< યશાયા 21 >

1 સમુદ્ર પાસેના અરણ્ય વિષે ઈશ્વરવાણી. નેગેબ તરફથી વંટોળિયાના સુસવાટાની જેમ આપત્તિ અરણ્યમાંથી, બિહામણા દેશમાંથી, આવે છે.
وحی درباره بیابان بحر: چنانکه گردباد در جنوب می‌آید، این نیز از بیابان از زمین هولناک می‌آید.۱
2 મને એક દુઃખદાયી દર્શન દેખાડવામાં આવ્યું: ઠગ ઠગે છે, અને વિનાશ કરનાર વિનાશ કરે છે. હે એલામ, ચઢાઈ કર; હે માદાય ઘેરો નાખ; મેં તેના સર્વ નિસાસાને બંધ કર્યો છે.
رویای سخت برای من منکشف شده است، خیانت پیشه خیانت می‌کند و تاراج کننده تاراج می‌نماید. ای عیلام برآی و‌ای مدیان محاصره نما. تمام ناله آن را ساکت گردانیدم.۲
3 તેથી મારી કમર પીડાથી ભરેલી છે; પ્રસૂતાની વેદના જેવી પીડા મારા પર આવી પડી છે; મેં જે સાંભળ્યું છે તેનાથી હું નીચો વળી ગયો છું; મેં જે જોયું છે તેનાથી હું વ્યાકુળ છું.
از این جهت کمر من از شدت درد پر شده است و درد زه مثل درد زنی که می‌زاید مرادرگرفته است. پیچ و تاب می‌خورم که نمی توانم بشنوم، مدهوش می‌شوم که نمی توانم ببینم.۳
4 મારું હૃદય વ્યાકુળ થયું છે; ભયથી હું ત્રાસ પામ્યો છું; જે રાત હું ઇચ્છતો હતો તે મારા માટે ધ્રૂજારીમાં ફેરવાઈ ગઈ છે.
دل من می‌طپید و هیبت مرا ترسانید. او شب لذت مرابرایم به خوف مبدل ساخته است.۴
5 તેઓ મેજ તૈયાર કરે છે, જાજમ પાથરે છે અને ખાય છે પીએ છે; ઊઠો, સરદારો, ઢાલોને તેલ ચોપડો.
سفره را مهیاساخته و فرش را گسترانیده به اکل و شرب مشغول می‌باشند. ای سروران برخیزید و سپرهارا روغن بمالید.۵
6 કેમ કે પ્રભુએ મને એમ કહ્યું કે: “જા, ચોકીદાર ઊભો રાખ; તે જે કંઈ જુએ તેની તે ખબર આપે.
زیرا خداوند به من چنین گفته است: «برو ودیده بان را قرار بده تا آنچه را که بیند اعلام نماید.۶
7 જો તે રથને, બબ્બે સાથે ચાલનાર ઘોડેસવારોને જુએ, ગધેડા અને ઊંટ પરના સવારોને જુએ, ત્યારે તે ખૂબ ધ્યાન રાખે અને ખૂબ સાવચેત રહે.”
و چون فوج سواران جفت جفت و فوج الاغان وفوج شتران را بیند آنگاه به دقت تمام توجه بنماید.»۷
8 પછી ચોકીદારે પોકાર કર્યો, “હે પ્રભુ, હું દિવસે નિરંતર પહેરાના બુરજ ઉપર ઊભો રહું છું, આખી રાત હું મારી ચોકીની જગાએ ઊભો રહું છું.”
پس او مثل شیر صدا زد که «ای آقا من دائم در روز بر محرس ایستاده‌ام و تمامی شب بردیده بانگاه خود برقرار می‌باشم.۸
9 જુઓ, આ મનુષ્યોની સવારી, બબ્બે સાથે ચાલનાર ઘોડેસવારો આવે છે. તેણે ઉત્તરમાં કહ્યું, “બાબિલ પડ્યુ છે, પડ્યું છે, તેના દેવોની સર્વ કોરેલી મૂર્તિઓને તેણે ભાંગી નાખીને જમીનદોસ્ત કરી છે.”
و اینک فوج مردان و سواران جفت جفت می‌آیند و او مزیدکرده، گفت: بابل افتاد افتاده است و تمامی تمثال های تراشیده خدایانش را بر زمین شکسته‌اند.»۹
10 ૧૦ હે મારા ઝુડાયેલા લોકો, મારી ખળીના દાણા, જે મેં સૈન્યોના યહોવાહ, ઇઝરાયલનાં ઈશ્વર પાસેથી સાંભળ્યું છે, તે મેં તમને જણાવ્યું છે.
‌ای کوفته شده من و‌ای محصول خرمن من آنچه از یهوه صبایوت خدای اسرائیل شنیدم به شما اعلام می‌نمایم.۱۰
11 ૧૧ દૂમા વિષે ઈશ્વરવાણી. સેઈરમાંથી કોઈ મને પોકારે છે, “હે ચોકીદાર, રાત કેટલી ગઈ? હે ચોકીદાર, રાત કેટલી ગઈ?”
وحی درباره دومه: کسی از سعیر به من ندا می‌کند که «ای دیده بان از شب چه خبر؟ ای دیده بان از شب چه خبر؟»۱۱
12 ૧૨ ચોકીદારે કહ્યું, “સવાર થાય છે અને રાત પણ આવે છે, જો તમારે પૂછવું હોય તો પૂછો; ફરી પાછા આવો.”
دیده بان می‌گوید که صبح می‌آید و شام نیز. اگر پرسیدن می‌خواهید بپرسید و بازگشت نموده، بیایید.»۱۲
13 ૧૩ અરબસ્તાન વિષે ઈશ્વરવાણી: હે દેદાનીઓના સંઘ, અરબસ્તાનમાંના અરણ્યમાં તમે રાત પસાર કરશો.
وحی درباره عرب: ای قافله های ددانیان در جنگل عرب منزل کنید.۱۳
14 ૧૪ તેમાંના રહેવાસીઓ, તરસ્યાની પાસે પાણી લાવો; રોટલી લઈને નાસી જનારાઓની સામે આવો.
‌ای ساکنان زمین تیما تشنگان را به آب استقبال کنید و فراریان را به خوراک ایشان پذیره شوید.۱۴
15 ૧૫ કેમ કે એ લોકો તલવારથી, ખુલ્લી તલવારથી, તાણેલા ધનુષ્યથી અને ભીષણ યુદ્ધની પીડાથી નાસે છે.
زیرا که ایشان از شمشیرها فرارمی کنند. از شمشیر برهنه و کمان زه شده و ازسختی جنگ.۱۵
16 ૧૬ કેમ કે પ્રભુએ મને એમ કહ્યું કે, “મજૂરના કામના વર્ષ પ્રમાણે એક વર્ષની અંદર, કેદારનું સર્વ ગૌરવ જતું રહેશે.
زانرو که خداوند به من گفته است بعد ازیکسال موافق سالهای مزدوران تمامی شوکت قیدار تلف خواهد شد.۱۶
17 ૧૭ અને ધનુર્ધારીઓની સંખ્યાનો શેષ, કેદારીઓના શૂરવીરો, થોડા થશે;” કેમ કે હું ઇઝરાયલનો ઈશ્વર યહોવાહ આ વચન બોલ્યો છું.
و بقیه شماره تیراندازان و جباران بنی قیدار قلیل خواهد شدچونکه یهوه خدای اسرائیل این را گفته است.۱۷

< યશાયા 21 >