< યશાયા 22 >
1 ૧ દર્શનની ખીણ વિષે ઈશ્વરવાણી. શું કારણ છે કે તારા સર્વ માણસો પોતાના ધાબા પર ચઢી ગયા છે?
Nkɔmhyɛ a etia Anisoadehu Bon no: Dɛn na ɛhaw mo mprempren, a mo nyinaa aforo kɔ adan atifi yi,
2 ૨ અરે, ઘોંઘાટિયા નગર, ખુશામતથી ભરપૂર નગર, તારા મૃત્યુ પામેલા તલવારથી મારેલા નથી અને તેઓ યુદ્ધમાં માર્યા ગયા નથી.
kurow a basabasayɛ ahyɛ no ma, huuyɛ ne ahosɛpɛw kuropɔn? Ɛnyɛ afoa ano na wʼatɔfo hweree wɔn nkwa, na wɔanwuwu wɔ ɔko ano nso.
3 ૩ તારા સર્વ અધિકારીઓ એકસાથે ભાગી ગયા, પણ તેઓ ધનુષ્ય વગર પકડાયા છે, તેઓ સર્વ સાથે પકડાયા અને બાંધવામાં આવ્યા; તેઓ દૂર નાસી ગયા.
Mo akannifo nyinaa abɔ mu aguan; wɔamfa tadua ankyekye wɔn. Mo a wɔkyeree mo nyinaa wɔfaa mo nneduafo mo a muguan wɔ bere a na atamfo no wɔ akyirikyiri.
4 ૪ તેથી હું કહું છું કે, “મારી તરફ જોશો નહિ, હું ચોધાર આંસુએ રડીશ; મારા લોકની કન્યાના વિનાશને લીધે મને દિલાસો આપવા માટે શ્રમ કરશો નહિ.
Enti mekae se, “Mumfi me so na mintwa adwo. Monnkyekye me werɛ wɔ me nkurɔfo sɛe ho.”
5 ૫ કેમ કે, દર્શનની ખીણમાં પ્રભુ યહોવાહે મોકલેલો ગડગડાટ, પાયમાલી તથા ઘોંઘાટ નો દિવસ છે, કોટ નો નાશ કરવાનો અને પર્વતની તરફ વિલાપ કરવાનો તે દિવસ છે.
Awurade, Asafo Awurade wɔ da bi ma huuyɛ, ntiatiaso ne ehu wɔ Anisoadehu Bon no mu, da a wɔde bubu afasu na wɔde su kyerɛ mmepɔw.
6 ૬ એલામના પાયદળ તથા ઘોડેસવારોની ટુકડીઓ સહિત ભાથો ઊંચકી લીધો; અને કીરે ઢાલ ઉઘાડી કરી છે.
Elam fa bɛmma no ka ne nteaseɛnamkafo ne apɔnkɔ ho; Kir ama kyɛm no so.
7 ૭ તારી ઉત્તમ ખીણો રથોથી ભરપૂર થઈ ગઈ હતી, અને ઘોડેસવારો દરવાજા આગળ પહેરો ભરતા ઊભા રહ્યા હતા.”
Nteaseɛnam ayɛ mo bon fɛfɛ no ma, na wɔde apɔnkɔsotefo agyinagyina kuropɔn apon no ano.
8 ૮ તેણે યહૂદિયાની નિરાધાર સ્થિતિ ખુલ્લી કરી; અને તે દિવસે તેં વનના મહેલમાં શસ્ત્રો જોયાં.
Wɔayi Yuda ho bammɔ no. Na da no wode wʼani too akode a ɛwɔ Kwae mu Ahemfi no so;
9 ૯ વળી તમે જોયું કે દાઉદના નગરના કોટમાં ઘણે સ્થળે ફાટ પડી છે; અને તમે નીચલા તળાવનું પાણી એકઠું કર્યું.
wuhuu sɛ Dawid Kuropɔn no, akwan bebree deda ne bammɔ mu woboaa nsu ano wɔ Ase Abura mu.
10 ૧૦ તમે યરુશાલેમનાં ઘરોની ગણતરી કરી અને કોટને સમારવા માટે ઘરોને પાડી નાખ્યાં.
Wokan adan a ɛwɔ Yerusalem no na wudwiriw afi de boaa ɔfasu no ahoɔden.
11 ૧૧ વળી તમે બે કોટોની વચમાં પુરાતન તળાવનાં પાણીને માટે કુંડ કર્યો. પરંતુ તમે નગરનાં કર્તાની તરફ, જેણે અગાઉથી આ યોજના કરી હતી તેની તરફ લક્ષ લગાડ્યું નહિ.
Woyɛɛ nsukorae wɔ afasu abien no ntam maa nsu a ɛwɔ Abura Dedaw mu no, nanso woanhwehwɛ Onipa ko a ɔyɛe, na woammu Onipa a ɔhyehyɛe dedaada no.
12 ૧૨ પ્રભુ, સૈન્યોના યહોવાહે તે દિવસે તમને રડવાને, વિલાપ કરવાને, માથું મુંડાવવાને તથા ટાટ પહેરવાને બોલાવ્યા.
Awurade, Asafo Awurade, frɛɛ wo saa da no sɛ su na twa adwo, sɛ yi wo tinwi na fura atweaatam.
13 ૧૩ પરંતુ જુઓ, તેને બદલે આનંદ અને હર્ષ, બળદ મારવાનું અને ઘેટા કાપવાનું, માંસ ખાવાનું અને દ્રાક્ષારસ પીવાનું ચાલે છે, કેમ કે કાલે તો આપણે મરી જઈશું.
Nanso hwɛ, anigye ne ahosɛpɛw wɔ hɔ; wokunkum anantwi ne nguan; wɔwe nam na wɔbow nsa! Wɔka se, “Momma yennidi na yɛnnom, efisɛ, ɔkyena yebewu!”
14 ૧૪ મારા કાનોમાં સૈન્યોના યહોવાહે કહ્યું: “ખરેખર, આ અન્યાય તમને માફ કરવામાં આવશે નહિ, તમે મૃત્યુ પામો ત્યારે પણ નહિ,” પ્રભુ, સૈન્યોના યહોવાહે કહ્યું છે.
Awurade, Asafo Awurade ayi me asotiw se, “Wɔremfa saa bɔne yi nkyɛ wo da kosi wo wuda,” sɛnea Awurade, Asafo Awurade se ni.
15 ૧૫ પ્રભુ, સૈન્યોના યહોવાહે કહે છે: “આ પ્રધાન શેબ્ના જે રાજમહેલનો કારભારી છે તેની પાસે જઈને તેને કહે કે:
Sɛɛ na Awurade, Asafo Awurade se, “Kɔ, kɔka kyerɛ saa ɔsomfo yi, Sebna a, ɔhwɛ ahemfi no so se,
16 ૧૬ ‘તારું અહીં શું છે અને તું કોણ છે કે તેં પોતાને માટે અહીં કબર ખોદી છે? તું ઊંચે પોતાની કબર ખોદે છે, ખડકમાં પોતાને માટે રહેઠાણ કોતરે છે!”
Dɛn na woreyɛ wɔ ha na hena na ɔmaa wo kwan sɛ bɔ wo da wɔ ha, worebɔ wo da wɔ baabi a ɛkorɔn na woretwa wo homebea wɔ ɔbotan mu?
17 ૧૭ જુઓ, યહોવાહ શૂરવીરની જેમ તને જોરથી ફેંકી દેશે; તે તને મજબૂતાઈથી પકડી રાખશે.
“Hwɛ yiye, na Awurade rebeso wo mu den atow wo akyene, wo ɔhoɔdenfo.
18 ૧૮ તે નિશ્ચે તને દડાની જેમ લપેટી લપેટીને વિશાળ દેશમાં ફેંકી દેશે. ત્યાં તારું મૃત્યુ થશે અને તારા શોભાયમાન રથો ત્યાં જ રહેશે; તે તારા ધણીના ઘરને કલંક લગાડનાર થશે.
Ɔbɛbobɔw wo, ama woayɛ kurukuruwa, na watow wo akyene ɔman kɛse bi so hɔ na wubewu na wo teaseɛnam fɛfɛ no aka hɔ, wo a woyɛ ahohora ma wo wura fi!
19 ૧૯ “હું તને તારી પદવી અને સ્થાન પરથી હડસેલી કાઢીશ. તને તારી જગાએથી પાડી નાખીશ.
Megye wʼadwuma afi wo nsa mu na wɔayi wo afi wo dibea so.
20 ૨૦ તે દિવસે હું મારા સેવક હિલ્કિયાના દીકરા એલિયાકીમને બોલાવીશ.
“Saa da no, mɛfrɛ me somfo Eliakim a ɔyɛ Hilkia babarima.
21 ૨૧ હું તેને તારો પોશાક પહેરાવીશ, તારો કમરબંધ તેની કમરે બાંધીશ, હું તેના હાથમાં તારો અધિકાર સોંપીશ. તે યરુશાલેમના રહેવાસીઓ સાથે તથા યહૂદિયાના માણસો સાથે પિતાની જેમ વર્તશે.
Mede wʼatade yuu bɛhyɛ no na mede wʼabɔso abebare nʼasen mu na mede wo tumi ahyɛ ne nsa. Ɔbɛyɛ agya ama wɔn a wɔtete Yerusalem ne Yuda fi.
22 ૨૨ હું દાઉદના ઘરની ચાવી તેના ખભા પર મૂકીશ; તે ઉઘાડશે તેને કોઈ બંધ નહિ કરી શકે; તે બંધ કરશે તેને કોઈ ઉઘાડી નહિ શકે.
Mede Dawid fi safe bɛma no; nea obebue no obiara rentumi nto mu; na nea ɔbɛto mu nso a obiara rentumi mmue.
23 ૨૩ હું તેને મજબૂત સ્થાનમાં ખીલાની જેમ ઠોકી બેસાડીશ અને તે પોતાના પિતાના કુટુંબને માટે ગૌરવનું સિંહાસન થશે.
Mɛbɔ ne so sɛ pɛe ama watim, ɔbɛyɛ anuonyam agua ama nʼagya fi.
24 ૨૪ તેઓ તેના પિતાના ઘરનો સર્વ વૈભવ, કુટુંબ-પરિવાર, પ્યાલા જેવાં નાનાં પાત્રથી તે શિરોઇ જેવા પાત્ર સુધી, તે સર્વ તેના પર લટકાવી રાખશે.
Nʼabusua anuonyam nyinaa begyina ne so: nʼasefo ne ne nenanom, ne nkuku ne nkaka, fi nsanka, mprɛte so kosi nhina nyinaa so.
25 ૨૫ સૈન્યોના યહોવાહનું એવું વચન છે કે, “તે દિવસે મજબૂત સ્થાનમાં જે ખીલો ઠોકી બેસાડેલો હતો તે નીકળી આવશે; અને તેના પર જે ભાર હતો તે નષ્ટ થશે” કેમ કે આ યહોવાહ એવું બોલ્યા છે.
“Saa da no,” sɛnea Asafo Awurade se ni, “pɛe a wɔabɔ so ama atim no, betu ahwe fam na nʼadesoa no nso asɛe, Awurade, akasa!”