 ૮ મુગટ આપનાર તૂર, જેના વેપારીઓ સરદારો છે, જેના સોદાગરો પૃથ્વીના માનવંતા છે, તેની વિરુદ્ધ આ કોણે યોજના કરી છે?
Ia ty nibeko i Tsore izao? i mpanolon-tsabakam-panjakay? Ie sindre ana-donake o mpandetakeo, songa niroandria’ ty tane toy o kinanga’eo?
9 ૯ સર્વ વૈભવના ગર્વને કલંકિત કરવા અને પૃથ્વીના સર્વ માનવંતોને શરમજનક બનાવવાનું આયોજન સૈન્યોના યહોવાહે કર્યું છે.
Ereñere’ Iehovà’ i Màroy izay, hanivàñe ty firengevoha’ ze hene engeñe, hamotsaha’e ze fonga onjoneñe an-tane atoy.
10 ૧૦ હે તાર્શીશની દીકરી, નીલ નદીની જેમ તારી ભૂમિમાં જા. હવે તૂરમાં કોઈ બજાર રહ્યું નથી.
Manginahinà an-tane’o eo an-tsata’ i Sakay, ry anak’ampela’ i Tarsise! fa tsy eo ty mikalañe.
11 ૧૧ યહોવાહે પોતાનો હાથ સમુદ્ર પર લંબાવ્યો છે; તેમણે રાજ્યોને હલાવી નાખ્યાં છે; તેમણે કનાન વિષે આજ્ઞા આપી છે કે, તેના કિલ્લાઓનો નાશ કરવો.
Natora-kitsi’e ambone’ i riakey ty fità’e, nakopikopi’e o fifeheañeo; fa linili’ Iehovà ty amy Kanàne te ho mongoreñe o fipalira’eo.
12 ૧૨ તેમણે કહ્યું, “સિદોનની પીડિત કુંવારી દીકરી, તું હવે ફરીથી આનંદ કરીશ નહિ; ઊઠ, કિત્તીમ સુધી પેલે પાર જા; ત્યાં પણ તને વિશ્રામ મળશે નહિ.”
Le hoe re: Tsy hirenge ka, ry anak’ ampela’ i Tsidone demokeo, miongaha, mitsahà mb’e Kity mb’eo; fe tsy hahazoa’o fitofañe ty añe.
13 ૧૩ ખાલદીઓના દેશને જુઓ. તે પ્રજા નહોતી; આશ્શૂરે તેને જંગલી પ્રાણીઓને માટે અરણ્ય બનાવ્યું છે: તેઓએ તેના બુરજો ઊભા કર્યા, તેઓએ એના મહેલોને જમીનદોસ્ત કર્યા; તેણે તેને ઉજ્જડ કરી નાખ્યો.
Hehe ty tane’ o nte-Kasdio— ondaty tsy teo amy nandahara’ i Asore aze ho amo ampatrambeioy; natroa’ iareo o rafi-panamea’ iareoo, nakorenda’ iareo o anjomba’eo; nampangoakoahe’ iereo.
14 ૧૪ હે તાર્શીશનાં વહાણો, તમે વિલાપ કરો; કેમ કે તમારા આશ્રયનો નાશ થયો છે.
Mangolalaiha ry lakam-bei’ i Tarsiseo, fa rotsake i fiampira’oy.
15 ૧૫ તે દિવસે, એક રાજાની કારકીર્દી સુધી, એટલે સિત્તેર વર્ષ સુધી, તૂર ભૂલાઈ જશે. તે સિત્તેર વર્ષ પૂરાં થયા પછી તૂરને ગણિકના ગીત પ્રમાણે થશે:
Ho tondroke amy andro zay te haliño fitom-polo taoñe ty Tsore, ami’ty androm-panjaka; ie peake i fitom-polo taoñe zay le hifetsake amy Tsore i sabon-karapiloy.
16 ૧૬ હે ભુલાઈ ગયેલી ગણિકા, વીણા લઈને નગરમાં ફરી વળ; કુશળતાથી વગાડ, ઘણા ગીતો ગા, જેથી તું યાદ આવે.
Tintino i marovaniy, mañariaria an-drova ao, ry karapilo tsy tiahy; titiho feo mamy, isabò sabo maro, hahatiahiañe azo.
17 ૧૭ સિત્તેર વર્ષ પૂરાં થશે ત્યાર બાદ પછી યહોવાહ તૂરની મુલાકાત લેશે, તે પોતાનો પગાર મેળવવા પાછી આવશે. તે પૃથ્વી પરના સર્વ રાજ્યોની સાથે ગણિકાનો ધંધો ચલાવશે.
Aa ie peake i taoñe fitompolo rey le ho tendreke te ho tilihe’ Iehovà t’i Tsore, le himpolia’e i nanambezañe azey, hanitsike o kila fifeheañe ambone’ ty tane toy amy hakarapiloa’ey.
18 ૧૮ તેની કમાઈ તથા પગાર યહોવાહને માટે થશે. તેનો સંગ્રહ કરવામાં આવશે નહિ કે નાખવામાં આવશે નહિ. કેમ કે તેની કમાઈ યહોવાહની હજૂરમાં રહેનારને માટે થશે કે તેઓ ધરાઈને ખાય અને ઉત્તમ વસ્ત્ર પહેરે.
Havalike ho miavake am’ Iehovà o kilanka’eo naho o tambe’eo; tsy hahaja, tsy hakafitse; fa ho a o mpimoneñe añatrefa’ Iehovào o tombom-baro’eo, hahaeneñañe mahakama vaho ho an-tsaroñe mañeva.